Book Title: Aymbilnu Mahatmya
Author(s): Vanitabai Mahasati
Publisher: Vanitabhai Mahasati

View full book text
Previous | Next

Page 8
________________ શાશ્વત પર્વ એટલે શું? ચૈત્ર સુદ ૭થી ચૈત્ર સુદ ૧૫ સુધી. આ નવ દિવસોને ચૈત્રી ઓળી પર્વ કહેવાય છે. આસો સુદ ૭થી આસો સુદ ૧૫ સુધી. આ નવ દિવસોને અશ્વિની ઓળી પર્વ કહેવાય છે. આ બંને ઓળી શાશ્વતી છે. સદા રહેનારું. કોઈ દિવસ નાશ ન પામનારું જેને આદિ પણ નથી અને અંત પણ નથી. આ પર્વોની ભૂતકાળમાં પણ આરાધના થૈતી હતી. વર્તમાનમાં પણ આરાધના થાય છે. અને ભવિષ્યમાં પણ આરાધના થશે. આ પર્વોની આરાધના અઢી દ્વીપમાં આવેલા ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્રોમાં થાય છે. કર્મભૂમિ એટલે જ્યાં મોક્ષ માર્ગના જ્ઞાની અને ઉપદેશ દેવાવાળા તીર્થકર ભગવાન જન્મ લે છે. જ્યાં અસિ, મસિ, અને કૃષિ નો વ્યાપાર થાય છે તેને કર્મભૂમિ કહેવાય છે. અસિ એટલે તરવાર વિગેરે હથિયાર, મસિ એટલે લખવાનો, અને કૃષિ એટલે ખેતીવાડી. કર્મનો નાશે માટેની ભૂમિ એટલે કર્મભૂમિ, અર્થાત જે ભૂમિમાં સકલ કર્મોનો ક્ષય કરી સિધ્ધ થાય તે કર્મભૂમિ. એક ભરતક્ષેત્ર, એક ઐરાવતક્ષેત્ર, અને એક મહાવિદેહક્ષેત્ર (M1) જમ્બુદ્વીપમાં આવેલા છે. બે ભરતક્ષેત્ર, બે ઐરાવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર (M2,43) ઘાતકીખંડમાં આવેલા છે. બે ભરતક્ષેત્ર, બે ઐરાવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર (M4M5) અર્ધ પુષ્કરવર દ્વીપમાં આવેલા છે. આમ પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર એમ કુલ ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્ર અઢી દ્વીપમાં આવેલા છે. ચિત્રમાં કર્મભૂમિનાં પંદર ક્ષેત્ર બતાવેલ છે. ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્ર અઢી દ્વીપમાં અર્ધપુષ્કરવર ઐરાવત ઐરાવત કાળાધિ ઘાતકી ઐરાવત એરવત લવણ ઐરાવત M5 M4 MI ભરત ભરત ભરત ભરત ભરત

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16