Book Title: Aymbilnu Mahatmya
Author(s): Vanitabai Mahasati
Publisher: Vanitabhai Mahasati

View full book text
Previous | Next

Page 3
________________ આયંબિલ તપ ચૈત્ર માસની ઓળી પર્વના દિવસો નજીક આવી રહ્યા છે. ચાલો આપણે, આયંબિલ તપ વિષે સ્વાધ્યાય કરીએ. રસત્યાગ તપ એટલે શું ? રસત્યાગ તપ એ બાર પ્રકારના તપ (નિર્જરા) માંહેનો એક પ્રકાર છે. વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનું તપ કહેવાય છ જીભને સ્વાદિષ્ટ લાગે, બલવૃધ્ધિ થાય એવી વસ્તુઓના ત્યાગ તે રસત્યાગ તપ છે. રસનો લોલુપી રોગી બને છે. માટે આ તપમાં લોલુપતા ત્યાગવાની હોય છે. રસત્યાગ તપની દર આય ંબિલ તપનું વિશિષ્ટ ઉત્તમ કોટિનું સ્થાન છે. બાંધેલા કર્મો જે આત્મપ્રદેશો સાથે સત્તા જમાવીને બેઠા છે તેનો ક્ષય તપથી થાય છે. તપ કર્યા વિના કર્મ ખપે નહિ ? અજાણપણે ટાઢ, તાપ તથા બીજાં કષ્ટો સહન કરતાં કેટલાક કર્મ ખપે છે, પણ તેમાં નિર્જરાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. આ રીતે જે કર્મ ખપે તેને શાસ્ત્રમાં અકામનિર્જરા કહેવામાં આવે છે. તપ કરનારને કેવી નિર્જરા હોય ? જે તપમાં અહિંસા કે આત્મશુધ્ધિનો વિચાર મુખ્ય ન હોય તેનાથી કર્મની નિર્જરા અલ્પ થાય છે અને જે તપમાં અહિંસા કે આત્મશુધ્ધિના વિચાર મુખ્ય હોય તેનાથી કમની નર્જરા ઘણી થાય છે. સમજણપૂર્વક તપ કરવાથી કર્મની જૈનિર્જરા ધાય તેને સામનિર્દેશ ડેવાય છે. આપણે નિર્જરા કરીને શુધ્ધ થવાનું છે. નિર્જરામાં ૧૨ પ્રકારના તપ આવે છે. છ બાહ્ય તપ અને છ આભ્યંતર તપ. જૈન શાસનમાં મોક્ષનો માર્ગ સંવર અને નિર્જરારૂપ કહ્યો છે. તેનું પ્રધાન સાધન તપ છે. છ પ્રકારના બાહ્ય તપ અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા. છ પ્રકારના આભ્ય તર તપ પ્રાયશ્રિત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, ધ્યાન અને કાર્યોત્સર્ગ રસત્યાગનો ઉત્તરોત્તર વધારો કરી શકાય. તન, મન અને આત્માને સરળ, સ્ફૂર્ત અને સાત્વિક રાખવા માટે રસાળ પદાર્થોનો ત્યાગ જરૂરી છે. જીવનભર દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, મિઠાઇ વગેરેનો ત્યાગ કરી શકાય તો ઉત્તમ. તેમ ન થઇ શકે તો રોજ અમુક પદાર્થોનો ત્યાગ કરવો. આમ રસત્યાગનો ઉત્તરોત્તર વધારો કરી શકાય. ખાવાપીવાના પદાર્થોની અસર મન પર ચોક્કસ પ્રમાણમાં પડે છે. આ સ્પષ્ટ દીવા જેવી વાત છે. આપણે કદાચ આ પદાર્થોને સપૂર્ણ રીતે ન છોડી શકીએ તો એના પર અ કુશ રાખવો જ જોઇએ ! માટે તો આય બિલ નીવી જેવા તપો કરવાનું જ કહ્યું છે. નીવી = એક ટાઇમ ભોજન કરવું, પર ંતુ વિગઇઓ ન વાપરતાં વિગઇઓના વિકારો હણીને બનાવેલા નીવીયાનાં માત્ર લેવાં નીવીયાતાં = જે વિગઇઓમાં અન્ય દ્રવ્ય નાખવાથી તેની વિકારક શકિત નાશ પામી હોય, તેવી વિગઇઓમાંથી બનાવેલા પદાર્થો. 2

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16