Book Title: Bahenshree na Vachanamrut
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 201
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates આવી શ્રાવણની બીજલડી [રાગ:- રૂપલા રાતલડીમાં ] આવી શ્રાવણની બીજલડી આનંદદાયિની હો બેન, –સુમંગલમાલિની હો બેન ! જન્મ્યાં કુંવરી માતા-‘તેજ ’–ઘરે મહા પાવની હો બેન, -૫૨મ કલ્યાણિની હો બેન! ઊતરી શીતળતાની દેવી શશી મુખ ધારતી હો બેન, -નયનયુગ ઠારતી હો બેન! નિર્મળ આંખલડી સૂક્ષમ-સુમતિ-પ્રતિભાસિની હો બેન, -અચલ-તેજસ્વિની હો બેન! ( સાખી ) માતાની બહુ લાડિલી, પિતાની કાળજ–કો; બંધુની પ્રિય વ્હેનડી, જાણે ચંદ્ર-ચકોર. વ્હેની બોલે ઓછું, બોલાવ્યે મુખ મલકતી હો બેન, -કદીક ફૂલ વેરતી હો બેન ! સરલા, ચિત્તઉદારા, ગુણમાળા ઉર ધારિણી હો બેન, સદા સુવિચારિણી હો બેન !... આવી (સાખી ) વૈરાગી અંતર્મુખી, મંથન પારાવાર; જ્ઞાતાનું તલ સ્પર્શીને, કર્યો સફળ અવતાર. જ્ઞાયક-અનુલઙ્ગા, શ્રુતદિવ્યા, શુદ્ધિવિકાસિની હો બેન, -પરમપદસાધિની હો બેન ! સંગવિમુખ, એકલ નિજ-નંદનવન-સુવિહારિણી હો બેન, -સુધા-આસ્વાદિની હો બેન !... આવી Please inform us of any errors on rajesh@atmadharma.com

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204