Book Title: Char Gatina Karno Part 02 Author(s): Ramchandrasuri Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust View full book textPage 6
________________ દુર્ગતિનાં કારણેને જાણી લઈને, તેનાથી બચતા રહેવું અને સદગતિનાં કારણોને જાણી લઈને, તે કારણેને નિકટના મોક્ષના આશયે રસપૂર્વક સેવવાં, એ આપણ સૌને માટે આવશ્યક છે. એમાં, આ બન્ને ય ભાગનું વાચન અને મનન, ખૂબ જ ઉપકારક નીવડે એવું છે. એટલા માટે, આ બન્ને ય ભાગોને મનન પૂર્વક વાંચવા-વંચાવવાની ભલામણ કરવાનું મન, તદ્દન સ્વાભાવિક રીતિએ જ થઈ જાય છે. ચાર ગતિનાં કારણે” નામના પુસ્તકમાં પ્રગટ કરાએલાં અને પ્રગટ કરાતાં પ્રવચનેને અંગે, અમે, કેટલીક બીનાએ પહેલા ભાગમાં પ્રગટ કરી હતી. અત્રે પણ, આ નીચે, તેને ઉપયોગ કરવામાં આવે છે. પૂ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય છેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર-પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, કચ્છ-માંડવીમાં પોતાના શિષ્યપ્રશિષ્યાદિ મુનિવરેની સાથે વિ. સં. ર૦૦૪ નું ચતુર્માસ કરીને, કરછ દેશનાં તીર્થોની યાત્રાએ નીકળ્યા હતા અને શ્રી ભદ્રશ્વરજી તીર્થમાં, તેઓશ્રીની નિશ્રામાં, ચિત્ર માસમાં, શ્રી અરિહંતાદિનવ પદેનું વિધિપૂર્વક સામુદાયિક આરાધન થયું હતું. ત્યાર બાદ, ત્યાંથી ઉગ્ર વિહાર કરતે કરતે, સુરતના શ્રીસંઘની વિનંતિથી સુરત પધારીને, વિ. સં. ૨૦૦૫ નું ચતુર્માસ, તેઓશ્રીએ સુરતમાં જ કર્યું હતું. | વિ. સં. ૨૦૦૫ નું ચતુર્માસ સુરતમાં કરીને, મુંબઈમ વસતા જૈન ભાઈ એની આગ્રહભરી વિનંતિને લક્ષ્યમાં લઈનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 424