Book Title: Aymbilnu Mahatmya Author(s): Vanitabai Mahasati Publisher: Vanitabhai Mahasati View full book textPage 4
________________ રસત્યાગના પ્રકાર વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનું આભ્યતર તપ કહેવાય છે. આરસત્યાગ તપના ઘણા પ્રકાર છે. પણ તેમાં નીચે દર્શાવેલ નવ પ્રકાર મુખ્ય છે. ૧. નિવિકૃતિક (નીવીગએ). ષષ્ફરસ (દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ તથા પકવાન્ન) રહિત આહાર કરવો. ૨. પ્રણીતરસ પરિત્યાગ જેમાંથી ઘી - દૂધ- ચાસણી આદિનાં ટીપાં પડતાં હોય તેવા આહારનો ત્યાગ કરવો. ૩. આયંબિલ સુકી રોટલી આદિ પદાર્થ તેમજ બાફેલ કઠોર દિવસમાં એક જ વાર વાપરવા. ૪. આયામસિકથભોજી ઓસામણ તથા તેમાં રહેલ અન્નકણ માત્રનો આહાર કરવો. ૫. અરસ આહાર રસરહિત અથવા હિંગ – જીરું વગેરેનો વઘાર કર્યા વિનાનો આહાર કરવો. ૬, વિરસ આહાર ઘણાં જૂનાં અન્નથી જે સ્વભાવથી રસ અથવા સ્વાદરહિત થઈ ગયું હોય - તેવું બનાવ્યું હોય તેવો આહાર કરવો. ૭. અન્નાહાર અત્યંત હલકી જાતિનાં અન્નથી બનેલ આહાર કરવો. અડદના બાકળા વગેરે લે. ૮. પ્રાન્તાહાર અત્યંત હલકી જાતિનાં અન્નથી બનેલ તેમજ ગૃહસ્થને ભોજન કરી લીધા પછી બાકી રહેલો આહાર (વાસી) કરવો. ૯. લુકખ આહાર લૂખોસૂકો આહાર કરવો. પ્રભુ મહાવીરના શ્રમણો આ વિવિધ પ્રકારનો રસત્યાગ તપ કરતા હતા. આપણે પણ જીવનમાં આવા શ્રેષ્ઠકોટીના ઉગ્રતાને આરાધવા ઉધમવત બનીએ એ જ શુભ ભાવના... રોજ એક વિગઈના ત્યાગ કરવા દ્વારા પણ આ તપની આરાધના થઇ શકે છે. રસના ઉપર સંયમ કેળવવો કઠિન છે, તેથી આ સાધનાને તપ કહ્યો છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16