Book Title: Aymbilnu Mahatmya Author(s): Vanitabai Mahasati Publisher: Vanitabhai Mahasati View full book textPage 6
________________ આયંબિલ તપનો મહિમા આયંબિલ મહામંગળકારી હોવાથી અનેક વિદ્ગોનો નાશ થાય છે. સર્વ સંપત્તિઓ – અનુકુળતાની પ્રાપ્તિ થાય છે. કોઇપણ સત્યકાર્યના પ્રારંભમાં આયંબિલ તપ કરવામાં આવે છે, જેથી કાર્ય નિવિપ્ન પૂર્ણ થાય છે. સર્વ વિઘ્ન વિનાશક આયંબિલ તપની જ્યાં સુધી દ્વારિકા નગરીમાં આરાધના ચાલુ હતી, ત્યાં સુધી ૧ર વર્ષ સુધી દ્વૈપાયન ઋષિ તેને બાળી ન શક્યા. નિકાચિત કર્મોનો પણ નાશ થાય. મોક્ષના શાશ્વત સુખ આપવાનો કોલ આ તપે આપ્યો છે. વિષયવિકારો શમી જાય છે. કષાયોના ઉકળાટ શાંત થઈ જાય છે. તપસ્વીના ચિત્તમાં પવિત્ર વિચારોનો પ્રવાહ વહેતો જ રહે છે. તેની સૌમ્ય મુખમુદ્રાનાં દર્શનથી પ્રાણીમાત્ર પ્રસન્નતા અનુભવે છે. શીલ-સંયમની સલામતી જળવાય છે. ઉત્કૃષ્ટભાવે આયંબિલ તપ આરાધનાથી તીર્થકર પદવી પણ પ્રાપ્ત થાય. એકવાર ભોજન મળી જવાથી સંયમ – સ્વાધ્યાય સીદાતા નથી, પણ તેની નિયમિત સાધના થાય છે. આહારસંશા નાશ પામે છે. ખાનપાન પ્રત્યે ઉદાસીનતા આવે છે. સારી વસ્તુ બીજાની ભકિતમાં આપી દેવાનું મન થાય. અવસરે ભેખ વેઠી શકે. અણાહારી સ્વભાવેનો કંઇક આસ્વાદ અનુભવાય. પ્રમાદ દૂર થાય. સર્વ ધર્મક્રિયા અપ્રમત્તપણે થાય છે. પાંચ ઇન્દ્રિયોમાં સૌથી ખતરનાક રસનાને કહી છે. આયંબિલ તપ વિના રસેન્દ્રિયને જીતી ન શકાય. રસનાને જીત્યા વિના બીજી ઇન્દ્રિયો વશ ન કરી શકાય. ઇન્દ્રિયવિજેતા બન્યા વિના કષાયવિજેતા ન બની શકાય. કષાયવિજેતા બન્યા વિના વીતરાગ - કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય, સકળકર્મ ક્ષય ન થાય, મોક્ષ પ્રાપ્તિ ન થાય. આયંબિલથી થતા લાભ આયંબિલ કરવાનું એટલે વિકારોનું શોષણ થાય અને શરીરને જોઇતું પોષણ પણ મળી રહે. આમાં આહારનો સર્વથા ત્યાગ નથી. રસત્યાગર્વી પ્રધાનતા અને સ્વાદના શોષણની જ મુખ્યતા છે, તેથી દીર્ધકાળ સુધી એકધારો પણ આ તપ થઇ શકે છે. આવી ગજબ વિશેષતા છે આ તપની. શારીરિક લાભ ષડ્રેસ અને સ્વાદ રોગોનું મૂળ છે. વિગઈઓનો સ્વાદ વિકાર ઉત્પન્ન કરે તેવો છે. ભક્ષ્યાભઢ્યનો અવિવેક અને રસગૃધ્ધિથી, વિગઈઓ તેમજે અનેક પ્રકારના રસોના ભોગવટાથી અનેક રોગો ઉત્પન્ન થાય છે. "ભોગે રોગ ભય” ભોગમાં રોગનો ભય છે. આયંબિલ કરનારને આ ભય દૂર થાય છે. શરીરનો કચરો જડમૂળથી સાફ થઇ જવાથી દેહ નીરોગી રહે છે. એક જ વાર લૂખુંસૂકું ભોજન કરવાનું હોવાથી શરદી, ડાયાબિટીસ, અપચો, ગેસ, તાવ, અલ્સર, બી.પી. કોલસ્ટ્રોલાદિ એક પણ રોગ થતા નથી. કદાચ રોગ થયા હોય તો પણ આયંબિલ કરવાથી નાશ પામે છે. આરોગ્ય પ્રાપ્તિ થાય છે. વિગઈનો આહાર જ વ્યાધિનું વિશ્રામસ્થાન છે. ચરક ઋષિએ કહ્યું છે: "હિતભુક મિતભૂક અસ્વાદભૂફ”. જે વ્યકિત હિતકારી પથ્થભોજન પરમિતપણે વાપરે છે, તે પણ સ્વાદરહિત ભોજનં કરે છે, તે નીરોગી રહે છે. રોગને શમાવવાનું રામબાણ ઔષધ, અમૃત રસાયણ કે જડીબુટ્ટી જે કહો તે આયંબિલ તપ છે. આ તપથી શરીરમાં ચરબી ન વધે, શરીર હળવું રહે, સ્કૂર્તિ સારી રહે, વૈદનો વેરી આ તપ છે. અર્થાત્ આયંબિલ કરનારને પ્રાય: વૈદ પાસે જવું ન પડે. શ્રીપાળનો કોઢ રોગ આયબિલ તપની આરાધનાથી નાશ પામ્યો. માનસિક લાભ અનાદિકાળની જે આહારસંજ્ઞા છે, ખાઉં ખાઉંની વૃત્તિ છે, તેના પર સંયમ આવે છે. ચિત્તમાં શાંતિ-સ્વસ્થતા-પ્રસન્નતા પ્રગટે છે. પ્રિય, અપ્રિય, મનોજ્ઞ, અમનોજ્ઞ ખાધપદૉર્થો પરથી ગમા-અણગમા, રાગ-દ્વેષના ભાવો મંદ થાય છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16