Book Title: Aymbilnu Mahatmya Author(s): Vanitabai Mahasati Publisher: Vanitabhai Mahasati View full book textPage 7
________________ આયંબિલ તપનો મહિમા (ચાલુ) આર્થિક લાભ આયંબિલથી આર્થિક દૃષ્ટિએ પણ ઘણો લાભ થાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, મિષ્ટાન્ન, લીલોતરીનો ત્યાગ હોવાથી ભોજનમાં ખર્ચ ઓછો થાય. ધનની જરૂરિયાત ઓછી રહે, તેથી આધ્યાન, ચિંતા, કલેશ, આરંભદિ ઓછા થાય. અન્યાય, અનીતિ, છળ, પ્રપંચાદિ પાપો કરવાની જરૂર ન રહે. તૃષ્ણા ઓછી હોવાથી મનની શાંતિ જળવાઇ રહે છે. મન પ્રસન્નતા – ચિત્તશાંતિ જેવું બીજું ઉત્તમ સુખ કયું છે ? એકૅ પણ નહિ.. આયંબિલ તપથી આધ્યાત્મિક લાભ "જે તયમ્બયા સે સારખાયા, જે સારખાયા તે તયાયા” જેણે મનુષ્યજીવનની અંદર લુખાંસૂકાં ભોજનનાં છોતરાં ખાધાં, તેણે ખરેખર તો સદ્ગતિ પ્રાપ્તિનો માલ ખાધો, પરંતુ જેણે માલમલીદાનો સાર ખાધો, તેણે તો દુર્ગતિઓની પ્રાપ્તિરૂપી છોતરાં – ફોતરાં ખાધા. અરિહંતદેવ અને શાસન પર શ્રધ્ધા, પ્રેમ, આદરભાવ ખૂબ વધે છે, તેથી મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ થાય. સમ્યગુજ્ઞાનનો પ્રકાશ પથરાય. આત્માનું ઓજસ વધે છે, મહાસત્વ ખીલ છે. સહનશીલતા કેળવાય છે, રસકસ જતા કરવાથી ભાવિ દુઃખોથી બચાય છે. કાયાનું મમત્વ ઘટે છે, તેથી અનેક વિકારો અને દુર્ગુણોનું પોષણ મોળું પડે છે. પ્રભુભકિત વધે છે, તેથી ધર્મકાર્યમાં ધન વાપરવાની ઉદારતા રહે છે. તેના પ્રભાવે દાનધર્મની સુંદર આરાધના થાય છે. દુર્ગતિનાં દ્વાર બંધ થાય, સદ્ગતિનાં દ્વાર ખૂલે. પરંપરાએ મોક્ષગતિ મળે છે. આયંબિલની શ્રેષ્ઠતા પરમાત્માએ અનશનાદિ તપ કરતાં પણ આયંબિલની એક અપેક્ષાએ શ્રેષ્ઠતા દર્શાવી છે, કારણ કે ઉપવાસમાં તો અહારનો સંપૂર્ણ ત્યાગ છે. બીજા દિવસે પારણામાં વિગઈઓવાળા પૌષ્ટિક પદાર્થો વાપરી શકાય છે. આપણે ઉપવાસ એકીસાથે કેટલા કરી શકીએ ? વાવજીવન થઈ શકતા નથી. ભોજન વિના નબળાઈ લાગે છે. જ્યારે આયંબિલમાં શરીરને પોષણ મળે છે. દીર્ઘકાળ સુધી યાવત્ જીવનભર પણ આયંબિલ થઈ શકે છે. પરસોનો ત્યાગ હોવાથી વાસના, કષાયો અને ઇન્દ્રિયોના અસંયમ પર કંટ્રોલ આવે છે. ખાવું છે છતાં લૂખુંસૂકું ખાવું છે. આ ઘણી મોટી સાધના છે. એક આયંબિલથી થતો કર્મનો નાશ ૧000 વરસો સુધી દુ:ખો સહીને નારકી જેટલાં કર્મો ખપાવે તેટલાં કર્મ એક આયંબિલથી નાશ પામે છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16