Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
* ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા : પુષ્પ-૧૩૪ *
शुद्धात्मने नमः।
બહેનશ્રીનાં વચનામૃત
[ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં પ્રવચનોમાંથી વીણેલાં ]
卐
: પ્રકાશક :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર), PIN 364 250
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by by Kunj Mohanlal Shah who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Bahenshreena Vachanamrut is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@atmadharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Version History
Date
Changes
Version Number
001
First electronic version.
11 September
2002
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
પ્રથમ આવૃત્તિ : પ્રત ૩૧૦૦ વીર સં. ૨૫૦૩
* વિ. સં. ૨૦૩૩ દ્વિતીય આવૃત્તિ : પ્રત ૬OOO વીર સં. ર૫૦૪
* વિ. સં. ૨૦૩૪ તૃતીય આવૃત્તિ : પ્રત ૧૦,૦૦૦ વીર સં. ૨૫૦૪
વિ. સં. ૨૦૩૪
: મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવાધિદેવ જિનેન્દ્રભગવાનને ભાવભીનાં વંદન
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
सुसीमा धृता येन सीमन्धरेण भवारण्यभीमभ्रमीया सुकृत्यैः। प्रवन्धः सदा तीर्थकृदेवदेवः प्रदेयात् स मेऽनन्तकल्याणबीजम्।।
દેખી મૂર્તિ સીમંધરજિનની નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તેનું ધરે છે; આત્મા મારો પ્રભુ ! તુજ કને આવવા ઉલ્લસે છે, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.
ભલે સો ઇન્દ્રોનાં તુજ ચરણમાં શિર નમતાં, ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા; નથી એ શેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા, નમન તુજને, ઓ જિનવરા !
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
જેમના જ્ઞાનસરોવરમાં સર્વ વિશ્વ માત્ર કમળ તુલ્ય
ભાસે છે એવા ભૂત, વર્તમાન અને ભાવી જગતશિરોમણિ તીર્થંકર ભગવંતોને
નમસ્કાર
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૫૨મોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
नमः श्रीसद्गुरवे।
અહો ! દેવ-શાસ્ત્ર–ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.
પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય ?
ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે. તેમનું શ્રુતજ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે.
પરમ ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, તેમની અમૃતમય વાણી મંગળ છે. તેઓશ્રી મંગળમૂર્તિ છે, ભવોદધિતારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે.
પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સંસારના વિષવૃક્ષને ક્ષણમાત્રમાં ક્ષય કરાવનાર, મહા સુખસાગરનો સમ્યક માર્ગ પ્રાપ્ત કરાવનાર, અતુલ મહિમાના ધારી, પરમોપકારી શ્રી ગુરુદેવનાં ચરણકમળમાં પરમ ભક્તિથી નમસ્કાર, વારંવાર નમસ્કાર.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
नमः श्रीसद्गुरुदेवाय। * પ્રકાશકીય નિવેદન *
બહેનશ્રીનાં વચનામૃત” નામનું આ લઘુકાય પ્રકાશન પ્રશમમૂર્તિ નિજશુદ્ધાત્મદષ્ટિસંપન્ન ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં અધ્યાત્મરસસભર પ્રવચનોમાંથી તેમનાં ચરણોપજીવી કેટલાંક કુમારિકા બ્રહ્મચારિણી બહેનોએ પોતાના લાભ માટે ઝીલેલાં-નોંધ કરેલાં વચનામૃતમાંથી ચૂંટેલા બોલનો સંગ્રહ છે.
પરમવીતરાગ સર્વજ્ઞદેવ ચરમતીર્થંકર પરમ પૂજ્ય શ્રી મહાવીરસ્વામીના દિવ્યધ્વનિ દ્વારા પુનઃ પ્રવાહિત થયેલા અનાદિનિધન અધ્યાત્મપ્રવાહને શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવે ગુરુપરંપરાએ આત્મસાત કરી યુક્તિ, આગમ અને સ્વાનુભવમય નિજ વૈભવ વડે સૂત્રબદ્ધ કર્યો અને એ રીતે સમયસાર વગેરે પરમાગમોની રચના દ્વારા તેમણે જિનેન્દ્રપ્રરૂપિત વિશુદ્ધ અધ્યાત્મતત્ત્વ પ્રકાશીને વીતરાગ માર્ગનો પરમ–ઉધોત કર્યો છે. તેમના શાસનસ્તંભોપમ પરમાગમોની વિમલ વિભા દ્વારા નિજ શુદ્ધાત્માનુભૂતિમય જિનશાસનની મંગલ ઉપાસના કરી સાધક સંતો આજે પણ તે પુનિત માર્ગને પ્રકાશી રહ્યા છે.
પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીને વિ.સં. ૧૯૭૮ માં ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત સમયસાર પરમાગમનો પાવન યોગ થયો. તેનાથી તેમના સુમ આધ્યાત્મિક પૂર્વસંસ્કાર જાગૃત થયા, અંતઃચેતના વિશુદ્ધ આત્મતત્ત્વ સાધવા તરફ વળીપરિણતિ શુદ્ધાત્માભિમુખી બની; અને તેમના પ્રવચનોની ઢબ અધ્યાત્મસુધાથી રસબસતી થઈ ગઈ.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૪)
જેમનાં તત્ત્વ૨સપૂર્ણ વચનામૃતોનો આ સંગ્રહ છે તે પૂજ્ય
બહેનશ્રી ચંપાબેનની આધ્યાત્મિક પ્રતિભાનો સંક્ષિપ્ત ઉલ્લેખ અત્રે આપવો ઉચિત લેખાશે. તેમને લઘુ વયમાં જ પૂજ્ય ગુરુદેવશ્રીની શુદ્ધાત્મસ્પર્શી વજવાણીના શ્રવણનું ૫૨મ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેનાથી તેમને સમ્યક્ત્વ-આરાધનાના પૂર્વસંસ્કાર પુનઃ સાકાર થયા. તેમણે તત્ત્વમંથનના અંતર્મુખ ઉગ્ર પુરુષાર્થથી ૧૮ વર્ષની બાળાવયે નિજ શુદ્ધાત્મદેવના સાક્ષાત્કારને પામી નિર્મળ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી. દિનોદિન વૃદ્ધિંગત ધારાએ વર્તતી તે વિમળ અનુભૂતિથી સદા પવિત્ર વર્તતું તેમનું જીવન, પૂજ્ય ગુરુદેવશ્રીની માંગલિક પ્રબળ પ્રભાવનાછાયામાં, મુમુક્ષુઓને પવિત્ર જીવનની પ્રેરણા આપી રહ્યું છે.
પૂજ્ય બહેનશ્રીની સ્વાનુભૂતિજન્ય પવિત્રતાની છાપ પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં સર્વપ્રથમ ત્યારે ઊઠી કે જ્યારે સં. ૧૯૮૯ માં રાજકોટ મધ્યે તેમને જાણ થઈ કે બહેનશ્રીને સમ્યગ્દર્શન તથા તજ્જન્ય નિર્વિકલ્પ આત્માનુભૂતિ પ્રાપ્ત થઈ છે; જાણ થતાં તેમણે અધ્યાત્મવિષયક ઊંડા કસોટીપ્રશ્ન પૂછી બરાબર પરીક્ષા કરી; અને પરિણામે પૂજ્ય ગુરુદેવે સહર્ષ સ્વીકાર કરી પ્રમોદ વ્યક્ત કરતાં કહ્યું : ‘ બેન ! તમારી દષ્ટિ અને નિર્મળ અનુભૂતિ યથાર્થ છે.’
અસંગ આત્મદશાના પ્રેમી પૂજ્ય બહેનશ્રીને કદી પણ લૌકિક વ્યવહારના પ્રસંગોમાં રસ પડયો જ નથી. તેમનું અંતધ્યેયલક્ષી જીવન સત્ત્રવણ, સ્વાધ્યાય, મંથન અને આત્મધ્યાનથી સમૃદ્ધ છે. આત્મધ્યાનમયી વિમળ અનુભૂતિમાંથી ઉપયોગ બહાર આવતાં એક વાર (સં. ૧૯૯૩ ના ચૈત્ર વદ આઠમના દિને) તેમને ઉપયોગની સ્વચ્છતામાં ભવાંતરો સંબંધી સહજ સ્પષ્ટ જાતિસ્મરણજ્ઞાન થયું. ધર્મ વિષેના ઘણા પ્રકારોની સ્પષ્ટતાનો-સત્યતાનો વાસ્તવિક બોધ આપનારું તેમનું તે સાતિશય સ્મરણજ્ઞાન આત્મશુદ્ધિની સાથોસાથ ક્રમશ: વધતું ગયું, જેની પુનિત
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૫) પ્રભાથી પૂજ્ય ગુરુદેવશ્રીના મંગલ પ્રભાવના-ઉદયને ચમત્કારિક વેગ મળ્યો છે.
સહજ વૈરાગ્ય, શુદ્ધાત્મરસીલી ભગવતી ચેતના, વિશુદ્ધ આત્મધ્યાનના પ્રભાવથી પુનઃપ્રાપ્ત નિજ આરાધનાનો મંગલ દોર તથા જ્ઞાયકબાગમાં કીડાશીલ વિમળ દશામાં સહજસ્ફટિત અનેક ભવનું જાતિસ્મરણજ્ઞાન વગેરે વિવિધ આધ્યાત્મિક પવિત્ર વિશેષતાઓથી વિભૂષિત પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના અસાધારણ ગુણગંભીર વ્યક્તિત્વનો પરિચય આપતાં પૂજ્ય ગુરુદેવ સ્વય પ્રસન્નહૃદયે ઘણી વાર પ્રકાશે છે કે
“બહેનોનાં મહાન ભાગ્ય છે કે ચંપાબેન જેવાં “ધર્મરત્ન” આ કાળે પાકયાં છે. બેન તો હિંદુસ્તાનનું અણમોલ રતન છે. અતીન્દ્રિય આનંદનો નાથ એને અંદરથી જાગ્યો છે. એમની અંદરની સ્થિતિ કોઈ જુદી જ છે. તેમની સુઢ નિર્મળ આત્મદષ્ટિ તથા નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો જોટો આ કાળે મળવો મુશ્કેલ છે. અસંખ્ય અબજો વર્ષનું તેમને જાતિસ્મરણજ્ઞાન છે. બેન ધ્યાનમાં બેસે છે ત્યારે કેટલીક વાર તે અંદરમાં ભૂલી જાય છે કે “હું મહાવિદેહમાં છું કે ભારતમાં '!!...બેન તો પોતાની અંદરમાં આત્માના કામમાં-એવાં મશગૂલ છે કે તેમને બહારની બીજી કાંઈ પડી નથી. પ્રવૃત્તિનો તેમને જરાય રસ નથી. એમની બહારમાં પ્રસિદ્ધિ થાય તે એમને પોતાને બિલકુલ ગમતું નથી. પણ અમને એવો ભાવ આવે છે કે, બેન ઘણાં વર્ષ ગુમ રહ્યાં, હવે લોકો બેનને ઓળખે...
–આવા વાત્સલ્યોર્મિભર્યા ભાવોદ્ગાર ભરેલી પૂજ્ય ગુરુદેવની મંગળ વાણીમાં જેમનો આધ્યાત્મિક પવિત્ર મહિમા સભા વિષે અનેક વાર પ્રસિદ્ધ થયો છે તે પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં, તેમણે મહિલા-શાસ્ત્રસભામાં ઉચ્ચારેલાં તેમની અનુભવધારામાંથી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૬)
વહેલાં-આત્માર્થપોષક વચનો લિપિબદ્ધ થાય તો ઘણા મુમુક્ષુ જીવોને મહાન આત્મલાભનું કારણ થાય, એવી ઉત્કટ ભાવના ઘણા સમયથી સમાજનાં ઘણા ભાઈ-બહેનોને વર્તતી હતી. એ શુભ ભાવનાને સાકાર કરવામાં, કેટલાંક બ્રહ્મચારિણી બહેનોએ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પ્રવચનધારામાંથી પોતાને ખાસ લાભ થાય એવાં વચનામૃતની જે નોંધ કરેલી તે ઉપયોગી થઈ છે. તે નોંધમાંથી આ અમૂલ્ય વચનામૃતસંગ્રહ તૈયાર થયો છે. જેમની નોંધ અત્રે ઉપયોગી થઈ છે તે બહેનો અભિનંદનીય છે.
પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી વહેલી પ્રવચનધારામાંથી ઝિલાયેલાં અમૃતબિંદુઓના આ લઘુ સંગ્રહની તાત્ત્વિક વસ્તુ અતિ
ઉચ્ચ કોટિની છે. તેમાં આત્માર્થપ્રે૨ક અનેક વિષયો આવી ગયા છે. કયાંય ન ગમે તો આત્મામાં ગમાડ; આત્માની લગની લાગે તો જરૂર માર્ગ હાથ આવે; જ્ઞાનીની સહજ પરિણતિ; અશરણ સંસારમાં વીતરાગ દેવ-ગુરુ-ધર્મનું જ શરણ; સ્વભાવપ્રાપ્તિ માટે યથાર્થ ભૂમિકાનું સ્વરૂપ; મોક્ષમાર્ગમાં પ્રારંભથી માંડી પૂર્ણતા સુધી પુરુષાર્થની જ મહત્તા; દ્રવ્યદષ્ટિ અને સ્વાનુભૂતિનું સ્વરૂપ તથા તેનો ચમત્કારિક મહિમા ગુરુભક્તિનો તથા ગુરુદેવની ભવાન્તકારિણી વાણીનો અદ્દભુત મહિમા; મુનિદશાનું અંતરંગ સ્વરૂપ તથા તેનો મહિમા; નિર્વિકલ્પદશા-ધ્યાનનું સ્વરૂપ; કેવળજ્ઞાનનો મહિમા; શુદ્ધાશુદ્ધ સમસ્ત પર્યાયો વિરહિત સામાન્ય વ્યસ્વભાવ તે દૃષ્ટિનો વિષય; જ્ઞાનીને ભક્તિ-શાસ્ત્રસ્વાધ્યાય આદિ પ્રસંગોમાં જ્ઞાતૃત્વધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે; અખંડ પરથી દૃષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે; શુદ્ધ શાશ્વત ચૈતન્યતત્ત્વના આશ્રયરૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે;–વગેરે વિવિધ અનેક વિષયોનું સાદી છતાં અસરકારક સચોટ ભાષામાં સુંદર નિરૂપણ થયું છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૭) આ “બહેનશ્રીનાં વચનામૃત' નામના પુસ્તકની પહેલી આવૃત્તિ (પ્રત ૩૧OO) દ્વિતીય શ્રાવણ વદ બીજ, વિ. સં. ૨૦૩૩ – પૂજ્ય બહેનશ્રીની ૬૪ મી જન્મજયંતી-ના મંગલ દિને ટ્રસ્ટ તરફથી પ્રકાશિત કરવામાં આવી હતી. તે પ્રથમ આવૃત્તિ એક માસ જેવા બહુ અલ્પ સમયમાં ખપી જવાથી, તેની બીજી આવૃત્તિ (પ્રત ૬OOO) વિ. સં. ૨૦૩૪, માગશર વદ આઠમના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. તે બીજી આવૃત્તિ પણ ટૂંક સમયમાં ખપી જવાથી તથા વાચક મુમુક્ષુવર્ગ દ્વારા આ પુસ્તકની તીવ્ર માગ હોવાથી તેનું પુનઃ મુદ્રણ કરાવી આ ત્રીજી આવૃત્તિ (પ્રત ૧૦,000)નું પ્રકાશન કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.
અંતમાં, અમને આશા છે કે અધ્યાત્મરસિક જીવો પૂજ્ય બહેનશ્રીની સ્વાનુભૂતિરસધારામાંથી વહેલાં આ આત્મસ્પર્શી વચનામૃત દ્વારા આત્માર્થની પ્રબળ પ્રેરણા પામી પોતાના સાધનાપથને સુધાઅંદી બનાવશે.
ફાગણ વદ દશમ, વિ. સં. ૨૦૩૪
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
“તીર્થંકરભગવંતોએ પ્રકારેલો દિગંબર જૈન ધર્મ જ સત્ય છે એમ ગુરુદેવે યુક્તિ-ન્યાયથી સર્વ પ્રકારે સ્પષ્ટપણે સમજાવ્યું છે. માર્ગની ઘણી છણાવટ કરી છે. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉપાદાન-નિમિત્ત. નિશ્ચય-વ્યવહાર, આત્માનું શુદ્ધ સ્વરૂપ, સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ, મોક્ષમાર્ગ ઇત્યાદિ બધું તેઓશ્રીના પરમ પ્રતાપે આ કાળે સત્યરૂપે બહાર આવ્યું છે. ગુરુદેવની શ્રુતની ધારા કોઈ જાદી જ છે. તેમણે આપણને તરવાનો માર્ગ દેખાડ્યો છે. પ્રવચનમાં કેટલું ઘોળી ઘોળીને કાઢે છે! તેઓશ્રીના પ્રતાપે આખા ભારતમાં ઘણા જીવો મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંચમ કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ સદભાગ્ય છે. જીવનમાં બધો ઉપકાર ગુરુદેવનો જ છે. ગુરુદેવ ગુણથી ભરપૂર છે, મહિમાવંત છે. તેમનાં ચરણકમળની સેવા હૃદયમાં વસી રહો.”
–બહેનશ્રી ચંપાબેન
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
પૂજ્ય બહેનશ્રી ચંપાબેન
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
કરી બાળવયે બહુ જોર, આતમધ્યાન ધર્યું; સાંધી આરાધનદોર, સમ્યક તત્ત્વ લહ્યું.
મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી; અમ આત્મ ઉજાળનહાર, ધર્મપ્રકાશકરી.
તુજ જ્ઞાન-ધ્યાનનો રંગ અમ આદર્શ રહો; હો શિવપદ તક તુજ સંગ, માતા ! હાથ ગ્રહો.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
परमात्मने नमः।
બહેનશ્રીનાં વચનામૃત [ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં પ્રવચનોમાંથી વીણેલાં ]
હે જીવ! તને કયાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. આત્મામાં ગમે તેવું છે. આત્મામાં આનંદ ભર્યો છે, ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ. ૧.
અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો અને જેને આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહિ. આત્માની લગની લાગવી જોઈએ; તેની પાછળ લાગવું જોઈએ. આત્માને ધ્યેયરૂપ રાખીને દિન-રાત સતત પ્રયત્ન કરવો જોઈએ.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
“મારું હિત કેમ થાય?', “આત્માને કઈ રીતે જાણું?” એમ લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે. ૨.
જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે – આત્મામાં એકધારું પરિણમન વર્યા જ કરે છે. ૩.
જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી પણ રૂંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, અને વૈરાગ્ય છે તે જ્ઞાનને કયાંય ફસાવા દેતો નથી પણ બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. ૪.
અહો ! અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું જ છે. આત્માની સિદ્ધિ ન સધાય ત્યાં સુધી જન્મ-મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું. આવા
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૩
અશરણ સંસારમાં દેવ-ગુરુ-ધર્મનું જ શરણ છે. પૂજ્ય ગુરુદેવે બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત કરીને તેના દઢ સંસ્કાર આત્મામાં પડી જાય-એ જ જીવનમાં કરવા જેવું છે. ૫.
સ્વભાવની વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય. “સ્વભાવ” શબ્દ સાંભળતાં શરીરની સોંસરવટ કાળજામાં ઊતરી જાય, રુવાંટે રુવાંટાં ખડાં થઈ જાય એટલું હૃદયમાં થાય, અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો. યથાર્થ ભૂમિકામાં આવું હોય છે. ૬.
જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે સચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે. ૭.
અત્યારે પૂજ્ય ગુરુદેવની વાતને ગ્રહણ કરવા ઘણા જીવો તૈયાર થઈ ગયા છે. ગુરુદેવને વાણીનો યોગ પ્રબળ છે, શ્રુતની ધારા એવી છે કે લોકોને અસર
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
કરે ને ‘સાંભળ્યા જ કરીએ' એમ થાય. ગુરુદેવે મુક્તિનો માર્ગ પ્રકાશ્યો ને સ્પષ્ટ કર્યો છે. તેઓશ્રીને શ્રુતની લબ્ધિ છે. ૮.
*
પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પછી કળે કમાય, ધન ધનને કમાવેધન ૨ળે તો ઢગલા થાય, તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય, અને કયારેક સહજ જેમ હોય તેમ રહે. ૯.
*
અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ, અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. કોઈને અમે રાગદ્વેષવાળા દેખતા જ નથી. એ ભલેને પોતાને ગમે તેવા માનતા હોય, પણ જેને ચૈતન્ય-આત્મા ઊઘડયો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે. ૧૦.
*
મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદમાર્ગનો કે ઉત્સર્ગમાર્ગનો આગ્રહ ન હોય, પણ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. પણ જો એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હઠ કરે તો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
તેને વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. ૧૧.
દ્રવ્યદષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે. ચૈતન્યતળિયામાં જ સહજ દષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દષ્ટિ છૂટતી નથી, દષ્ટિ બહાર જતી જ નથી. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે; ઊંડી ઊંડી ગુફામાં, ઊંડે ઊંડે પહોંચી ગયા છે; સાધનાની સહુજ દશા સાધેલી છે. ૧૨.
હું જ્ઞાયક ને આ પર', બાકી બધાં જાણવાનાં પડખાં છે. “હું જ્ઞાયક છું, બાકી બધું પર' –આ એક ધારાએ ઊપડે તો એમાં બધું આવી જાય છે, પણ પોતે ઊંડો ઊતરતો જ નથી, કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે. ૧૩.
હું છું” એમ પોતાથી પોતાનું અસ્તિત્વનું જોર આવે, પોતે પોતાને ઓળખે. પહેલાં ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે, પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે; એ વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬
બહેનશ્રીનાં વચનામૃત
હોય એટલે સહજરૂપે જોર આવે. ભાવનાની ઉગ્રતા હોય તો સાચું આવવાનો અવકાશ છે. ૧૪.
તીર્થંકરદેવની દિવ્યધ્વનિ કે જે જડ છે તેને પણ કેવી ઉપમા આપી છે! અમૃતવાણીની મીઠાશ જોઈ દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન છોડીને ચિચોડામાં પિલાઈ ગઈ ! આવો તો જિનેન્દ્રવાણીનો મહિમા ગાયો છે. તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી! ૧૫.
જ્ઞાન-વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખનો ફુવારો છૂટશે; રાગ સિંચવાથી દુઃખ મળશે. માટે જ્ઞાન-વૈરાગ્યરૂપી જળનું સિંચન કરી મુક્તિસુખરૂપી અમૃત મેળવ. ૧૬.
જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, તેમ જ્ઞાયકભાવને પકડવાથી બધું હાથ આવશે. શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે. જે મૂળ સ્વભાવને પકડયો હશે તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાંતિ-સમાધાન રહેશે, જ્ઞાતા-દ્રષ્ટાપણે રહી શકાશે. ૧૭.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
દષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઊડે પણ દોર હાથમાં હોય છે, તેમ “ચૈતન્ય છું” એ દોર હાથમાં રાખવો. વિકલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું-એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય. ૧૮.
જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે. હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે, રાગ છે, પણ અભિપ્રાયમાં કાળો સર્ષ લાગે છે. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં વિભાવથી જાદા છે, જ્યારા છે. ૧૯.
મારે કાંઈ જોઈતું જ નથી, કોઈ પર પદાર્થની લાલસા નથી, આત્મા જ જોઈએ-એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે જ છૂટકો છે. અંદરમાં ચૈતન્યઋદ્ધિ છે તે ઋદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવો નિસ્પૃહ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. –આવી અંદર જવાની તીખી તમન્ના લાગે, તો આત્મા પ્રગટ થાય, પ્રાપ્ત થાય. ૨૦.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
८
બહેનશ્રીનાં વચનામૃત
ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી ભાવના-એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળ્યે જ છૂટકો. જો ન ફળે તો જગતને-ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. પરંતુ એમ બને જ નહિ. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે-એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ, અનંતા તીર્થંકરોએ કહેલી વાત છે. ૨૧.
*
ગુરુદેવને તીર્થંકર જેવો ઉદય વર્તે છે. વાણીનો પ્રભાવ એવો છે કે હજારો જીવો સમજી જાય છે. તીર્થંકરની વાણી જેવો જોગ છે. વાણી જોરદાર છે. ગમે તેટલી વાર સાંભળીએ તોપણ કંટાળો ન આવે. પોતે જ એટલા રસકસથી બોલે છે કે જેથી સાંભળનારનો રસ પણ જળવાઈ રહે છે; ૨સબસતી વાણી છે. ૨૨.
*
ઉપલક ઉપલક વાંચન-વિચાર આદિથી કાંઈ ન થાય, અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. ૨૩.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
આત્માર્થીએ સ્વાધ્યાય કરવો, વિચાર-મનન કરવાં; એ જ આત્માર્થીનો ખોરાક છે. ૨૪.
પહેલી ભૂમિકામાં શાસ્ત્રવાંચન-શ્રવણ-મનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાઈ ન જવું. આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે-એ ખટક સાથે જ રહેવી જોઈએ. ૨૫.
અંદર આત્મદેવ બિરાજે છે તેની સંભાળ કર. હવે અંતરમાં જા, ને તૃપ્ત થા. અનંતગુણસ્વરૂપ આત્માને જો, તેની સંભાળ કર. વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રિીડા કર, તે આનંદરૂપ સરોવરમાં કેલી કર-તેમાં રમણ કર. ર૬.
આવા કાળે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્મા પ્રાપ્ત કર્યો તેથી પરમ પૂજ્ય ગુરુદેવ એક “અચંબો છે. આ કાળે દુષ્કરમાં દુષ્કર પ્રાપ્ત કર્યું, પોતે અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો અને બીજાને માર્ગ બતાવ્યો. તેમનો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
બહેનશ્રીનાં વચનામૃત
મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. ૨૭.
ભવિષ્યનું ચિતરામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે, “બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ'. ૨૮.
જ્ઞાનને ધીરુ કરીને સૂક્ષ્મતાથી અંદર જ તો આત્મા પકડાય એવો છે. એક વાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોટશે નહિ. ર૯.
જેમ બીજ વાવે છે તેમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી, છતાં વિશ્વાસ છે કે “આ બીજમાંથી વૃક્ષ ફાલશે, તેમાંથી ડાળાં-પાંદડાં-ફળ વગેરે આવશે', પછી તેનો વિચાર આવતો નથી; તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે; દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી તેથી વિશ્વાસ વિના
શું પ્રગટશે” એમ થાય, પણ દ્રવ્યસ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે. ૩).
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સમ્યગ્દષ્ટિને જ્ઞાન-વૈરાગ્યની એવી શક્તિ પ્રગટી છે કે ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં, બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં, લેપ લાગતો નથી, નિર્લેપ રહે છે; જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે; અલ્પ અસ્થિરતા છે તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, તેના પણ જ્ઞાતા રહે છે. ૩૧.
*
૧૧
સમ્યગ્દષ્ટિને, આત્માને છોડીને બહાર કયાંય સારું લાગતું નથી, જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો છે તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે, કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી. અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી એટલે ઉપયોગ બહાર આવે છે પણ રસ વિના-બધું નિઃસા૨, ફોતરાં સમાન, રસ-કસ વગરનું હોય એવા ભાવે-બહાર ઊભા છે. ૩૨.
'
જેને લાગી છે તેને જ લાગી છે'... પરંતુ બહુ ખેદ ન કરવો. વસ્તુ પરિણમનશીલ છે, કૂટસ્થ નથી; શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. માટે એકદમ ઉતાવળ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧ર
બહેનશ્રીનાં વચનામૃત
ન કરવી. મુમુક્ષુ જીવ ઉલ્લાસનાં કાર્યોમાં પણ જોડાય. સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે, સંતોષ ન થાય. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છેએવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેથી બહારમાં કયાંય તેને સંતોષ થતો નથી અને અંદર જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય; પણ આડોઅવળો નહિ જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે. ૩૩.
મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય, પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. તેને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી ને બહાર રહેવું પોષાતું નથી માટે મૂંઝવણ થાય, પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે. જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. આત્માર્થી હુઠ ન કરે કે મારે ઝટઝટ કરવું છે. ઠ સ્વભાવમાં કામ ન આવે. માર્ગ સહજ છે, ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય. ૩૪.
અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે, એટલે તેને અશુભ ભાવ સહજ છે. વળી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૩
શુભને વારંવાર કરતાં શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી, ખબર પડતી નથી. ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ. ૩પ.
જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે પણ અંતરંગ સચિને પલટાવતો નથી, તેને માર્ગનો ખ્યાલ નથી. પ્રથમ સચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૩૬.
હું અબદ્ધ છું', “જ્ઞાયક છું' એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે, શાંતિ મળતી નથી, વિકલ્પ માત્રમાં દુઃખ-દુઃખ ભાસે છે, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં, વસ્તુસ્વભાવમાં લીન થતાં, આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું વેદના થાય છે. ૩૭.
આત્માને મેળવવાનો જેને દઢ નિશ્ચય થયો છે તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરડો પુરુષાર્થ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪
બહેનશ્રીનાં વચનામૃત
ઉપાડયે જ છૂટકો છે. સદ્ગુરુનાં ગંભીર અને મૂળ વસ્તુ સ્વરૂપ સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાકયોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે. ૩૮.
સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી. જો વિકલ્પ કરી જાળવી રાખવી પડે તો તે સહજ દશા જ નથી. વળી પ્રગટેલી દશાને જાળવવાનો કોઈ જાદો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમ કે વધવાનો પુરુષાર્થ કરે છે તેથી તે દશા તો સહેજે ટકી રહે છે. ૩૯.
સાધકદશામાં શુભ ભાવ વચ્ચે આવે છે, પણ સાધક તેને છોડતો જાય છે; સાધ્યનું લક્ષ ચૂકતો નથી. - જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય છે ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે, ત્યાં રોકાતો નથી; જ્યાં જવું છે, તેનું જ લક્ષ રહે છે. ૪૦.
ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ ન મળે એમ બને નહિ. જેટલું કારણ આપે એટલું
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૫
કાર્ય થાય જ. અંદર વેદના સહિત ભાવના હોય તો માર્ગ શોધે. ૪૧.
યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે, અને યથાર્થ રુચિ વિના, તેના તે શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે. ૪૨.
જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય તેને પૂછીએ કે “તારું નામ શું?' તો કહે “મારી બા', તારું ગામ કયું? તો કહે “મારી બા”, “તારાં માતાપિતા કોણ?” તો કહે “મારી બા'; તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે તેને દરેક પ્રસંગે “જ્ઞાયકસ્વભાવ... જ્ઞાયકસ્વભાવ” –એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રુચિ ને ભાવના રહે. ૪૩.
રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ. તેને ચોવીશે કલાક એક જ ચિંતન. ઘોલન, ખટક ચાલુ રહે. જેમ કોઈને “બા'નો પ્રેમ હોય તો તેને બાની યાદ, તેની ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેમ જેને આત્માનો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૬
બહેનશ્રીનાં વચનામૃત
પ્રેમ હોય તે ભલે શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં અંદરમાં ખટક તો આત્માની જ હોય. “બા”ના પ્રેમવાળો ભલે કુટુંબ-કબીલાના ટોળામાં બેઠો હોય, આનંદ કરતો હોય, પણ મન તો “બા”માં જ રહ્યું હોય છે: “અરે ! મારી બા... મારી બા !'; એવી જ રીતે આત્માની ખટક રહેવી જોઈએ. ગમે તે પ્રસંગમાં “મારો આત્મા... મારો આત્મા!' એ જ ખટક ને રુચિ રહેવી જોઈએ. એવી ખટક રહ્યા કરે તો “આત્મ-બા” મળ્યા વગર રહે જ નહિ. ૪૪.
અંતરનાં તળિયાં તપાસીને આત્માને ઓળખ. શુભ પરિણામ, ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી “મેં ઘણું જ કર્યું છે” એમ માની, જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. અજ્ઞાનીને જરાક કાંઈક આવડ, ધારણાથી યાદ રહે, ત્યાં તેને અભિમાન થઈ જાય છે, કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી; તેથી તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય છે. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી તે અંશમાં અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તોપણ સ્વભાવ હતો તે પ્રગટયો તેમાં નવીન શું? તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી. ૪૫.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૭
જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યું જ લાભ છે, મારે આ જ કરવું છે તે વર્તમાન પાત્ર છે. ૪૬.
ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે, તે પર્યાય છે. જેમ કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે, જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં, જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે છૂટો છે; તેમ જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે, ફસાયેલ છે પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો જ છે એમ જણાય. ચૈતન્યપદાર્થ તો છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાનઆનંદની મૂર્તિ-જ્ઞાયકમૂર્તિ છે, પણ પોતે પોતાને ભૂલી ગયો છે. વિભાવની જાળ પાથરેલી છે, વિભાવની જાળમાં ફસાઈ ગયો છે, પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે. દ્રવ્ય બંધાયેલ નથી. ૪૭.
વિકલ્પમાં પૂરેપૂરું દુ:ખ લાગવું જોઈએ. વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે ને
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૮
બહેનશ્રીનાં વચનામૃત
બીજા મંદ વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે, પણ વિકલ્પમાત્રમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહિ. ૪૮.
આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા છે ને બીજા પરિણામ કેટલા છે તે તપાસી પુરુષાર્થ તરફ વળવું. ચિંતવન ખાસ કરવું જોઈએ. કષાયના વેગમાં તણાતાં અટકવું, ગુણગ્રાહી બનવું. ૪૯.
તું સની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે; તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સના ઊંડા સંસ્કાર રેડ. ૫૦.
આકાશ-પાતાળ ભલે એક થાય પણ ભાઈ ! તારા ધ્યેયને તું ચૂકીશ નહિ, તારા પ્રયત્નને છોડીશ નહિ. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. જે ધ્યેયે ચડ્યો તે પૂર્ણ કરજે, જરૂર સિદ્ધિ થશે. ૫૧.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૯
શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે, તેમાં ‘આ શરીરાદિ મારાં ' એમ માની સુખ-દુઃખ ન કર, જ્ઞાતા થઈ જા. દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયા; હવે, સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર. પર.
*
નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ તેને માટે પ્રવૃત્તિ ન ગમે. બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ. ૫૩.
*
અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ ! હવે પ્રતિકૂળતામાં તો સમજ... સમજ. કોઈ રીતે સમજ... સમજ, ને વૈરાગ્ય લાવી આત્મામાં જા. ૫૪.
*
ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી, સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે, પણ ભાવના સફળ
થાય જ. ૫૫.
*
જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી, ને એક વસ્તુ ખોવાણી ત્યાં પોતે આખો ખોવાઈ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
ગયો, રોકાઈ ગયો, રૂપિયા, ઘર, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. અરે ! તું વિચાર તો કર કે તું આખો દિવસ કયાં રોકાઈ ગયો! બહારમાં ને બહારમાં રોકાઈ ગયો, ત્યાં ભાઈ ! આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય? પ૬.
પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી પોતે જે તત્ત્વને પકડ્યું હોય તેનું મંથન કરવું જોઈએ. નિવૃત્તિકાળમાં પોતાની પરિણતિમાં રસ આવે તેવાં પુસ્તકોનું વાંચન કરીને પોતાની લગનીને જાગૃત રાખવી જોઈએ. આત્માના ધ્યેયપૂર્વક, પોતાની પરિણતિમાં રસ આવે તેવાં વિચારમંથન કરતાં અંતરથી પોતાનો માર્ગ મળી જાય છે. પ૭.
જ્ઞાનીને દષ્ટિ-અપેક્ષાએ ચૈતન્ય અને રાગની અત્યંત ભિન્નતા ભાસે છે, જોકે તે જ્ઞાનમાં જાણે છે કે રાગ ચૈતન્યની પર્યાયમાં થાય છે. પ૮.
જે જીવને પોતાના સ્થૂલ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ કયાંથી પકડ? ને સૂક્ષ્મ પરિણામ પકડે નહિ તો સ્વભાવ કયાંથી પકડાય ? જ્ઞાનને સૂક્ષ્મ-તીર્ણ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૨૧
કરીને સ્વભાવને પકડે તો ભેદવિજ્ઞાન થાય. ૫૯.
અનાદિકાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો ભમતો, સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો, અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. કોઈ વાર તેને સાચું સુખ દેખાડનાર મળ્યા તો શંકા રાખીને અટકયો, કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતાં અટકયો, કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના અટકયો, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો ને પડ્યો. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતાં અનંત વાર અટકયો. પુણ્યોદયે આ દેહ પામ્યો, આ દશા પામ્યો, આવા પુરુષ મળ્યા; હવે જો પુરુષાર્થ નહિ કરે તો કયા ભવે કરશે? હે જીવ! પુરુષાર્થ કર; આવી જોગવાઈ અને સાચું આત્મસ્વરૂપ બતાવનારા સપુરુષ ફરીફરી નહિ મળે. ૬૦.
જેને ખરેખરો તાપ લાગ્યો હોય, જે સંસારથી કંટાળેલ હોય, તેની આ વાત છે. વિભાવથી કંટાળે અને સંસારનો ત્રાસ લાગે તો માર્ગ મળ્યા વિના રહે જ નહિ. કારણ આપે તો કાર્ય પ્રગટ થાય જ. જેને
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૨
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
જેની રુચિ-રસ હોય ત્યાં સમય ચાલ્યો જાય છે; ‘ રુચિ અનુયાયી વીર્ય'. શાયકના ઘૂંટણમાં નિરંતર રહે દિવસરાત એની પાછળ પડે, તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહિ. ૬૧.
*
જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે તેને-ભલે કદાચ સમ્યગ્દર્શન ન થાય તોપણસમ્યક્ત્વસન્મુખતા થાય છે. અંદર દૃઢ સંસ્કાર પાડે, ઉપયોગ એકમાં ન ટકે તો બીજામાં ફેરવે, ઉપયોગ બારીકમાં બારીક કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો, ચૈતન્યતત્ત્વને ગ્રહણ કરતો આગળ વધે, તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ૬૨.
*
જેવું બીજ વાવે તેવું વૃક્ષ થાય; આંબાનું બીજ ( ગોટલો ) વાવે તો આંબાનું ઝાડ થાય અને આકોલિયાનું બીજ વાવે તો આકોલિયાનું ઝાડ થાય. જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું ફળ મળે જ. ૬૩.
*
અંદમાં, ચૈતન્યતત્ત્વ નમસ્કાર કરવાયોગ્ય છે; તે જ મંગળ છે, તે જ સર્વ પદાર્થમાં ઉત્તમ છે,
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
ર૩
ભવ્યજીવોને તે આત્મતત્ત્વ જ એક શરણ છે. બહારમાં, પંચ પરમેષ્ઠી-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-નમસ્કાર કરવાયોગ્ય છે કેમ કે તેમણે આત્માની સાધના કરી છે, તેઓ મંગળરૂપ છે, તેઓ લોકમાં ઉત્તમ છે, તેઓ ભવ્યજીવોનાં શરણ છે. ૬૪.
દેવ-ગુરુની વાણી અને દેવ-શાસ્ત્ર–ગુરુનો મહિમા ચૈતન્યદેવનો મહિમા જાગૃત કરવામાં, તેના ઊંડા સંસ્કાર દઢ કરવામાં તેમ જ સ્વરૂપપ્રાપ્તિ કરવામાં નિમિત્તો છે. ૬૫.
બહારનું બધું થાય તેમાં ભક્તિ-ઉલ્લાસનાં કાર્ય થાય તેમાં પણ-કાંઈ આત્માનો આનંદ નથી. આનંદ તો તળમાંથી આવે તે જ સાચો છે. ૬૬.
દરેક પ્રસંગમાં શાંતિ, શાંતિ ને શાંતિ તે જ લાભદાયક છે. ૬૭.
પૂજ્ય ગુરુદેવની વાણી મળે તે એક અનુપમ સૌભાગ્ય છે. માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
બહેનશ્રીનાં વચનામૃત
સાંભળવા મળી તે મુમુક્ષુઓનું પરમ સૌભાગ્ય છે. દરરોજ સવાર-બપોર બે વખત આવું ઉત્તમ સમ્યકતત્ત્વ સાંભળવા મળે છે એના જેવું બીજું કયું સદભાગ્ય હોય? શ્રોતાને અપૂર્વતા લાગે અને પુરુષાર્થ કરે તો તે આત્માની સમીપ આવી જાય અને જન્મ-મરણ ટળી જાય-એવી અભુત વાણી છે. આવું શ્રવણનું જે સૌભાગ્ય મળ્યું છે તેને મુમુક્ષુ જીવોએ સફળ કરી લેવું યોગ્ય છે. પંચમ કાળે નિરંતર અમૃતઝરતી ગુરુદેવની વાણી ભગવાનનો વિરહું ભુલાવે છે! ૬૮.
પ્રયોજન તો એક આત્માનું જ રાખવું. આત્માનો રસ લાગે ત્યાં વિભાવનો રસ નીતરી જાય છે. ૬૯.
બધું આત્મામાં છે, બહાર કાંઈ નથી. તને કાંઈ પણ જાણવાની ઇચ્છા થતી હોય તો તું તારા આત્માની સાધના કર. પૂર્ણતા પ્રગટતાં લોકાલોક તેમાં શેયરૂપે જણાશે. જગત જગતમાં રહે છતાં કેવળજ્ઞાનમાં બધું જણાય છે. જાણનાર તત્ત્વ પૂર્ણપણે પરિણમતાં તેની જાણ બહાર કાંઈ રહેતું નથી અને સાથે સાથે આનંદાદિ અનેક નવીનતાઓ પ્રગટે છે. ૭૦.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૨૫
ધન્ય તે નિગ્રંથ મુનિદશા! મુનિદશા એટલે કેવળજ્ઞાનની તળેટી. મુનિને અંદરમાં ચૈતન્યના અનંત ગુણ-પર્યાયનો પરિગ્રહ હોય છે; વિભાવ ઘણો છૂટી ગયો હોય છે. બહારમાં, ગ્રામપ્યપર્યાયના સહકારી કારણભૂતપણે દેહમાત્ર પરિગ્રહ હોય છે. પ્રતિબંધરહિત સહજ દશા હોય છે; શિષ્યોને બોધ દેવાનો કે એવો કોઈ પણ પ્રતિબંધ હોતો નથી. સ્વરૂપમાં લીનતા વૃદ્ધિગત હોય છે. ૭૧.
અખંડ દ્રવ્યને ગ્રહણ કરી પ્રમત્ત-અપ્રમત્ત સ્થિતિમાં ઝૂલે તે મુનિદશા. મુનિરાજ સ્વરૂપમાં નિરંતર જાગૃત છે. મુનિરાજ જ્યાં જાગે છે ત્યાં જગત ઊંઘે છે, જગત જ્યાં જાગે છે ત્યાં મુનિરાજ ઊંઘે છે. “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની”. ૭ર.
દ્રવ્ય તો નિવૃત્ત જ છે. તેને દઢપણે અવલંબીને ભવિષ્યના વિભાવથી પણ નિવૃત્ત થાવ. મુક્તિ તો જેમના હાથમાં આવી ગઈ છે એવા મુનિઓને ભેદજ્ઞાનની તીર્ણતાથી પ્રત્યાખ્યાન થાય છે. ૭૩.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૬
બહેનશ્રીનાં વચનામૃત
જો તારી ગતિ વિભાવમાં જાય છે તો તેને ઉતાવળથી ચૈતન્યમાં લગાડ. સ્વભાવમાં આવવાથી સુખ અને ગુણોની વૃદ્ધિ થશે; વિભાવમાં જવાથી દુઃખ અને ગુણોની હાનિ થશે. માટે ઉતાવળથી સ્વરૂપમાં ગતિ કર. ૭૪.
જેણે ચૈતન્યધામને ઓળખી લીધું તે સ્વરૂપમાં એવા સૂઈ ગયા કે બહાર આવવું ગમતું જ નથી. જેમ પોતાના મહેલમાં સુખેથી રહેતા હોય એવા ચક્રવર્તી રાજાને બહાર આવવું ગમતું જ નથી તેમ ચૈતન્યના મહેલમાં જે બિરાજી ગયા તેને બહાર આવવું મુશ્કેલ પડ છે, બહાર આવવું તેને બોજો લાગે છે; આંખ પાસે રેતી ઉપડાવવા જેવું આકરું લાગે છે. સ્વરૂપમાં જ આસક્ત થયો અને બહારની આસક્તિ તૂટી ગઈ છે. ૭પ.
છબી પાડવામાં આવે છે ત્યાં જે પ્રમાણે મુખ પરના ભાવ હોય તે પ્રમાણે કાગળમાં કુદરતી ચિતરાઈ જાય છે, કોઈ દોરવા જતું નથી. એવી રીતે કર્મના ઉદયરૂપ ચિતરામણ સામે આવે ત્યારે સમજવું કે મેં જેવા ભાવ કર્યા હતા તેવું આ ચિતરામણ થયું
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૨૭
છે. જોકે આત્મા કર્મમાં પ્રવેશ કરીને કાંઈ કરતો નથી, તોપણ ભાવને અનુરૂપ જ ચિતરામણ સ્વયં થઈ જાય છે. હવે દર્શનરૂપ, જ્ઞાનરૂપ, ચારિત્રરૂપ પરિણમન કર તો સંવર-નિર્જરા થશે. આત્માનો મૂળ સ્વભાવ દર્શન-જ્ઞાનચારિત્રરૂપ છે, તેનું આલંબન કરતાં દ્રવ્યમાં જે (શક્તિરૂપે) પડ્યું છે તે (વ્યક્તિરૂપે) બહાર આવશે. ૭૬.
અનંત કાળથી જીવને પોતાથી એકત્વ અને પરથી વિભક્તપણાની વાત રુચી જ નથી. જીવ બહારથી ફોતરાં ખાંડયા કરે છે પણ અંદરનો જે કસ-આત્મા –તેને શોધતો નથી. રાગ-દ્વેષનાં ફીફા ખાંડવાથી શો લાભ છે? તેમાંથી દાણો ન નીકળે. પરથી એકત્વબુદ્ધિ તોડી જુદા તત્ત્વનેઅબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માને-જાણે, તો કાર્ય થાય. ૭૭.
સ્વરૂપની લીલા જાત્યંતર છે. મુનિરાજ ચૈતન્યના બાગમાં રમતાં રમતાં કર્મના ફળનો નાશ કરે છે. બહારમાં આસક્તિ હતી તે તોડી સ્વરૂપમાં મંથર – સ્વરૂપમાં લીન-થઈ ગયા છે. સ્વરૂપ જ તેમનું
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૮
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
આસન, સ્વરૂપ જ નિદ્રા, સ્વરૂપ જ આહાર છે; તેઓ સ્વરૂપમાં જ લીલા, સ્વરૂપમાં જ વિચરણ કરે છે. સંપૂર્ણ શ્રામણ્ય પ્રગટાવી તેઓ લીલામાત્રમાં શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવે છે. ૭૮.
*
શુદ્ધસ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસી (પ્રવેશી ) કેમ ગયા હોય તેવું દેખાય છે, પણ ભેદજ્ઞાન પ્રગટ કરતાં તેઓ જ્ઞાનરૂપી ચૈતન્ય-અરીસામાં પ્રતિબિંબરૂપ છે. જ્ઞાન-વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર. યથાર્થ દષ્ટિ (દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ ) કરી ઉપર આવી જા. ચૈતન્યદ્રવ્ય નિર્મળ છે. અનેક જાતનાં કર્મનાં ઉદય, સત્તા, અનુભાગ તથા કર્મનિમિત્તક વિકલ્પ વગેરે તારાથી અત્યંત જુદાં છે. ૭૯.
*
વિધિ અને નિષેધની વિકલ્પજાળને છોડ. હું બંધાયેલો છું, હું બંધાયેલ નથી-તે બધું છોડી અંદર જા, અંદર જા; નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા. ૮૦.
*
જેમ સ્વભાવે નિર્મળ એવા સ્ફટિકમાં લાલ-કાળા લના સંયોગે રંગ દેખાય તોપણ ખરેખર સ્ફટિક રંગાઈ ગયો નથી, તેમ સ્વભાવે નિર્મળ એવા
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૨૯
આત્મામાં ક્રોધ-માન આદિ દેખાય તોપણ ખરેખર આત્મદ્રવ્ય તેનાથી ભિન્ન છે. વસ્તુસ્વભાવમાં મલિનતા નથી. પરમાણુ પલટીને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનો ના થાય તેમ વસ્તુસ્વભાવ બદલાતો નથી. આ તો પરથી એત્વ તોડવાની વાત છે. અંદર વાસ્તવિક પ્રવેશ કર તો છૂટું પડે. ૮૧.
“હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું; વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય; હું તો વિકલ્પથી જુદો, નિર્વિકલ્પ આનંદઘન છું એવો ને એવો પવિત્ર છું.” –એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. વિકલ્પથી મલિન થઈ–મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છો; અરીસાની જેમ જાતિએ તો સ્વચ્છ જ છો. નિર્મળતાના ભંડારને ઓળખ તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂર્વ પ્રગટશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે. ૮૨.
અંતરમાં આત્મા મંગળસ્વરૂપ છે. આત્માનો આશ્રય કરવાથી મંગળસ્વરૂપ પર્યાયો પ્રગટશે. આત્મા જ મંગળ, ઉત્તમ અને નમસ્કાર કરવાયોગ્ય છે
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૦
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
–એમ યથાર્થ પ્રતીતિ કર અને તેનું જ ધ્યાન કર તો મંગળતા અને ઉત્તમતા પ્રગટશે. ૮૩.
*
‘હું તો ઉદાસીન જ્ઞાતા છું' એવી નિવૃત્ત દશામાં જ શાંતિ છે. પોતે પોતાને જાણે અને પરનો અકર્તા થાય તો મોક્ષમાર્ગની ધારા પ્રગટે અને સાધદશાની શરૂઆત થાય.
૮૪.
*
શુદ્ધ દ્રવ્ય પરષ્ટિ દેતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટે. તે ન પ્રગટે ત્યાં સુધી અને પછી પણ દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા, સ્વાધ્યાય આદિ સાધન હોય છે. બાકી, જે જેમાં હોય તેમાંથી તે આવે છે, જે જેમાં ન હોય તેમાંથી તે આવતું નથી. અખંડ દ્રવ્યના આશ્રયે બધું પ્રગટે. દેવ-ગુરુ માર્ગ બતાવે, પણ સમ્યગ્દર્શન કોઈ આપી દેતું નથી. ૮૫.
*
અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય છે, તેમ વિભાવપરિણામ વખતે જ તારામાં નિર્મળતા ભરેલી છે. તારી દષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન જોતાં વિભાવમાં તન્મય થઈ જાય છે, તે તન્મયતા છોડ.
૮૬.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
મારે પરની ચિંતાનું શું પ્રયોજન? મારો આત્મા સદાય એકલો છે” એમ જ્ઞાની જાણે છે. ભૂમિકાનુસાર શુભ ભાવો આવે પણ અંદર એકલાપણાની પ્રતીતિરૂપ પરિણતિ નિરંતર બની રહે છે. ૮૭.
લેપ વગરનો હું ચૈતન્યદેવ છું. ચૈતન્યને જન્મ નથી, મરણ નથી. ચૈતન્ય તો સદા ચૈતન્ય જ છે. નવું તત્ત્વ પ્રગટે તો જન્મ કહેવાય. ચૈતન્ય તો દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી ગમે તેવા ઉદયમાં સદા નિર્લેપ-અલિપ્ત જ છે. પછી ચિંતા શાની ? મૂળ તત્ત્વમાં તો કાંઈ પ્રવેશી શકતું જ નથી. ૮૮.
મુનિરાજને એકદમ સ્વરૂપ રમણતા જાગૃત છે. સ્વરૂપ કેવું છે? જ્ઞાન, આનંદ આદિ ગુણોથી રચાયેલું છે. પર્યાયમાં સમતાભાવ પ્રગટ છે. શત્રુ-મિત્રના વિકલ્પ રહિત છે; નિર્માનતા છે; “દેહ જાય પણ માયા થાય ન રોમમાં સોનું હો કે તણખલું-બેય સરખાં છે. ગમે તેવા સંયોગ હોય-અનુકૂળતામાં ખેંચાતા નથી, પ્રતિકૂળતામાં ખેદાતા નથી. જેમ જેમ આગળ વધે તેમ તેમ સમરસભાવ વધારે પ્રગટ થતો જાય છે. ૮૯.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સંસારની અનેક અભિલાષારૂપ ક્ષુધાથી દુઃખિત મુસાફર! તું વિષયોમાં શા માટે ઝાવાં નાખે છે? ત્યાં તારી ભૂખ ભાંગે એવું નથી. અંદર અમૃતફળોનું ચૈતન્યવૃક્ષ પડ્યું છે તેને જો તો અનેક જાતનાં મધુર ફળ અને રસ તને મળશે, તું તૃત તૃત થઈશ. ૯૦.
અહો! આત્મા અલૌકિક ચૈતન્યચંદ્ર છે, જેનું અવલોકન કરતાં મુનિઓને વૈરાગ્ય ઊછળી જાય છે. મુનિઓ શીતળ-શીતળ ચૈતન્યચંદ્રને નિહાળતાં ધરાતા જ નથી, થાકતા જ નથી. ૯૧.
રોગમૂર્તિ શરીરના રોગો પૌદ્ગલિક છે, આત્માથી સર્વથા ભિન્ન છે. સંસારરૂપી રોગ આત્માની પર્યાયમાં છે; હું સહજ જ્ઞાયકમૂર્તિ છું' એવી ચૈતન્યભાવના, એ જ લઢણ, એ જ મનન, એ જ ઘોલન, એવી જ સ્થિર પરિણતિ કરવાથી સંસારરોગનો નાશ થાય છે. ૯૨.
જ્ઞાનીને દૃષ્ટિ દ્રવ્યસામાન્ય ઉપર જ પડી હોય છે, ભેદજ્ઞાનની ધારા સતત વહે છે. ૯૩.
ધ્રુવ તત્ત્વમાં એકાગ્રતાથી જ નિર્મળ પર્યાય
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
33
પ્રગટ થાય છે, વિભાવનો અભાવ થાય છે. ૯૪.
મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે, સ્વરૂપગુમ થઈ ગયા છે. પ્રચુર સ્વસંવેદન જ મુનિનું ભાવલિંગ છે. ૯૫.
આત્મા જ એક સાર છે, બીજું બધું નિઃસાર છે. બધી ચિંતા છોડીને એક આત્માની જ ચિંતા કર. ગમે તેમ કરીને ચૈતન્યસ્વરૂપ આત્માને વળગ; તો જ તું સંસારરૂપી મગરના મુખમાંથી છૂટી શકીશ. ૯૬.
પરપદાર્થને જાણતાં જ્ઞાનમાં ઉપાધિ નથી આવી જતી. ત્રણ કાળ, ત્રણ લોકને જાણતાં સર્વજ્ઞતા-જ્ઞાનની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. વીતરાગ થાય તેને જ્ઞાનસ્વભાવની પરિપૂર્ણતા પ્રગટે છે. ૯૭.
દષ્ટિ અને જ્ઞાન યથાર્થ કર. તું તને ભૂલી ગયો છો. જો ઓળખાવનાર (ગુરુ) મળે તો તને તેની દરકાર નથી. જીવને રુચિ હોય તો ગુસ્વચનોનો વિચાર કરે, સ્વીકાર કરે અને ચૈતન્યને ઓળખે. ૯૮.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૪
બહેનશ્રીનાં વચનામૃત
આ તો પંખીના મેળા જેવું છે. ભેગાં થયેલાં બધાં છૂટાં પડી જશે. આત્મા એક શાશ્વત છે, બીજાં બધું અધ્રુવ છે; વિંખાઈ જશે. મનુષ્યજીવનમાં આત્માનું કલ્યાણ કરી લેવા જેવું છે. ૯૯.
હું અનાદિ-અનંત મુક્ત છું' એમ શુદ્ધ આત્મદ્રવ્ય પર દષ્ટિ દેતાં શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય તો મુક્ત છે, મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે” એમ દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ થતાં સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટે જ છે. ૧OO.
સમ્યગ્દષ્ટિને એવો નિ:શંક ગુણ હોય છે કે ચૌદ બ્રહ્માંડ ફરી જાય તોય અનુભવમાં શંકા થતી નથી. ૧૦૧.
આત્મા સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યકારી છે. જગતમાં તેનાથી ઊંચી વસ્તુ નથી. એને કોઈ લઈ જઈ શકતું નથી. જે છૂટી જાય છે તે તો તુચ્છ વસ્તુ છે, તેને છોડતાં તને ડર કેમ લાગે છે? ૧૦૨.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૩૫
ચૈતન્યમાં સંપૂર્ણપણે જો અત્યારે જ ઠરી જવાતું હોય તો બીજાં કાંઈ જોઈતું નથી એવી સમ્યગ્દષ્ટિની ભાવના હોય છે. ૧૦૩.
હું શુદ્ધ છું” એમ સ્વીકારતાં પર્યાયની રચના શુદ્ધ જ થાય છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. ૧૦૪.
આત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેષ પરમાર્થ ધારણ કરેલો છે. જ્ઞાયક તત્ત્વને પરમાર્થે કોઈ પર્યાયવેષ નથી, કોઈ પર્યાય-અપેક્ષા નથી. આત્મા “મુનિ છે” કે “કેવળજ્ઞાની છે” કે “સિદ્ધ છે” એવી એક પણ પર્યાય-અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. ૧૦૫.
ચૈતન્યસ્વરૂપ આત્મા તારો પોતાનો છે માટે તેને પ્રાપ્ત કરવો સુગમ છે. પરપદાર્થ પરનો છે, પોતાનો થતો નથી, પોતાનો કરવામાં માત્ર આકુળતા થાય છે. ૧૦૬.
શાશ્વત શુદ્ધિધામ એવું જે બળવાન આત્મદ્રવ્ય તેની દષ્ટિ પ્રગટ થઈ તો શુદ્ધ પર્યાય પ્રગટે જ. વિકલ્પના
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
२६
બહેનશ્રીનાં વચનામૃત
ભેદથી શુદ્ધ પર્યાય પ્રગટતી નથી. એકને ગ્રહણ કર્યું તેમાં બધું આવી જાય છે. દષ્ટિ સાથે રહેલું સમ્યજ્ઞાન વિવેક કરે છે. ૧૦૭.
જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે ચૈતન્યથી વધી જાય. તું આ ચૈતન્યમાં આત્મામાં ઠર, નિવાસ કર. આત્મા દિવ્ય જ્ઞાનથી, અનંત ગુણોથી સમૃદ્ધ છે. અહો! ચૈતન્યની અગાધ ઋદ્ધિ છે. ૧૦૮.
આત્મારૂપી પરમપવિત્ર તીર્થ છે તેમાં સ્નાન કર. આત્મા પવિત્રતાથી ભરેલો છે, તેની અંદર ઉપયોગ મૂક. આત્માના ગુણોમાં તરબોળ થઈ જા. આત્મતીર્થમાં એવું
સ્નાન કર કે પર્યાય શુદ્ધ થઈ જાય, મલિનતા ટળી જાય. ૧૦૯.
પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં તે જોયા નથી. દષ્ટિ બહાર ને બહાર જ છે. ૧૧૦.
પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે. તે પોતે જ પરમાત્મા છે. ૧૧૧.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સહુજ તત્ત્વ અખંડિત છે. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, તોપણ પરમ પરિણામિક ભાવ એવો ને એવો અખંડ રહ્યો છે; કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. ૧૧ર.
મુનિ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સ્વભાવમાં ડૂબકી મારે છે. અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે, તેની બહાર આવવું ગમતું નથી. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો તત્ત્વચિંતન વગેરે. સાધકદશા એટલી વધી ગઈ છે કે દ્રવ્ય તો કૃતકૃત્ય છે જ પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય થઈ ગયા છે. ૧૧૩.
જેને ભગવાનનો પ્રેમ હોય તે ભગવાનને જોયા કરે. તેમ ચૈતન્યદેવનો પ્રેમી ચૈતન્ય ચૈતન્ય જ કર્યા કરે. ૧૪૪.
ગુણભેદ પર દષ્ટિ કરતાં વિકલ્પ જ ઉત્પન્ન થાય છે, નિર્વિકલ્પતા-સમરસતા થતી નથી. એક ચૈતન્યને સામાન્યપણે ગ્રહણ કરે; તેમાં મુક્તિનો માર્ગ પ્રગટ થશે. જાદું જાદું ગ્રહણ કરવાથી અશાંતિ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
ઉત્પન્ન થશે. ૧૧૫.
ગમે તેવા સંયોગમાં આત્મા પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. ૧૧૬.
નિરાલંબન ચાલવું તે વસ્તુનો સ્વભાવ છે. તું કોઈના આશ્રય વિના ચૈતન્યમાં ચાલ્યો જા. આત્મા સદા એકલો જ છે, પોતે સ્વયંભૂ છે. મુનિઓના મનની ગતિ નિરાલંબન છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની નિરાલંબન ચાલ પ્રગટ થઈ તેને કોઈ રોકવાવાળું નથી.
૧૧૭.
જેવું કારણ આપે તેવું કાર્ય થાય. ભવ્ય જીવને નિષ્કલંક પરમાત્માનું ધ્યાન કરતાં મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શુદ્ધાત્માનું ધ્યાન કરે તેને શુદ્ધતા મળે. ૧૧૮.
ગુરુની વાણીથી જેનું હૃદય ભેદાઈ ગયું છે અને જેને આત્માની લગની લાગી છે, તેનું ચિત્ત બીજે કયાંય ચોંટતું નથી. તેને એક પરમાત્મા જ જોઈએ છે, બીજાં કાંઈ જોઈતું નથી. ૧૧૯.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીના વચનામૃત
૩૯
પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે, પણ મૂળ તળમાંથી શાંતિ આવવી જોઈએ તે આવતી નથી. અનેક ફળફૂલથી મનોહર વૃક્ષ સમાન અનંતગુણનિધિ આત્મા અદ્દભુત છે, તેના આશ્રયે રમતાં સાચી શાંતિ પ્રગટે છે. ૧૨૦.
આચાર્યદવ કણા કરી જીવને જગાડે છે:- જાગ રે! ભાઈ, જાગ. તને ઊંઘમાં દિશા સૂઝતી નથી. તું તારી ભૂલથી જ રખડ્યો છે. તે સ્વતંત્ર દ્રવ્ય છો; ભૂલમાં પણ સ્વતંત્ર છો. તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છે. આ કોઈ મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ. તું અંદર ઊંડો ઊતરીને જો, અસલી તત્ત્વને ઓળખ. તારું દુ:ખ ટળશે, તું પરમ સુખી થઈશ. ૧૨૧.
તું આત્મામાં જા તો તારું અથડાવું મટી જશે. જેને આત્મામાં જવું છે તે આત્માનો આધાર લે. ૧રર.
ચૈતન્યરૂપી આકાશની રમ્યતા સદાકાળ જયવંત છે. જગતના આકાશમાં ચંદ્રમા અને તારામંડળની રમ્યતા હોય છે, ચૈતન્ય-આકાશમાં અનેક ગુણોની
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
બહેનશ્રીનાં વચનામૃત
રમ્યતા છે. તે રમ્યતા કોઈ જાદા જ પ્રકારની છે. સ્વસંવેદનપ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરતાં તે રમ્યતા જણાય છે. સ્વાનુભૂતિની રમ્યતા પણ કોઈ જુદી જ છે, અનુપમ છે.
૧૨૩.
શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવવામાં ગુરુનાં અનુભવપૂર્વક નીકળેલાં વચનો રામબાણ જેવાં છે, જેનાથી મોહુ ભાગી જાય છે અને શુદ્ધાત્મતત્વનો પ્રકાશ થાય છે. ૧૨૪.
આત્મા ન્યારા દેશમાં વસનારો છે; પુદ્ગલનો કે વાણીનો દેશ તેનો નથી. ચૈતન્ય ચૈતન્યમાં જ રહેનાર છે. ગુરુ તેને જ્ઞાનલક્ષણ દ્વારા ઓળખાવે છે. તે લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે આત્માને. ૧૨૫.
પર્યાય પરની દૃષ્ટિ છોડી દ્રવ્ય પર દષ્ટિ દે તો માર્ગ મળે જ. જેને લાગી હોય તેને પુરુષાર્થ ઊપડ્યા વિના રહેતો જ નથી. અંદરથી કંટાળે, થાકે, ખરેખરનો થાકે, તો પાછો વળ્યા વિના રહે જ નહિ. ૧ર૬.
કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. વિભાવ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૪૧
પણ તારા નથી તો બહારના સંયોગ તો કયાંથી તારા હોય ? ૧૨૭.
*
આત્મા તો જાણનાર છે. આત્માની જ્ઞાતાધારાને કોઈ રોકી શકતું નથી. ભલે રોગ આવે કે ઉપસર્ગ આવે, આત્મા તો નીરોગ ને નિરુપસર્ગ છે. ઉપસર્ગ આવ્યો તો પાંડવોએ અંદર લીનતા કરી, ત્રણે તો કેવળ પ્રગટાવ્યું. અટકે તો પોતાથી અટકે છે, કોઈ અટકાવતું નથી. ૧૨૮.
*
ભગવાનની આજ્ઞાથી બહાર પગ મૂકીશ તો ડૂબી જઈશ. અનેકાન્તનું જ્ઞાન કર તો તારી સાધના યથાર્થ થશે. ૧૨૯.
*
નિજચૈતન્યદેવ પોતે ચક્રવર્તી છે, એમાંથી અનંત રત્નોની પ્રાપ્તિ થશે. અનંત ગુણોની ઋદ્ધિ જે પ્રગટે તે પોતામાં છે. ૧૩૦.
*
શુદ્ધોપયોગથી બહાર આવીશ નહિ; શુદ્ધોપયોગ તે જ સંસારથી ઊગરવાનો માર્ગ છે. શુદ્ધોપયોગમાં ન રહી શકે તો પ્રતીત તો યથાર્થ રાખજે જ. જો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૨
બહેનશ્રીનાં વચનામૃત
પ્રતીતમાં ફેર પડ્યો તો સંસાર ઊભો છે. ૧૩૧.
જેમ લીંડીપીપરનું લઢણ કરવાથી તીખાશ પ્રગટ થાય છે, તેમ જ્ઞાયકસ્વભાવનું લઢણ કરવાથી અનંત ગુણો પ્રગટે છે. ૧૩ર.
જ્ઞાની ચૈતન્યની શોભા નિહાળવા માટે કુતૂહલબુદ્ધિવાળા-આતુર હોય છે. અહો ! તે પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓની દશા કેવી હશે કે અંદર ગયા તે બહાર આવતા જ નથી! ધન્ય તે દિવસ કે જ્યારે બહાર આવવું જ ન પડે. ૧૩૩.
મુનિએ બધા વિભાવો પર વિજય મેળવી પ્રવ્રજ્યારૂપ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે. વિજયધ્વજ ફરકી રહ્યો છે. ૧૩૪.
એક એક દોષને ગોતી ગોતીને ટાળવા નથી પડતા. અંદર નજર ઠેરવે તો ગુણરત્નાકર પ્રગટે અને બધા દોષનો ભૂકો બોલી જાય. આત્મા તો અનાદિ-અનંત ગુણોનો પિંડ છે. ૧૩૫.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
४
સમકિત પહેલાં પણ વિચાર દ્વારા નિર્ણય થઈ શકે છે, “આ આત્મા’ એમ પાકો નિર્ણય થાય છે. ભલે હજુ અનુભૂતિ ન થઈ હોય તોપણ પહેલાં વિકલ્પ સહિતનો નિર્ણય હોય છે ખરો. ૧૩૬.
ચૈતન્યપરિણતિ તે જ જીવન છે. બહારનું તો અનંત વાર મળ્યું, અપૂર્વ નથી, પણ અંદરનો પુરુષાર્થ તે જ અપૂર્વ છે. બહાર જે સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટીને સ્વમાં સર્વસ્વ માનવાનું છે. ૧૩૭.
રુચિ રાખવી. રુચિ જ કામ કરે છે. પૂજ્ય ગુરુદેવે ઘણું દીધું છે. તેઓશ્રી અનેક રીતે સમજાવે છે. પૂજ્ય ગુરુદેવનાં વચનામૃતોના વિચારનો પ્રયોગ કરવો. રુચિ વધારતા જવી. ભેદજ્ઞાન માટે તીખી રુચિ જ કામ કરે છે.
જ્ઞાયક', “જ્ઞાયક', “જ્ઞાયક' –એની જ રુચિ હોય તો પુરુષાર્થનું વલણ થયા વિના રહે નહિ. ૧૩૮.
ઊંડાણમાંથી લગની લગાડીને પુરુષાર્થ કરે તો વસ્તુ મળ્યા વિના રહે નહિ. અનાદિ કાળથી લગની
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
४४
બહેનશ્રીનાં વચનામૃત
લાગી જ નથી. લગની લાગે તો જ્ઞાન અને આનંદ પ્રગટે જ. ૧૩૯.
“છે', “છે', “છે' એમ “અસ્તિ” ખ્યાલમાં આવે છે ને? “જાણનાર”, “જાણનાર”, “જાણનાર” છે ને? તે માત્ર વર્તમાન પૂરતું “સત્' નથી. તે તત્ત્વ પોતાને ત્રિકાળ સત્ જણાવી રહ્યું છે, પણ તું તેની માત્ર
વર્તમાન અસ્તિ” માને છે! જે તત્ત્વ વર્તમાનમાં છે તે ત્રિકાળી હોય જ. વિચાર કરતાં આગળ વધાય. અનંત કાળમાં બધું કર્યું, એક ત્રિકાળી સને શ્રદ્ધયું નથી. ૧૪).
અજ્ઞાની જીવને અનાદિનો વિભાવનો અભ્યાસ છે. મુનિને સ્વભાવનો અભ્યાસ વર્તે છે; પોતે પોતાની સહજ દશા પ્રાપ્ત કરી છે; જરા પણ ઉપયોગ બહાર જાય કે તરત સહજપણે પોતા તરફ વળી જાય છે; બહાર આવવું પડે તે બોજો-ઉપાધિ લાગે છે. મુનિઓને અંદર સહજ દશાસમાધિ છે. ૧૪૧.
હંમેશાં આત્માને ઊર્ધ્વ રાખવો. ખરી જિજ્ઞાસા હોય તેને પ્રયાસ થયા વિના રહેતો નથી. ૧૪૨.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૪૫
સ્વરૂપની શોધમાં તન્મય થતાં, અનેક જાતની વિકલ્પજાળમાં ફરતો હતો તે આત્માની સન્મુખ થાય છે. આત્મસ્વરૂપનો અભ્યાસ કરવાથી ગુણોનો વિકાસ થાય છે. ૧૪૩.
*
સાચું સમજતાં વાર ભલે લાગે પણ ફળ આનંદ અને મુક્તિ છે. આત્મામાં એકાગ્ર થાય ત્યાં આનંદ ઝરે.
૧૪૪.
*
રાગનું જીવતર હોય તેને આત્મામાં જવાનું બને નહીં. રાગને મારી નાખ તો અંદર જવાય. ૧૪૫.
*
કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડતાં નથી. આત્મા તો ૫૨મ શુદ્ધ તત્ત્વ છે; તેમાં ક્ષાયોપમિક આદિ ભાવો નથી. તું તારા સ્વભાવને ઓળખ. અનંત ગુણરત્નોની માળા અંદર પડી છે તેને ઓળખ. આત્માનું લક્ષણત્રિકાળી સ્વરૂપ ઓળખી પ્રતીત કર. ૧૪૬.
*
આત્માના જ્ઞાનમાં બધું જ્ઞાન સમાઈ જાય છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૬
બહેનશ્રીનાં વચનામૃત
એકને જાણતાં બધું જણાય. મૂળને જાણ્યા વિના બધું નિષ્ફળ. ૧૪૭.
ચૈતન્યલોકમાં અંદર જા. અલૌકિક શોભાથી ભરપૂર અનંત ગુણો ચૈતન્યલોકમાં છે, તેમાં નિર્વિકલ્પ થઈને જા, તેની શોભા નિહાળ. ૧૪૮.
રાગી છું કે નથી–તે બધા વિકલ્પોથી પેલી પાર હું શુદ્ધ તત્ત્વ છું. નયોથી અતિક્રાન્ત ચૈતન્ય બિરાજે છે. દ્રવ્યનું અવલંબન કર તો ચૈતન્ય પ્રગટ થશે. ૧૪૯.
શુદ્ધ તત્ત્વની દષ્ટિ પ્રગટ કરી તે નૌકામાં બેસી ગયો તે તરી ગયો. ૧૫૦.
એકદમ પુરુષાર્થ કરીને તારા ચૈતન્યસ્વભાવમાં ઊંડો ઊતરી જા. કયાંય રોકાઈશ નહિ. અંદરથી ખટક જાય નહિ ત્યાં સુધી વીતરાગી દશા પ્રગટતી નથી. બાહુબલીજી જેવાને પણ એક વિકલ્પમાં રોકાઈ રહેતાં વીતરાગી દશા ન પ્રગટી! આંખમાં કણું સમાય નહિ તેમ આત્મસ્વભાવમાં એક અણુમાત્ર પણ વિભાવ પોષાતો નથી. જ્યાં સુધી સંજ્વલનકષાયનો અબુદ્ધિ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
४७
પૂર્વકનો અતિસૂક્ષ્મ અંશ પણ વિદ્યમાન હોય ત્યાં સુધી પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. ૧૫૧.
આત્માને ઓળખી સ્વરૂપ રમણતાની પ્રાપ્તિ કરવી તે જ પ્રાયશ્ચિત્ત છે. ૧૫ર.
રાજાના દરબારમાં જવું હોય તો ફરતી ટહેલ નાખે, પછી એક વાર અંદર ઘૂસી જાય; તેમ સ્વરૂપ માટે દેવશાસ્ત્રગુરુની સમીપતા રાખી અંદર જવાનું શીખે તો એક વાર નિજ ઘર જોઈ લે. ૧૫૩.
જેને જેની રુચિ હોય તેને તે જ ગમે, બીજાં ડખલરૂપ લાગે. જેને આ સમજવાની રુચિ હોય તેને બીજાં ન ગમે. “કાલ કરીશ, કાલ કરીશ” એવા વાયદા ન હોય. અંદર ગડમથલ ચાલ્યા જ કરે અને એમ થાય કે મારે હમણાં જ કરવું છે. ૧૫૪.
જેણે ભેદજ્ઞાનની વિશેષતા કરી છે તેને ગમે તેવા પરિષહમાં આત્મા જ વિશેષ લાગે છે. ૧૫૫.
કરવાનું તો એક જ છે-પરથી એકત્વ તોડવું.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
४८
બહેનશ્રીનાં વચનામૃત
પર સાથે તન્મયતા તોડવી તે જ કરવાનું છે. અનાદિ અભ્યાસ છે તેથી જીવ પર સાથે એકાકાર થઈ જાય છે. પૂજ્ય ગુરુદેવ માર્ગ તો ખુલ્લેખુલ્લો બતાવી રહ્યા છે. હવે જીવે પોતે પુરુષાર્થ કરીને, પરથી જુદો આત્મા અનંત ગુણોથી ભરેલો છે તેમાંથી ગુણો પ્રગટ કરવાના છે. ૧૫૬.
મોટા પુરુષની આજ્ઞા માનવી, તેમનાથી ડરવું, એ તો તને તારા અવગુણથી ડરવા જેવું છે, તેમાં તારા ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ આદિ અવગુણ દબાય છે. માથે મોટા પુરુષ વિના તું કષાયના રાગમાં-તેના વેગમાં તણાઈ જવાનો સંભવ છે અને તેથી તારા અવગુણ તું
સ્વયં જાણી શકે નહિ. મોટા પુરુષનું શરણ લેતાં તારા દોષોનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટ થશે. ગુરુનું શરણ લેતાં ગુણનિધિ ચૈતન્યદેવ ઓળખાશે. ૧૫૭.
હે જીવ! સુખ અંદરમાં છે, બહાર કયાં વ્યાકુળ થઈને ફાંફાં મારે છે? જેમ ઝાંઝવાંમાંથી કદી કોઈને જળ મળ્યું નથી તેમ બહાર સુખ છે જ નહિ. ૧૫૮.
ગુરુ તારા ગુણો ખિલવવાની કળા દેખાડશે.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૪૯
ગુરુ-આજ્ઞાએ રહેવું તે તો પરમ સુખ છે. કર્મજનિત વિભાવમાં જીવ દબાઈ રહ્યો છે. ગુરુની આજ્ઞાએ વર્તવાથી કર્મ સહેજે દબાય છે અને ગુણ પ્રગટે છે. ૧૫૯.
જેમ કમળ કાદવ અને પાણીથી જુદું જ રહે છે તેમ તારું દ્રવ્ય, કર્મ વચ્ચે રહ્યું હોવા છતાં, કર્મથી જુદું જ છે; તે ગયા કાળે એકમેક નહોતું, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નહિ થાય. તારા દ્રવ્યનો એક પણ ગુણ પરમાં ભળી જતો નથી. આવું તારું દ્રવ્ય અત્યંત શુદ્ધ છે તેને તું ઓળખ. પોતાનું અસ્તિત્વ ઓળખતાં પરથી જુદાપણું જણાય જ છે. ૧૬O.
is
સંસારથી ભયભીત જીવોને કોઈ પણ પ્રકારે આત્માર્થ પોષાય તેવો ઉપદેશ ગુરુ આપે છે. ગુરુનો આશય સમજવા શિષ્ય પ્રયત્ન કરે છે. ગુરુની કોઈ પણ વાતમાં તેને શંકા ન થાય કે ગુરુ આ શું કહે છે! તે એમ વિચારે કે ગુરુ કહે છે તે તો સત્ય જ છે, હું સમજી શકતો નથી તે મારી સમજણનો દોષ છે. ૧૬૧.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૦
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
દ્રવ્ય સદા નિર્લેપ છે. પોતે જાણનાર જુદો જ, તરતો ને તરતો છે. જેમ સ્ફટિકમાં પ્રતિબિંબો દેખાવા છતાં સ્ફટિક નિર્મળ છે, તેમ જીવમાં વિભાવો જણાવા છતાં જીવ નિર્મળ છે-નિર્લેપ છે. જ્ઞાયકપણે પરિણમતાં પર્યાયમાં નિર્લેપતા થાય છે. આ બધા જે કષાયોવિભાવો જણાય છે તે શૈયો છે, હું તો જ્ઞાયક છું' એમ ઓળખે-પરિણમન કરે તો પ્રગટ નિર્લેપતા થાય છે. ૧૬૨.
*
આત્મા તો ચૈતન્યસ્વરૂપ, અનંત અનુપમ ગુણવાળો ચમત્કારિક પદાર્થ છે. જ્ઞાયકની સાથે જ્ઞાન જ નહિ, બીજા અનંત આશ્ચર્યકારી ગુણો છે જેનો કોઈ અન્ય પદાર્થ સાથે મેળ ખાય નહિ. નિર્મળ પર્યાયે પરિણમતાં, જેમ કમળ સર્વ પાંખડીએ ખીલી ઊઠે તેમ, આત્મા ગુણરૂપ અનંત પાંખડીએ ખીલી ઊઠે છે. ૧૬૩.
*
ચૈતન્યદ્રવ્ય પૂર્ણ નીરોગ છે. પર્યાયમાં રોગ છે. શુદ્ધ ચૈતન્યની ભાવના પર્યાયરોગ ચાલ્યો જાય એવું ઉત્તમ ઔષધ છે. શુદ્ધ ચૈતન્યભાવના તે શુદ્ધ પરિણમન છે, શુભાશુભ પરિણમન નથી. તેનાથી અવશ્ય સંસાર
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૫૧
રોગ જાય. વીતરાગ દેવ અને ગુરુનાં વચનામૃતોનું હાર્દ સમજીને શુદ્ધ ચૈતન્યભાવનારૂપ ઉપાદાન-ઔષધનું સેવન કરવામાં આવે તો ભવરોગ ટળે છે; તેથી વીતરાગનાં વચનામૃતને ભવરોગનાં નિમિત્ત-ઔષધ કહેવામાં આવ્યાં છે. ૧૬૪.
જેને ચૈતન્યદેવનો મહિમા નથી તેને અંદર વસવાટ કરવો દુર્લભ છે. ૧૬૫.
હે શુદ્ધાત્મા! તું મુક્તસ્વરૂપ છો. તને ઓળખવાથી પાંચ પ્રકારનાં પરાવર્તનોથી છુટાય છે માટે તું સંપૂર્ણ મુક્તિને દેનાર છો. તારા પર એકધારી દષ્ટિ રાખવાથી, તારા શરણે આવવાથી, જન્મમરણ ટળે છે. ૧૬૬.
વાણીથી અને વિભાવોથી જુદું છતાં કથંચિત્ ગુસ્વચનોથી જાણી શકાય એવું જે ચૈતન્યતત્ત્વ તેની અગાધતા, અપૂર્વતા, અચિંત્યતા ગુરુ બતાવે છે. શુભાશુભ ભાવોથી દૂર ચૈતન્યતત્ત્વ પોતામાં વસે છે એવું ભેદજ્ઞાન ગુરુવચનોથી કરી જે શુદ્ધદષ્ટિવાળો થાય તેને યથાર્થ દષ્ટિ થાય, લીનતાના અંશ વધે,
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
મુનિદશામાં વધારે લીનતા થાય અને કેવળજ્ઞાન પ્રગટી પરિપૂર્ણ મુક્તિપર્યાય પ્રાપ્ત થાય. ૧૬૭.
સમ્યગ્દર્શન થતાં જ જીવ ચૈતન્યમહેલનો માલિક થઈ ગયો. તીવ્ર પુરુષાર્થીને મહેલમાંનો અસ્થિરતારૂપ કચરો કાઢતાં ઓછો વખત લાગે, મંદ પુરુષાર્થીને વધારે વખત લાગે; પરંતુ બન્ને વહેલામોડા બધો કચરો કાઢી કેવળજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરશે જ. ૧૬૮.
વિભાવોમાં અને પાંચ પરાવર્તનોમાં કયાંય વિશ્રાંતિ નથી. ચૈતન્યગૃહુ જ ખરું વિશ્રાંતિગૃહ છે. મુનિવર તેમાં વારંવાર નિર્વિકલ્પપણે પ્રવેશી વિશેષ વિશ્રામ પામે છે. બહાર આવ્યા-ન આવ્યા ને અંદર જાય છે. ૧૬૯.
એક ચૈતન્યને જ ગ્રહણ કર. બધાય વિભાવોથી પરિમુક્ત, અત્યંત નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ આસક્તિ છોડી દે. ૧૭૦.
એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
ચૈતન્યનો મહિમા અને સંસારનો મહિમા બે સાથે ન રહી શકે. કેટલાક જીવો માત્ર ક્ષણિક વૈરાગ્ય કરે કે સંસાર અશરણ છે, અનિત્ય છે, તેમને ચૈતન્યની સમીપતા ન થાય. પણ ચૈતન્યના મહિમાપૂર્વક જેને વિભાવોનો મહિમા છૂટી જાય, ચૈતન્યની કોઈ અપૂર્વતા લાગવાથી સંસારનો મહિમા છૂટી જાય, તે ચૈતન્યની સમીપ આવે છે. ચૈતન્ય કોઈ અપૂર્વ ચીજ છે; તેની ઓળખાણ કરવી, તેનો મહિમા કરવો. ૧૭૧.
૫૩
*
જેમ કોઈ રાજમહેલને પામી પાછો બહાર આવે તો ખેદ થાય, તેમ સુખધામ આત્માને પામી બહાર આવી જવાય તો ખેદ થાય છે. શાંતિ અને આનંદનું સ્થાન આત્મા જ છે, તેમાં દુઃખ અને મલિનતા નથી –એવી દષ્ટિ તો જ્ઞાનીને નિરંતર રહે છે. ૧૭૨.
*
આંખમાં કણું ન સમાય, તેમ વિભાવનો અંશ હોય ત્યાં સુધી સ્વભાવની પૂર્ણતા ન થાય. અલ્પ સંજ્વલનકષાય પણ છે ત્યાં સુધી વીતરાગતા અને કેવળજ્ઞાન ન થાય. ૧૭૩.
*
‘હું છું ચૈતન્ય.’ જેને ઘર મળ્યું નથી એવા
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૫૪
બહેનશ્રીનાં વચનામૃત
માણસને બહાર ઊભાં ઊભાં બહારની ચીજો, ધમાલ જતાં અશાંતિ રહે છે; પરંતુ જેને ઘર મળી ગયું છે તેને ઘરમાં રહ્યાં રહ્યાં બહારની ચીજ, ધમાલ જોતાં શાંતિ રહે છે; તેમ જેને ચૈતન્યઘર મળી ગયું છે, દષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે, તેને ઉપયોગ બહાર જાય ત્યારે પણ શાંતિ રહે છે. ૧૭૪.
સાધક જીવને પોતાના અનેક ગુણોની પર્યાયો નિર્મળ થાય છે, વિકસે છે. જેમ નંદનવનમાં અનેક વૃક્ષોનાં વિવિધ પ્રકારનાં પત્ર-પુષ્પ-ફળાદિ ખીલી ઊઠે, તેમ સાધક આત્માને ચૈતન્યરૂપી નંદનવનમાં અનેક ગુણોની વિવિધ પ્રકારની પર્યાયો ખીલી ઊઠે છે. ૧૭૫.
મુક્તદશા પરમાનંદનું મંદિર છે. તે મંદિરમાં નિવાસ કરતા મુક્ત આત્માને અસંખ્ય પ્રદેશ અનંત આનંદ પરિણમે છે. આ મોક્ષરૂપ પરમાનંદમંદિરનો દરવાજો સામ્યભાવ છે. જ્ઞાયકભાવે પરિણમીને વિશેષ સ્થિરતા થવાથી સામ્યભાવ પ્રગટે છે. ૧૭૬.
ચૈતન્યની સ્વાનુભૂતિરૂપ ખીલેલા નંદનવનમાં સાધક આત્મા આનંદમય વિહાર કરે છે. બહાર
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૫૫
આવતાં ક્યાંય રસ લાગતો નથી. ૧૭૭.
પહેલાં ધ્યાન સાચું હોતું નથી. પહેલાં જ્ઞાન સાચું થાય છે કે-આ શરીર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ બધાંથી જાદો હું છું; અંદરમાં વિભાવ થાય તે હું નથી; ઊંચામાં ઊંચા શુભભાવ તે હું નથી; બધાથી જુદો હું જ્ઞાયક છું. ૧૭૮.
ધ્યાન તે સાધકનું કર્તવ્ય છે. પણ તે તારાથી ના થાય તો શ્રદ્ધા તો બરાબર કરજે જ. તારામાં અગાધ શક્તિ ભરી છે, તેનું યથાર્થ શ્રદ્ધાન તો અવશ્ય કરવાયોગ્ય છે. ૧૭૯.
અંદર ઉપયોગ જાય ત્યાં બધા નયપક્ષ છૂટી જાય છે; આત્મા જેવો છે તેવો અનુભવમાં આવે છે. જેમ ગુફામાં જવું હોય તો પ્રવેશદ્વાર સુધી વાન આવે, પછી પોતાને એકલાને અંદર જવું પડે, તેમ ચૈતન્યની ગુફામાં જીવ પોતે એકલો અંદર જાય છે, ભેદવાદો બધા છૂટી જાય છે. ઓળખવા માટે “ચેતન કેવો છે', “આ જ્ઞાન છે”, “આ દર્શન છે', “આ વિભાવ છે', “આ કર્મ છે', આ નય છે” એમ બધું આવે, પણ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬
બહેનશ્રીનાં વચનામૃત
જ્યાં અંદર જાય ત્યાં બધું છૂટી જાય છે. એક એક વિકલ્પ છોડવા જાય તો કાંઈ છૂટે નહિ, અંદર જાય ત્યાં બધું છૂટી જાય છે. ૧૮૦.
નિર્વિકલ્પ દશામાં “આ ધ્યાન છે, આ ધ્યેય છે” એવા વિકલ્પો તૂટી ગયા હોય છે. જોકે જ્ઞાનીને સવિકલ્પ દશામાં પણ દષ્ટિ તો પરમાત્મતત્ત્વ પર જ હોય છે, તોપણ પંચ પરમેષ્ઠી, ધ્યાતા-ધ્યાન-ધ્યેય ઇત્યાદિ સંબંધી | વિકલ્પો પણ હોય છે; પરંતુ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થતાં વિકલ્પજાળ છૂટી જાય છે, શુભાશુભ વિકલ્પો રહેતા નથી. ઉગ્ર નિર્વિકલ્પ દશામાં જ મુક્તિ છે. –એવો માર્ગ છે. ૧૮૧.
“વિકલ્પો છોડું , “વિકલ્પો છો' એમ કરવાથી વિકલ્પો છૂટતા નથી. હું આ જ્ઞાયક છું, અનંતી વિભૂતિથી ભરેલું તત્ત્વ છું-એમ અંદરથી ભેદજ્ઞાન કરે તો તેના બળથી નિર્વિકલ્પતા થાય, વિકલ્પો છૂટે. ૧૮૨.
ચૈતન્યદેવ રમણીય છે, તેને ઓળખ. બહાર રમણીયતા નથી. શાશ્વત આત્મા રમણીય છે, તેને ગ્રહણ કર. ક્રિયાકાંડનો આડંબર, વિવિધ વિકલ્પરૂપ કોલાહલ,
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
પ૭
તેના પરની દષ્ટિ છોડી દે; આત્મા આડંબર વિનાનો, નિર્વિકલ્પ છે, ત્યાં દષ્ટિ દે; ચૈતન્ય રમણતા વિનાના | વિકલ્પકોલાહલમાં તને થાક લાગશે, વિસામો નહિ મળે; તારું વિશ્રામગૃહ્યું છે આત્મા, તેમાં જા તો તને થાક નહિ લાગે, શાંતિ મળશે. ૧૮૩.
ચૈતન્ય તરફ વળવાનો પ્રયત્ન થતાં તેમાં જ્ઞાનની વૃદ્ધિ, દર્શનની વૃદ્ધિ, ચારિત્રની વૃદ્ધિ-સર્વવૃદ્ધિ થાય છે, અંતરમાં આવશ્યક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વ્રત, તપ બધું પ્રગટે છે. બહારના ક્રિયાકાંડ તો પરમાર્થે કોલાહલ છે. શુભ ભાવ ભૂમિકા પ્રમાણે આવે છે પણ તે શાંતિનો માર્ગ નથી. સ્થિર થઈ અંદર બેસી જવું તે જ કરવાનું છે. ૧૮૪.
મુનિરાજ કહે છે:- ચેતન્ય પદાર્થ પૂર્ણતાથી ભરેલો છે. તેની અંદરમાં જવું અને આત્મસંપદાની પ્રાપ્તિ કરવી તે જ અમારો વિષય છે. ચૈતન્યમાં સ્થિર થઈ અપૂર્વતાની પ્રાપ્તિ ન કરી, અવર્ણનીય સમાધિ પ્રાપ્ત ન કરી, તો અમારો જે વિષય છે તે અમે પ્રગટ ન કર્યો. બારમાં ઉપયોગ આવે છે ત્યારે દ્રવ્યગુણપર્યાયના વિચારોમાં રોકાવું થાય છે, પણ ખરેખર તે અમારો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
વિષય નથી. આત્મામાં નવીનતાઓનો ભંડાર છે. ભેદજ્ઞાનના અભ્યાસ વડે જો તે નવીનતા–અપૂર્વતા પ્રગટ ન કરી, તો મુનિપણામાં જે કરવાનું હતું તે અમે ન કર્યું. ૧૮૫.
*
ગૃહસ્થાશ્રમમાં વૈરાગ્ય હોય પણ મુનિરાજનો વૈરાગ્ય કોઈ જુદો જ હોય છે. મુનિરાજ તો વૈરાગ્યમહેલના શિખર ઉપરના શિખામણિ છે. ૧૮૬.
*
મુનિ આત્માના અભ્યાસમાં પરાયણ છે. તેઓ વારંવાર આત્મામાં જાય છે. સવિકલ્પ દશામાં પણ મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિદશા જ ન રહે. ૧૮૭.
*
ન બની શકે તે કાર્ય કરવાની બુદ્ધિ કરવી તે મૂર્ખતાની વાત છે. અનાદિથી જીવે એવું કર્યું છે કે ન બની શકે તે કરવાની બુદ્ધિ કરે છે અને બની શકે છે તે કરતો નથી. મુનિરાજને પરના કર્તૃત્વની બુદ્ધિ તો છૂટી ગઈ છે અને આહાર-વિહારાદિના અસ્થિરતારૂપ વિકલ્પો પણ ઘણા જ મંદ હોય છે. ઉપદેશનો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૫૯
પ્રસંગ આવે તો ઉપદેશ આપે, પણ વિકલ્પની જાળ ચાલતી નથી. ૧૮૮.
તારો દૃષ્ટિનો દોર ચૈતન્ય ઉપર બાંધી દે. પતંગ આકાશમાં ઉડાડે પણ દોર હાથમાં હોય, તેમ દષ્ટિનો દોર ચૈતન્યમાં બાંધી દે, પછી ભલે ઉપયોગ બહાર જતો હોય. અનાદિ-અનંત અભુત આત્માને-પરમ પરિણામિક ભાવરૂપ અખંડ એક ભાવને-અવલંબ, પરિપૂર્ણ આત્માનો આશ્રય કર તો પૂર્ણતા આવશે. ગુરુની વાણી પ્રબળ નિમિત્ત છે પણ સમજીને આશ્રય કરવાનો તો પોતાને જ છે. ૧૮૯.
મેં અનાદિ કાળથી બધું બહાર-બહારનું ગ્રહણ કર્યુંબહારનું જ્ઞાન કર્યું, બહારનું ધ્યાન કર્યું, બહારનું મુનિપણું લીધું, અને માની લીધું કે મેં ઘણું કર્યું. શુભભાવ કર્યા પણ દષ્ટિ પર્યાય ઉપર હતી. અગાધ શક્તિવાળો જે ચૈતન્યચક્રવર્તી તેને ન ઓળખ્યો, ન ગ્રહણ કર્યો. સામાન્યસ્વરૂપને ગ્રહણ કર્યું નહિ, વિશેષને ગ્રહ્યું. ૧૯૦.
દષ્ટિનો દોર હાથમાં રાખ. સામાન્ય સ્વરૂપને
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
KO
બહેનશ્રીનાં વચનામૃત
ગ્રહણ કર, પછી ભલે બધું જ્ઞાન થાય. એમ કરતાં કરતાં અંદર વિશેષ લીનતા થાય, સાધક દશા વધતી જાય. દેશવ્રત અને મહાવ્રત સામાન્ય સ્વરૂપના આલંબને આવે છે; મુખ્યતા નિરંતર સામાન્ય સ્વરૂપની દ્રવ્યની ોય છે. ૧૯૧.
આત્મા તો નિવૃત્તસ્વરૂપ-શાંતસ્વરૂપ છે. મુનિરાજને તેમાંથી બહાર આવવું પ્રવૃત્તિરૂપ લાગે છે. ઊંચામાં ઊંચા શુભભાવ પણ તેમને બોજારૂપ લાગે છે, જાણે કે પર્વત ઉપાડવાનો હોય. શાશ્વત આત્માની જ ઉગ્ર ધૂન લાગી છે. આત્માના પ્રચુર વસંવેદનમાંથી બહાર આવવું ગમતું નથી. ૧૯૨.
સમ્યગ્દષ્ટિ જીવ શાયકને જ્ઞાયક વડે જ પોતામાં ધારી રાખે છે, ટકાવી રાખે છે, સ્થિર રાખે છે–એવી સહજ દશા હોય છે.
સમ્યગ્દષ્ટિ જીવને તેમ જ મુનિને ભેદજ્ઞાનની પરિણતિ તો ચાલુ જ હોય છે. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને તેની દશાના પ્રમાણમાં ઉપયોગ અંતરમાં જાય છે તેમ જ બહાર આવે છે; મુનિરાજને તો ઉપયોગ બહુ ઝડપથી વારંવાર અંદર ઊતરી જાય છે. ભેદજ્ઞાનની પરિણતિ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૬૧.
જ્ઞાતાધારા-બન્નેને ચાલુ જ હોય છે. તેમને ભેદજ્ઞાન પ્રગટ થયું ત્યારથી પુરુષાર્થ વિનાનો કોઈ કાળ હોતો નથી. અવિરત સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાન પ્રમાણે અને મુનિને છઠ્ઠી-સાતમા ગુણસ્થાન અનુસાર પુરુષાર્થ વર્યા કરે છે. પુરુષાર્થ વિના કાંઈ પરિણતિ ટકતી નથી. સહજ પણ છે, પુરુષાર્થ પણ છે. ૧૯૩.
પૂજ્ય ગુરુદેવે મોક્ષનો શાશ્વત માર્ગ અંદરમાં દેખાડ્યો છે, તે માર્ગે જા. ૧૯૪.
બધાએ એક જ કરવાનું છે. દરેક ક્ષણે આત્માને જ ઊર્ધ્વ રાખવો, આત્માની જ પ્રમુખતા રાખવી. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ આત્માને જ અધિક રાખવાનો અભ્યાસ કરવો. ૧૯૫.
સ્વરૂપ તો સહજ જ છે, સુગમ જ છે; અનભ્યાસે દુર્ગમ લાગે છે. કોઈ બીજાના સંગે ચડી ગયો હોય તો તેને તે સંગ છોડવો દુષ્કર લાગે છે; ખરેખર દુષ્કર નથી, ટેવને લીધે દુષ્કર કલ્પાય છે. પરસંગ છોડી પોતે સ્વતંત્રપણે છૂટા રહેવું તેમાં દુષ્કરતા શી? તેમ પોતાનો સ્વભાવ પામવો તેમાં દુષ્કરતા શી? તે તો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
દર
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સુગમ જ હોય ને? ૧૯૬.
*
પ્રજ્ઞાછીણી શુભાશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ અંતઃસંધિમાં પટકવી. ઉપયોગને બરાબર સૂક્ષ્મ કરી તે બન્નેની સંધિમાં સાવધાન થઈને તેનો પ્રહાર કરવો. સાવધાન થઈને એટલે બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરીને, બરાબર લક્ષણ વડે ઓળખીને.
અબરખનાં પડ કેવાં પાતળાં હોય છે, ત્યાં બરાબર સાવધાનીથી એને જુદાં પાડે, તેમ સૂક્ષ્મ ઉપયોગ કરી સ્વભાવ-વિભાવ વચ્ચે પ્રજ્ઞાથી ભેદ પાડ. જે ક્ષણે વિભાવભાવ વર્તે છે તે જ સમયે જ્ઞાતાધારા વડે સ્વભાવને જાદો જાણી લે. જુદો જ છે પણ તને ભાસતો નથી. વિભાવ ને જ્ઞાયક છે તો જીદેાદા જ;-જેમ પાષાણ ને સોનું ભેગાં દેખાય પણ જુદાં જ છે તેમ.
પ્રશ્નઃ- સોનું તો ચળકે છે એટલે પથ્થર ને તેબન્ને જુદાં જણાય છે, પણ આ કઈ રીતે જુદા જણાય ?
ઉત્તર:- આ જ્ઞાન પણ ચળકે જ છે ને? વિભાવભાવ ચળકતા નથી પણ બધે જ્ઞાન જ ચળકે છે-જણાય છે. જ્ઞાનનો ચળકાટ ચારે તરફ પ્રસરી રહ્યો છે. જ્ઞાનના ચળકાટ વિના સોનાનો ચળકાટ શેમાં જણાય ?
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૬૩
જેમ સાચાં મોતી ને ખોટાં મોતી ભેગાં હોય તો મોતીનો પા૨ખુ એમાંથી સાચાં મોતીને જીદાં પાડી લે છે, તેમ આત્માને ‘પ્રજ્ઞાથી ગ્રહવો'. જે જાણનારો છે તે હું, જે દેખનારો છે તે હું–એમ ઉપયોગ સૂક્ષ્મ કરીને આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે. આ જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે. વ્રત, તપ કે ત્યાગાદિ ભલે હો, પણ તે સાધન ન થાય, સાધન તો પ્રજ્ઞા જ છે.
સ્વભાવના મહિમાથી પરપદાર્થ પ્રત્યે રસબુદ્ધિસુખબુદ્ધિ તૂટી જાય છે. સ્વભાવમાં જ રસ લાગે, બીજું નીરસ લાગે. ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. એમ ન હોય કે પરમાં તીવ્ર રુચિ હોય ને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞાછીણીનું કાર્ય કરે. ૧૯૭.
*
જ્ઞાતાપણાના અભ્યાસથી જ્ઞાતાપણું પ્રગટ થતાં કર્તાપણું છૂટે છે. વિભાવ પોતાનો સ્વભાવ નથી તેથી આત્મદ્રવ્ય કાંઈ પોતે ઉછળીને વિભાવમાં એકમેક થઈ જતું નથી, દ્રવ્ય તો શુદ્ધ રહે છે; માત્ર અનાદિ કાળની માન્યતાને લીધે ‘૫૨ એવા જડ પદાર્થને હું કરું છું, રાગાદિ મારું સ્વરૂપ છે, હું વિભાવનો ખરેખર કર્તા છું' વગેરે ભ્રમણા થઈ રહી છે. યથાર્થ જ્ઞાતાધારા પ્રગટ થાય
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૪
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
તો કર્તાપણું છૂટે છે. ૧૯૮.
*
જીવને અટકવાના જે અનેક પ્રકાર છે તે બધામાંથી પાછો વળ અને માત્ર ચૈતન્યદરબારમાં જ ઉપયોગને લગાડી દે; ચોક્કસ પ્રાપ્તિ થશે જ. અનંત અનંત કાળથી અનંત જીવોએ આવી જ રીતે પુરુષાર્થ કર્યો છે, માટે તું
પણ આમ કર.
અનંત અનંત કાળ ગયો, જીવ કયાંક કયાંક અટકે જ છે ને ? અટકવાના તો અનેક અનેક પ્રકાર; સફળ થવાનો એક જ પ્રકાર-ચૈતન્યદરબારમાં જવું તે. પોતે કયાં અટકે છે તે જો પોતે ખ્યાલ કરે તો બરાબર જાણી શકે.
દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જીવ કયાંક સૂક્ષ્મપણે અટકી જાય છે, શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે, ‘આ રાગની મંદતા, આ અઠયાવીસ મૂળગુણ, -બસ આ જ હું, આ જ મોક્ષનો માર્ગ, ' ઇત્યાદિ કોઈ પ્રકારે સંતોષાઈ અટકી જાય છે; પણ આ અંદરમાં વિકલ્પો સાથે એકતાબુદ્ધિ તો પડી જ છે તેને કાં જોતો નથી ? આ અંતરમાં શાંતિ કેમ દેખાતી નથી ? પાપભાવ ત્યાગી ‘સર્વસ્વ કર્યું’ માની સંતોષાઈ જાય છે. સાચા આત્માર્થીને અને સમ્યગ્દષ્ટિને તો ‘ઘણું બાકી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૬૫
છે, ઘણું બાકી છે' એમ પૂર્ણતા સુધી ઘણું બાકી છે એમ જ ભાવના રહે અને તો જ પુરુષાર્થ અખંડ ટકી શકે.
ગૃહસ્થાશ્રમમાં સમકિતીએ મૂળિયાં પકડી લીધાં, (દષ્ટિ-અપેક્ષાએ) બધું કરી લીધું, અસ્થિરતારૂપ ડાળાંપાંદડાં જરૂર સુકાઈ જશે. દ્રવ્યલિંગી સાધુએ મૂળ જ પકડયું નથી; એણે કાંઈ કર્યું જ નથી. “સમકિતને ઘણું બાકી છે ને દ્રવ્યલિંગી મુનિએ ઘણું કરી લીધું' –એમ બાહ્યદષ્ટિ લોકોને ભલે લાગે; પણ એમ નથી. પરિષહ સહુન કરે પણ અંદરમાં કર્તુત્વબુદ્ધિ તૂટી નથી, આકુળતા વેદાય છે, તેણે કાંઈ કર્યું જ નથી. ૧૯૯.
શુદ્ધનયની અનુભૂતિ અર્થાત્ શુદ્ધનયના વિષયભૂત અબદ્ધપૃષ્ટ-આદિરૂપ શુદ્ધ આત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જિનશાસનની અનુભૂતિ છે. ચૌદ બ્રહ્માંડના ભાવો એમાં આવી ગયા. મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે બધું જાણી લીધું. “સર્વગુણાંશ તે સમકિત” -અનંત ગુણોનો અંશ પ્રગટયો; આખા લોકાલોકનું સ્વરૂપ જણાઈ ગયું.
જે માર્ગ આ સમકિત થયું તે જ માર્ગ મુનિપણું ને કેવળ થશે-એમ જણાઈ ગયું. પૂર્ણતાના લક્ષ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬૬
બહેનશ્રીનાં વચનામૃત
શરૂઆત થઈ; આ જ માર્ગ દેશવિરતિપણું, મુનિપણું, પૂર્ણ ચારિત્ર ને કેવળજ્ઞાન-બધું પ્રગટ થશે.
નમૂનામાં પૂરા માલનો ખ્યાલ આવે. ચંદ્રની બીજની કળામાં આખો ચંદ્રમા ખ્યાલમાં આવે. ગોળની એક કણીમાં આખા રવાનો ખ્યાલ આવે. ત્યાં (દષ્ટાંતમાં) તો જુદાં જુદાં દ્રવ્ય ને આ તો એક જ દ્રવ્ય. માટે સમકિતમાં ચૌદ બ્રહ્માંડના ભાવો આવી ગયા. એ જ માર્ગે કેવળ. જેમ અંશ પ્રગટયો તેમ જ પૂર્ણતા પ્રગટશે. માટે શુદ્ધનયની અનુભૂતિ એટલે કે શુદ્ધ આત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જિનશાસનની અનુભૂતિ છે. ૨OO.
અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે ત્યાં અપરિણામી એટલે આખો જ્ઞાયક; શાસ્ત્રમાં નિશ્ચયનયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ “અપરિણામી ' નિજાત્મા.
પ્રમાણ-અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમ જ પરિણામી છે. પણ અપરિણામી તત્ત્વ પર દૃષ્ટિ દેતાં પરિણામ ગૌણ થઈ જાય છે; પરિણામ કયાંય ચાલ્યા જતા નથી. પરિણામ કયાં જતા રહે? પરિણમન તો પર્યાયસ્વભાવને લીધે
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૬૭
થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે.
પરંતુ અપરિણામી તત્ત્વ ઉપર-જ્ઞાયક ઉપર-દષ્ટિ તે જ સમ્યક દૃષ્ટિ છે. માટે “આ મારી જ્ઞાનની પર્યાય', “આ મારી દ્રવ્યની પર્યાય ” એમ પર્યાયમાં શું કામ રોકાય છે? નિષ્ક્રિય તત્ત્વ ઉપર-તળ ઉપર-દષ્ટિ સ્થાપ ને!
પરિણામ તો થયા જ કરશે. પણ, આ મારી અમુક ગુણપર્યાય થઈ, આ મારા આવા પરિણામ થયા -એમ શા માટે જોર આપે છે? પર્યાયમાં-પલટતા અંશમાં-દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે? તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્યને અવલંબ ને!
- જ્ઞાનાનંદસાગરનાં તરંગોને ન જોતાં તેના દળ ઉપર દષ્ટિ સ્થાપ. તરંગો તો ઊછળ્યા જ કરશે. તું એમને અવલંબે છે શું કામ?
અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દષ્ટિ હુઠાવી લે. અનંત ગુણમય એક નિત્ય નિજતત્ત્વ-અપરિણામી અભેદ એક દળ-તેમાં દષ્ટિ દે. પૂર્ણ નિત્ય અભેદનું જોર લાવ. તું જ્ઞાતાદ્રષ્ટા થઈ જઈશ. ૨૦૧.
દઢ પ્રતીતિ કરી, સૂક્ષ્મ ઉપયોગવાળો થઈ, દ્રવ્યમાં
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬૮
બહેનશ્રીનાં વચનામૃત
ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. ત્યાંથી તને શાંતિ ને આનંદ મળશે. ખૂબ ધીરો થઈ દ્રવ્યનું તળિયું લે. ૨૦૨.
આ બધે-બહાર-ધૂળ ઉપયોગ થઈ રહ્યો છે, તે બધેથી ઉઠાવી, ખૂબ જ ધીરો થઈ, દ્રવ્યને પકડ. વર્ણ નહિ, ગંધ નહિ, રસ નહિ, દ્રવ્યેન્દ્રિય પણ નહિ અને ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું સ્વરૂપ નથી. જોકે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડખંડરૂપ છે, ક્ષાયોપથમિક જ્ઞાન છે અને દ્રવ્ય તો અખંડ ને પૂર્ણ છે, માટે ભાવેન્દ્રિયના લક્ષે પણ તે પકડાતું નથી. આ બધાંથી પેલે પાર દ્રવ્ય છે. તેને સૂક્ષ્મ ઉપયોગ કરીને પકડ. ૨૦૩.
આત્મા તો અનંત શક્તિઓનો પિંડ છે. આત્મામાં દષ્ટિ સ્થાપવાથી અંદરથી જ ઘણી વિભૂતિ પ્રગટે છે. ઉપયોગને સૂક્ષ્મ કરી અંદર જવાથી ઘણી સ્વભાવભૂત રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે. અંદર તો આનંદનો સાગર છે. જ્ઞાનસાગર, સુખસાગર-એ બધું અંદર આત્મામાં જ છે. જેમ સાગરમાં ગમે તેટલાં જોરદાર તરંગો ઊછળ્યા કરે તોપણ તેમાં વધઘટ થતી નથી, તેમ અનંત
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
અનંત કાળ સુધી કેવળજ્ઞાન વહ્યા કરે તોપણ દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. ૨૦૪.
*
૬૯
ચૈતન્યની અગાધતા, અપૂર્વતાને અનંતતા બતાવનારાં ગુરુનાં વચનો વડે શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે.
હે શુદ્ધાત્મદેવ ! તારા શરણે આવવાથી જ આ પંચપરાવર્તનરૂપી રોગ શાંત થાય છે. જેને ચૈતન્યદેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય છે. અહો ! મારા ચૈતન્યદેવમાં તો પ૨મ વિશ્રાન્તિ છે, બહાર નીકળતાં તો અશાંતિ જ લાગે છે.
હું નિર્વિકલ્પ તત્ત્વ જ છું. જ્ઞાનાનંદથી ભરેલું જે નિર્વિકલ્પ તત્ત્વ, બસ તે જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. ૨૦૫.
*
જ્ઞાની એ ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. અભેદમાં જ દૃષ્ટિ છે: ‘હું તો જ્ઞાનાનંદમય એક વસ્તુ છું’. તેને વિશ્રાન્તિનો મહેલ મળી ગયો છે, જેમાં અનંતો આનંદ ભરેલો છે. શાંતિનું સ્થાન, આનંદનું સ્થાન-એવો પવિત્ર ઉજ્જ્વળ આત્મા છે. ત્યાં
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
SO
બહેનશ્રીનાં વચનામૃત
જ્ઞાયકમાં રહી જ્ઞાન બધું કરે છે પણ દષ્ટિ તો અભેદ ઉપર જ છે. જ્ઞાન બધું કરે પણ દષ્ટિનું જોર એટલું છે કે પોતાને પોતા તરફ ખેંચે છે. ૨૦૬,
હે જીવ! અનંત કાળમાં શુદ્ધોપયોગ ન કર્યો તેથી તારો કર્મરાશિ ક્ષય થયો નહિ. તું જ્ઞાયકમાં ઠરી જા તો એક શ્વાસોચ્છવાસમાં તારા કર્મો ક્ષય થઈ જશે. તું ભલે એક છો પણ તારી શક્તિ અનંતી છે. તું એક અને કર્મ અનંત; પણ તું એક જ અનંતી શક્તિવાળો બધાંને પહોંચી વળવા બસ છો. તું ઊંઘે છે માટે બધાં આવે છે, તું જાગ તો બધાં એની મેળે ભાગી જશે. ૨૦૭.
બાહ્ય દૃષ્ટિથી કાંઈ અંતષ્ટિ પ્રગટ થતી નથી. આત્મા બહાર નથી; આત્મા તો અંદરમાં જ છે. માટે તારે બીજે કયાંય જવું નહિ, પરિણામને કયાંય ભટકવા દેવા નહિ તેને એક આત્મામાં જ વારંવાર લગાડ; વારંવાર ત્યાં જ જવું, એને જ ગ્રહણ કરવો. આત્માના જ શરણે જવું. મોટાના આશ્રયે જ બધું પ્રગટ થાય છે. અગાધ શક્તિવાળા ચૈતન્યચક્રવર્તીને ગ્રહણ કર. આ એકને જ ગ્રહણ કર. ઉપયોગ બહાર જાય પણ ચૈતન્યનું
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
આલંબન એને અંદરમાં જ લાવે છે. વારંવાર વારંવાર એમ કરતાં... કરતાં કરતાં (સ્વરૂપમાં લીનતા જામતાં... જામતાં) ક્ષપકશ્રેણી પ્રગટીને પૂર્ણ થઈ જાય છે. જે વસ્તુ છે તે ઉપર જ તારી દષ્ટિનો દોર બાંધ, પર્યાયના આલંબને કાંઈ ન થાય. ૨૦૮.
જેમ રાજા પોતાના મહેલમાં ઊંડો ઊંડો રહે છે તેમ ચૈતન્યરાજા ઊંડા ઊંડા ચૈતન્યના મહેલમાં જ વસે છે; ત્યાં જા. ૨૭૯.
તું પોતે માર્ગ જાણતો નથી ને જાણેલાને સાથે રાખે નહિ, તો તું એક ડગલું પણ કઈ રીતે ભરીશ? તું પોતે આંધળો, અને જો ગુરુવાણીનું અને શ્રુતનું અવલંબન ન રાખ, તો સાધકનો માર્ગ જે અંદરમાં છે તે તને કેમ સૂઝશે? સમકિત કેમ થશે? સાધકપણું કેમ આવશે? કેવળ કેમ પ્રગટશે?
અનંત કાળનો અજાણ્યો માર્ગ ગુરુવાણી અને આગમ વગર જણાતો નથી. સાચો નિર્ણય તો પોતે જ કરવાનો છે પણ તે ગુરુવાણી અને આગમના અવલંબને થાય છે. સાચા નિર્ણય વગર-સાચા જ્ઞાન વગર-સાચું ધ્યાન થઈ શકતું નથી. માટે તું શ્રુતના
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૨
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
અવલંબનને, શ્રુતના ચિંતવનને સાથે જ રાખજે.
શ્રવણયોગ હોય તો તત્કાળબોધક ગુરુવાણીમાં અને સ્વાધ્યાયયોગ હોય તો નિત્યબોધક એવાં આગમમાં પ્રવર્તન રાખજે. તે સિવાયના કાળમાં પણ ગુરુવાણી ને આગમે બતાવેલા ભગવાન આત્માના વિચાર ને મંથન રાખજે. ૨૧૦.
*
વસ્તુનું સ્વરૂપ બધાં પડખેથી જ્ઞાનમાં જાણી અભેદજ્ઞાન પ્રગટ કર. અંદરમાં સમાયા તે સમાયા; અનંત અનંત કાળ સુધી અનંત અનંત સમાધિસુખમાં લીન થયા. ‘ બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે'. માટે તું તે જ્ઞાનપદને પ્રાપ્ત કર. તે અપૂર્વ પદની ખબર વગર કલ્પિત ધ્યાન કરે, પણ ચૈતન્યદેવનું સ્વરૂપ શું છે, આવા રતનરાશિ જેવા તેના અનંત ગુણોનો સ્વામી કેવો છે-તે જાણ્યા વગ૨ ધ્યાન કેવું? જેનું ધ્યાન કરવું છે તે વસ્તુને ઓળખ્યા વિના, તે ગ્રહણ કર્યા વિના, ધ્યાન કોના આશ્રયે થશે? એકાગ્રતા કયાં જામશે ? ૨૧૧.
*
એક સત-લક્ષણ આત્મા-એનો જ પરિચય રાખજે. જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ ',
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીના વચનામૃત
૭૩
તું લોકાગ્રે વિચરનારો લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભયપણે વિચરે તેમ તું લોકથી નિરપેક્ષપણે તારા પરાક્રમથી–પુરુષાર્થથી અંદર વિચરજે. ૨૧૨.
લોકોના ભયને ત્યાગી, ઢીલાશ છોડી, પોતે દઢ પુરુષાર્થ કરવો. “લોક શું કહેશે” એમ જોવાથી ચૈતન્યલોકમાં જઈ શકાતું નથી. સાધકને એક શુદ્ધ આત્માનો જ સંબંધ હોય છે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ કરવો, બસ! તે જ લોકાગ્રે જનાર સાધક વિચારે છે. ૨૧૩.
સદ્ગુરુના ઉપદેશરૂપ નિમિત્તમાં (નિમિત્તપણાની) પૂર્ણ શક્તિ છે પણ તું તૈયાર ન થાય તો તું આત્મ-દર્શન પ્રગટ ન કર તો- ?? અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા પણ તે અંતરમાં ડૂબકી મારી નહિ! તું એકલો જ છો; સુખદુ:ખ ભોગવનાર, સ્વર્ગ કે નરકમાં ગમન કરનાર કેવળ તું એકલો જ છો.
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મ અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે.”
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૭૪
બહેનશ્રીનાં વચનામૃત
-તું એકલો જ મોક્ષ જનાર છો, માટે તું આત્મદર્શન પ્રગટ કર.
ગુરુની વાણી સાંભળી વિચાર કર, પ્રતીતિ કર ને ઠર; તો તને અનંત જ્ઞાન ને સુખનું ધામ એવા નિજ આત્માનાં દર્શન થશે. ૨૧૪.
મુમુક્ષુ જીવ શુભમાં જોડાય, પણ પોતાની શોધકવૃત્તિ વહી ન જાય-પોતાના સ્વરૂપની શોધ ચાલુ રહે એવી રીતે જોડાય. શુદ્ધતાનું ધ્યેય છોડીને શુભનો આગ્રહ ન રાખે.
વળી તે “હું શુદ્ધ છું, હું શુદ્ધ છું” કરીને પર્યાયની અશુદ્ધતા ભુલાઈ જાય-સ્વછંદ થઈ જાય એમ ન કરે; શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. ૨૧૫.
સંસારથી ખરેખર થાકેલાને જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે “મારે કાંઈ જોઈતું જ નથી, એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છે” એમ દઢતા કરી બસ ‘દ્રવ્ય તે જ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
હું' એવા ભાવે પરિણમી જાય છે, બાકી બધું કાઢી નાખે છે.
દષ્ટિ એકેય ભેદને સ્વીકારતી નથી. શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દષ્ટિ “મને સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન થયું કે નહિ' એમ જોવા નથી બેસતી. એને-દ્રવ્યદષ્ટિવાળા જીવને-ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ પ્રગટ કરી છે. દ્રવ્યદૃષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય જ; છતાં “મને સમ્યગ્દર્શન થયું, મને અનુભૂતિ થઈ ' એમ દષ્ટિ પર્યાયમાં ચોટી નથી જતી. તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી, બધાંને કાઢી નાખી, દ્રવ્ય ઉપર જ
સ્થપાયેલી રહે છે. કોઈ પણ જાતની આશા વગર તદ્દન નિસ્પૃહુ ભાવે જ દષ્ટિ પ્રગટ થાય છે. ૨૧૬.
દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બધું હોવા છતાં કાંઈ દ્રવ્ય ને પર્યાય બન્ને સમાન કોટિનાં નથી; દ્રવ્યની કોટિ ઊંચી જ છે, પર્યાયની કોટિ નાની જ છે. દ્રવ્યદષ્ટિવાળાને અંદરમાં એટલા બધા રસકસવાળું તત્ત્વ દેખાય છે કે તેની દષ્ટિ પર્યાયમાં ચોંટતી નથી. ભલે અનુભૂતિ થાય, પણ દષ્ટિ અનુભૂતિમાં-પર્યાયમાં-ચોંટી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
નથી જતી. ‘ અહો ! આવો આશ્ચર્યકારી દ્રવ્યસ્વભાવ પ્રગટયો એટલે કે અનુભવમાં આવ્યો!' એમ જ્ઞાન જાણે, પણ દૃષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર-દ્રવ્યસ્વભાવ ઉ૫૨જામેલી તે જામેલી જ રહે છે. ૨૧૭.
*
કોઈ એકાંતમાં વસનાર એકાંતપ્રેમી-માણસ હોય, એને પરાણે બાહ્ય કાર્યમાં જોડાવું પડે તો તે ઉપલકપણે જોડાતો દેખાય ખરો, પણ કોણ જાણે તે બહારમાં આવ્યો છે કે નહિ!! અથવા કોઈ ઘણો નબળો માણસ હોય ને એના માથે કોઈ કામનો બોજો મૂકે તો તેને કેટલું આકરું લાગે ? એવી રીતે જ્ઞાનીને જ્ઞાનધારા વર્તતી હોવાથી બહારનાં કાર્યમાં જોડાવું બોજારૂપ લાગે છે. ૨૧૮.
*
ગમે તેવી કટોકટીમાંથી પોતાનાં જ્ઞાન-ધ્યાનનો સમય ખેંચીને કાઢી લેવો. આ અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે. તેને વ્યર્થ જવા ન દેવું. ૨૧૯.
*
જ્ઞાયકપરિણતિનો દૃઢ અભ્યાસ કર. શુભભાવના કર્તૃત્વમાં પણ આખા લોકનું કર્તાપણું સમાયેલું છે. ૨૨૦.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સર્વસ્વપણે ઉપાદેય માત્ર શુદ્ધોપયોગ. અંતર્મુહૂર્ત નહિ પણ શાશ્વત અંદર રહી જવું તે જ નિજ સ્વભાવ છે, તે જ કર્તવ્ય છે. ર૨૧.
મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. તેમની દશા નિરાળી, પરના પ્રતિબંધ વિનાની, કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ, માત્ર નિજગુણોમાં જ રમણશીલ, નિરાલંબી હોય છે. મુનિરાજ મોક્ષપંથે પ્રયાણ ચાલુ કર્યા તે પૂરાં કરે છે. ર૨૨.
શુદ્ધાત્મામાં કરવું તે જ કાર્ય છે, તે જ સર્વસ્વ છે. ઠરી જવું તે જ સર્વસ્વ છે, શુભભાવ આવે પણ તે સર્વસ્વ નથી. ૨૨૩.
અંતરાત્મા તો દિવસ ને રાત અંતરંગમાં આત્મા, આત્મા ને આત્મા-એમ કરતાં કરતાં, અંતરાત્મભાવે પરિણમતાં પરિણમતાં, પરમાત્મા થઈ જાય છે. ર૨૪.
અહો! અમોઘ-રામબાણ જેવાં-ગુવચનો! જો જીવ તૈયાર હોય તો વિભાવ તૂટી જાય છે, સ્વભાવ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
પ્રગટ થઈ જાય છે. અવસર ચૂકવા જેવો નથી. ૨૨૫.
*
પોતાનો અગાધ ગંભીર જ્ઞાયકસ્વભાવ પૂર્ણ રીતે જોતાં આખો લોકાલોક ભૂત-ભવિષ્યની પર્યાય સહિત સમયમાત્રમાં જણાઈ જાય છે. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાઓ, સ્વરૂપનિશ્ચળ જ રહેવું યોગ્ય છે. ૨૨૬.
*
શુદ્ઘનયના વિષયભૂત આત્માની સ્વાનુભૂતિ સુખરૂપ છે. આત્મા સ્વયમેવ મંગળરૂપ છે, આનંદરૂપ છે; તેથી આત્માની અનુભૂતિ પણ મંગળરૂપ અને આનંદરૂપ છે. ૨૨૭.
*
આત્માના અસ્તિત્વને ઓળખીને સ્વરૂપમાં ઠરી જા, બસ !... તારું અસ્તિત્વ આશ્ચર્યકારી અનંત ગુણપર્યાયથી ભરેલું છે. તેનું પૂર્ણ સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું આવી શકતું નથી. તેને અનુભવી, તેમાં ઠરી જા. ૨૨૮.
*
મુનિને સંયમ, નિયમ ને તપ-બધાંમાં આત્મા સમીપ હોય. અહો! તું તો આત્માની સાધના કરવા નીકળ્યો... ત્યાં આ લૌકિક જનના પરિચયનો રસ કેમ ?
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
તારે શુદ્ધિ વધારવી હોય. દુઃખથી છૂટવાની ભાવના હોય, તો અધિક ગુણવાળા કે સરખા ગુણવાળાના સંગમાં વસજે.
લૌકિક સંગ તારો પુરુષાર્થ મંદ પડવાનું કારણ થશે. વિશેષ ગુણીનો સંગ તારા ચૈતન્યતત્ત્વને નિહાળવાની પરિણતિ વિશેષ વધવાનું કારણ થશે.
અચાનક આવી પડેલા અસત્સંગમાં તો પોતે પુરુષાર્થ રાખી જુદો રહે, પણ પોતે રસપૂર્વક જો અસત્સંગ કરે તો તેની પરિણતિ મંદ પડી જાય.
-આ તો સ્વરૂપમાં ઝૂલતા મુનિઓને (આચાર્યદેવની) ભલામણ છે. નિશ્ચય-વ્યવહારની સંધિ જ એવી છે. આ પ્રમાણે પોતાની ભૂમિકાનુસાર બધાએ સમજી લેવાનું છે. ર૨૯.
આત્મા તો આશ્ચર્યકારી ચૈતન્યમૂર્તિ! પહેલાં ચારે બાજુથી તેને ઓળખી, પછી નય-પ્રમાણ વગેરેના પક્ષ છોડી અંદરમાં ઠરી જવું. તો અંદરથી જ મુક્ત સ્વરૂપ પ્રગટ થશે. અંદર સ્વરૂપમાં ઠરી ગયેલા જ્ઞાનીઓ જ સાક્ષાત્ અતીન્દ્રિય આનંદામૃતને અનુભવે છે –‘ત વ. સાક્ષાત્ સમૃત પિવત્તિ'. ૨૩).
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
८०
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
આત્માના ગુણ ગાતાં ગાતાં ગુણી થઈ ગયો– ભગવાન થઈ ગયો; અસંખ્ય પ્રદેશોમાં અનંત ગુણરત્નોના ઓરડા બધા ખુલ્લા થઈ ગયા. ૨૩૧.
*
જ્ઞાતાનું ધ્યાન કરતાં કરતાં આત્મા જ્ઞાનમય થઈ ગયો, ધ્યાનમય થઈ ગયો-એકાગ્રતામય થઈ ગયો. અંદર ચૈતન્યના નંદનવનમાં એને બધું મળી ગયું; હવે બહાર શું લેવા જાય ? ગ્રહવાયોગ્ય આત્મા ગ્રહી લીધો, છોડવાયોગ્ય બધું છૂટી ગયું; હવે શું કરવા બહાર જાય? ૨૩૨.
*
અંદરથી જ્ઞાન ને આનંદ અસાધારણપણે પૂર્ણ પ્રગટ થયાં તેને હવે બહારથી શું લેવાનું બાકી રહ્યું ? નિર્વિકલ્પ થયા તે થયા, બહાર આવતા જ નથી. ૨૩૩.
*
'
મારે કરવાનું ઘણું બાકી છે એમ માનનારને જ આગળ વધવાનો અવકાશ રહે છે. અનંત કાળમાં મારે આત્માનું કલ્યાણ કરવું છે' એવા પરિણામ જીવે ઘણી વાર કર્યા, પણ વિવિધ શુભ ભાવો કરી તેમાં સર્વસ્વ માનીને ત્યાં સંતોષાઈ ગયો. કલ્યાણ કરવાની
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સાચી વિધિને જાણી નહિ. ર૩૪.
સ્વતઃસિદ્ધ વસ્તુનો સ્વભાવ વસ્તુથી પ્રતિકૂળ કેમ હોય? વસ્તુનો સ્વભાવ તો વસ્તુને અનુકૂળ જ હોય, પ્રતિકૂળ હોઈ શકે જ નહિ. સ્વત:સિદ્ધ વસ્તુ સ્વયં પોતાને દુ:ખરૂપ હોઈ શકે જ નહિ. ર૩૫.
મલિનતા ટકતી નથી અને મલિનતા ગમતી નથી; માટે મલિનતા વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ નહિ. ૨૩૬.
હે આત્મા! તારે જો વિભાવથી છૂટી મુક્તદશા પ્રાપ્ત કરવી હોય તો ચૈતન્યના અભેદ સ્વરૂપને ગ્રહણ કર. દ્રવ્યદૃષ્ટિ સર્વ પ્રકારની પર્યાયને દૂર રાખી એક નિરપેક્ષ સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે; દ્રવ્યદૃષ્ટિના વિષયમાં ગુણભેદ પણ હોતા નથી. આવી શુદ્ધ દષ્ટિ પ્રગટ કર.
આવી દષ્ટિ સાથે વર્તતું જ્ઞાન વસ્તુમાં રહેલા ગુણો તથા પર્યાયોને, અભેદ તેમ જ ભેદને, વિવિધ પ્રકારે જાણે છે. લક્ષણ, પ્રયોજન ઇત્યાદિ અપેક્ષાએ ગુણોમાં ભિન્નતા છે અને વસ્તુ-અપેક્ષાએ અભેદ છે
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૮૨
બહેનશ્રીનાં વચનામૃત
એમ જ્ઞાન જાણે છે. “આ આત્માની આ પર્યાય પ્રગટ થઈ, આ સમ્યગ્દર્શન થયું, આ મુનિદશા થઈ, આ કેવળજ્ઞાન થયું” –અમે બધી મહિમાવંત પર્યાયોને તેમ જ અન્ય સર્વ પર્યાયોને જ્ઞાન જાણે છે. આમ હોવા છતાં શુદ્ધ દષ્ટિ (સામાન્ય સિવાય) કોઈ પ્રકારમાં રોકાતી નથી.
સાધક આત્માને ભૂમિકા પ્રમાણે દેવ-ગુરુના મહિમાના, શ્રુતચિંતવનના, અણુવ્રત-મહાવ્રતના ઇત્યાદિ વિકલ્પો હોય છે, પણ તે જ્ઞાયકપરિણતિને બોજારૂપ છે કારણ કે સ્વભાવથી વિરુદ્ધ છે. અધૂરી દશામાં તે વિકલ્પો હોય છે; સ્વરૂપમાં એકાગ્ર થતાં, નિર્વિકલ્પ સ્વરૂપમાં વાસ થતાં, તે બધા છૂટી જાય છે. પૂર્ણ વીતરાગ દશા થતાં સર્વ પ્રકારના રાગનો ક્ષય થાય છે.
–આવી સાધકદશા પ્રગટ કરવાયોગ્ય છે. ૨૩૭.
તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો તારા દ્રવ્યને તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે. જો દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો તને મુક્તિની પર્યાય સહેજે મળી જશે. ૨૩૮.
શુભનો વ્યવહાર પણ અસાર છે, તેમાં રોકાવા
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
જેવું નથી. કોઈ માણસ નગરનું ધ્યેય બાંધી ચાલવા માંડે તો વચ્ચે વચ્ચે ગામ, ખેતર, ઝાડ, બધું આવે, પણ તે બધું છોડતો જાય છે, તેમ સાધકને આ શુભાદિનો વ્યવહાર વચ્ચે આવે પણ સાધ્ય તો પૂર્ણ શુદ્ધાત્મા જ છે. માટે તે વ્યવહારને છોડતો પૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપમાં જ પહોંચી જાય છે. ૨૩૯.
અરે જીવ! અનંત અનંત કાળ વીત્યો, તે પરનું તો કોઈ દિવસ કંઈ કર્યું જ નથી; અંદરમાં શુભાશુભ વિકલ્પો કરીને જન્મ-મરણ કર્યા. હવે અનંત ગુણોનો પિંડ એવો જે નિજ શુદ્ધાત્મા તેને બરાબર સમજી, તેમાં જ તીક્ષણ દષ્ટિ કરી, પ્રયાણ કરવું તેનું જ શ્રદ્ધાન, તેની અનુભૂતિ, તેમાં જ વિશ્રામ કર. ૨૪).
ઓહો! આ તો ભગવાન આત્મા! સર્વીગે સહજાનંદની મૂર્તિ! જ્યાંથી જુઓ ત્યાં આનંદ, આનંદ ને આનંદ. જેમ સાકરમાં સર્વાગે ગળપણ તેમ આત્મામાં સર્વાગે આનંદ. ૨૪૧.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
ચૈતન્યદેવની ઓથ લે, તેના શરણે જા; તારાં બધાં કર્મો તૂટીને નાશ થઈ જશે. ચક્રવર્તી રસ્તેથી નીકળે તો અપરાધી જીવો ધ્રુજી ઊઠે છે, તો આ તો ત્રણ લોકનો બાદશા–ચૈતન્યચક્રવર્તી! તેની પાસે જડ કર્મ ઊભાં જ કયાંથી રહે? ૨૪૨.
જ્ઞાયક આત્મા નિત્ય અને અભેદ છે; દષ્ટિના વિષયભૂત એવા તેના સ્વરૂપમાં અનિત્ય શુદ્ધાશુદ્ધ પર્યાયો કે ગુણભેદ કાંઈ છે જ નહિ. પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ-આત્મા છે. તેના જ આશ્રયે ધર્મ પ્રગટ થાય છે. ૨૪૩.
ઓહો ! આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે! ચારે તરફ ગુણો જ ભરેલા છે. અવગુણ એક પણ નથી. ઓહો ! આ હું? આવા આત્માનાં દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. ૨૪૪.
હું મુક્ત જ છું. મારે કંઈ જોઈતું નથી. હું તો પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું.” –આમ જ્યાં
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૮૫
અંદરમાં નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. ૨૪૫.
ચક્રરત્ન આયુધશાળામાં પ્રગટ થયું હોય પછી ચક્રવર્તી નિરાંતે બેસી ન રહે, છ ખંડ સાધવા જાય; તેમ આ ચૈતન્યચક્રવર્તી જાગ્યો, સમ્યગ્દર્શનરૂપી ચક્રરત્ન પ્રાપ્ત થયું, હવે તો અપ્રમત્ત ભાવે કેવળજ્ઞાન જ લે. ૨૪૬.
આત્મસાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંત કાળમાં ન થયું હોય એવું, ચૈતન્યતત્ત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધદશા સુધીની સર્વ લબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. ૨૪૭.
વિશ્વનું અદભુત તત્ત્વ તું જ છો. તેની અંદરમાં જતાં તારા અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. ત્યાં જ જ્ઞાન મળશે, ત્યાં જ આનંદ મળશે; ત્યાં જ વિહાર કર. અનંત કાળનો વિસામો ત્યાં જ છે. ૨૪૮.
તું અંદરમાં ઊંડો ઊંડો ઊતરી જા, તને નિજ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
પરમાત્માનાં દર્શન થશે. ત્યાંથી બહાર આવવું તને ગમશે જ નહિ. ૨૪૯.
મુનિઓને અંતરમાં પગલે પગલે-પુરુષાર્થની પર્યાયે પર્યાય-પવિત્રતા ઝરે છે. ૨૫૦.
દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજાં સાધનોની રાહ જોવી ન પડે. ૨૫૧.
ભેદજ્ઞાનના લક્ષે વિકલ્પાત્મક ભૂમિકામાં આગમનું ચિંતવન મુખ્ય રાખજે. વિશેષ શાસ્ત્રજ્ઞાન માર્ગની ચૌદિશા સૂઝવાનું કારણ બને છે, તે સત્-માર્ગને સુગમ કરે છે. પર.
આત્માને ત્રણ કાળની પ્રતીતિ કરવા માટે “હું ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છું, ભવિષ્યમાં શુદ્ધ રહીશ” –એવા વિકલ્પ કરવા પડતા નથી, પણ વર્તમાન એક સમયની પ્રતીતિમાં ત્રણે કાળની પ્રતીતિ સમાઈ જાય છે-આવી જાય છે. રપ૩.
જીવને જેમ પોતામાં થતાં સુખદુ:ખનું વેદના થાય
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
છેતે કોઈને પૂછવા જવું પડતું નથી, તેમ પોતાને સ્વાનુભૂતિ થાય છે તે કોઈને પૂછવું પડતું નથી. ૨૫૪.
અંતરનો અજાણ્યો માર્ગ અંતરમાં શી ઘટમાળ ચાલે છે, તે આગમ ને ગુરુની વાણીથી જ નક્કી કરી શકાય છે. ભગવાનની સ્યાદ્વાદ-વાણી જ તત્ત્વ પ્રકાશી શકે છે. જિનેન્દ્રવાણી અને ગુરુવાણીનું અવલંબન સાથે રાખજે; તો જ તારી સાધનાનાં પગલાં મંડાશે. ૨૫૫.
સાધકદશાની સાધના એવી કર કે જેથી તારું સાધ્ય પૂરું થાય. સાધકદશા પણ એનો મૂળ સ્વભાવ તો નથી. એ પણ પ્રયત્નરૂપ અપૂર્ણ દશા છે, માટે તે અપૂર્ણ દશા પણ રાખવા જેવી તો નથી જ. ૨૫૬.
શુદ્ધ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરીને તથા અશુદ્ધતાને ખ્યાલમાં રાખીને તું પુરુષાર્થ કરજે, તો મોક્ષ પ્રાપ્ત થશે. રપ૭.
તું વિચાર કર, તારા માટે દુનિયામાં શી આશ્ચર્યકારી વસ્તુ છે? કોઈ નહિ-એક આત્મા સિવાય. જગતમાં તે બધી જાતના પ્રયાસ કર્યા, બધું જોયું, બધું કર્યું, પણ એક જ્ઞાનસ્વરૂપ, સુખસ્વરૂપ,
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮
બહેનશ્રીનાં વચનામૃત
અનંતગુણમય એવો આત્મા કદી ઓળખ્યો નથી, તેને ઓળખ; બસ તે જ એક કરવાનું બાકી રહી જાય છે. ૨૫૮.
કોઈ જાતની પ્રવૃત્તિમાં ઊભા રહેવું તે આત્માનો સ્વભાવ નથી. એક આત્મામાં જ રહેવું તે હિતકારી, કલ્યાણકારી અને સર્વસ્વ છે. ર૫૯.
શુદ્ધાત્માને જાણ્યા વગર ભલે ક્રિયાના ઢગલા કરે, પણ તેનાથી આત્મા જાણી શકાતો નથી; જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે. ર૬૦.
દષ્ટિ પૂર્ણ આત્મા ઉપર રાખી તું આગળ જા તો સિદ્ધ ભગવાન જેવી દશા થઈ જશે. જો સ્વભાવમાં અધૂરાશ માનીશ તો પૂર્ણતાને કોઈ દિવસ પામી શકીશ નહિ. માટે તું અધૂરો નહિ, પૂર્ણ છો-એમ માન. ર૬૧.
દ્રવ્ય સૂક્ષ્મ છે; માટે ઉપયોગને સૂક્ષ્મ કર તો સૂક્ષ્મ દ્રવ્ય પકડાશે. સૂક્ષ્મ દ્રવ્યને પકડી નિરાંતે આત્મામાં બેસવું તે વિશ્રામ છે. ર૬ર.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સાધના કરનારને કોઈ સ્પૃહી હોતી નથી. મારે બીજાં કંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે. આ ક્ષણે વીતરાગતા થતી હોય તો બીજું કંઈ જ નથી જોઈતું; પણ અંદર રહેવાતું નથી, માટે બહાર આવવું પડે છે. અત્યારે કેવળજ્ઞાન થતું હોય તો બાર જ ન આવીએ. ર૬૩.
તારા ચિત્તમાં બીજો રંગ સમાયેલો છે, ત્યાં સુધી આત્માનો રંગ લાગી શકતો નથી. બહારનો બધો રસ છૂટી જાય તો આત્મા-જ્ઞાયકદેવ પ્રગટ થાય છે. જેને ગુણરત્નોથી ગૂંથાયેલો આત્મા મળી જાય, તેને આ તુચ્છ વિભાવોથી શું પ્રયોજન? ર૬૪.
આત્મા જાણનાર છે, સદાય જાગૃતસ્વરૂપ જ છે. જાગૃતસ્વરૂપ એવા આત્માને ઓળખે તો પર્યાયમાં પણ જાગૃતિ પ્રગટે. આત્મા જાગતી જ્યોત છે, તેને જાણ. ર૬૫.
જો તારે જન્મ-મરણનો નાશ કરી આત્માનું કલ્યાણ કરવું હોય તો આ ચૈતન્યભૂમિમાં ઊભો રહીને તું પુરુષાર્થ કર; તારાં જન્મ-મરણનો નાશ થઈ જશે. આચાર્યદેવ કણાથી કહે છે: તું મુક્તસ્વરૂપ આત્મામાં
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
CO
બહેનશ્રીનાં વચનામૃત
નિઃસ્પૃહસ્પણે ઊભો રહે. મોક્ષની સ્પૃહા અને ચિંતાથી પણ મુક્ત થા. તું સ્વયમેવ સુખરૂપ થઈ જઈશ. તારા સુખને માટે અમે આ માર્ગ દેખાડીએ છીએ. બહાર ફાંફાં મારવાથી સુખ નહિ મળે. ર૬૬.
જ્ઞાની દ્રવ્યના આલંબનના બળે, જ્ઞાનમાં નિશ્ચયવ્યવહારની મૈત્રીપૂર્વક, આગળ વધતો જાય છે અને ચૈતન્ય પોતે પોતાની અદ્દભુતતામાં સમાઈ જાય છે. ર૬૭.
બહારના રોગ આત્માની સાધક દશાને રોકી શકતા નથી, આત્માની જ્ઞાતાધારાને તોડી શકતા નથી. પુદ્ગલપરિણતિરૂપ ઉપસર્ગ કંઈ આત્મપરિણતિને ફેરવી શકે નહિ. ર૬૮.
અહો! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.
પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય?
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૯૧
ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે. તેમનું શ્રુતજ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે.
પરમ-ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, તેમની અમૃતમય વાણી મંગળ છે. તેઓશ્રી મંગળમૂર્તિ છે, ભવોદધિતારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે.
પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો. ર૬૯.
પોતાની જિજ્ઞાસા જ માર્ગ કરે છે. શાસ્ત્રો સાધન છે, પણ માર્ગ તો પોતાથી જ જણાય છે. પોતાની ઊંડી તીવ્ર રુચિ અને સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ જણાય છે. કારણ આપવું જોઈએ. ર૭૦.
જેનો જેને તન્મયપણે રસ હોય તેને તે ભૂલે નહીં. આ શરીર તે હું” તે ભૂલતો નથી. ઊંઘમાં પણ શરીરના નામથી બોલાવે તો જવાબ આપે છે, કારણ કે શરીર સાથે તન્મયપણાની માન્યતાનો અનાદિ અભ્યાસ છે. અનભ્યસ્ત જ્ઞાયકની અંદર જવા માટે સૂક્ષ્મ થવું પડે છે, ધીરા થવું પડે છે, ટકવું પડે છે, તે આકરું લાગે છે. બહારનાં કાર્યોનો અભ્યાસ છે એટલે સહેલાં
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૨
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
લાગે છે. પણ જ્યારે કર ત્યારે તારે જ કરવાનું છે. ૨૭૧.
*
જે ખૂબ થાકેલો છે, દ્રવ્ય સિવાય જેને કાંઈ જોઈતું જ નથી, જેને આશા-પિપાસા છૂટી ગઈ છે, દ્રવ્યમાં જે હોય તે જ જેને જોઈએ છે, તે સાચો જિજ્ઞાસુ છે.
દ્રવ્ય કે જે શાંતિવાળું છે તે જ મારે જોઈએ છેએવી નિસ્પૃહતા આવે તો દ્રવ્યમાં ઊંડે જાય અને બધી પર્યાય પ્રગટે. ૨૭૨.
*
ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મુમુક્ષુનો આત્મા જાગી ઊઠે છે અને જ્ઞાયકની રુચિ પ્રગટે છે, વારંવાર ચેતન તરફ-જ્ઞાયક તરફ વલણ થાય છે. જેમ ભક્તને ભગવાન માંડમાંડ મળ્યા હોય તો તેને મૂકવા ન ગમે, તેમ ‘હું ચેતન', ‘હું જ્ઞાયક' એમ વારંવાર અંદર થયા કરે, તે તરફ જ રુચિ રહ્યા કરે; ‘હું તો હાલું-ચાલું ને પ્રભુ સાંભરે રે' એવું વર્ત્યા કરે. ૨૭૩.
*
અનંત કાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો,
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૯૩
વિભાવની તુચ્છતા ન લાગી, પરથી અને વિભાવથી વિરક્તતા ન થઈ, માટે માર્ગ મળ્યો નહિ. ૨૭૪.
*
પંચમ કાળ છે એટલે બહાર ફેરફાર થાય, પણ જેને આત્માનું કરવું છે તેને કાળ નડતો નથી. ૨૭૫.
*
‘શુભાશુભ ભાવથી જુદો, હું જ્ઞાયક છું' તે દરેક પ્રસંગમાં યાદ રાખવું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો તે જ મનુષ્યજીવનની સાર્થકતા છે. ૨૭૬.
*
પરથી વિરક્તતા નથી, વિભાવની તુચ્છતા લાગતી નથી, અંદર એટલી તાલાવેલી નથી; કાર્ય કયાંથી થાય? અંદર તાલાવેલી જાગે તો કાર્ય થયા વિના રહે જ નહિ. પોતે આળસુડો થઈ ગયો છે. ‘કરીશ, કરીશ' કહે પણ કરતો નથી. કોઈ એવા આળસુ હોય કે જે સૂતા હોય તો બેઠા થાય નહિ, અને બેઠા હોય તો ઊભા થવાની આળસ કરે, તેમ તાલાવેલી વિનાના આળસુ જીવો ‘કાલ કરીશ, કાલ કરીશ ' એમ મંદપણે વર્તે છે; ત્યાં કાલની આજ થાય નહિ ને જીવન પૂરું થઈ જાય. ૨૭૭.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
८४
બહેનશ્રીનાં વચનામૃત
જેમ કોઈને ગ્રીષ્મઋતુમાં પર્વતની ટોચ પર બરાબર તાપ લાગ્યો હોય અને તીવ્ર તૃષા લાગી હોય, તે વખતે પાણીના એક બિંદુ તરફ પણ તેનું લક્ષ જાય છે અને તે તેને લેવા માટે દોડે છે, તેમ જે જીવને સંસારનો તાપ લાગ્યો હોય અને સની તીવ્ર પિપાસા જાગી હોય, તે સની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે છે. તે આત્માર્થી જીવ જ્ઞાન” લક્ષણ દ્વારા જ્ઞાયક આત્માની પ્રતીતિ કરી અંદરથી તેના અસ્તિત્વને ખ્યાલમાં લે, તો તેને જ્ઞાયક તત્ત્વ પ્રગટ થાય. ૨૭૮.
વિચાર, મંથન બધું વિકલ્પરૂપ જ છે. તેનાથી જુદું વિકલ્પાતીત એક ટકતું શાયક તત્ત્વ તે આત્મા છે. તેમાં
આ વિકલ્પ તોડું, આ વિકલ્પ તોડું' તે પણ વિકલ્પ જ છે; તેનાથી પેલે પાર જુદો જ ચૈતન્યપદાર્થ છે. તેનું અસ્તિપણે ખ્યાલમાં આવે, “હું જાદો, હું આ જ્ઞાયક જાદો” એવું નિરંતર ઘૂંટણ રહે, તે પણ સારું છે. પુરુષાર્થની ઉગ્રતા અને તે જાતનો ઉપાડ હોય તો માર્ગ નીકળે જ. પહેલાં વિકલ્પ તૂટતો નથી પરંતુ પહેલાં પાકો નિર્ણય આવે છે. ર૭૯.
ખરેખર જેને સ્વભાવ રુચ, અંદરની જાગૃતિ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૯૫
હોય, તેને બહાર આવવું ગમતું જ નથી. સ્વભાવ શાંતિ અને નિવૃત્તિરૂપ છે, શુભાશુભ વિભાવભાવોમાં આકુળતા અને પ્રવૃત્તિ છે; તે બન્નેને મેળ ન જ ખાય. ૨૮૦.
બહારનાં બધાં કાર્યમાં સીમા-મર્યાદા હોય. અમર્યાદિત તો અન્તર્શાન અને આનંદ છે. ત્યાં સીમા - મર્યાદા નથી. અંદરમાં-સ્વભાવમાં મર્યાદા હોય નહિ. જીવને અનાદિ કાળથી જે બાહ્ય વૃત્તિ છે તેની જો મર્યાદા ન હોય તો તો જીવ કદી પાછો જ ન વળે, બાહ્યમાં જ સદા રોકાઈ જાય. અમર્યાદિત તો આત્મસ્વભાવ જ છે. આત્મા અગાધ શક્તિનો ભરેલો છે. ર૮૧.
આ જે બહારનો લોક છે તેનાથી ચૈતન્યલોક જુદો જ છે. બહારમાં માણસો દેખે કે “આણે આમ કર્યું, આમ કર્યું, પણ અંદરમાં જ્ઞાની કયાં રહે છે, શું કરે છે, તે જ્ઞાની પોતે જ જાણે છે. બહારથી જોનાર માણસોને જ્ઞાની બહારમાં કાંઈક ક્રિયાઓ કરતા કે વિકલ્પોમાં જોડાતા દેખાય, પણ અંદરમાં તો તેઓ કયાંય ઊંડ ચૈતન્યલોકમાં વિચરતા હોય છે. ૨૮૨.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
દ્રવ્ય તો અનંત શક્તિનો ધણી છે, મહાન છે, પ્રભુ છે. તેની પાસે સાધકની પર્યાય પોતાની પામરતા સ્વીકારે છે. સાધકને દ્રવ્ય-પર્યાયમાં પ્રભુતા અને પામરતાનો આવો વિવેક વર્તે છે. ર૮૩.
સાધકદશા તો અધૂરી છે. સાધકને જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય, અને ચૈતન્ય આનંદધામમાં પૂર્ણપણે સદાને માટે બિરાજમાન ન થાય, ત્યાં સુધી પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે. કેવળજ્ઞાન થતાં એક સમયનો ઉપયોગ થાય છે અને તે એક સમયની જ્ઞાનપર્યાય ત્રણ કાળ અને ત્રણ લોકને પહોંચી વળે છે. ૨૮૪.
પોતે પરથી ને વિભાવથી જાડાપણાનો વિચાર કરવો. એકતાબુદ્ધિ તોડવી તે મુખ્ય છે. એકત્વ તોડવાનો ક્ષણે ક્ષણે અભ્યાસ કરવો. ૨૮૫.
આ તો અનાદિનો પ્રવાહ બદલવાનો છે. અઘરું કામ તો છે, પણ જાતે જ કરવાનું છે બહારની હૂંફ શા કામની? હૂંફ તો પોતાના આત્મતત્ત્વની લેવાની છે. ૨૮૬.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૯૭
દ્રવ્ય સદા નિર્લેપ છે. પર્યાયમાં બધાથી નિર્લેપ રહેવા જેવું છે. કયાંય ખેદાવું નહિ, ખેંચાવું નહિ –કયાંય ઝાઝો રાગ કરવો નહિ. ૨૮૭.
વસ્તુ સૂક્ષ્મ છે, ઉપયોગ સ્થૂલ થઈ ગયો છે. સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. ૨૮૮
ચૈતન્યની ઊંડી ભાવના તો અન્ય ભવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. આત્મા તો શાથત પદાર્થ છે ને? ઉપલક વિચારોમાં નહિ પણ અંદરમાં ઘોલન કરીને તત્ત્વવિચારપૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે સાથે આવશે.
“ तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता। નિશ્ચિત સ ભવેવ્યો ભાવિનિર્વાનુમાનન+II”
જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે, તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. ૨૮૯.
આત્મા જ્ઞાનપ્રધાન અનંત ગુણનો પિંડ છે. તેની સાથે અંદરમાં તન્મયતા કરવી તે જ કરવાનું છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૯૮
બહેનશ્રીનાં વચનામૃત
વસ્તુસ્વરૂપ સમજીને “હું તો જ્ઞાયક છું' એવી લગની લગાડે તો જ્ઞાયકની સાથે તદાકારતા થાય. ર૯૦.
જિનેન્દ્રમંદિર, જિનેન્દ્રપ્રતિમા મંગળસ્વરૂપ છે; તો પછી સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ જિનેન્દ્રભગવાનના મહિમાની અને મંગળપણાની તો શી વાત ! સુરેન્દ્રો પણ ભગવાનના ગુણોનો મહિમા વર્ણવી શકતા નથી, તો બીજા તો શું વર્ણવી શકે? ૨૯૧.
જે વખતે જ્ઞાનીની પરિણતિ બહાર દેખાય તે જ વખતે તેને જ્ઞાયક જુદો વર્તે છે. જેમ કોઈને પાડોશી સાથે ઘણી મિત્રતા હોય, તેના ઘરે જતો આવતો હોય, પણ તે પાડોશીને પોતાનો માની નથી લેતો, તેમ જ્ઞાનીને વિભાવમાં કદી એકત્વપરિણમન થતું નથી. જ્ઞાની સદા કમળની જેમ નિર્લેપ રહે છે, વિભાવથી ભિન્નપણે ઉપર તરતા તરતા રહે છે. ૨૯૨.
જ્ઞાનીને તો એવી જ ભાવના હોય છે કે અત્યારે પુરુષાર્થ ઊપડે તો અત્યારે જ મુનિ થઈ કેવળ પામીએ. બહાર આવવું પડે તે પોતાની નબળાઈને લીધે છે. ૨૯૩.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૯૯
જ્ઞાનીને “હું જ્ઞાયક છું” એવી ધારાવાહી પરિણતિ અખંડિત રહે છે. તે બહારના ભક્તિ-શાસ્ત્ર-સ્વાધ્યાય આદિ પ્રસંગોમાં ઉલ્લાસપૂર્વક જોડાતા દેખાય ત્યારે પણ તેમની જ્ઞાયકધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે. ૨૯૪.
જોકે દષ્ટિ-અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી તો પણ તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. રાગાંશરૂપ બહિર્મુખતા તેને દુ:ખરૂપે વેદાય છે અને વીતરાગતા-અંશરૂપ અંતર્મુખતા સુખરૂપે વેદાય છે. જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તતી હોય તેનાથી સાધક ન્યારો ને ન્યારો રહે છે. આંખમાં કણું ન સમાય તેમ ચૈતન્યપરિણતિમાં વિભાવ ન સમાય. જો સાધકને બહારમાં-પ્રશસ્ત-અપ્રશસ્ત રાગમાં-દુઃખ ન લાગે અને અંદરમાં-વીતરાગતામાં-સુખ ન લાગે તો તે અંદર કેમ જાય? કયાંક રાગ વિષે “રાગ આગ દહે” એમ કહ્યું હોય, ક્યાંક પ્રશસ્ત રાગને “વિષકુંભ” કહ્યો હોય, ગમે તે ભાષામાં કહ્યું હોય, સર્વત્ર ભાવ એક જ છે કે વિભાવનો અંશ તે દુઃખરૂપ છે. ભલે ઊંચામાં ઊંચા શુભભાવરૂપ કે અતિસૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય તોપણ જેટલી પ્રવૃત્તિ તેટલી આકુળતા છે અને જેટલો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧OO
બહેનશ્રીનાં વચનામૃત
નિવૃત્ત થઈ સ્વરૂપમાં લીન થયો તેટલી શાંતિ અને સ્વરૂપાનંદ છે. ૨૯૫.
દ્રવ્ય તો સૂક્ષ્મ છે, તેને પકડવા સૂક્ષ્મ ઉપયોગ કર. પાતાળકૂવાની જેમ દ્રવ્યમાં ઊંડો ઉતરી જા તો અંદરથી વિભૂતિ પ્રગટે. દ્રવ્ય આશ્ચર્યકારી છે. ૨૯૬.
તારું કાર્ય તો તરૂાનુસારી પરિણમન કરવું તે છે. જડનાં કાર્યો તારાં નથી. ચેતનનાં કાર્યો ચેતન હોય. વૈભાવિક કાર્યો પણ પરમાર્થે તારાં નથી. જીવનમાં એવું જ ઘુંટાઈ જવું જોઈએ કે જડ અને વિભાવ તે પર છે, તે હું નથી. ર૯૭.
જ્ઞાની જીવ નિઃશંક તો એટલો હોય કે આખું બ્રહ્માંડ ફરે તોપણ પોતે ફરે નહિ વિભાવના ગમે તેટલા ઉદય આવે તો પણ ચલિત થાય નહિ. બહારના પ્રતિકૂળ સંયોગથી જ્ઞાયકપરિણતિ ન ફરે; શ્રદ્ધામાં ફેર ન પડે. પછી ક્રમે ચારિત્ર વધતું જાય. ૨૯૮.
વસ્તુ સ્વત:સિદ્ધ છે. તેનો સ્વભાવ તેને અનુકૂળ હોય, પ્રતિકૂળ ન હોય. સ્વત:સિદ્ધ આત્મવસ્તુનો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૧
દર્શનજ્ઞાનરૂપ સ્વભાવ તેને અનુકૂળ છે, રાગ-દ્વેષરૂપ વિભાવ પ્રતિકૂળ છે. ૨૯૯.
*
પરિભ્રમણ કરતાં અનંત કાળ વીત્યો. તે અનંત કાળમાં જીવે ‘આત્માનું કરવું છે' એવી ભાવના તો કરી પણ તત્ત્વચિ અને તત્ત્વમંથન કર્યું નહિ. પોસાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું જોઈએ. ૩૦૦.
*
જીવ રાગ અને જ્ઞાનની એકતામાં ગૂંચવાઈ ગયો છે. નિજ અસ્તિત્વને પકડે તો ગૂંચવણ નીકળી જાય. ‘હું જ્ઞાયક છું' એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. ‘જ્ઞાયક સિવાયનું બીજું બધું પર છે' એમ તેમાં આવી ગયું. ૩૦૧.
*
જ્ઞાનીને સંસારનું કાંઈ જોઈતું નથી; તે સંસારથી ભયભીત છે. તે મોક્ષના માર્ગે ચાલે છે, સંસારને પીઠ દીધી છે. સ્વભાવમાં સુભટ છે, અંદરથી નિર્ભય છે, કોઈથી ડરતા નથી. કોઈ ઉપસર્ગનો ભય નથી. મારામાં કોઈનો પ્રવેશ નથી-એમ નિર્ભય છે. વિભાવને તો કાળા નાગની જેમ છોડી દીધો છે. ૩૦૨.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૧૦૨
બહેનશ્રીનાં વચનામૃત
સમ્યગ્દષ્ટિને અખંડ તત્ત્વનો આશ્રય છે, અખંડ પરથી દષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે. દૃષ્ટિ તો અંદર છે. ચારિત્રમાં અપૂર્ણતા છે. તે બહાર ઊભેલો દેખાય પણ દૃષ્ટિ તો સ્વમાં જ છે. ૩૦૩.
*
ભગવાનનાં પ્રતિમા જોતાં એમ થાય કે અહો! ભગવાન કેવા ઠરી ગયા છે! કેવા સમાઈ ગયા છે! ચૈતન્યનું પ્રતિબિંબ છે! તું આવો જ છો. જેવા ભગવાન પવિત્ર છે, તેવો જ તું પવિત્ર છો, નિષ્ક્રિય છો, નિર્વિકલ્પ છો. ચૈતન્યની પાસે બધુંય પાણી ભરે છે. ૩૦૪.
*
તું તને જો; જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તું મોટો દેવાધિદેવ છો. તેની પ્રગટતા માટે ઉગ્ર પુરુષાર્થ અને સૂક્ષ્મ ઉપયોગ કર. ૩૦૫.
*
રુચિનું પોષણ અને તત્ત્વનું ઘૂંટણ ચૈતન્યની સાથે વણાઈ જાય તો કાર્ય થાય જ. અનાદિના અભ્યાસથી વિભાવમાં જ પ્રેમ લાગ્યો છે તે છોડ. જેને આત્મા પોષાય છે તેને બીજાં પોષાતું નથી અને તેનાથી આત્મા ગુપ્તઅપ્રાપ્ય રહેતો નથી.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૩
જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય જ. ૩૬.
તત્ત્વનો ઉપદેશ અસિધારા જેવો છે; તદનુસાર પરિણમતાં મોહ ઊભો રહેતો નથી. ૩O૭.
દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્ત્વ આવી જાય છે. દરેક દ્રવ્ય પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે પોતાની પર્યાય પરિણમે છે', પર્યાય દ્રવ્યને પહોંચે છે, દ્રવ્ય પર્યાયને પહોંચે છે –આવી આવી સૂક્ષ્મતાને યથાર્થપણે ખ્યાલમાં લેતાં મોહ કયાં ઊભો રહે? ૩૦૮.
બકરાના ટોળામાં રહેતું પરાક્રમી સિંહનું બચ્ચું પોતાને બકરીનું બચ્ચું માની લે પણ સિંહને જોતાં અને તેની ગર્જના સાંભળતાં “હું તો આના જેવો સિંહ છું” એમ સમજી જાય અને સિંહપણે પરાક્રમ ફોરવે, તેમ પર અને વિભાવની વચ્ચે રહેલા આ જીવે પોતાને પર અને વિભાવરૂપ માની લીધો છે પણ જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતાં તે જાગી ઊઠે છે-“હું તો જ્ઞાયક છું” એમ સમજી જાય
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૦૪
બહેનશ્રીનાં વચનામૃત
છે અને જ્ઞાયકપણે પરિણમી જાય છે. ૩૦૯.
*
ચૈતન્યલોક અદ્દભુત છે. તેમાં ઋદ્ધિની ન્યૂનતા નથી. રમણીયતાથી ભરેલા આ ચૈતન્યલોકમાંથી બહા૨ આવવું ગમતું નથી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ સમયમાં આ નિજ ઋદ્ધિને તથા બધાને જાણે. તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે; શ્રમ પડયા વગર, ખેદ થયા વગર જાણે છે. અંદર રહીને બધું જાણી લે છે, બહાર ડોકિયું મારવા જવું પડતું નથી. ૩૧૦.
*
વસ્તુ તો અનાદિ-અનંત છે. જે ફરતું નથી– બદલાતું નથી તેની ઉપર દષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. બહારના અર્થાત્ વિભાવના આનંદ-સુખાભાસ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. જે જાણે છે તેને અનુભવમાં આવે છે. તેને કોઈની ઉપમા લાગુ પડતી નથી. ૩૧૧.
*
અનાદિ કાળથી એકત્વપરિણમનમાં બધું એકમેક થઈ રહ્યું છે તેમાંથી ‘હું માત્ર જ્ઞાનસ્વરૂપ છું' એમ જુદું પડવાનું છે. ગોળિયાની જેમ જીવ વિભાવમાં
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૫
૧૦૫.
ભેળસેળ થઈ ગયો છે. જેમ ગોસળિયાએ કાંડે બાંધેલા દોરા તરફ નજર કરી પોતાને જાદો ઓળખી લીધો, તેમ
જ્ઞાનદોરા” તરફ યથાર્થ લક્ષ કરી “હું માત્ર જ્ઞાનસ્વરૂપ છું” એમ પોતાને જાદો ઓળખી લેવાનો છે. ૩૧૨.
માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય છે. પંચ પરમેષ્ઠી સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે. સાથીદાર સાથે હોય, પણ માર્ગ પર ચાલી ધ્યેય સુધી પહોંચવાનું તો પોતાને જ છે. ૩૧૩.
ખંડખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશપણું છે. પરવશ તે દુઃખી છે; સ્વવશ તે સુખી છે. શુદ્ધ શાશ્વત ચૈતન્યતત્ત્વના આશ્રયરૂપ અવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે. ૩૧૪.
દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ અંત:તત્ત્વને જ અવલંબે છે. નિર્મળ પર્યાય પણ બહિ:તત્ત્વ છે, તેનું અવલંબન દ્રવ્યદૃષ્ટિમાં નથી. ૩૧૫.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧/૬
બહેનશ્રીનાં વચનામૃત
પોતાનો મહિમા જ પોતાને તારે. બહારનાં ભક્તિમહિમાથી નહિ પણ ચૈતન્યની પરિણતિમાં ચૈતન્યના નિજ મહિમાથી કરાય છે. ચૈતન્યના મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય છે. અથવા ભગવાનનો મહિમા સમજવો તે નિજ ચૈતન્ય-મહિમા સમજવામાં નિમિત્ત થાય છે. ૩૧૬.
મુનિરાજ વંદના-પ્રતિક્રમણ આદિમાં માંડમાંડ જોડાય છે. કેવળજ્ઞાન થતું નથી માટે જોડાવું પડે છે. ભૂમિકા પ્રમાણે તે બધું આવે છે પણ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે ઉપાધિરૂપ લાગે છે. સ્વભાવ નિષ્ક્રિય છે તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું નથી. જેને જે કામ ન ગમે તે કાર્ય તેને બોજારૂપ લાગે છે. ૩૧૭.
જીવ પોતાની લગનીથી જ્ઞાયકપરિણતિને પહોંચે છે. હું જ્ઞાયક છું, હું વિભાવભાવથી જુદો છું, કોઈ પણ પર્યાયમાં અટકનાર હું નથી, હું અગાધ ગુણોથી ભરેલો છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પરમપરિણામિકભાવ છુંએમ, સમ્યક્ પ્રતીતિ માટેની લગનીવાળા આત્માર્થીને અનેક પ્રકારે વિચારો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૭
આવે છે. પણ તેના નિમિત્તે ઊપજતી સમ્યક્ પ્રતીતિનો તો એક જ પ્રકાર હોય છે. પ્રતીતિ માટેના વિચારોના સર્વ પ્રકારોમાં ‘હું જ્ઞાયક છું' તે પ્રકાર મૂળભૂત છે. ૩૧૮.
*
વિભાવથી જાદો પડીને ચૈતન્યતત્ત્વને ગ્રહણ કર. એ જ કરવાનું છે. પર્યાય સામું જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી. દ્રવ્યદૃષ્ટિ કરતાં પર્યાયમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર આવી જ જશે. કૂવો ખોદ તો પાણી આવશે જ, લેવા જવું નહિ પડે. ચૈતન્યપાતાળ ફૂટતાં શુદ્ધ પર્યાયનો પ્રવાહ એની મેળે જ ચાલુ થશે. ૩૧૯.
*
ચૈતન્યની ધરતી તો અનંત ગુણરૂપી બીજથી ભરેલી, રસાળ છે. આ રસાળ ધરતીને જ્ઞાન-ધ્યાનરૂપ પાણીનું સિંચન કરવાથી તે ફાલી નીકળશે. ૩૨૦.
*
પર્યાય પર દષ્ટિ રાખ્યું ચૈતન્ય પ્રગટ ન થાય, દ્રવ્યષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે. દ્રવ્યમાં અનંત સામર્થ્ય ભર્યું છે, તે દ્રવ્ય ૫૨ દષ્ટિ થંભાવ. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દષ્ટિનો વિષય નથી. સાધકદશા પણ શુદ્ધ દષ્ટિના વિષયભૂત
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
બહેનશ્રીનાં વચનામૃત
મૂળ સ્વભાવમાં નથી. દ્રવ્યદૃષ્ટિ કરવાથી જ આગળ જવાય છે, શુદ્ધ પર્યાયની દૃષ્ટિથી પણ આગળ જવાતું નથી. દ્રવ્યદૃષ્ટિમાં માત્ર શુદ્ધ અખંડ દ્રવ્યસામાન્યનો જ સ્વીકાર હોય છે. ૩૨૧.
જ્ઞાનીની દષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડતી નથી. સાથેનું જ્ઞાન વિવેક કરે છે કે “આ ચૈતન્યના ભાવો છે, આ પર છે”. દષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડવા ઊભી રહેતી નથી. દષ્ટિ એવા પરિણામ ન કરે કે આટલું તો ખરું, આટલી કચાશ તો છે'. જ્ઞાન બધોય વિવેક કરે છે. ૩રર.
જેણે શાંતિનો સ્વાદ ચાખ્યો છે તેને રાગ પાલવતો નથી. તે પરિણતિમાં વિભાવથી દૂર ભાગે છે. જેમ એક બાજુ બરફનો ઢગલો હોય અને બીજી બાજુ અગ્નિ હોય તેની વચ્ચે ઊભેલો માણસ અગ્નિથી દૂર ભાગતો બરફ તરફ ઢળે છે, તેમ જેણે થોડા પણ સુખનો સ્વાદ ચાખ્યો છે, જેને થોડી પણ શાંતિનું વેદન વર્તી રહ્યું છે એવો જ્ઞાની જીવ દાહથી અર્થાત્ રાગથી દૂર ભાગે છે અને શીતળતા તરફ ઢળે છે. ૩ર૩.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૯
૧/૯
જેમ એક રત્નનો પર્વત હોય અને એક રત્નનો કણિયો હોય ત્યાં કણિયો તો વાનગીરૂપ છે, પર્વતનો પ્રકાશ અને તેની કિંમત ઘણી વધારે હોય; તેમ કેવળજ્ઞાનનો મહિમા શ્રુતજ્ઞાન કરતાં ઘણો વધારે છે. એક સમયમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંપૂર્ણપણે જાણનાર કેવળજ્ઞાનમાં અને અલ્પ સામર્થ્યવાળા શ્રુતજ્ઞાનમાં-ભલે તે અંતર્મુહૂર્તમાં બધુંય શ્રુત ફેરવી જનાર શ્રુતકેવળીનું શ્રુતજ્ઞાન હોય તોપણ ઘણો મોટો તફાવત છે. જ્યાં જ્ઞાન અનંત કિરણોથી પ્રકાશી નીકળ્યું, જ્યાં ચૈતન્યની ચમત્કારિક ઋદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ –એવા પૂર્ણ ક્ષાયિક જ્ઞાનમાં અને ખંડાત્મક ક્ષાયોપથમિક જ્ઞાનમાં અનંતો ફેર છે. ૩ર૪.
જ્ઞાનીને સ્વાનુભૂતિ વખતે કે ઉપયોગ બહાર આવે ત્યારે દષ્ટિ તળ ઉપર કાયમ ટકેલી છે. બહાર એકમેક થયેલો દેખાય ત્યારે પણ તે તો (દષ્ટિ-અપેક્ષાએ) ઊંડી ઊંડી ગુફામાંથી બહાર નીકળતો જ નથી. ૩૨૫.
તળ સ્પર્યું તેને બહાર થોથું લાગે છે. ચૈતન્યના તળમાં પહોંચી ગયો તે ચૈતન્યની વિભૂતિમાં પહોંચી ગયો. ૩ર૬,
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૧)
બહેનશ્રીનાં વચનામૃત
દેવલોકમાં ઊંચી જાતનાં રત્નો અને મહેલો હોય તેથી આત્માને શું? કર્મભૂમિના મનુષ્યો રાંધી ખાય ત્યાં પણ આકુળતા અને દેવોને અમી ઝરે ત્યાં પણ આકુળતા જ છે. છ ખંડને સાધનારા ચક્રવર્તીના રાજ્યમાં પણ આકુળતા છે. અંતરની ઋદ્ધિ ન પ્રગટે, શાંતિ ન પ્રગટે, તો બહારની ઋદ્ધિ અને વૈભવ શી શાંતિ આપે? ૩ર૭.
મુનિદશાની શી વાત! મુનિઓ તો પ્રમત્તઅપ્રમત્તપણામાં સદા ઝૂલનારા છે! તેમને તો સર્વગુણસંપન્ન કહી શકાય! ૩૨૮.
મુનિરાજ વારંવાર નિર્વિકલ્પપણે ચૈતન્યનગરમાં પ્રવેશી અભુત ઋદ્ધિને અનુભવે છે. તે દશામાં, અનંત ગુણોથી ભરપૂર ચૈતન્યદેવ ભિન્નભિન્ન પ્રકારના ચમત્કારિક પર્યાયરૂપ તરંગોમાં અને આશ્ચર્યકારી આનંદતરંગોમાં ડોલે છે. મુનિરાજ તેમ જ સમ્યગ્દષ્ટિ જીવનું આ સ્વસંવેદન કોઈ જાદુ જ છે, વચનાતીત છે. ત્યાં શૂન્યતા નથી, જાગૃતપણે અલૌકિક ઋદ્ધિનું અત્યંત સ્પષ્ટ વેદન છે. તું ત્યાં જા, તને ચૈતન્યદેવનાં દર્શન થશે. ૩ર૯.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
અહો ! મુનિરાજ તો નિજાત્મધામમાં નિવાસ કરે છે. તેમાં વિશેષ વિશેષ એકાગ્ર થતાં થતાં તેઓ વીતરાગતાને પ્રાપ્ત કરે છે.
૧૧૧
વીતરાગતા થવાથી તેમને જ્ઞાનની અગાધ અદ્દભુત શક્તિ પ્રગટ થાય છે. જ્ઞાનનો અંતર્મુહૂર્તનો સ્થૂલ ઉપયોગ છૂટી એક સમયનો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. તે જ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહીને બધેય પહોંચી વળે છે-લોકાલોકને જાણી લે છે, ભૂત-વર્તમાન-ભાવી સર્વ પર્યાયોને ક્રમ પડયા વિના એક સમયમાં વર્તમાનવત્ જાણે છે, સ્વપદાર્થ તેમ જ અનંત ૫૨પદાર્થોની ત્રણે કાળની પર્યાયોના અનંત અનંત અવિભાગ પ્રતિચ્છંદોને એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. -આવા અચિંત્ય મહિમાવંત કેવળજ્ઞાનને વીતરાગ મુનિરાજ પ્રાપ્ત કરે છે.
કેવળજ્ઞાન પ્રગટતાં, જેમ કમળ હજાર પાંખડીથી ખીલી નીકળે તેમ, દિવ્યમૂર્તિ ચૈતન્યદેવ અનંત ગુણોની અનંત પાંખડીઓથી ખીલી ઊઠે છે. કેવળજ્ઞાની ભગવાન ચૈતન્યમૂર્તિના જ્ઞાન-આનંદાદિ અનંત ગુણોની પૂર્ણ પર્યાયોમાં સાદિ-અનંત કેલિ કરે છે; નિજધામની અંદરમાં શાશ્વતપણે બિરાજી ગયા, તેમાંથી કદી બહાર આવતા જ નથી. ૩૩૦.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૧ર
બહેનશ્રીનાં વચનામૃત
કયાંય રોકાયા વિના “જ્ઞાયક છું' એમ વારંવાર શ્રદ્ધા અને જ્ઞાનમાં નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો. જ્ઞાયકનું લઢણ કર્યા કરવું. ૩૩૧.
એકાન્ત દુઃખના બળે છૂટો પડે એમ નથી, પણ દ્રવ્યદૃષ્ટિના જોરથી છૂટો પડે છે. દુઃખ લાગતું હોય, ગમતું ન હોય, પણ આત્માને ઓળખ્યા વિના-જાણ્યા વિના જાય કયાં? આત્માને જાણ્યો હોય, તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય, તો જ છૂટો પડે. ૩૩ર.
ચેતીને રહેવું. “મને આવડે છે' એમ આવડતની હૂંફના રસ્તે ચડવું નહિ. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો જ છે. ત્યાંથી રોકવા માથે ગુરુ જોઈએ. એક પોતાની લગામ અને બીજી ગુરુની લગામ હોય તો જીવ પાછો વળે.
આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે. તે બધા પ્રસંગો નિઃસાર છે; સારભૂત એક આત્મસ્વભાવ છે. ૩૩૩.
આત્માર્થીને શ્રી ગુરુના સાન્નિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. હું તો સેવક છું-એ દષ્ટિ રહેવી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૩
જોઈએ. “હું કાંઈક છું' એમ થાય તો સેવકપણે છૂટી જાય છે. સેવક થઈને રહેવામાં લાભ છે. સેવકપણાનો ભાવ ગુણસમુદ્ર આત્મા પ્રગટવાનું નિમિત્ત થાય છે. ૩૩૪.
બહારના ગમે તેવા સંયોગમાં ધર્મ ન છોડવો, ચૈતન્ય તરફની રુચિ ન છોડવી. ધર્મ કે રુચિ છૂટે તો અમૂલ્ય મનુષ્યભવ હારી ગયા. ૩૩૫.
કર્મોના વિવિધ વિપાકમાં જ્ઞાયકભાવ ચળતો નથી. જેમ કાદવમાં કમળ નિર્લેપ રહે છે, તેમ ચૈતન્ય પણ ગમે તે કર્મસંયોગમાં નિર્લેપ રહે છે. ૩૩૬.
દ્રવ્યને ગ્રહણ કરતાં શુદ્ધતા પ્રગટે, ચારિત્રદશા પ્રગટે, પણ જ્ઞાની તે પર્યાયોમાં રોકાતા નથી. આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે, ઘણું ભર્યું છે, તે આત્મદ્રવ્ય પરથી જ્ઞાનીની દષ્ટિ ખસતી નથી. જો પર્યાયમાં રોકાય, પર્યાયમાં ચોંટી જાય, તો મિથ્યાત્વમાં આવી જાય. ૩૩૭.
શુભભાવમાં શ્રમ પડે છે, થાક લાગે છે, કારણ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૧૪
બહેનશ્રીનાં વચનામૃત
કે તે આત્માનો સ્વભાવ નથી. શુદ્ધભાવ આત્માનો સ્વાધીન સ્વભાવ હોવાથી તેમાં થાક લાગતો નથી. જેટલું સ્વાધીન તેટલું સુખ છે. સ્વભાવ સિવાય બધું દુઃખ જ છે. ૩૮.
આ તો ગૂંચ ઊકેલવાની છે. ચૈતન્યદોરાની અંદર અનાદિની ગૂંચ પડી છે. સૂતરના ફાળકામાં ગૂંચ પડી હોય તેનો ધીરજથી ઊકેલ કરે તો છેડો હાથમાં આવે અને ગૂંચ નીકળી જાય, તેમ ચૈતન્યદોરામાં પડેલી ગૂંચનો ધીરજથી ઊકેલ કરે તો ગૂંચ નીકળી શકે છે. ૩૩૯.
આનું કરવું, આનું કરવું” એમ બહારમાં તારું ધ્યાન કેમ રોકાય છે? આટલું ધ્યાન તું તારામાં લગાડી દે. ૩૪).
નિજ ચેતનપદાર્થના આશ્રયે અનંત અદ્ભુત આમિક વિભૂતિ પ્રગટે છે. અગાધ શક્તિમાંથી શું ન આવે ? ૩૪૧.
અંતરમાં તું તારા આત્મા સાથે પ્રયોજન રાખ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૫
અને બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુ સાથે; બસ, અન્ય સાથે તારે શું પ્રયોજન છે?
જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, જેમનું આલંબન સાધકને આવ્યા વિના રહેતું નથી-એવાં દેવ-શાસ્ત્રગુરુના આલંબનરૂપ શુભ ભાવ તે પણ પરમાર્થે હેય છે, તો પછી અન્ય પદાર્થો કે અશુભ ભાવોની તો વાત જ શી? તેમનાથી તારે શું પ્રયોજન છે?
આત્માની મુખ્યતાપૂર્વક દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન સાધકને આવે છે. મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવે પણ કહ્યું છે કે “હે જિનેન્દ્ર! હું ગમે તે સ્થળે હોઉં પણ ફરીફરીને આપનાં પાદપંકજની ભક્તિ હો ! –આવા ભાવ સાધકદશામાં આવે છે, અને સાથે સાથે આત્માની મુખ્યતા તો સતત રહ્યા જ કરે છે. ૩૪૨.
અનંત જીવો પુરુષાર્થ કરી, સ્વભાવે પરિણમી, વિભાવ ટાળી, સિદ્ધ થયા માટે જો તારે સિદ્ધમંડળીમાં ભળવું હોય તો તું પણ પુરુષાર્થ કર.
કોઈ પણ જીવને પુરુષાર્થ કર્યા વિના તો ભવાન્ત થવાનો જ નથી. ત્યાં કોઈ જીવ તો, જેમ ઘોડો છલંગ મારે તેમ, ઉગ્ર પુરુષાર્થ કરી ત્વરાથી વસ્તુને પહોંચી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૧૧૬
બહેનશ્રીનાં વચનામૃત
જાય છે, તો કોઈ જીવ ધીમે ધીમે પહોંચે છે.
વસ્તુને પામવું, તેમાં ટકવું અને આગળ વધવું બધું પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ બહાર જાય છે તેને અંદર લાવ. આત્માના જે સહજ સ્વભાવો છે તે પુરુષાર્થ દ્વારા સ્વયં પ્રગટ થશે. ૩૪૩.
*
જ્યાં સુધી સામાન્ય તત્ત્વ-ધ્રુવ તત્ત્વ-ખ્યાલમાં ન આવે, ત્યાં સુધી અંદર માર્ગ કયાંથી સૂઝે અને કયાંથી પ્રગટે? માટે સામાન્ય તત્ત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી એક જ્ઞાયકનો જ–દ્રવ્યસામાન્યનો જ-ધ્રુવ તત્ત્વનો જ હોય છે. શાયકનું–‘ધ્રુવ ’નું જોર એક ક્ષણ પણ ખસતું નથી. દૃષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથી-ધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી; અશુદ્ધ પર્યાયને નહિ, શુદ્ધ પર્યાયને નહિ, ગુણભેદને નહિ. જોકે સાથે વર્તતું જ્ઞાન બધાંનો વિવેક કરે છે, તોપણ દૃષ્ટિનો વિષય તો સદા એક ધ્રુવ જ્ઞાયક જ છે, તે કદી છૂટતો નથી.
પૂજ્ય ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે, શાસ્ત્રો પણ આમ જ કહે છે, વસ્તુસ્થિતિ પણ આમ જ છે. ૩૪૪.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૭
મોક્ષમાર્ગનું સ્વરૂપ ટૂંકામાં કહીએ તો · અંદરમાં જ્ઞાયક આત્માને સાધ'. આ ટૂંકામાં બધું કહેવાઈ ગયું. વિસ્તાર કરવામાં આવે તો અનંત રહસ્ય નીકળે, કારણ કે વસ્તુમાં અનંતા ભાવો ભરેલા છે. સર્વાર્થસિદ્ધિના દેવો તેત્રીસ તેત્રીસ સાગરોપમ જેટલા કાળ સુધી ધર્મચર્ચા, જિતેંદ્રસ્તુતિ ઇત્યાદિ કર્યા કરે છે. એ બધાંનો સંક્ષેપ ‘શુભાશુભ ભાવોથી ન્યારા એક શાયકનો આશ્રય કરવો, જ્ઞાયકરૂપ પરિણતિ કરવી’ તે છે. ૩૪૫.
*
પૂજ્ય ગુરુદેવે તો આખા ભારતના જીવોને જાગૃત કર્યા છે. સેંકડો વર્ષોમાં જે ચોખવટ નહોતી થઈ એટલી બધી મોક્ષમાર્ગની ચોખવટ કરી છે. નાનાં નાનાં બાળકો પણ સમજી શકે એવી ભાષામાં મોક્ષમાર્ગને ખુલ્લો કર્યો છે. અદ્દભુત પ્રતાપ છે. અત્યારે તો લાભ લેવાનો કાળ છે. ૩૪૬.
*
મારે કાંઈ જોઈતું નથી, એક શાંતિ જોઈએ છે; કયાંય શાંતિ દેખાતી નથી. વિભાવમાં તો આકુળતા જ છે. અશુભથી કંટાળીને શુભમાં અને શુભથી થાકીને અશુભમાં એમ અનંત અનંત કાળ વીતી ગયો. હવે
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૧૮
બહેનશ્રીનાં વચનામૃત
તો મારે બસ એક શાથતી શાંતિ જોઈએ છે-આમ અંદરમાં ઊંડાણથી ભાવના જાગે અને વસ્તુનું સ્વરૂપ કેવું છે તેની ઓળખાણ કરે, પ્રતીતિ કરે, તો સાચી શાંતિ મળ્યા વિના રહે નહિ. ૩૪૭.
રુચિની ઉગ્રતાએ પુરુષાર્થ સહજ લાગે અને રુચિની મંદતાએ કઠણ લાગે. રુચિ મંદ પડી જતાં આડઅવળે ચડી જાય ત્યારે અઘરું લાગે અને રુચિ વધતાં સહેલું લાગે. પોતે પ્રમાદ કરે તો દુર્ગમ થાય છે અને પોતે ઉગ્ર પુરુષાર્થ કરે તો પામી જવાય છે. બધેય પોતાનું જ કારણ છે.
સુખનું ધામ આત્મા છે, આશ્ચર્યકારી નિધિ આત્મામાં છે–એમ વારંવાર આત્માનો મહિમા લાવી પુરુષાર્થ ઉપાડવો, પ્રમાદ તોડવો. ૩૪૮.
ચક્રવર્તી, બળદેવ અને તીર્થકર જેવા “આ રાજ, આ વૈભવ-કાંઈ નથી જોઈતું” એમ સર્વની ઉપેક્ષા કરી એક આત્માની સાધના કરવાની ધૂને એકલા જંગલમાં ચાલી નીકળ્યા! જેમને બહારમાં કોઈ વાતની ખામી નહોતી, જે ઇચ્છે તે જેમને મળતું હતું, જન્મથી જ, જન્મ થયા પહેલાં પણ, ઇન્દ્રો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૯
જેમની સેવામાં તત્પર રહેતા લોકો જેમને ભગવાન કહીને આદરતા-એવા ઉત્કૃષ્ટ પુણ્યના ધણી બધી બાહ્ય ઋદ્ધિને છોડી, ઉપસર્ગ-પરિષહોની દરકાર કર્યા વિના, આત્માનું ધ્યાન કરવા વનમાં ચાલી નીકળ્યા, તો તેમને આત્મા સર્વથી મહિમાવંત, સર્વથી વિશેષ આશ્ચર્યકારી લાગ્યો હશે અને બહારનું બધું તુચ્છ લાગ્યું હશે ત્યારે જ ચાલી નીકળ્યા હશે ને? માટે, હે જીવ! તું આવા આશ્ચર્યકારી આત્માનો મહિમા લાવી, તારા પોતાથી તેની ઓળખાણ કરી, તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. તું સ્થિરતાઅપેક્ષાએ બધું બહારનું ન છોડી શકે તો શ્રદ્ધા-અપેક્ષાએ તો છોડ! છોડવાથી તારું કાંઈ ચાલ્યું નહિ જાય, ઊલટાનો પરમ પદાર્થ-આત્મા-પ્રાપ્ત થશે. ૩૪૯.
જીવોને જ્ઞાન ને ક્રિયાના સ્વરૂપની ખબર નથી અને “પોતે જ્ઞાન તેમ જ ક્રિયા બને કરે છે એમ ભ્રમણા સેવે છે. બાહ્ય જ્ઞાનને, ભંગભેદનાં પલાખાને, ધારણાજ્ઞાનને તેઓ “જ્ઞાન” માને છે અને પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગને, શરીરાદિની ક્રિયાને, અથવા બહુ તો શુભભાવને, તેઓ “ક્રિયા” કહ્યું છે. “મને આટલું આવડે છે, હું આવી આકરી ક્રિયાઓ કરું છું” એમ તેઓ ખોટી હૂંફમાં રહે છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૨૦
બહેનશ્રીનાં વચનામૃત
જ્ઞાયકની સ્વાનુભૂતિ વિના “જ્ઞાન” હોય નહિ અને જ્ઞાયકના દઢ આલંબને આત્મદ્રવ્ય સ્વભાવરૂપે પરિણમીને જે સ્વભાવભૂત ક્રિયા થાય તે સિવાય “ક્રિયા છે નહિ. પૌદ્ગલિક ક્રિયા આત્મા કયાં કરી શકે છે? જડનાં કાર્યો તો જડ પરિણમે છે; આત્માથી જડનાં કાર્ય કદી ન થાય. શરીરાદિનાં કાર્ય તે મારાં નહિ અને વિભાવકાર્યો પણ સ્વરૂપપરિણતિ નહિ, હું તો જ્ઞાયક છું –આવી સાધકની પરિણતિ હોય છે. સાચા મોક્ષાર્થીને પણ પોતાના જીવનમાં આવું ઘૂંટાઈ જવું જોઈએ. ભલે પ્રથમ સવિકલ્પપણે હો, પણ એવો પાકો નિર્ણય કરવો જોઈએ. પછી જલદી અંતરનો પુરુષાર્થ કરે તો જલદી નિર્વિકલ્પ દર્શન થાય, મોડો કરે તો મોડું થાય. નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કરી, સ્થિરતા વધારતાં વધારતાં, જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. - આ વિધિ સિવાય મોક્ષ પ્રાપ્ત કરવાની અન્ય કોઈ વિધિ નથી. ૩૫૦.
કોઈ પણ પ્રસંગમાં એકાકાર ન થઈ જવું. મોક્ષ સિવાય તારે શું પ્રયોજન છે? પ્રથમ ભૂમિકામાં પણ માત્ર મોક્ષ-અભિલાષ” હોય છે.
જે મોક્ષનો અર્થી હોય, સંસારથી જેને થાક
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૧
૧૨૧
લાગ્યો હોય, તેના માટે ગુરુદેવની વાણીનો ધોધ વહી રહ્યો છે જેમાંથી માર્ગ સૂઝે છે. ખરું તો, અંદરથી થાક લાગે તો, જ્ઞાની દ્વારા કંઈક દિશા સૂઝયા પછી અંદરમાં ને અંદરમાં પ્રયત્ન કરતાં આત્મા મળી જાય છે. ૩૫૧.
‘દ્રવ્ય પરિપૂર્ણ મહાપ્રભુ છું, ભગવાન છું, કૃતકૃત્ય છું' એમ માનતા હોવા છતાં “પર્યાયે તો હું પામર છું” એમ મહામુનિઓ પણ જાણે છે.
ગણધરદેવ પણ કહે છે કે “હે જિનેન્દ્ર! હું આપના જ્ઞાનને પહોંચી શકતો નથી. આપના એક સમયના જ્ઞાનમાં સમસ્ત લોકાલોક અને પોતાની પણ અનંત પર્યાયો જણાય છે. કયાં આપનું અનંત અનંત દ્રવ્યપર્યાયોને જાણતું અગાધ જ્ઞાન ને કયાં મારું અલ્પ જ્ઞાન! આપ અનુપમ આનંદરૂપે પણ સંપૂર્ણપણે પરિણમી ગયા છો. ક્યાં આપનો પૂર્ણ આનંદ અને કયાં મારો અલ્પ આનંદ! એ જ રીતે અનંત ગુણોની પૂરી પર્યાયરૂપે આપ સંપૂર્ણપણે પરિણમી ગયા છો. આપનો શો મહિમા થાય ? આપને તો જેવું દ્રવ્ય તેવી જ એક સમયની પર્યાય પરિણમી ગઈ છે; મારી પર્યાય તો અનંતમા ભાગે છે'.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૨૨
બહેનશ્રીનાં વચનામૃત
આ પ્રમાણે પ્રત્યેક સાધક, દ્રવ્ય-અપેક્ષાએ પોતાને ભગવાન માનતો હોવા છતાં, પર્યાય-અપેક્ષાએ-જ્ઞાન, આનંદ, ચારિત્ર, વીર્ય ઇત્યાદિ સર્વ પર્યાયની અપેક્ષાએ પોતાની પામરતા જાણે છે. ૩૫૨.
*
સર્વોત્કૃષ્ટ મહિમાનો ભંડાર ચૈતન્યદેવ અનાદિઅનંત પરમપારિણામિકભાવે રહેલ છે. છે. મુનિરાજે (નિયમસારના ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવે ) આ પરમપારિણામિક ભાવની ધૂન લગાવી છે. આ પંચમ ભાવ પવિત્ર છે, મહિમાવંત છે. તેનો આશ્રય કરવાથી શુદ્ધિની શરૂઆતથી માંડીને પૂર્ણતા પ્રગટે છે.
—
જે મલિન હોય, અથવા જે અંશે નિર્મળ હોય, અથવા જે અધૂરું હોય, અથવા જે શુદ્ધ ને પૂર્ણ હોવા છતાં સાપેક્ષ હોય, અધ્રુવ હોય અને ત્રિકાળિક-પરિપૂર્ણસામર્થ્યવાળું ન હોય, તેના આશ્રયથી શુદ્ધતા પ્રગટતી નથી; માટે ઔયિકભાવ, ક્ષાયોપશમિકભાવ, ઔપમિકભાવ અને ક્ષાયિકભાવ અવલંબનને યોગ્ય નથી.
જે પૂરો નિર્મળ છે, પરિપૂર્ણ છે, ૫૨મ નિરપેક્ષ છે, ધ્રુવ છે અને ત્રિકાળિક-પરિપૂર્ણ-સામર્થ્યમય છે –એવા અભેદ એક પરમપારિણામિકભાવનો જ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૩
પારમાર્થિક અસલી વસ્તુનો જ-આશ્રય કરવાયોગ્ય છે, તેનું જ શરણ લેવાયોગ્ય છે. તેનાથી જ સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીની સર્વ દશાઓ પ્રાપ્ત થાય છે.
આત્મામાં સહજભાવે રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ અનંત ગુણો પણ જોકે પારિણામિકભાવે જ છે તોપણ તેઓ ચેતનદ્રવ્યના એક એક અંશરૂપ હોવાને લીધે તેમને ભેદરૂપે અવલંબતાં સાધકને નિર્મળતા પરિણમતી નથી.
તેથી
પરમપારિણામિકભાવરૂપ
અનંતગુણસ્વરૂપ અભેદ એક ચેતનદ્રવ્યનો જ-અખંડ પરમાત્મદ્રવ્યનો જઆશ્રય કરવો, ત્યાં જ દૃષ્ટિ દેવી, તેનું જ શરણ લેવું, તેનું જ ધ્યાન કરવું, કે જેથી અનંત નિર્મળ પર્યાયો સ્વયં ખીલી ઊઠે.
માટે દ્રવ્યદૃષ્ટિ કરી અખંડ એક જ્ઞાયકરૂપ વસ્તુને લક્ષમાં લઈ તેનું અવલંબન કરો. તે જ, વસ્તુના અખંડ એક પરમપારિણામિકભાવનો આશ્રય છે. આત્મા અનંતગુણમય છે પરંતુ દ્રવ્યષ્ટિ ગુણોના ભેદોને ગ્રહતી નથી, તે તો એક અખંડ ત્રિકાળક વસ્તુને અભેદરૂપે ગ્રહણ કરે છે.
આ પંચમ ભાવ પાવન છે, પૂજનીય છે. તેના આશ્રયથી સમ્યગ્દર્શન પ્રગટે છે, સાચું મુનિપણું આવે
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૨૪
બહેનશ્રીનાં વચનામૃત
છે, શાંતિ અને સુખ પરિણમે છે, વીતરાગતા થાય છે, પંચમ ગતિની પ્રાપ્તિ થાય છે. ૩પ૩.
તીર્થંકરભગવંતોએ પ્રકાશેલો દિગંબર જૈન ધર્મ જ સત્ય છે એમ ગુરુદેવે યુક્તિ-ન્યાયથી સર્વ પ્રકારે સ્પષ્ટપણે સમજાવ્યું છે. માર્ગની ઘણી છણાવટ કરી છે. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, આત્માનું શુદ્ધ સ્વરૂપ, સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ, મોક્ષમાર્ગ ઇત્યાદિ બધું તેઓશ્રીના પરમ પ્રતાપે આ કાળે સત્યરૂપે બહાર આવ્યું છે. ગુરુદેવની શ્રુતની ધારા કોઈ જુદી જ છે. તેમણે આપણને તરવાનો માર્ગ દેખાડ્યો છે. પ્રવચનમાં કેટલું ઘોળી ઘોળીને કાઢે છે ! તેઓશ્રીના પ્રતાપે આખા ભારતમાં ઘણા જીવો મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંચમ કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ સદ્ભાગ્ય છે. જીવનમાં બધો ઉપકાર ગુરુદેવનો જ છે. ગુરુદેવ ગુણથી ભરપૂર છે, મહિમાવંત છે. તેમનાં ચરણકમળની સેવા અંતરપટમાં વસી રહો. ૩૫૪.
તરવાનો ઉપાય બહારના ચમત્કારોમાં રહેલો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૫
નથી. બાહ્ય ચમત્કારો સાધકનું લક્ષણ પણ નથી. ચૈતન્યચમત્કારસ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે જે ઊંડે ઊંડે રાગના એક કણને પણ લાલરૂપ માને છે, તેને આત્માનાં દર્શન થતાં નથી. નિસ્પૃહ એવો થઈ જા કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એક આત્માની જ રઢ લાગે અને અંદરમાંથી ઉત્થાન થાય તો પરિણતિ પલટયા વિના રહે નહિ. ૩૫૫.
મુનિરાજનો નિવાસ ચૈતન્યદેશમાં છે. ઉપયોગ તીખો થઈને ઊંડે ઊંડે ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે. બહાર આવતાં મડદા જેવી દશા હોય છે. શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો છે. શાંતિનો સાગર પ્રગટયો છે. ચૈતન્યની પર્યાયના વિવિધ તરંગો ઊછળે છે. જ્ઞાનમાં કુશળ છે, દર્શનમાં પ્રબળ છે, સમાધિના વેદનાર છે. અંતરમાં તૃમ તૃત છે. મુનિરાજ જાણે વીતરાગતાની મૂર્તિ હોય એ રીતે પરિણમી ગયા છે. દેહમાં વીતરાગ દશા છવાઈ ગઈ છે. જિન નહિ પણ જિનસરખા છે. ૩પ૬.
આ સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૨૬
૧૨૬
બહેનશ્રીનાં વચનામૃત
મરે છે, એકલો પરિભ્રમણ કરે છે, એકલો મુક્ત થાય છે. તેને કોઈનો સાથ નથી. માત્ર ભ્રમણાથી તે બીજાની ઓથી ને આશ્રય માને છે. આમ ચૌદ બ્રહ્માંડમાં એકલા ભમતાં જીવે એટલાં મરણ કર્યા છે કે તેના મરણના દુઃખે તેની માતાની આંખમાંથી જે આંસુ વહ્યાં તેનાથી સમુદ્રો ભરાય. ભવપરિવર્તન કરતાં કરતાં માંડમાંડ તને આ મનુષ્યભવ મળ્યો છે, આવો ઉત્તમ જોગ મળ્યો છે, તેમાં આત્માનું હિત કરી લેવા જેવું છે, વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આ મનુષ્યભવ ને ઉત્તમ સંયોગો વીજળીના ઝબકારાની જેમ અલ્પ કાળમાં ચાલ્યા જશે. માટે જેમ તું એકલો જ દુ:ખી થઈ રહ્યો છે, તેમ એકલો જ સુખના પંથે જા, એકલો જ મુક્તિને પ્રાપ્ત કરી લે. ૩૫૭.
ગુરુદેવ માર્ગ ઘણો જ સ્પષ્ટ બતાવી રહ્યા છે. આચાર્યભગવંતોએ મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે અને ગુરુદેવ તે સ્પષ્ટ કરે છે. પૈથીએ પૈથીએ તેલ નાખે તેમ ઝીણવટથી ચોખ્ખું કરીને બધું સમજાવે છે. ભેદજ્ઞાનનો માર્ગ હથેળીમાં દેખાડે છે. માલ ચોળીને, તૈયાર કરીને આપે છે કે “લે, ખાઈ લે. હવે ખાવાનું તો પોતાને છે. ૩૫૮.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીના વચનામૃત
૧૨૭
સહજતત્ત્વનો કદી નાશ થતો નથી, તે મલિન થતું નથી, તેમાં ઊણપ આવતી નથી. શરીરથી તે ભિન્ન છે, ઉપસર્ગ તેને અડતા નથી, તરવાર તેને છેદતી નથી, અગ્નિ તેને બાળતો નથી, રાગદ્વેષ તેને વિકારી કરતા નથી. વાહ તત્ત્વ! અનંત કાળ ગયો તોપણ તું તો એવું ને એવું જ છે. તને કોઈ ઓળખે કે ન ઓળખે, તું તો સદા એવું જ રહેવાનું છે. મુનિના તેમ જ સમ્યગ્દષ્ટિના હૃદયકમળના સિંહાસનમાં આ સહજતત્ત્વ નિરંતર બિરાજમાન છે. ૩૫૯.
સમ્યગ્દષ્ટિને પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. પુરુષાર્થ કરીને ભેદજ્ઞાન પ્રગટ કર્યું ત્યારથી પુરુષાર્થનો દોર ચાલુ જ છે. સમ્યગ્દષ્ટિનો આ પુરુષાર્થ સહજ છે, હઠપૂર્વકનો નથી. દષ્ટિ પ્રગટ થઈ પછી તે એક બાજુ પડી છે એમ નથી. જેમ અગ્નિ ઢાંકેલો પડ્યો હોય એમ નથી. અંદરમાં ભેદજ્ઞાનનું-જ્ઞાતાધારાનું પ્રગટ વેદન છે. સહજ જ્ઞાતાધારા ટકી રહી છે તે પુરુષાર્થથી ટકી રહી છે. પરમ તત્ત્વમાં અવિચળતા છે. પ્રતિકૂળતાના ગંજ આવે, આખું બ્રહ્માંડ ખળભળે, તોપણ ચૈતન્યપરિણતિ ડોલે નહિ એવી સહુજ દશા છે. ૩૬O.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૨૮
બહેનશ્રીનાં વચનામૃત
તું જ્ઞાયકસ્વરૂપ છો. બીજાં બધું તારાથી છૂટું પડયું છે, માત્ર તે તેની સાથે એકત્વબુદ્ધિ કરી છે.
“શરીર, વાણી આદિ હું નહિ, વિભાવભાવ મારું સ્વરૂપ નહિ, જેવું સિદ્ધભગવાનનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે' એવી યથાર્થ શ્રદ્ધા કર.
શુભ ભાવ આવશે ખરા. પણ “શુભ ભાવથી ક્રમે મુક્તિ થશે, શુભ ભાવ ચાલ્યા જાય તો બધું ચાલ્યું જશે અને હું શૂન્ય થઈ જઈશ”—એવી શ્રદ્ધા છોડ.
તું અગાધ અનંત સ્વાભાવિક શક્તિઓથી ભરેલો એક અખંડ પદાર્થ છો. તેની શ્રદ્ધા કર અને આગળ જા. અનંત તીર્થકરો વગેરે એ જ માર્ગે મુક્તિને પામ્યા છે. ૩૬૧.
જેમ અજ્ઞાનીને “શરીર તે જ હું, આ શરીર મારું' એમ સહજ રહ્યા કરે છે, ગોખવું પડતું નથી, યાદ કરવું પડતું નથી, તેમ જ્ઞાનીને “જ્ઞાયક તે જ હું, અન્ય કંઈ મારું નહિ” એવી સહજ પરિણતિ વર્યા કરે છે, ગોખવું પડતું નથી, યાદ કરવું પડતું નથી. સહજ પુરુષાર્થ વર્યા કરે છે. ૩૬૨.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૯
૧૨૯
મુનિરાજ આશ્ચર્યકારી નિજ ઋદ્ધિથી ભરેલા ચૈતન્યમહેલમાં નિવાસ કરે છે; ચૈતન્યલોકમાં અનંત પ્રકારનું જોવાનું છે તેનું અવલોકન કરે છે; અતીન્દ્રિયઆનંદરૂપ સ્વાદિષ્ટ અમૃતભોજનના થાળ ભરેલા છે તે ભોજન જમે છે. સમરસમય અચિંત્ય દશા છે! ૩૬૩.
ગુરુદેવે શાસ્ત્રોનાં ગહન રહસ્સો ઊકેલીને સત્ય શોધી કાઢયું ને આપણી પાસે સ્પષ્ટ રીતે મૂકયું છે. આપણે કયાંય સત્ય ગોતવા જવું પડ્યું નથી. ગુરુદેવનો પ્રતાપ કોઈ અદ્દભુત છે. “આત્મા’ શબ્દ બોલતાં શીખ્યા હોઈએ તો તે પણ ગુરુદેવના પ્રતાપે. “ચૈતન્ય છું', જ્ઞાયક છું –ઇત્યાદિ ઇત્યાદિ બધું ગુરુદેવના પ્રતાપે જ જણાયું છે. ભેદજ્ઞાનની વાત સાંભળવી દુર્લભ હતી તેને બદલે તેઓશ્રીની સાતિશય વાણી દ્વારા તે વાતના હંમેશાં ધોધ વરસે છે. ગુરુદેવ જાણે કે હાથ ઝાલીને શીખવી રહ્યા છે. પોતે પુરુષાર્થ કરી શીખી લેવા જેવું છે. અવસર ચૂકવાયોગ્ય નથી. ૩૬૪.
કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જીવે બે પ્રાપ્ત કર્યા નથી-જિનરાજસ્વામી અને સમ્યકત્વ. જિનરાજ સ્વામી મળ્યા પણ ઓળખ્યા નહિ, તેથી મળ્યા તે ન
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧GO
બહેનશ્રીનાં વચનામૃત
મળ્યા બરાબર છે. અનાદિ કાળથી જીવ અંદરમાં જતો નથી ને નવીનતા પ્રાપ્ત કરતો નથી; એક ને એક વિષયનું-શુભાશુભ ભાવનું-પિષ્ટપેષણ કર્યા જ કરે છે, થાકતો નથી. અશુભમાંથી શુભમાં ને વળી પાછો શુભમાંથી અશુભમાં જાય છે. જો શુભ ભાવથી મુક્તિ થતી હોત, તો તો કયારની થઈ ગઈ હોત? હવે, જે પૂર્વે અનંત વાર કરેલા શુભ ભાવનો વિશ્વાસ છોડી, જીવ અપૂર્વ નવીન ભાવને કરે-જિનવરસ્વામીએ ઉપદેશેલી શુદ્ધ સમ્યફ પરિણતિ કરે, તો તે અવશ્ય શાશ્વત સુખને પામે. ૩૬પ.
જેણે આત્મા ઓળખ્યો છે, અનુભવ્યો છે, તેને આત્મા જ સદા સમીપ વર્તે છે, દરેક પર્યાયમાં શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે. વિવિધ શુભ ભાવો આવે ત્યારે કાંઈ શુદ્ધાત્મા ભુલાઈ જતો નથી અને તે ભાવો મુખ્યપણું પામતા નથી.
મુનિરાજને પંચાચાર, વ્રત, નિયમ, જિનભક્તિ ઇત્યાદિ સર્વ શુભ ભાવો વખતે ભેદજ્ઞાનની ધારા, સ્વરૂપની શુદ્ધ ચારિત્રદશા નિરંતર ચાલુ જ હોય છે. શુભ ભાવો નીચા જ રહે છે; આત્મા ઊંચો ને ઊંચો જ-ઊર્ધ્વ જ-રહે છે. બધુંય પાછળ રહી જાય છે,
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૧
આગળ એક શુદ્ધાત્મદ્રવ્ય જ રહે છે. ૩૬૬,
જિનેન્દ્રભગવાનની વાણીમાં અતિશયતા છે, તેમાં અનંત રહસ્ય હોય છે, તે વાણી દ્વારા ઘણા જીવો માર્ગ પામે છે. આમ હોવા છતાં આખું ચૈતન્યતત્ત્વ તે વાણીમાં પણ આવતું નથી. ચૈતન્યતત્ત્વ અદ્ભુત, અનુપમ ને અવર્ણનીય છે. તે સ્વાનુભવમાં જ ખરું ઓળખાય છે. ૩૬૭.
પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, ઉત્તમ કુળ અને સત્ય ધર્મનું શ્રવણ ઉત્તરોત્તર દુર્લભ છે. આવા સાતિશય જ્ઞાનધારી ગુરુદેવ અને તેમની પુરુષાર્થપ્રેરક વાણીના શ્રવણનો યોગ અનંત કાળે મહાપુણ્યોદયે પ્રાપ્ત થાય છે. માટે પ્રમાદ છોડી પુરુષાર્થ કર. બધો સુયોગ મળી ગયો છે. તેનો લાભ લઈ લે. સાવધાન થઈ શુદ્ધાત્માને ઓળખી ભવભ્રમણનો નિવેડો લાવ. ૩૬૮.
ચૈતન્યતત્ત્વને પુદ્ગલાત્મક શરીર નથી, નથી. ચૈતન્યતત્ત્વને ભવનો પરિચય નથી, નથી. ચૈતન્યતત્ત્વને શુભાશુભ પરિણતિ નથી, નથી. તેમાં શરીરનો, ભવનો, શુભાશુભ ભાવનો સંન્યાસ છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩ર
બહેનશ્રીનાં વચનામૃત
જીવે અનંત ભવોમાં પરિભ્રમણ કર્યું, ગુણો હીણારૂપે કે વિપરીતરૂપે પરિણમ્યા, તોપણ મૂળ તત્ત્વ એવું ને એવું જ છે, ગુણો એવા ને એવા જ છે. જ્ઞાનગુણ હણારૂપે પરિણમ્યો તેથી કાંઈ તેના સામર્થ્યમાં ઊણપ આવી નથી. આનંદનો અનુભવ નથી એટલે કાંઈ આનંદગુણ કયાંય ચાલ્યો ગયો નથી, હણાઈ ગયો નથી, ઘસાઈ ગયો નથી. શક્તિરૂપે બધું એમ ને એમ રહ્યું છે. અનાદિ કાળથી જીવ બહાર ભમે છે, ઘણું ઓછું જાણે છે, આકુળતામાં રોકાઈ ગયો છે, તોપણ ચૈતન્યદ્રવ્ય અને તેના જ્ઞાન-આનંદાદિ ગુણો એવા ને એવાં સ્વયમેવ સચવાયેલાં રહ્યાં છે, તેમને સાચવવા પડતાં નથી.
–આવા પરમાર્થસ્વરૂપની, સમ્યગ્દષ્ટિ જીવને અનુભવયુક્ત પ્રતીતિ હોય છે. ૩૬૯.
જેને આત્માનું કરવું હોય તેણે આત્માનું ધ્યેય જ આગળ રાખવા જેવું છે. “કાર્યોની ગણતરી કરવા કરતાં એક આત્માનું ધ્યેય જ મુખ્ય રાખવું તે ઉત્તમ છે. પ્રવૃત્તિરૂપ “કાર્યો' તો ભૂમિકાને યોગ્ય થાય છે.
જ્ઞાનીઓ આત્માને મુખ્ય રાખી જે ક્રિયા થાય તેને જોયા કરે છે. તેમનાં સર્વ કાર્યોમાં “આત્મા
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૩
સમીપ છે જેને” એવું હોય છે. ધ્યેયને તેઓ ભૂલતા નથી. ૩૭૦.
જેમ સ્વપ્રાની સુખડી ભૂખ ભાંગતી નથી, જેમ ઝાંઝવાના જળથી તરસ છીપતી નથી, તેમ પર પદાર્થોથી સુખી થવાતું નથી.
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.”
-આ જ સુખી થવાનો ઉપાય છે. વિશ્વાસ કર. ૩૭૧.
જેમ પાતાળકૂવો ખોદતાં, પથ્થરનું છેલ્લું પડ તૂટીને તેમાં કાણું પડતાં, તેમાંથી પાણીની જે ઊંચી શેડ ઊડે, તે શેડને જોતાં પાતાળમાંના પાણીનું અંદરનું પુષ્કળ જોર ખ્યાલમાં આવે છે, તેમ સૂક્ષ્મ ઉપયોગ વડે ઊંડાણમાં ચૈતન્યતત્ત્વના તળિયા સુધી પહોંચી જતાં, સમ્યગ્દર્શન પ્રગટતાં, જે આંશિક શુદ્ધ પર્યાય ફૂટે છે, તે પર્યાયને વેદતાં ચૈતન્યતત્ત્વનું અંદરનું અનંત ધ્રુવ સામર્થ્ય અનુભવમાં-સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. ૩૭ર.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૪
બહેનશ્રીનાં વચનામૃત
બધાં તાળાંની ચાવી એક-“જ્ઞાયકનો અભ્યાસ કરવો. આનાથી બધાં તાળાં ખૂલી જશે. જેને સંસારકારાગૃહમાંથી છૂટવું હોય, મુક્તિપુરીમાં જવું હોય, તેણે મોહરાગદ્વેષરૂપ તાળાં ખોલવા માટે જ્ઞાયકનો અભ્યાસ કરવારૂપ એક જ ચાવી લગાડવી. ૩૭૩.
શુભ રાગની રુચિ તે પણ ભવની રુચિ છે, મોક્ષની રુચિ નથી. જે મંદ કષાયમાં સંતોષાય છે, તે અકષાયસ્વભાવ શાયકને જાણતો નથી તેમ જ પામતો નથી. ગુરુદેવ પોકારી પોકારીને કહે છે કે જ્ઞાયકનો આશ્રય કરી શુદ્ધ પરિણતિ પ્રગટ કર; તે જ એક પદ છે, બાકી બધું અપદ છે. ૩૭૪.
આ ચૈતન્યતત્ત્વને ઓળખવું. ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો, ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો–એ જ કરવાનું છે. એ અભ્યાસ કરતાં કરતાં આત્માની રાગાદિથી ભિન્નતા ભાસે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. આત્મા ચૈતન્યતત્ત્વ છે, જ્ઞાયક સ્વરૂપ છે–એને ઓળખવો. જીવને એવો ભ્રમ છે કે પરદ્રવ્યનું હું કરી શકું છું. પણ પોતે પરપદાર્થમાં કાંઈ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પોતે જાણનારો છે, જ્ઞાયક છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૩પ
પરપદાર્થમાં એનું જ્ઞાન જતું નથી, પરમાંથી કાંઈ આવતું નથી. આ સમજવા માટે દેવ-શાસ્ત્ર-ગુરુ આદિ બાહ્ય નિમિત્તો હોય છે, પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર બધું જે પ્રગટ છે, તે પોતામાંથી જ પ્રગટે છે. એ મૂળતત્ત્વને ઓળખવું તે જ કરવાનું છે. બીજાં બહારનું તો અનંત કાળમાં ઘણું કર્યું છે. શુભભાવની બધી ક્રિયાઓ કરી, શુભભાવમાં ધર્મ માન્યો, પણ ધર્મ તો આત્માના શુદ્ધભાવમાં જ છે. શુભ તો વિભાવ છે, આકુળતારૂપ છે, દુઃખરૂપ છે, એમાં કયાંય શાંતિ નથી. જોકે શુભભાવ આવ્યા વિના રહેતા નથી, તોપણ ત્યાં શાંતિ તો નથી જ. શાંતિ હોય, સુખ હોયઆનંદ હોય એવું તત્ત્વ તો ચૈતન્ય જ છે. નિવૃત્તિમય ચૈતન્યપરિણતિમાં જ સુખ છે, બહારમાં કયાંય સુખ છે જ નહિ. માટે ચૈતન્યતત્ત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો તે જ ખરું શ્રેયરૂપ છે. તે એક જ મનુષ્યજીવનમાં કરવાયોગ્ય-હિતરૂપ-કલ્યાણરૂપ છે. ૩૭૫.
પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર દષ્ટિ કરવાથી, તેના જ આલંબનથી, પૂર્ણતા પ્રગટ થાય છે. આ અખંડ દ્રવ્યનું આલંબન તે જ અખંડ એક પરમપરિણામિકભાવનું આલંબન. જ્ઞાનીને તે આલંબનથી પ્રગટ થતી ઔપથમિક,
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
બહેનશ્રીનાં વચનામૃત
ક્ષાયોપથમિક ને ક્ષાયિકભાવરૂપ પર્યાયોનું વ્યક્ત થતી વિભૂતિઓનું-વેદન હોય છે પણ તેનું આલંબન હોતું નથી–તેના ઉપર જોર હોતું નથી. જોર તો સદાય અખંડ શુદ્ધ દ્રવ્ય પર જ હોય છે. ક્ષાયિકભાવનો પણ આશ્રય કે આલંબન ન લેવાય કારણ કે તે તો પર્યાય છે, વિશેષભાવ છે. સામાન્યના આશ્રયે જ શુદ્ધ વિશેષ પ્રગટે છે, ધ્રુવના આલંબને જ નિર્મળ ઉત્પાદ થાય છે. માટે બધું છોડી, એક શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યે-અખંડ પરમપરિણામિકભાવ પ્રત્યે-દષ્ટિ કર, તેના ઉપર જ નિરંતર જોર રાખ, તેના જ તરફ ઉપયોગ વળે તેમ કર. ૩૭૬.
સ્વભાવમાંથી વિશેષ આનંદ પ્રગટ કરવા અર્થે મુનિરાજ જંગલમાં વસ્યા છે. તે માટે નિરંતર પરમપારિણામિકભાવમાં તેમને લીનતા વર્તે છે, -દિન-રાત રોમે રોમમાં એક આત્મા જ રમી રહ્યો છે. શરીર છે પણ શરીરની કાંઈ પડી નથી, દેહાતીત જેવી દશા છે. ઉત્સર્ગ ને અપવાદની મૈત્રીપૂર્વક રહેનારા છે. આત્માનું પોષણ કરીને નિજ સ્વભાવભાવોને પુષ્ટ કરતા થકા વિભાવભાવોનું શોષણ કરે છે. જેમ માતાનો છેડો પકડીને ચાલતો બાળક કાંઈક મુશ્કેલી દેખાતાં વિશેષ જોરથી છેડો પકડી લે છે, તેમ મુનિ પરીષહ-ઉપસર્ગ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૭
આવતાં પ્રબળ પુરુષાર્થપૂર્વક નિજાભદ્રવ્યને વળગે છે.
આવી પવિત્ર મુનિદશા કયારે પ્રાપ્ત કરીએ!' એવા મનોરથ સમ્યગ્દષ્ટિને વર્તે છે. ૩૭૭.
જેને સ્વભાવનો મહિમા જાગ્યો છે એવા સાચા આત્માર્થીને વિષય-કષાયોનો મહિમા તૂટીને તેમની તુચ્છતા લાગતી હોય છે. તેને ચૈતન્યસ્વભાવની સમજણમાં નિમિત્તભૂત દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા આવે છે. ગમે તે કાર્ય કરતાં તેને નિરંતર શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ કરવાની ખટક રહ્યા જ કરે છે.
ગૃહસ્થાશ્રમમાં રહેલા જ્ઞાનીને શુભાશુભ ભાવથી જુદા જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વધારા નિરંતર વર્યા કરે છે. પરંતુ પુરુષાર્થની નબળાઈને લીધે અસ્થિરતારૂપ વિભાવપરિણતિ ઊભી છે તેથી તેને ગૃહસ્થાશ્રમને લગતા શુભાશુભ પરિણામ હોય છે. સ્વરૂપમાં સ્થિર રહેવાતું નથી તેથી તે વિવિધ શુભભાવોમાં જોડાય છે:- “મને દેવગુરુની સદા સમીપતા હો, ગુનાં ચરણકમળની સેવા હો” ઇત્યાદિ પ્રકારે જિનેન્દ્રભક્તિ-સ્તવન-પૂજન અને ગુરુસેવાના ભાવો હોય છે તેમ જ શાસ્ત્ર-સ્વાધ્યાયના, ધ્યાનના, દાનના, ભૂમિકાનુસાર અણુવ્રત તથા તપ વગેરેના શુભભાવો તેને હુઠ વિના આવે છે. આ બધાય
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૮
બહેનશ્રીનાં વચનામૃત
ભાવો દરમ્યાન જ્ઞાતૃત્વપરિણતિની ધારા તો સતત ચાલુ જ હોય છે.
- નિજસ્વરૂપધામમાં રમનારા મુનિરાજને પણ પૂર્ણ વીતરાગદશાના અભાવે વિધવિધ શુભભાવો હોય છે – તેમને મહાવ્રત, અઠયાવીશ મૂળગુણ, પંચાચાર, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ સંબંધી શુભભાવો આવે છે તેમ જ જિનેન્દ્રભક્તિ-શ્રુતભક્તિ-ગુરુભક્તિના ઉલ્લાસમય ભાવો પણ આવે છે. “હે જિનેન્દ્ર! આપનાં દર્શન થતાં, આપનાં ચરણકમળની પ્રાપ્તિ થતાં, મને શું ન પ્રાપ્ત થયું? અર્થાત્ આપ મળતાં મને બધુંય મળી ગયું.” આમ અનેક પ્રકારે શ્રી પદ્મનંદી આદિ મુનિવરોએ જિનેન્દ્રભક્તિના ધોધ વહાવ્યા છે. આવા આવા અનેક પ્રકારના શુભભાવો મુનિરાજને પણ હુઠ વિના આવે છે. સાથે સાથે જ્ઞાયકના ઉગ્ર આલંબનથી મુનિયોગ્ય ઉગ્ર જ્ઞાતૃત્વધારા પણ સતત ચાલુ જ હોય છે.
સાધકને-મુનિને તેમ જ સમ્યગ્દષ્ટિ શ્રાવકને-જે શુભભાવો આવે છે તે જ્ઞાતૃત્વપરિણતિથી વિરુદ્ધસ્વભાવવાળા હોવાથી આકુળતારૂપ–દુઃખરૂપે વેદાય છે, હેયરૂપ જણાય છે, છતાં તે ભૂમિકામાં આવ્યા વિના રહેતા નથી.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૯
સાધકની દશા એકસાથે ત્રણપટી (-ત્રણ વિશેષતાવાળી) છે - એક તો, તેને જ્ઞાયકનો આશ્રય અર્થાત્ શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યેનું જોર નિરંતર વર્તે છે જેમાં અશુદ્ધ તેમ જ શુદ્ધ પર્યાયાંશની પણ ઉપેક્ષા હોય છે; બીજાં, શુદ્ધ પર્યાયાંશ સુખરૂપે વેદાય છે અને ત્રીજાં, અશુદ્ધ પર્યાયાંશ-જેમાં વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવો સમાય છે તે-દુ:ખરૂપે, ઉપાધિરૂપે વેદાય છે.
સાધકને શુભભાવો ઉપાધિરૂપ જણાય છે-એનો અર્થ એવો નથી કે તે ભાવો હઠપૂર્વક હોય છે. આમ તો સાધકના તે ભાવો હુઠ વિનાની સહજદશાના છે, અજ્ઞાનીની માફક “આ ભાવો નહિ કરું તો પરભવમાં દુઃખો સહન કરવો પડશે” એવા ભયથી પરાણે કષ્ટપૂર્વક કરવામાં આવતા નથી, છતાં તેઓ સુખરૂપ પણ જણાતા નથી. શુભભાવોની સાથે સાથે વર્તતી, જ્ઞાયકને અવલંબનારી જે યથોચિત નિર્મળ પરિણતિ તે જ સાધકને સુખરૂપ જણાય છે.
જેમ હાથીને બહારના દાંત-દેખાવના દાંત જુદા હોય છે અને અંદરના દાંત-ચાવવાના દાંત જુદા હોય છે, તેમ સાધકને બહારમાં ઉત્સાહનાં કાર્ય-શુભ પરિણામ દેખાય તે જુદા હોય છે અને અંતરમાં આત્મશાંતિનુંઆત્મતૃતિનું સ્વાભાવિક પરિણમન
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૪૦
બહેનશ્રીનાં વચનામૃત
જુદું હોય છે. બાહ્ય ક્રિયાના આધારે સાધકનું અંતર ઓળખાતું નથી. ૩૭૮.
જગતમાં સર્વોત્કૃષ્ટ ચીજ તારો આત્મા જ છે. તેમાં ચૈતન્યરસ ને આનંદ ભરેલા છે. તે ગુણમણિઓનો ભંડા૨ છે. આવા દિવ્યસ્વરૂપ આત્માની દિવ્યતાને તું ઓળખતો નથી અને ૫૨વસ્તુને મૂલ્યવાન માની તેને પ્રાપ્ત કરવા મહેનત કરી રહ્યો છે! પ૨વસ્તુ ત્રણ કાળમાં કદી કોઈની થઈ નથી, તું નકામો ભ્રમણાથી તેને પોતાની કરવા મથી રહ્યો છે અને તારું બૂરું કરી રહ્યો છે! ૩૭૯.
*
જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી. તું તેને ઓળખી તેમાં લીન થા તો તારાં સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે. ૩૮૦.
*
જીવ ભલે ગમે તેટલાં શાસ્ત્રો ભણે, વાદિવવાદ કરી જાણે, પ્રમાણ-નય-નિક્ષેપાદિથી વસ્તુની તર્કણા કરે, ધારણારૂપ જ્ઞાનને વિચારોમાં વિશેષ વિશેષ ફેરવે, પણ જો જ્ઞાનસ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહિ અને
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૪૧
૧૪૧
તદ્રુપ પરિણમે નહિ, તો તે શેયનિમગ્ન રહે છે, જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે, જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેધા કરે છે. બધું ભણી ગયો, ઘણાં યુક્તિ-ન્યાય જાણ્યાં, ઘણા વિચારો કર્યા, પણ જાણનારને જાણ્યો નહિ, જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહિ, તો તે બધું જાણ્યાનું શું ફળ? શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન તો જ્ઞાનસ્વરૂપ આત્માને જાણવો તે છે. ૩૮૧.
આમા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. તે કાયમ રહીને પલટે છે. તેનું કાયમ રહેનારું સ્વરૂપ ખાલી નથી, ભરપૂર ભરેલું છે. તેમાં અનંત ગુણરત્નોના ઓરડા ભરેલા છે. તે અદ્દભુત ઋદ્ધિયુક્ત કાયમી સ્વરૂપ પર દષ્ટિ દે તો તને સંતોષ થશે કે “હું તો સદા કૃતકૃત્ય છું. તેમાં ઠરતાં તું પર્યાયે કૃતકૃત્ય થઈશ. ૩૮૨.
જ્ઞાયકસ્વભાવ આત્માનો નિર્ણય કરી, મતિશ્રુતજ્ઞાનનો ઉપયોગ જે બહારમાં જાય છે તેને અંદરમાં સમેટી લેવો, બહાર જતા ઉપયોગને જ્ઞાયકના અવલંબન વડે વારંવાર અંદરમાં સ્થિર કર્યા કરવો, તે જ શિવપુરી પહોંચવાનો રાજમાર્ગ છે. જ્ઞાયક આત્માની
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪૨
બહેનશ્રીનાં વચનામૃત
અનુભૂતિ તે જ શિવપુરીની સડક છે, તે જ મોક્ષનો માર્ગ છે. બીજા બધા તે માર્ગને વર્ણવવાના ભિન્નભિન્ન પ્રકારો છે. જેટલા વર્ણનના પ્રકારો છે, તેટલા માર્ગો નથી; માર્ગ તો એક જ છે. ૩૮૩.
તારા આત્મામાં નિધાન ઠસોઠસ ભરેલાં છે. અનંતગુણનિધાનને રહેવા માટે અનંત ક્ષેત્રની જરૂર નથી, અસંખ્યાત પ્રદેશોના ક્ષેત્રમાં જ અનંત ગુણો ઠસોઠસ ભર્યા છે. તારામાં આવાં નિધાન છે, તો પછી તું બહાર શું લેવા જાય છે? તારામાં છે તેને જો ને! તારામાં શી ખામી છે? તારામાં પૂર્ણ સુખ છે, પૂર્ણ જ્ઞાન છે, બધુય છે. સુખ ને જ્ઞાન તો શું પણ કોઈ પણ ચીજ બહાર લેવા જવી પડે એમ નથી. એક વાર તું અંદરમાં પ્રવેશ કર, બધું અંદર છે. અંદર ઊંડ પ્રવેશ કરતાં, સમ્યગ્દર્શન થતાં, તારાં નિધાન તને દેખાશે અને તે સર્વ નિધાનના પ્રગટ અંશને વેદી તું તૃપ્ત થઈશ. પછી પુરુષાર્થ ચાલુ જ રાખજે જેથી પૂર્ણ નિધાનનો ભોક્તા થઈ તું સદાકાળ પરમ તૃમ-તૃપ્ત રહીશ. ૩૮૪.
જીવે અનંત કાળમાં અનંત વાર બધું કર્યું પણ આત્માને ઓળખ્યો નહિ. દેવ-ગુરુ શું કહે છે તે
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૪૩
બરાબર જિજ્ઞાસાથી સાંભળી, વિચાર કરી, જો આત્માની નક્કર ભૂમિ જે આત્મ-અસ્તિત્વ તેને ખ્યાલમાં લઈ નિજ સ્વરૂપમાં લીનતા કરવામાં આવે તો આત્મા ઓળખાયઆત્માની પ્રાપ્તિ થાય. તે સિવાય બહારથી જેટલાં ફાંફાં મારવામાં આવે તે ફોતરાં ખાંડયા બરાબર છે. ૩૮૫.
બહારની ક્રિયાઓ માર્ગ દેખાડતી નથી, જ્ઞાન માર્ગ દેખાડે છે. મોક્ષના માર્ગની શરૂઆત સાચી સમજણથી થાય છે, ક્રિયાથી નહિ. માટે પ્રત્યક્ષ ગુરુનો ઉપદેશ અને પરમાગમનું પ્રયોજનભૂત જ્ઞાન માર્ગ-પ્રાપ્તિનાં પ્રબળ નિમિત્ત છે. ચૈતન્યને સ્પર્શીને નીકળતી વાણી મુમુક્ષુને હૃદયમાં ઊતરી જાય છે. આત્મસ્પર્શી વાણી આવતી હોય અને એકદમ રુચિ-પૂર્વક જીવ સાંભળે તો સમ્યકત્વની નજીક થઈ જાય છે. ૩૮૬.
આત્મા ઉત્કૃષ્ટ અજાયબઘર છે. તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે. જોવા જેવું બધુંય, આશ્ચર્યકારી એવું બધુંય, તારા નિજ અજાયબઘરમાં જ છે, બારમાં કાંઈ જ નથી. તું તેનું
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪૪
બહેનશ્રીનાં વચનામૃત
જ અવલોકન કર ને! તેની અંદર એક વાર ડોકિયું કરતાં પણ તને અપૂર્વ આનંદ થશે. ત્યાંથી બહાર નીકળવું તને ગમશે જ નહિ. બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. તે પરથી વિરક્ત થઈશ. ૩૮૭.
મુનિરાજને શુદ્ધાત્મતત્ત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. આખું બ્રહ્માંડ ફરી જાય તોપણ મુનિરાજની આ ઢ સંયમપરિણતિ ફરે એમ નથી. બહારથી જોતાં તો મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા વસે છે, પણ અંદરમાં જોતાં અનંત ગુણથી ભરપૂર સ્વરૂપનગરમાં તેમનો વાસ છે. બહારથી જોતાં ભલે તેઓ સુધાવંત હોય, તૃપાવંત હોય, ઉપવાસી હોય, પણ અંદરમાં જોતાં તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે. બહારથી જોતાં ભલે તેમની ચારે તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, પણ અંદરમાં જતાં મુનિરાજના આત્માને વિષે આત્મજ્ઞાનનાં અજવાળાં પ્રસરી ગયાં છે. બહારથી જોતાં ભલે મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, પણ અંદરમાં તેઓ સંયમરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજ રહ્યા છે. ઉપસર્ગનાં ટાણાં આવે ત્યારે મુનિરાજને એમ થાય છે કે “મારી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૪૫.
સ્વરૂપસ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો માટે ઉપસર્ગ મારો મિત્ર છે. અંતરંગ મુનિદશા અદભુત છે; દેહમાં પણ ઉપશમરસના ઢાળા ઢળી ગયા હોય છે. ૩૮૮.
દ્રવ્યદષ્ટિ યથાર્થ પ્રગટ થાય છે, તેને દષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક જ-ચૈતન્ય જ ભાસે છે, શરીરાદિ કાંઈ ભાસતું નથી. ભેદજ્ઞાનની પરિણતિ એવી દઢ થઈ જાય છે કે સ્વપ્રમાં પણ આત્મા શરીરથી જુદો ભાસે છે. દિવસે જાગતાં તો જ્ઞાયક નિરાળો રહે પણ રાત્રે ઊંઘમાં પણ આત્મા નિરાળો જ રહે છે. નિરાળો તો છે જ પણ પ્રગટ નિરાળો થઈ જાય છે.
તેને ભૂમિકા પ્રમાણે બાહ્ય વર્તન હોય છે પણ ગમે તે સંયોગમાં તેની જ્ઞાન-વૈરાગ્યશક્તિ કોઈ જુદી જ રહે છે, હું તો જ્ઞાયક તે જ્ઞાયક જ છું, નિઃશંક જ્ઞાયક છું; વિભાવ ને હું કદી એક નથી થયા, જ્ઞાયક છૂટો જ છે, આખું બ્રહ્માંડ ફરે તોપણ છૂટો જ છે. –આવો અચળ નિર્ણય હોય છે. સ્વરૂપ-અનુભવમાં અત્યંત નિઃશંકતા વર્તે છે. જ્ઞાયક ઊંચે ચડીને-ઊર્ધ્વપણે બિરાજે છે, બીજાં બધું નીચે રહી ગયું હોય છે. ૩૮૯.
મુનિરાજ સમાધિપરિણત છે. જ્ઞાયકને અવલંબી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪૬
બહેનશ્રીનાં વચનામૃત
વિશેષ વિશેષ સમાધિસુખ પ્રગટાવવાને તેઓ ઉત્સુક છે. મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે મુનિ સકળવિકળ કેવળજ્ઞાનદર્શનના લોલુપ” છે. “ક્યારે સ્વરૂપમાં એવી જમાવટ થાય કે શ્રેણી ઊપડીને વીતરાગદશા પ્રગટે? કયારે એવો અવસર આવે કે સ્વરૂપમાં ઉગ્ર રમણતા જામે અને આત્માનું પરિપૂર્ણ સ્વભાવજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થાય? કયારે એવું પરમ ધ્યાન જાણે કે આત્મા શાશ્વતપણે આત્મસ્વભાવમાં જ રહી જાય?” આવી મુનિરાજને ભાવના વર્તે છે. આત્માના આશ્રયે એકાગ્રતા કરતાં કરતાં તેઓ કેવળજ્ઞાનની સમીપ જઈ રહ્યા છે. ઘણી શાંતિ વેદાય છે. કષાયો ઘણા મંદ પડી ગયા છે. કદાચિત્ કાંઈક ઋદ્ધિ-ચમત્કાર પણ પ્રગટતાં જાય છે, પણ તેમનું તે પ્રત્યે દુર્લક્ષ છે: “અમારે આ ચમત્કાર નથી જોઈતા. અમારે તો પૂર્ણ ચૈતન્યચમત્કાર જોઈએ છે. તેના સાધનરૂપે, એવું ધ્યાન–એવી નિર્વિકલ્પતા –એવી સમાધિ જોઈએ છે કે જેના પરિણામે અસંખ્ય પ્રદેશ દરેક ગુણ તેની પરિપૂર્ણ પર્યાયે પ્રગટ થાય, ચૈતન્યનો પૂર્ણ વિલાસ પ્રગટે.' –આ ભાવનાને આત્મામાં અત્યંત લીનતા વડ મુનિરાજ સફળ કરે છે. ૩૯૦.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીના વચનામૃત
૧૪૭
અજ્ઞાનીએ અનાદિ કાળથી અનંત જ્ઞાન-આનંદાદિ સમૃદ્ધિથી ભરેલા નિજ ચૈતન્યમહેલને તાળાં મારી દીધાં છે અને પોતે બહાર રખડ્યા કરે છે. જ્ઞાન બહારથી શોધે છે, આનંદ બહારથી શોધે છે, બધું બહારથી શોધે છે. પોતે ભગવાન હોવા છતાં ભિક્ષા માગ્યા કરે છે.
જ્ઞાનીએ ચૈતન્યમહેલનાં તાળાં ખોલી નાખ્યાં છે. અંદરમાં જ્ઞાન-આનંદ આદિની અખૂટ સમૃદ્ધિ દેખીને, અને થોડી ભોગવીને, તેને પૂર્વે કદી નહોતી અનુભવી એવી નિરાંત થઈ ગઈ છે. ૩૯૧.
એક ચૈતન્યતત્ત્વ જ ઉત્કૃષ્ટ આશ્ચર્યકારી છે. વિશ્વમાં કોઈ એવી વિભૂતિ નથી કે જે ચૈતન્યતત્ત્વથી ઊંચી હોય. તે ચૈતન્ય તો તારી પાસે જ છે. તું જ તે છો. તો પછી શરીર ઉપર ઉપસર્ગ આવતાં કે શરીર છૂટવાના પ્રસંગમાં તું ડરે છે કેમ? જે કોઈ બાધા પહોંચાડે છે તે તો પુદ્ગલને પહોંચાડે છે, જે છૂટી જાય છે તે તો તારું હતું જ નહિ. તારું તો મંગળકારી, આશ્ચર્યકારી તત્ત્વ છે. તો પછી તને ડર શાનો? સમાધિમાં સ્થિર થઈને એક આત્માનું ધ્યાન કર, ભય છોડી દે. ૩૯૨.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪૮
બહેનશ્રીનાં વચનામૃત
જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું હોય તેણે પોતાને પરદ્રવ્યથી ભિન્ન પદાર્થ નક્કી કરી, પોતાના ધ્રુવ જ્ઞાયકસ્વભાવનો મહિમા લાવી, સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પ્રયાસ કરવો. જો ધ્રુવ જ્ઞાયકભૂમિનો આશ્રય ન હોય તો જીવ સાધનાનું બળ કોના આશ્રયે પ્રગટ કરે? જ્ઞાયકની ધ્રુવ ભૂમિમાં દષ્ટિ જામતાં, તેમાં એકાગ્રતારૂપ પ્રયત્ન કરતાં કરતાં, નિર્મળતા પ્રગટ થતી જાય છે.
સાધક જીવની દષ્ટિ નિરંતર શુદ્ધાત્મદ્રવ્ય ઉપર હોય છે, છતાં સાધક જાણે છે બધાંને-તે શુદ્ધ-અશુદ્ધ પર્યાયોને જાણે છે અને તે જાણતાં તેમના સ્વભાવ-વિભાવપણાનો, તેમના સુખ-દુઃખરૂપ વેદનનો, તેમના સાધકબાધકપણાનો ઇત્યાદિનો વિવેક વર્તે છે. સાધક-દશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તતા હોય છે પણ “હું પરિપૂર્ણ છું' એવું બળ સતત સાથે ને સાથે રહે છે. પુરુષાર્થરૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે અને સાધક તેને જાણે છે, છતાં દષ્ટિના વિષયભૂત એવું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિક ને અધિક રહે છે. –આવી સાધકપરિણતિની અટપટી રીતને જ્ઞાની બરાબર સમજે છે, બીજાને સમજવું અઘરું પડે છે. ૩૯૩.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીના વચનામૃત
૧૪૯
મુનિરાજના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે. તેમનું સર્વ પ્રવર્તન આત્મામય જ છે. આત્માના આશ્રયે નિર્ભયતા ઘણી પ્રગટી છે. ઘોર જંગલ હોય, ગીચ ઝાડી હોય, સિં–વાઘ ત્રાડ નાખતા હોય, મેઘલી રાત જામી હોય, ચારે કોર અંધકાર વ્યાપ્ત હોય, ત્યાં ગિરિગુફામાં મુનિરાજ બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે છે. આત્મામાંથી બહાર આવે તો શ્રુતાદિના ચિંતવનમાં ચિત્ત જોડાય અને પાછા અંદરમાં ચાલ્યા જાય. સ્વરૂપના ઝૂલામાં ઝૂલે છે. મુનિરાજને એક આત્મલીનતાનું જ કામ છે. અદ્દભુત દશા છે! ૩૯૪.
ચેતનનું ચૈતન્યસ્વરૂપ ઓળખી તેનો અનુભવ કરતાં વિભાવનો રસ તૂટી જાય છે. માટે ચૈતન્ય
સ્વરૂપની ભૂમિ ઉપર ઊભો રહીને તું વિભાવને તોડી શકીશ. વિભાવને તોડવાનો એ જ ઉપાય છે. વિભાવમાં ઊભાં ઊભાં વિભાવ નહિ તૂટે; મંદ થશે, અને તેથી દેવાદિની ગતિ મળશે, પણ ચાર ગતિનો અભાવ નહિ થાય. ૩૯૫.
ત્રણ લોકને જાણનારું તારું તત્ત્વ છે તેનો મહિમા તને કેમ નથી આવતો! આત્મા પોતે જ સર્વસ્વ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૫O
બહેનશ્રીનાં વચનામૃત
છે, પોતામાં જ બધું ભરેલું છે. આત્મા આખા વિશ્વનો જ્ઞાતા-દ્રષ્ટા અને અનંત શક્તિનો ધરનાર છે. તેનામાં શું ઓછું છે? બધી ઋદ્ધિ તેનામાં જ છે. તો પછી બહારની ઋદ્ધિનું શું કામ છે? જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા છે તેને અંદરની રુચિ નથી. અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી, સુખ પ્રગટતું નથી. ૩૯૬.
ચૈતન્ય મારો દેવ છે; તેને જ હું દેખું છું. બીજાં કાંઈ મને દેખાતું જ નથી ને!–આવું દ્રવ્ય ઉપર જોર આવે, દ્રવ્યની જ અધિકતા રહે, તો બધું નિર્મળ થતું જાય છે. પોતે પોતામાં ગયો, એકત્વબુદ્ધિ તૂટી ગઈ, એટલે બધા રસ ઢીલા પડી ગયા. સ્વરૂપનો રસ પ્રગટતાં અન્ય રસમાં અનંતી મોળાશ આવી. ન્યારો, બધાથી ન્યારો થઈ જતાં સંસારનો રસ અનંતો ઘટી ગયો. દિશા આખી પલટાઈ ગઈ. ૩૯૭.
મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો, તે પરમભાવ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે. બીજાં તો શું પણ મારી સ્વાભાવિક પર્યાય-નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ, હું દ્રવ્યદષ્ટિના બળે કહું છું કે, મારી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૫૧
નથી. મારો દ્રવ્યસ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ્યસ્વભાવ પાસે તેની વિશેષતા નથી. આવી દ્રવ્યદૃષ્ટિ કયારે પ્રગટ થાય કે ચૈતન્યનો મહિમા લાવી, બધાથી પાછો ફરી, જીવ પોતા તરફ વળે ત્યારે. ૩૯૮.
સમ્યગ્દષ્ટિને ભલે સ્વાનુભૂતિ પોતે પૂર્ણ નથી, પણ દષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવ આત્મા છે. જ્ઞાનપરિણતિ દ્રવ્ય તેમ જ પર્યાયને જાણે છે પણ પર્યાય ઉપર જોર નથી. દષ્ટિમાં એકલા સ્વ પ્રત્યેનું દ્રવ્ય પ્રત્યેનું બળ રહે છે. ૩૯૯.
તો શાથત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. મારામાં જે ગુણ છે તે તેના તે જ છે, તેવા ને તેવા જ છે. હું એકેન્દ્રિયના ભવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું નથી અને દેવના ભવમાં ગયો ત્યાં મારો કોઈ ગુણ વધી ગયો નથી. –આવી દ્રવ્યદૃષ્ટિ તે જ એક ઉપાદેય છે. જાણવું બધું, દષ્ટિ રાખવી એક દ્રવ્ય ઉપર. ૪OO.
જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૫૨
બહેનશ્રીનાં વચનામૃત
તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. “આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે કયાં આવી ચડ્યા? અમને અહીં ગોઠતું નથી. અહીં અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.' ૪૦૧.
જે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવે એવું છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન તે ઉત્તમ પ્રતિક્રમણ છે. આ મહા મુનિરાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા છેક શ્રેણિ માંડી દીધી કે જેના પરિણામે વીતરાગતા થઈને કેવળજ્ઞાનનો આખો સાગર ઊછળ્યો! અંતર્મુખતા તો ઘણી વાર થઈ હતી, પણ આ અંતર્મુખતા તો છેલ્લામાં છેલ્લી કોટિની ! આત્મા સાથે પર્યાય એવી જોડાઈ ગઈ કે ઉપયોગ અંદર ગયો તે ગયો જ, પાછો કદી બહાર જ ન આવ્યો. જેવો ચૈતન્યપદાર્થને જ્ઞાનમાં જામ્યો હતો, તેવો જ તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરી લીધો. ૪૦૨.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૫૩
જેમ પૂનમના પૂર્ણ ચંદ્રના યોગે સમુદ્રમાં ભરતી આવે છે, તેમ મુનિરાજને પૂર્ણ ચૈતન્યચંદ્રના એકાગ્ર અવલોકનથી આત્મસમુદ્રમાં ભરતી આવે છે;-વૈરાગ્યની ભરતી આવે છે, આનંદની ભરતી આવે છે, સર્વ ગુણપર્યાયની યથાસંભવ ભરતી આવે છે. આ ભરતી બહારથી નહિ, ભીતરથી આવે છે. પૂર્ણ ચૈતન્યચંદ્રને સ્થિરતાપૂર્વક નિહાળતાં અંદરથી ચેતના ઊછળે છે, ચારિત્ર ઊછળે છે, સુખ ઊછળે છે, વીર્ય ઊછળે છે –બધું ઊછળે છે. ધન્ય મુનિદશા ! ૪૦૩.
પરથી ભિન્ન જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરી, વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે, ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને ભોંયરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય તેમ ઊંડાણમાં આત્મભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતાં, કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હથમાં આવી જાય છે, કેવળજ્ઞાન સાથે કેલિ શરૂ થાય છે. ૪૦૪.
અજ્ઞાની જીવ “આ બધું ક્ષણિક છે, સંસારની ઉપાધિ દુ:ખરૂપ છે” એવા ભાવથી વૈરાગ્ય કરે છે, પણ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૫૪
બહેનશ્રીનાં વચનામૃત
મારો આત્મા જ આનંદસ્વરૂપ છે” એવા અનુભવપૂર્વકનો સહજ વૈરાગ્ય તેને નથી તેથી સહજ શાંતિ પરિણમતી નથી. તે ઘોર તપ કરે છે, પણ કષાય સાથેની એક્વબુદ્ધિ તૂટી નથી તેથી આત્મપ્રતપન પ્રગટતું નથી. ૪૦૫.
તું અનાદિ-અનંત પદાર્થ છો. “જાણવું' તારો સ્વભાવ છે. શરીરાદિ જડ પદાર્થો કાંઈ જાણતા નથી. જાણનાર તે કદી નહિ જાણનાર થતો નથી; નહિ-જાણનાર તે કદી જાણનાર થતા નથી; સદા સર્વદા ભિન્ન રહે છે. જડ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ રહ્યો છે. તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી. શુભાશુભ ભાવો પણ તારું અસલી સ્વરૂપ નથી. -આ, જ્ઞાની અનુભવી પુરુષોનો નિર્ણય છે. તું આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. મતિ વ્યવસ્થિત કર્યા વિના ગમે તેવા તર્કો જ ઉઠાવ્યા કરીશ તો પાર નહિ આવે. ૪0૬.
અહીં (શ્રી પ્રવચનસાર શરૂ કરતાં) કુંદકુંદાચાર્યભગવાનને પંચ પરમેષ્ઠી પ્રત્યે કેવી ભક્તિ ઉલ્લસી છે! પાંચેય પરમેષ્ઠીભગવંતોને યાદ કરીને ભક્તિભાવપૂર્વક કેવા નમસ્કાર કર્યા છે! ત્રણે કાળના તીર્થંકરભગવંતોને
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૫૫
૧૫૫
–સાથે સાથે મનુષ્યક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકરભગવંતોને જુદા યાદ કરીને સૌને ભેગા તેમ જ પ્રત્યેકપ્રત્યેકને હું વંદન કરું છું” એમ કહીને અતિ ભક્તિભીના ચિત્તે આચાર્યભગવાન નમી પડ્યા છે. આવા ભક્તિના ભાવ મુનિને-સાધકને-આવ્યા વિના રહેતા નથી. ચિત્તમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઊછળે ત્યારે, મુનિ આદિ સાધકને ભગવાનનું નામ આવતાં પણ રોમેરોમ ખડા થઈ જાય છે. આવા ભક્તિ આદિના શુભભાવ આવે ત્યારે પણ મુનિરાજને ધ્રુવ જ્ઞાયકતત્વ જ મુખ્ય રહે છે તેથી શુદ્ધાત્માશ્રિત ઉગ્ર સમાધિરૂપ પરિણમન વર્યા જ કરે છે અને શુભ ભાવ તો ઉપર ઉપર તરે છે તથા સ્વભાવથી વિપરીતપણે વેદાય છે. ૪૦૭.
અહો ! સિદ્ધભગવાનની અનંત શાંતિ! અહો ! તેમનો અપરિમિત આનંદ! સાધકના સહેજ નિવૃત્ત પરિણામમાં પણ અપૂર્વ શીતળતા લાગે છે તો જે સર્વ વિભાવપરિણામથી સર્વથા નિવૃત્ત થયા છે એવા સિદ્ધભગવાનને પ્રગટેલી શાંતિની તો શી વાત ! તેમને તો જાણે શાંતિનો સાગર ઊછળી રહ્યો હોય એવી અમાપ શાંતિ હોય છે; જાણે આનંદનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો હોય એવો અપાર આનંદ હોય છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૫૬
બહેનશ્રીનાં વચનામૃત
તારા આત્મામાં પણ એવું સુખ ભરેલું છે પણ વિભ્રમની ચાદર આડી આવી ગઈ છે તેથી તને દેખાતું નથી. ૪૦૮.
અજ્ઞાની જીવ, જેમ વડવાઈ પકડીને ટિંગાઈ રહેલો મનુષ્ય મધુબિંદુની તીવ્ર લાલસામાં રહી વિદ્યાધરની સહાયને અવગણીને વિમાનમાં બેઠો નહિ તેમ, વિષયોનાં કલ્પિત સુખની તીવ્ર લાલસામાં રહી ગુરુના ઉપદેશને અવગણીને શુદ્ધાત્મરુચિ કરતો નથી અથવા “આટલું કામ કરી લઉં, આટલું કામ કરી લઉં” એમ પ્રવૃત્તિના રસમાં લીન રહી શુદ્ધાત્મપ્રતીતિના ઉદ્યમનો વખત મેળવતો નથી,
ત્યાં તો મરણનો સમય આવી પહોંચે છે. પછી “મેં કાંઈ કર્યું નહિ, અરેરે! મનુષ્યભવ એળે ગયો” એમ તે પસ્તાય તોપણ શા કામનું? મરણ સમયે તેને કોનું શરણ છે? તે રોગની, વેદનાની, મરણની, એકબુદ્ધિની અને આર્તધ્યાનની ભીંસમાં ભિંસાઈને દેહ છોડે છે. મનુષ્યભવ હારીને ચાલ્યો જાય છે.
ધર્મી જીવ રોગની, વેદનાની કે મરણની ભીંસમાં ભિંસાતો નથી, કારણ કે તેણે શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કર્યું છે. વિપત્તિસમયે તે આત્મામાંથી શાંતિ મેળવી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૫૭
લે છે. વિકટ પ્રસંગે તે નિજ શુદ્ધાત્માનું શરણ વિશેષ ગ્રહે છે. મરણાદિસમયે ધર્મી જીવ શાથત એવા નિજસુખસરોવરમાં વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે –
જ્યાં રોગ નથી, વેદના નથી, મરણ નથી, શાંતિનો અખૂટ નિધિ છે. તે શાંતિપૂર્વક દેહ છોડે છે. તેનું જીવન સફળ છે.
તું મરણનો સમય આવ્યા પહેલાં ચેતી જા, સાવધાન થા, સદાય શરણભૂત-વિપત્તિસમયે વિશેષ શરણભૂત થનાર-એવા શુદ્ધાત્મદ્રવ્યને અનુભવવાનો ઉદ્યમ કર. ૪૦૯.
જેણે આત્માના મૂળ અસ્તિત્વને પકડ્યું નથી, પોતે શાશ્વત તત્ત્વ છે, અનંત સુખથી ભરપૂર છે ” એવો અનુભવ કરીને શુદ્ધ પરિણતિની ધારા પ્રગટાવી નથી, તેણે ભલે સાંસારિક ઇન્દ્રિયસુખોને નાશવંત અને ભવિષ્યમાં દુઃખ દેનારાં જાણી તજી દીધાં હોય અને બાહ્ય મુનિપણું ગ્રહણ કર્યું હોય, ભલે તે દુર્ધર તપ કરતો હોય અને ઉપસર્ગ-પરિષહમાં અડગ રહેતો હોય, તો પણ તેને તે બધું નિર્વાણનું કારણ થતું નથી, સ્વર્ગનું કારણ થાય છે; કારણ કે તેને શુદ્ધ પરિણમન બિલકુલ વર્તતું નથી, માત્ર શુભ પરિણામ જ-અને તે પણ ઉપાદેયબુદ્ધિએ-વર્તે છે. તે ભલે નવ પૂર્વ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૫૮
બહેનશ્રીનાં વચનામૃત
ભણી ગયો હોય તો પણ તેણે આત્માનું મૂળ દ્રવ્યસામાન્યસ્વરૂપ અનુભવપૂર્વક જાણ્યું નહિ હોવાથી તે બધું અજ્ઞાન છે.
સાચા ભાવમુનિને તો શુદ્ધાત્મદ્રવ્યાશ્રિત મુનિયોગ્ય ઉગ્ર શુદ્ધપરિણતિ ચાલુ હોય છે, કર્તાપણું તો સમ્યગ્દર્શન થતાં જ છૂટી ગયું હોય છે, ઉગ્ર જ્ઞાતૃત્વધારા અતૂટ વર્તતી હોય છે, પરમ સમાધિ પરિણમી હોય છે. તેઓ શીધ્ર શીધ્રા નિજાભામાં લીન થઈ આનંદને વેદતા હોય છે. તેમને પ્રચુર સ્વસંવેદન હોય છે. તે દશા અદ્ભુત છે, જગતથી ન્યારી છે. પૂર્ણ વીતરાગતા નહિ હોવાથી તેમને વ્રત-તપશાસ્ત્રરચના વગેરેના શુભ ભાવો આવે છે ખરા, પણ તે હેયબુદ્ધિએ આવે છે. આવી પવિત્ર મુનિદશા મુક્તિનું કારણ છે. ૪૧૦.
અનંત કાળથી જીવ ભ્રાન્તિને લીધે પરનાં કાર્ય કરવા મથે છે, પણ પર પદાર્થનાં કાર્ય તે બિલકુલ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. જીવનમાં કર્તા-ક્રિયા-કર્મ જીવમાં છે, પુદગલનાં પુદ્ગલમાં છે. વર્ણગંધ-રસ-સ્પર્શાબ્દિરૂપે પુલ પરિણમે છે, જીવ તેમને ફેરવી શકતો નથી. ચેતનના ભાગરૂપે ચેતન પરિણમે છે, જડ પદાર્થો તેમાં કાંઈ કરી શકતા નથી.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૫૯
તું જ્ઞાયકસ્વભાવી છે. પૌગલિક શરીર-વાણીમનથી તો તું જાદો જ છે, પણ શુભાશુભ ભાવો પણ તારો સ્વભાવ નથી. અજ્ઞાનને લીધે તે પરમાં તેમ જ વિભાવમાં એકબુદ્ધિ કરી છે, તે એકત્વબુદ્ધિ છોડી તું જ્ઞાતા થઈ જા. શુદ્ધ આત્મદ્રવ્યની યથાર્થ પ્રતીતિ કરીનેશુદ્ધ દ્રવ્યદષ્ટિ પ્રગટ કરીને, તું જ્ઞાયકપરિણતિ પ્રગટાવ કે જેથી મુક્તિનાં પ્રયાણ ચાલુ થશે. ૪૧૧.
મરણ તો આવવાનું જ છે જ્યારે બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે, તો બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને કેટલું દુઃખ થશે? મરણની વેદના પણ કેટલી હશે? મને કોઈ બચાવો” એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઈ બચાવી શકશે? તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે? જે તે શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ-અનુભૂતિ કરી આત્મ-આરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૬)
બહેનશ્રીનાં વચનામૃત
જ તે પ્રયત્ન કર. “માથે મોત ભમે છે” એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તે પુરુષાર્થ ઉપાડ કે જેથી “અબ હુમ અમર ભયે, ન મરેંગે ” એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાય છે. ૪૧૨.
સર્વજ્ઞભગવાન પરિપૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયા છે. તેઓ પોતાને પૂર્ણપણે-પોતાના સર્વગુણોના ભૂતવર્તમાન-ભાવી પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદો સહિત – પ્રત્યક્ષ જાણે છે. સાથે સાથે તેઓ સ્વક્ષેત્રમાં રહીને, પર સમીપ ગયા વિના, પરસમ્મુખ થયા વિના, નિરાળા રહીને લોકાલોકના સર્વ પદાર્થોને અતીન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે. પરને જાણવા માટે તેઓ પરસમ્મુખ થતા નથી. પરસમ્મુખ થવાથી તો જ્ઞાન દબાઈ જાય છે –રોકાઈ જાય છે, ખીલતું નથી. પૂર્ણરૂપે પરિણમી ગયેલું જ્ઞાન કોઈને જાણ્યા વિના રહેતું નથી. તે જ્ઞાન સ્વચૈતન્યક્ષેત્રમાં રહ્યાં રહ્યાં, ત્રણે કાળનાં તેમ જ લોકાલોકનાં બધાં સ્વ-પર શેયો જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયાં હોય તેમ, સમસ્ત સ્વ-પરને એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે, જે વીતી ગયું છે તે બધાને પણ પૂરું જાણે છે, જે હવે પછી થવાનું છે
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૧
તે બધાને પણ પૂરું જાણે છે. જ્ઞાનશક્તિ અદ્દભુત છે. ૪૧૩.
કોઈ પોતે ચક્રવર્તી રાજા હોવા છતાં, પોતાની પાસે ઋદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં, બહાર ભીખ માગે, તેમ તું પોતે ત્રણ લોકનો નાથ હોવા છતાં, તારી પાસે અનંત ગુણરૂપ ઋદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં, “પર પદાર્થ મને કંઈક જ્ઞાન દેજ, મને સુખ દેજો” એમ ભીખ માગ્યા કરે છે! “મને ધનમાંથી સુખ મળજે, મને શરીરમાંથી સુખ મળજો, મને શુભ કાર્યોમાંથી સુખ મળજે, મને શુભ પરિણામમાંથી સુખ મળજો' એમ તું ભીખ માગ્યા કરે. છે! પણ બહારથી કંઈ મળતું નથી. ઊંડાણથી જ્ઞાયકપણાનો અભ્યાસ કરવામાં આવે તો અંદરથી જ બધું મળે છે. જેમ ભોંયરામાં જઈ યોગ્ય ચાવી વડે પટારાનું તાળું ખોલવામાં આવે તો નિધાન મળે અને દારિદ્ર ફીટે, તેમ ઊંડાણમાં જઈ જ્ઞાયકના અભ્યાસરૂપ ચાવીથી ભ્રાંતિરૂપ તાળું ખોલી નાખવામાં આવે તો અનંત ગુણરૂપ નિધાન પ્રાપ્ત થાય અને માગણવૃત્તિ મટે. ૪૧૪.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૬૨
બહેનશ્રીનાં વચનામૃત
મુનિરાજ કહે છે:- અમારો આત્મા તો અનંત ગુણથી ભરેલો, અનંત અમૃતરસથી ભરેલો, અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃત પિવાય એવા સ્વસંવેદનથી અમને સંતોષ થતો નથી. અમારે તો પ્રત્યેક સમયે પૂરું અમૃત પિવાય એવી પૂર્ણ દશા જોઈએ છે. એ પૂર્ણ દશામાં સાદિ-અનંત કાળ પર્યત સમયે સમયે પૂરું અમૃત પિવાય છે અને ઘડો પણ સદાય પૂરેપૂરો ભરેલો રહે છે. ચમત્કારિક પૂર્ણ શક્તિવાળું શાશ્વત દ્રવ્ય અને પ્રત્યેક સમયે એવી જ પૂર્ણ વ્યક્તિવાળું પરિણમન! આવી ઉત્કૃષ્ટ-નિર્મળ દશાની અમે ભાવના ભાવીએ છીએ. (આવી ભાવના વખતે પણ મુનિરાજની દષ્ટિ તો સદાશુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જ છે.) ૪૧૫.
ભવભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ભવના અભાવના પ્રયત્ન માટે આ ભવ છે. ભવભ્રમણ કેટલાં દુઃખોથી ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર! નરકનાં ભયંકર દુ:ખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે ત્યાં સાગરોપમ કાળનાં આયુષ્ય કેમ પૂરાં થયાં હશે? નરકનાં દુઃખ સાંભળ્યાં જાય એવાં નથી. પગમાં કાંટો વાગે તેટલું દુ:ખ પણ તું સહન કરી શકતો નથી, તો પછી જેના
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૩
ગર્ભમાં તેનાથી અનંતાનંતગુણાં દુઃખ પડયાં છે એવા મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? ગફલતમાં કેમ રહે છે? આવો ઉત્તમ યોગ ફરીને જ્યારે મળશે? તું મિથ્યાત્વ છોડવાને મરણિયો પ્રયત્ન કર, એટલે કે શાતા-અશાતાથી ભિન્ન તેમજ આકુળતામય શુભાશુભ ભાવોથી પણ ભિન્ન એવા નિરાકુળ જ્ઞાયકસ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એ જ આ ભવમાં કરવા જેવું છે. ૪૧૬.
સમ્યગ્દર્શન થયા પછી આત્મસ્થિરતા વધતાં વધતાં, વારંવાર સ્વરૂપલીનતા થયા કરે એવી દશા થાય ત્યારે મુનિપણું આવે છે. મુનિને સ્વરૂપ તરફ ઢળતી શુદ્ધિ એવી વધી ગઈ હોય છે કે તેઓ ઘડીએ ઘડીએ આત્માની અંદરમાં પ્રવેશી જાય છે. પૂર્ણ વીતરાગતાના અભાવને લીધે જ્યારે બહાર આવે છે ત્યારે વિકલ્પો તો ઊઠે છે પણ તે ગૃહસ્થદશાને યોગ્ય હોતા નથી, માત્ર સ્વાધ્યાયધ્યાન-વ્રત-સંયમ-તપ-ભક્તિ ઇત્યાદિસંબંધી મુનિયોગ્ય શુભ વિકલ્પો જ હોય છે અને તે પણ હુંઠ રહિત હોય છે. મુનિરાજને બહારનું કાંઈ જોઈતું નથી. બહારમાં એક શરીરમાત્રનો સંબંધ છે, તેના પ્રત્યે પણ પરમ ઉપેક્ષા છે. ઘણી નિઃસ્પૃહ દશા છે. આત્માની
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૧૬૪
બહેનશ્રીનાં વચનામૃત
જ લગની લાગી છે. ચૈતન્યનગરમાં જ વાસ છે. ‘હું ને મારા આત્માના અનંત ગુણો તે જ મારા ચૈતન્યનગરની વસ્તી છે. તેનું જ મારે કામ છે. બીજાનું મારે શું કામ છે?' એમ એક આત્માની જ ધૂન છે. વિશ્વની વાર્તાથી ઉદાસ છે. બસ, એક આત્મામય જ જીવન થઈ ગયું છે;– જાણે હાલતા-ચાલતા સિદ્ધ! જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય તેમ જિનભગવાનનો અણસા૨ મુનિરાજમાં દેખાય છે. મુનિ છઠ્ઠ-સાતમે ગુણસ્થાને રહે તેટલો કાળ કાંઈ ( આત્મશુદ્ધિની દશામાં આગળ વધ્યા વિના) ત્યાં ને ત્યાં ઊભા નથી રહેતા, આગળ વધતા જાય છે; કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી શુદ્ધિ વધારતા જ જાય છે. -આ, મુનિની અંતઃસાધના છે. જગતના જીવો મુનિની અંદરની સાધના દેખતા નથી. સાધના કાંઈ બહારથી જોવાની ચીજ નથી, અંતરની દશા અંતરની દશા છે. મુનિદા આશ્ચર્યકારક છે, વંધ છે.
૪૧૭.
*
સિદ્ધભગવાનને અવ્યાબાધ અનંત સુખ પ્રગટયું તે પ્રગટયું. તેનો કદી નાશ થતો નથી. જેને દુઃખનાં બીજડાં જ બળી ગયાં છે તે કદી સુખ છોડીને દુ:ખમાં કયાંથી આવે? એક વાર જેઓ ક્ષાયિક સમ્યગ્દર્શન પામીને છૂટા પરિણમે છે તેઓ પણ કદી ભેગા થતા
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૫
નથી, તો પછી જે સિદ્ધપણે પરિણમ્યા તે અસિદ્ધપણે કયાંથી પરિણમે? સિદ્ધત્વપરિણમન પ્રવાહરૂપે સાદિ-અનંત છે. સિદ્ધભગવાન સાદિ-અનંત કાળ પ્રતિસમય પૂર્ણરૂપે પરિણમ્યા કરે છે. જોકે સિદ્ધભગવાનને જ્ઞાન-આનંદાદિ સર્વ ગુણરત્નોમાં ચમક ઊડ્યા જ કરે છે –ઉત્પાદવ્યય થયા જ કરે છે, તોપણ તે સર્વ ગુણો પરિણમનમાં પણ સદા તેવા ને તેવા જ પરિપૂર્ણ રહે છે. સ્વભાવ અદ્ભુત છે. ૪૧૮.
પ્રશ્નઃ- અનંત કાળનાં દુખિયારા અમે અમારું આ દુ:ખ કેમ મટે ?
ઉત્તર:- “હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી જુદો હું જ્ઞાયક છું” એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને સુખની ઘડી આવશે. જ્ઞાયકની પ્રતીતિ થાય અને વિભાવની રુચિ છૂટે-એવા પ્રયત્નની પાછળ વિકલ્પ તૂટશે અને સુખની ઘડી આવશે. “હું જ્ઞાયક છું' એમ ભલે પહેલાં ઉપલકપણે કર, પછી ઊંડાણથી કર, પણ ગમે તેમ કરીને એ રસ્તે જા. શુભાશુભ ભાવથી જાદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ દઢ કરવી, શાયકને ઊંડાણથી પ્રાપ્ત કરવો, તે જ સાદિ-અનંત સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આત્મા
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૬૬
બહેનશ્રીનાં વચનામૃત
સુખનું ધામ છે, તેમાંથી સુખ મળશે. ૪૧૯.
પ્રશ્ન – જિજ્ઞાસુને ચોવીસે કલાક આત્માના વિચાર ચાલે?
ઉત્તર:- વિચારો ચોવીસે કલાક ન ચાલે. પણ આત્માની ખટક, લગની, રુચિ, ધગશ રહ્યા કરે. “મારે આત્માનું કરવું છે, મારે આત્માને ઓળખવો છે” એમ લક્ષ આત્મા તરફ વારંવાર વળ્યા કરે. ૪૨૦.
પ્રશ્ન:- મુમુક્ષુએ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો કે ચિંતનમાં સમય વિશેષ ગાળવો?
ઉત્તર - સામાન્ય અપેક્ષાએ તો, શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય, ચિંતન શાસ્ત્રાભ્યાસપૂર્વક હોય. વિશેષ અપેક્ષાએ, પોતાની પરિણતિ જેમાં ટકતી હોય અને પોતાને જેનાથી વિશેષ લાભ થતો જણાય તે કરવું. જે શાસ્ત્રાભ્યાસ કરતાં પોતાને નિર્ણય દઢ થતો હોય, વિશેષ લાભ થતો હોય, તો એવો પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો અને જો ચિંતનથી નિર્ણયમાં દઢતા થતી હોય, વિશેષ લાભ થતો હોય, તો એવું પ્રયોજનભૂત ચિંતન વિશેષ કરવું. પોતાની પરિણતિને
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૭
લાભ થાય તેમ કરવું. પોતાની ચૂત પરિણતિ આત્માને
ઓળખે એ જ ધ્યેય હોવું જોઈએ. તે ધ્યેયની સિદ્ધિ અર્થે દરેક મુમુક્ષુએ આમ જ કરવું જોઈએ એવો નિયમ ન હોય. ૪૨૧.
પ્રશ્ન:- વિકલ્પ અમારો પીછો નથી છોડતા!
ઉત્તર:- વિકલ્પ તને વળગ્યા નથી, તું વિકલ્પને વળગ્યો છો. તું ખસી જા ને! વિકલ્પમાં જરા પણ સુખ અને શાંતિ નથી, અંદરમાં પૂર્ણ સુખ અને સમાધાન છે.
પહેલાં આત્મસ્વભાવની પ્રતીતિ થાય, ભેદજ્ઞાન થાય, પછી વિકલ્પ તૂટે અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય.
૪૨૨.
પ્રશ્ન:- સર્વગુણાંશ તે સમ્યકત્વ કહ્યું છે, તો શું નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થતાં આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન વેદનમાં આવે ?
ઉત્તર:- નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા ગુણોનું (યથાસંભવ) આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદના થાય છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૧૬૮
બહેનશ્રીનાં વચનામૃત
આત્મા અખંડ છે, બધા ગુણો આત્માના જ છે, તેથી એક ગુણની પર્યાય વેદાય તેની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે છે. ભલે બધા ગુણોનાં નામ ન આવડે, અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહિ, તોપણ તેમનું સંવેદન તો થાય છે જ.
સ્વાનુભૂતિકાળે અનંતગુણસાગર આત્મા પોતાના આનંદાદિ ગુણોની ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. તે નિર્વિકલ્પ દશા અદ્દભુત છે, વચનાતીત છે. તે દશા પ્રગટતાં આખું જીવન પલટો ખાય છે. ૪૨૩.
*
પ્રશ્ન:- આત્મદ્રવ્યનો ઘણો ભાગ શુદ્ધ રહીને માત્ર થોડા ભાગમાં જ અશુદ્ધતા આવી છે ને?
ઉત્તર:- નિશ્ચયથી અશુદ્ધતા દ્રવ્યના થોડા ભાગમાં પણ આવી નથી, તે તો ઉપર ઉપર જ તરે છે. ખરેખર જો દ્રવ્યના થોડા પણ ભાગમાં અશુદ્ધતા આવે અર્થાત દ્રવ્યનો થોડો પણ ભાગ અશુદ્ધ થાય, તો અશુદ્ધતા કદી નીકળે જ નહિ, સદાકાળ રહે! બદ્ધસૃષ્ટત્વ આદિ ભાવો દ્રવ્યના ઉપર તરે છે પણ તેમાં ખરેખર સ્થાન પામતા નથી. શક્તિ તો શુદ્ધ જ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૯
૧૬૯
છે, વ્યક્તિમાં અશુદ્ધતા આવી છે. ૪૨૪.
પ્રશ્ન:- જિજ્ઞાસુ જીવ તત્ત્વને યથાર્થ ધારવા છતાં કેવા પ્રકારે અટકી જાય છે?
ઉત્તર:- તત્ત્વને ધારવા છતાં જગતના કોઈક પદાર્થોમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય અથવા શુભ પરિણામમાં આશ્રયબુદ્ધિ રહી જાય-ઇત્યાદિ પ્રકારે તે જીવ અટકી જાય છે. બાકી જે ખાસ જિજ્ઞાસુ-આત્માર્થી હોય અને જેને ખાસ પ્રકારની પાત્રતા પ્રગટી હોય તે તો કય ય અટકતો જ નથી, અને તે જીવને જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે પણ સ્વભાવની લગનીના બળે નીકળી જાય છે; અંતરની ખાસ પ્રકારની પાત્રતાવાળો જીવ કયાંય અટકયા વિના પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે. ૪૨૫.
પ્રશ્ન:- મુમુક્ષુએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે શું કરવું?
ઉત્તર- અનાદિકાળથી આત્માએ પોતાનું સ્વરૂપ છોડ્યું નથી, પણ ભ્રાન્તિને લીધે છોડી દીધું છે એમ તેને ભાસ્યું છે. અનાદિકાળથી દ્રવ્ય તો શુદ્ધતાથી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧છO
બહેનશ્રીનાં વચનામૃત
ભરેલું છે, જ્ઞાયકસ્વરૂપ જ છે, આનંદસ્વરૂપ જ છે. અનંત ચમત્કારિક શક્તિ તેમાં ભરેલી છે. –આવા જ્ઞાયક આત્માને બધાંથી જુદો-પદ્રવ્યથી જુદો, પરભાવોથી જાદો-જાણવાનો પ્રયત્ન કરવો. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. જ્ઞાયક આત્માને ઓળખવો.
“જ્ઞાયકવરૂપ છું' એવો અભ્યાસ કરવો, તેની પ્રતીતિ કરવી; પ્રતીતિ કરી તેમાં ઠરી જતાં, અનંત ચમત્કારિક શક્તિ તેમાં છે તે પ્રગટ અનુભવમાં આવે છે. ૪ર૬.
પ્રશ્ન- મુમુક્ષુ જીવ પ્રથમ શું કરે ?
ઉત્તર:- પ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાંને ઓળખે. ચૈતન્યદ્રવ્યના સામાન્યસ્વભાવને ઓળખીને, તેના ઉપર દષ્ટિ કરીને, તેનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્ય તેમાં ઠરી જાય, તો તેમાં વિભૂતિ છે તે પ્રગટ થાય છે. ચૈતન્યના અસલી સ્વભાવની લગની લાગે, તો પ્રતીતિ થાય; તેમાં ઠરે તો તેનો અનુભવ થાય છે.
પહેલાંમાં પહેલાં ચૈતન્યદ્રવ્યને ઓળખવું, ચૈતન્યમાં જ વિશ્વાસ કરવો અને પછી ચૈતન્યમાં જ કરવું. તો ચૈતન્ય પ્રગટે, તેની શક્તિ પ્રગટે.
પ્રગટ કરવામાં પોતાની તૈયારી જોઈએ; એટલે કે
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૧
ઉગ્ર પુરુષાર્થ વારંવાર કરે, જ્ઞાયકનો જ અભ્યાસ, શાયકનું જ મંથન, તેનું જ ચિંતવન કરે, તો પ્રગટ થાય.
પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે; ચારે પડખેથી સ્પષ્ટ કર્યું છે. ૪ર૭.
પ્રશ્ન- આત્માની વિભૂતિને ઉપમા આપી સમજાવો.
ઉત્તર:- ચૈતન્યતત્ત્વમાં વિભૂતિ ભરી છે. કોઈ ઉપમા તેને લાગુ પડતી નથી. ચૈતન્યમાં જે વિભૂતિ ભરી છે તે અનુભવમાં આવે છે; ઉપમા શી અપાય? ૪૨૮.
પ્રશ્ન:- પ્રથમ આત્માનુભવ થતાં પહેલાં, છેલ્લો વિકલ્પ કેવો હોય ?
ઉત્તર- છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. ભેદજ્ઞાનપૂર્વક શુદ્ધાત્મતત્ત્વની સન્મુખતાનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્યાં જ્ઞાયક તરફ પરિણતિ ઢળી રહી હોય છે, ત્યાં ક્યો વિકલ્પ છેલ્લો હોય (અર્થાત્ છેલ્લે અમુક જ વિકલ્પ હોય) એવો વિકલ્પ સંબંધી કોઈ નિયમ નથી. જ્ઞાયકધારાની ઉગ્રતા-તીક્ષ્ણતા થાય ત્યાં “વિકલ્પ ક્યો?” તેનો સંબંધ નથી.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૭ર
બહેનશ્રીનાં વચનામૃત
ભેદજ્ઞાનની ઉગ્રતા, તેની લગની, તેની જ તીવ્રતા હોય; શબ્દથી વર્ણન ન થઈ શકે. અભ્યાસ કરે, ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, તળમાં જઈને ઠરે, તો પ્રાપ્ત થાય-જ્ઞાયક પ્રગટ થાય. ૪૨૯.
પ્રશ્ન- નિર્વિકલ્પ દશા થતાં વેદન શાનું હોય? દ્રવ્યનું કે પર્યાયનું?
ઉત્તર- દષ્ટિ તો ધ્રુવસ્વભાવની જ હોય છે; વેદાય છે આનંદાદિ પર્યાય.
સ્વભાવે દ્રવ્ય તો અનાદિ-અનંત છે જે ફરતું નથી, બદલતું નથી. તેના ઉપર દૃષ્ટિ કરવાથી, તેનું ધ્યાન કરવાથી, પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે. ૪૩).
પ્રશ્ન:- નિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો થાય?
ઉત્તર:- તે આનંદનો, કોઈ જગતના-વિભાવના - આનંદ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે, મેળ નથી. જેને અનુભવમાં આવે છે તે જાણે છે. તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. એવો અચિંત્ય અદભુત તેનો
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૩
૧૭૩
મહિમા છે. ૪૩૧.
પ્રશ્ન:- આજે વીરનિર્વાણદિનપ્રસંગે કૃપા કરી બે શબ્દ કહો.
ઉત્તર:- શ્રી મહાવીર તીર્થાધિનાથ આત્માના પૂર્ણ અલૌકિક આનંદમાં અને કેવળજ્ઞાનમાં પરિણમતા હતા. આજે તેમણે સિદ્ધદશા પ્રાપ્ત કરી. ચૈતન્યશરીરી ભગવાન આજે પૂર્ણ અકંપ થઈને અયોગીપદને પામ્યા, ચૈતન્યગાળો છૂટો પડી ગયો, પોતે પૂર્ણ ચિતૂપ થઈ ચૈતન્યબિંબરૂપે સિદ્ધાલયમાં બિરાજી ગયા, હવે સદાય સમાધિસુખાદિ અનંત ગુણોમાં પરિણમ્યા કરશે. આજે ભરતક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા, તીર્થંકરભગવાનનો વિયોગ થયો, વીરપ્રભુના આજે વિરહુ પડ્યા. ઇન્દ્રોએ ઉપરથી ઊતરીને આજ નિર્વાણ-મહોત્સવ ઊજવ્યો. દેવોએ ઊજવેલો તે નિર્વાણ કલ્યાણક-મહોત્સવ કેવો દિવ્ય હશે ! તેને અનુસરીને હુજા પણ લોકો દર વર્ષે દિવાળી દિને દીપમાળા પ્રગટાવીને દીપોત્સવીમહોત્સવ ઊજવે છે.
આજે વીરપ્રભુ મોક્ષ પધાર્યા. ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તરત જ અંતરમાં ઊંડા ઊતરી ગયા અને વીતરાગદશા પ્રાપ્ત કરી કેવળજ્ઞાનને પામ્યા.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
બહેનશ્રીનાં વચનામૃત
આત્માના સ્વક્ષેત્રમાં રહીને લોકાલોકને જાણનારું આશ્ચર્યકારક, સ્વપરપ્રકાશક પ્રત્યક્ષજ્ઞાન તેમને પ્રગટ થયું, આત્માના અસંખ્ય પ્રદેશોમાં આનંદાદિ અનંત ગુણોની અનંત પૂર્ણ પર્યાયો પ્રકાશી નીકળી.
અત્યારે આ પંચમ કાળે ભરતક્ષેત્રમાં તીર્થંકરભગવાનના વિરહ્યું છે, કેવળજ્ઞાની પણ નથી. મહાવિદેહક્ષેત્રમાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી, સદાય ધર્મકાળ વર્તે છે. આજે પણ ત્યાં ભિન્ન ભિન્ન વિભાગમાં એક એક તીર્થકર થઈને વીશ તીર્થંકર વિદ્યમાન છે. હાલમાં વિદેહક્ષેત્રના પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધરનાથ વિચરી રહ્યા છે અને સમવસરણમાં બિરાજી દિવ્યધ્વનિના ધોધ વરસાવી રહ્યા છે. એ રીતે અન્ય વિભાગોમાં અન્ય તીર્થંકરભગવંતો વિચરી રહ્યા છે.
જોકે વીરભગવાન નિર્વાણ પધાર્યા છે તો પણ આ પંચમ કાળમાં આ ભરતક્ષેત્રે વીરભગવાનનું શાસન પ્રવર્તી રહ્યું છે, તેમનો ઉપકાર વર્તી રહ્યો છે. વીરપ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર્યભગવંતો થયા જેમણે વીરભગવાનની વાણીનાં રહસ્યને વિધવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધાં છે. શ્રી કુંદકુંદાદિ સમર્થ આચાર્યભગવંતોએ દિવ્યધ્વનિનાં ઊંડાં રહસ્યોથી ભરપૂર
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૫
પરમાગમો રચી મુક્તિનો માર્ગ અદ્ભુત રીતે પ્રકાશ્યો છે.
હાલમાં શ્રી કહાનગુરુદેવ શાસ્ત્રોનાં સૂક્ષ્મ રહસ્યો ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે. તેઓશ્રીએ પોતાનાં સાતિશય જ્ઞાન અને વાણી દ્વારા તત્ત્વ પ્રકાશી ભારતને જાગૃત કર્યું છે. ગુરુદેવનો અમાપ ઉપકાર છે. આ કાળે આવા માર્ગ સમજાવનાર ગુરુદેવ મળ્યા તે અહોભાગ્ય છે. સાતિશય ગુણરત્નોથી ભરપૂર ગુરુદેવનો મહિમા અને તેમનાં ચરણકમળની ભક્તિ અહોનિશ અંતરમાં રહો. ૪૩ર.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
નિત્યે સુધાઝરણ ચંદ્ર ! તને નમું કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી! તને નમું
9) • ) • • • •j)
અહો ! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો; જિન-કુંદ-ધ્વનિ આપ્યા, અહો ! તે ગુરુહાનનો.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
પૂજ્ય બહેનશ્રી ચંપાબેન વિષે જન્મજયંતી પ્રસંગે
પાંચ ગીત
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૧૭૯ )
સખી દેખ્યું કૌતુક આજ
[ રાગ:- આવો આવો સીમંધરનાથ ] સખી! દેખ્યું કૌતુક આજ માતા તેજ ' ઘરે; એક આવ્યા વિદેહી મહેમાન, નીરખી નેન ઠરે. વિદેહી વિભૂતિ મહાન ભરતે પાય ધરે; મા તેજ' તણે દરબાર “ચંપા' પુષ્પ ખીલે. સખી શી બાળલીલા નિર્દોષ, સૌનાં ચિત્ત હરે; શા મીઠા કુંવરીબોલ, મુખથી ફૂલ ઝરે. શી મુદ્રા ચંદ્રની ધાર, અમૃત–નિર્ઝરણી; ઉર સૌમ્ય સરલ સુવિશાળ, નેનન ભયહરણી... સખી. કરી બાળવયે બહુ જોર, આતમ ધ્યાન ધર્યું સાંધી આરાધનદોર, સમ્યક તત્ત્વ લહ્યું. મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી; અમ આત્મ ઉજાળનહાર, ધર્મપ્રકાશકરી.... સખી. સીમંધર-ગણધર-સંતનાં, તમે સત્સંગી; અમ પામર તારણ કાજ પધાર્યા કરુણાંગી. તુજ જ્ઞાન-ધ્યાનનો રંગ અમ આદર્શ રહો; હો શિવપદ તક તુજ સંગ, માતા ! હાથ ગ્રહો... સખી.
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૧૮0)
જન્મવધામણાં
[ રાગ:- પુરનો મોરલો હો રાજ ] જન્મવધામણાં હો રાજ ! હૈડાં થનગન થનગન નાચે; જન્મ્યાં કુંવરી ચંદ્રની ધાર, મુખડાં અમીરસ અમીરસ સીંચે.
કુંવરી પોઢે પારણે, જાણે ઉપશમકંદ;
સીમંધરના સોણલે મંદ હુસે મુખચંદ. હેતે હીંચોળતાં હો રાજ ! માતા મધુર મધુર મુખ મલકે; ખેલે ખેલતાં હો રાજ ! ભાવો સરલ સરલ ઉર ઝળકે... જન્મ
(સાખી) બાળાવયથી પ્રૌઢતા, વૈરાગી ગુણવંત;
મેરુ સમ પુરુષાર્થથી દેખ્યો ભવનો અંત. હૈયું ભાવભીનું હો રાજ ! હરદમ “ચેતન” “ચેતન” ધબકે; નિર્મળ નેનમાં હો રાજ! જ્યોતિ ચમક ચમક અતિ ચમકે. જન્મ
(સાખી) રિદ્ધિસિદ્ધિ-નિધાન છે ગંભીર ચિત્ત ઉદાર;
ભવ્યો પર આ કાળમાં અદ્દભુત તુજ ઉપકાર. ચંપો મ્હોરિયો હો રાજ ! જગમાં મઘમઘ મઘમઘ મ્યું; ચંપા”—પુષ્પની સુવાસ, અમ ઉર મઘમઘ મઘમઘ હેકે... જન્મ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૧૮૧) ભવ્યોનાં દિલમાં દીવડા પ્રગટાવનાર
| [ રાગ - સોહાગમૂર્તિ શી રે કે ] જન્મવધાઈના રે કે સૂર મધુર ગાજે સાહેલડી, તેજબાને મંદિરે રે કે ચોઘડિયાં વાગે સાહેલડી; કુંવરીનાં દર્શને રે કે નરનારી હરખે સાહેલડી, વીરપુરી ધામમાં રે કે કુમકુમ વરસે સાહેલડી.
સીમંધર-દરબારના, બ્રહ્મચારી ભડવીર;
ભરતે ભાળ્યા ભાગ્યથી, અતિશય ગુણગંભીર. નયનોના તેજથી રે કે સુર્યતેજ લાજે સાલડી, શીતળતા ચંદ્રની રે કે મુખડ વિરાજે સાહેલડી; ઉરની ઉદારતા રે કે સાગરના તોલે સાહેલડી, ફૂલની સુવાસતા રે કે બેનીબાના બોલે સાહેલડી.... જન્મ
જ્ઞાનાનંદસ્વભાવમાં, બાળવયે કરી જોર;
પૂર્વારાધિત જ્ઞાનનો, સાંધ્યો મંગલ દોર. જ્ઞાયકના બાગમાં રે કે બેનીબા ખેલે સાહેલડી, દિવ્ય મતિ-શ્રુતનાં રે કે જ્ઞાન ચડ્યાં હેલે સાહેલડી; જ્ઞાયકની ઉગ્રતા રે કે નિત્ય વૃદ્ધિ પામે સાહેલડી, આનંદધામમાં રે કે શીધ્ર શીધ્ર જામ સાહેલડી. જન્મ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૧૮૨)
(સાખી) સમવસરણ-જિનવર તણો, દીધો દષ્ટ ચિતાર; ઉરમાં અમૃત સીંચીને, કર્યો પરમ ઉપકાર. સીમંધર-કુંદની રે કે વાત મીઠી લાગે સાહેલડી, અંતરના ભાવમાં રે કે ઉજ્વળતા જાગે સાહેલડી; ખમ્મા મુજ માતને રે કે અંતર ઉજાળ્યાં સાહેલડી, ભવ્યોના દિલમાં રે કે દીવડા જગાવ્યા સાહેલડી.... જન્મ
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આવી શ્રાવણની બીજલડી [રાગ:- રૂપલા રાતલડીમાં ]
આવી શ્રાવણની બીજલડી આનંદદાયિની હો બેન, –સુમંગલમાલિની હો બેન ! જન્મ્યાં કુંવરી માતા-‘તેજ ’–ઘરે મહા પાવની હો બેન, -૫૨મ કલ્યાણિની હો બેન!
ઊતરી શીતળતાની દેવી શશી મુખ ધારતી હો બેન, -નયનયુગ ઠારતી હો બેન!
નિર્મળ આંખલડી સૂક્ષમ-સુમતિ-પ્રતિભાસિની હો બેન, -અચલ-તેજસ્વિની હો બેન! ( સાખી )
માતાની બહુ લાડિલી, પિતાની કાળજ–કો; બંધુની પ્રિય વ્હેનડી, જાણે ચંદ્ર-ચકોર. વ્હેની બોલે ઓછું, બોલાવ્યે મુખ મલકતી હો બેન, -કદીક ફૂલ વેરતી હો બેન ! સરલા, ચિત્તઉદારા, ગુણમાળા ઉર ધારિણી હો બેન, સદા સુવિચારિણી હો બેન !... આવી (સાખી ) વૈરાગી અંતર્મુખી, મંથન પારાવાર; જ્ઞાતાનું તલ સ્પર્શીને, કર્યો સફળ અવતાર. જ્ઞાયક-અનુલઙ્ગા, શ્રુતદિવ્યા, શુદ્ધિવિકાસિની હો બેન,
-પરમપદસાધિની હો બેન !
સંગવિમુખ, એકલ નિજ-નંદનવન-સુવિહારિણી હો બેન, -સુધા-આસ્વાદિની હો બેન !... આવી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૧૮૪)
(સાખી) સ્મરણો ભવ-ભવનાં રૂડાં, સ્વર્ણમયી ઇતિહાસ,
-દૈવી ઉર-આનંદિની “ચંપા' પુષ્પ-સુવાસ. કલ્પલતા મળી પુણ્યોદયથી ચિંતિતદાયિની હો બેન,
-સકલદુખનાશિની હો બેન ! મુક્તિ ધરું-મનરથ એ માત પૂરો વરદાયિની હો બેન,
-મહાબલશાલિની હો બેન !.. આવી
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(१८५)
मंगलकारी 'तेज 'दुलारी
( रागः निरखी निरखी मनहर मूरत) मंगलकारी * तेज 'दुलारी पावन मंगल मंगल है; मंगल तव चरणोंसे मंडित अवनी आज सुमंगल है,
... मंगलकारी श्रावण दूज सुमंगल उत्तम, वीरपुरी अति मंगल है, मंगल मातपिता, कुल मंगल, मंगल धाम रु आंगन है; मंगल जन्ममहोत्सवका यह अवसर अनुपम मंगल है,
... मंगलकारी मंगल शिशुलीला अति उज्ज्वल, मीठे बोल सुमंगल हैं, शिशुवयका वैराग्य सुमंगल, आतम-मंथन मंगल है; आतमलक्ष लगाकर पाया अनुभव श्रेष्ठ सुमंगल है,
... मंगलकारी सागर सम गंभीर मति-श्रुत ज्ञान सुनिर्मल मंगल है, समवसरणमें कुंदप्रभुका दर्शन मनहर मंगल है; सीमंधर-गणधर-जिनधुनिका स्मरण मधुरतम मंगल है,
... मंगलकारी
* तेजबा = पूज्य बहिनश्री चंपाबेनकी मातुश्री x वीरपुरी =पूज्य बहिनश्री चंपाबेनका जन्मस्थान वर्धमानपुरी
( वढवाण शहेर)
Please inform us of any errors on rajesh@atmadharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates शशि-शीतल मुद्रा अति मंगल , निर्मल नैन सुमंगल हैं, आसन-गमनादिक कुछ भी हो, शांत सुधीर सुमंगल है; प्रवचन मंगल, भक्ति सुमंगल , ध्यानदशा अति मंगल है, ... मंगलकारी. दिनदिन वृद्धिमती निज परिणति वचनातीत सुमंगल है, मंगलमूरति-मंगलपदमें मंगल-अर्थ सुवंदन है; आशिष मंगल याचत बालक, मंगल अनुग्रहदृष्टि रहे, तव गुणको आदर्श बनाकर हम सब मंगलमाल लहें। .... मंगलकारी Please inform us of any errors on rajesh@atmadharma.com