________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
४८
બહેનશ્રીનાં વચનામૃત
પર સાથે તન્મયતા તોડવી તે જ કરવાનું છે. અનાદિ અભ્યાસ છે તેથી જીવ પર સાથે એકાકાર થઈ જાય છે. પૂજ્ય ગુરુદેવ માર્ગ તો ખુલ્લેખુલ્લો બતાવી રહ્યા છે. હવે જીવે પોતે પુરુષાર્થ કરીને, પરથી જુદો આત્મા અનંત ગુણોથી ભરેલો છે તેમાંથી ગુણો પ્રગટ કરવાના છે. ૧૫૬.
મોટા પુરુષની આજ્ઞા માનવી, તેમનાથી ડરવું, એ તો તને તારા અવગુણથી ડરવા જેવું છે, તેમાં તારા ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ આદિ અવગુણ દબાય છે. માથે મોટા પુરુષ વિના તું કષાયના રાગમાં-તેના વેગમાં તણાઈ જવાનો સંભવ છે અને તેથી તારા અવગુણ તું
સ્વયં જાણી શકે નહિ. મોટા પુરુષનું શરણ લેતાં તારા દોષોનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટ થશે. ગુરુનું શરણ લેતાં ગુણનિધિ ચૈતન્યદેવ ઓળખાશે. ૧૫૭.
હે જીવ! સુખ અંદરમાં છે, બહાર કયાં વ્યાકુળ થઈને ફાંફાં મારે છે? જેમ ઝાંઝવાંમાંથી કદી કોઈને જળ મળ્યું નથી તેમ બહાર સુખ છે જ નહિ. ૧૫૮.
ગુરુ તારા ગુણો ખિલવવાની કળા દેખાડશે.
Please inform us of any errors on rajesh@atmadharma.com