Book Title: Bahenshree na Vachanamrut
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 191
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૭ર બહેનશ્રીનાં વચનામૃત ભેદજ્ઞાનની ઉગ્રતા, તેની લગની, તેની જ તીવ્રતા હોય; શબ્દથી વર્ણન ન થઈ શકે. અભ્યાસ કરે, ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, તળમાં જઈને ઠરે, તો પ્રાપ્ત થાય-જ્ઞાયક પ્રગટ થાય. ૪૨૯. પ્રશ્ન- નિર્વિકલ્પ દશા થતાં વેદન શાનું હોય? દ્રવ્યનું કે પર્યાયનું? ઉત્તર- દષ્ટિ તો ધ્રુવસ્વભાવની જ હોય છે; વેદાય છે આનંદાદિ પર્યાય. સ્વભાવે દ્રવ્ય તો અનાદિ-અનંત છે જે ફરતું નથી, બદલતું નથી. તેના ઉપર દૃષ્ટિ કરવાથી, તેનું ધ્યાન કરવાથી, પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે. ૪૩). પ્રશ્ન:- નિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો થાય? ઉત્તર:- તે આનંદનો, કોઈ જગતના-વિભાવના - આનંદ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે, મેળ નથી. જેને અનુભવમાં આવે છે તે જાણે છે. તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. એવો અચિંત્ય અદભુત તેનો Please inform us of any errors on rajesh@atmadharma.com

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204