________________
૧૦
ચાર ગતિનાં કારણો તમે એમેય કહેત કે- “અમે આટલાથી નિભાવી લઈશું, માટે હવે અમારે ધર્મની પણ જરૂર નથી અને મોક્ષની પણ જરૂર નથી !” પરન્તુ એ બને એવું છે ? નહિ જ. અહીં કે વાર મનગમતું ખાવા-પીવા ન પણ મળે, માંદગી પણ આવે, છતાં પણ બીજાં ઘણાં દુઃખે તે નથી ને ? પણ, સંસારનું આટલું દુખવાળું સુખ પણ સ્થિર સ્વભાવવાળું નથી. આપણને અહીં ગમે તેટલું ગમતું હોય, તે ય આપણે અહીંથી જવું પડવાનું છે-એ નક્કી છે, તે ક્યાં જવું છે એ બાબતમાં શે. વિચાર કર્યો છે? મરણ આવવાનું ને તે ગમે ત્યાં ને ગમે ત્યારે, માટે એની
તૈયારી કરી રાખી છે ને? આપણે અહીંથી જવાનું–એ ય કર્માધીનપણે અને અહીંથી જઈને ક્યાં ઉત્પન્ન થવાનું એ વાતેય કર્માધીન! પણ એ કર્મના કવૈયા આપણે છીએ ને? આપણાં કર્મ આપણે જ કરેલાં છે ને ? આપણે જ આપણું કર્મ બાંધીએ છીએ અને આપણે જ આપણું કર્મભેગવીએ છીએ. “જેવાં આપણાં કર્મ હોય, તેવી આપણી ગતિ થાય”—એવું જાણનાર “ક્યાં જવું છે –એને વિચાર આદિ કરે કે નહિ? તમે સવારે ઉઠે છે, ખાઓ-પીઓ છે, કામકાજ કરે છે અને એમ કરતાં કરતાં ઊંઘી જાઓ છે; પણ “મારે અહીંથી જવાનું છે અને
ક્યાં જવાનું છે તે હું નક્કી કરી શકું તેમ છું, માટે જ્યાં જવાને વિચાર હોય ત્યાં જવાની તૈયારી પણ મારે કરવી જોઈએ –એ વિચાર કરે છે? “ચાર ગતિઓમાંથી કયી ગતિમાં જવું ગમે? જે ગતિમાં જવું ગમે તે ગતિમાં જવાય