Book Title: Aymbilnu Mahatmya Author(s): Vanitabai Mahasati Publisher: Vanitabhai Mahasati View full book textPage 5
________________ રસપરિત્યાગનું વિશિષ્ટ તપ આયંબિલ આહારસંજ્ઞાના જોરદાર આક્રમણથી જીવનો તપ ગુણ દબાઇ ગયો છે. એ દબાઇ ગયેલા ગુણનો ઉઘાડ કરવા માટે તપધર્મ સમર્થ સાધન છે. તે તપોની અંદર પણ આયંબિલેં – રસપરિત્યાગનું વિશિષ્ટ ઉત્તમ કોટિનું સ્થાન છે. આયંબિલનાં પર્યાયવાચી નામો આગમની અંદર આયંબિલને "આચામામ્લ તપ” કહેલ છે. તેનાં ગુણયુકત અપર નામો પણ છે. ૧. કામશ્ન . કામ એટલે વિષયોની ઇચ્છારૂપ અબ્રહ્મ. તેને આયંબિલ મૂળથી હણે છે, નષ્ટ કરે છે તેથી કામશ્ન "રસે જીતે જીતં સર્વ” રસેન્દ્રિયને જીતવાથી બીજી ઇન્દ્રિયો પણ જિતાય જાય છે. તેને કોઈપણ વિષયોની વાસના સતાવે નહીં. ૨. મંગળ દષ્ટસુખની પ્રાપ્તિ કરાવે છે. બધા કાર્યોની નિવિને સમાપ્તિ કરાવે છે. બાહ્ય-આત્યંતર વિજ્ઞાની પરંપરાને નાશક હોવાથી મંગળ. ૩. શીત બાહ્ય વાતાવરણને શાંત કરવા ઉપરાંત પોતાના શરીર, ઇન્દ્રિય અને મનને પણ શાંત કરે છે. ઉકળતા આત્મપ્રદેશોને પ્રશાંત કરે છે. કષાય તાપને શમાવનાર છે માટે શીત. આયંબિલ તપની આરાધના ક્યારે ? આયંબિલની વિશિષ્ટ આરાધના વર્ષમાં બે વાર કરાય છે. ચૈત્ર સુદ થી ચૈત્ર સુદ ૧૫ સુધી. આ નવ દિવસની ચૈત્રી ઓળી કહેવાય છે. આસો સુદ ૭થી આસો સુદ ૧૫ સુધી. આ નવ દિવસની અશ્વિની ઓળી કહેવાય છે. આ બંને ઓળી શાશ્વતી છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહક્ષેત્રમાં આ બંને ઓળીના આરાધકો હોય છે. જેઓ વર્ષમાં ક્યારેય પણ આયંબિલ ન કરતાં હોય તેઓને પણ આ દિવસો દરમિયાન આયંબિલ કરવાના ભાવો જાગે છે. આ દિવસોમાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય તત્વોની આરાધના થાય છે. અરિહંત ભગવાન અને સિધ્ધપ્રભુ દેવતત્વમાં છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુતત્વમાં છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચારે પ્રકારે ધર્મ છે. આ રીતે નવેય પદની આરાધના કરીને ભવ્યાત્માઓ આત્મગુણોની કમાણી કરે છે. આયંબિલથી સંકળાયેલ તપ જેને ઇન્દ્રિયવિજેતા બનવાના મનોરથો છે, તેવા સાધકો વિવિધ પ્રકારનાં તપાનુષ્ઠાન આયંબિલથી કરે છે. આયંબિલનો વરસીતપ, આનુપૂર્વીતા, આયંબિલની નવાઇ, સોળભથ્થુ, મા ખમણ, સળંગ ૫00 આયંબિલ તીર્થકર નામકર્મ બાંધવાનાં ૨૦ કારણો છે. તેની આરાધના પણ આયંબિલથી થાય છે. સર્વમાં શિરમોર-મુગટમનિ સમાન છે વર્ધમાન આયંબિલ તપની ઓળી.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16