Book Title: Bahenshree na Vachanamrut
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 184
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનાં વચનામૃત ૧૬૫ નથી, તો પછી જે સિદ્ધપણે પરિણમ્યા તે અસિદ્ધપણે કયાંથી પરિણમે? સિદ્ધત્વપરિણમન પ્રવાહરૂપે સાદિ-અનંત છે. સિદ્ધભગવાન સાદિ-અનંત કાળ પ્રતિસમય પૂર્ણરૂપે પરિણમ્યા કરે છે. જોકે સિદ્ધભગવાનને જ્ઞાન-આનંદાદિ સર્વ ગુણરત્નોમાં ચમક ઊડ્યા જ કરે છે –ઉત્પાદવ્યય થયા જ કરે છે, તોપણ તે સર્વ ગુણો પરિણમનમાં પણ સદા તેવા ને તેવા જ પરિપૂર્ણ રહે છે. સ્વભાવ અદ્ભુત છે. ૪૧૮. પ્રશ્નઃ- અનંત કાળનાં દુખિયારા અમે અમારું આ દુ:ખ કેમ મટે ? ઉત્તર:- “હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી જુદો હું જ્ઞાયક છું” એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને સુખની ઘડી આવશે. જ્ઞાયકની પ્રતીતિ થાય અને વિભાવની રુચિ છૂટે-એવા પ્રયત્નની પાછળ વિકલ્પ તૂટશે અને સુખની ઘડી આવશે. “હું જ્ઞાયક છું' એમ ભલે પહેલાં ઉપલકપણે કર, પછી ઊંડાણથી કર, પણ ગમે તેમ કરીને એ રસ્તે જા. શુભાશુભ ભાવથી જાદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ દઢ કરવી, શાયકને ઊંડાણથી પ્રાપ્ત કરવો, તે જ સાદિ-અનંત સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આત્મા Please inform us of any errors on rajesh@atmadharma.com

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204