________________
પર્વો
સર્વજ્ઞ તીર્થકર ભગવાનોએ આગમશાસ્ત્રોમાં નીચે જણાવેલા છ અઠ્ઠાઇના પર્વો કહ્યા છે.
પર્યુષણા શ્રાવણ વદ અગિયારસ, બારસ થી આઠ દિવસો
ત્રણ ચૌમાસી કાર્તિક માસ, ફાગણ માસ અને અષાઢ માસની સુદ સાતમથી પૂનમ સુધીના નવ દિવસોને ચોમાસી અઠ્ઠાઈ કહેવાય છે. બે શાશ્વતી અઠ્ઠાઇ ચૈત્ર માસ અને આસો માસની સુદ સાતમથી પૂનમ સુધીના નવ દિવસોને શાશ્વતી ઓળી કહેવાય છે. જો સર્વ દિવસોમાં ધર્મક્રિયા કરી શકાય તો તેથી વિશેષ લાભ થાય છે; પણ કદી જો સર્વ દિવસોમાં ધર્મક્રિયા કરી ન શકાય તો પર્વને દિવસે તો અવશ્ય કરવી.
પર્વ-તિથિઓ અને આયુષ્ય કર્મના બંધ
આયુષ્ય કર્મ આખા જીવનમાં એક જ વખત બંધાય છે. અને તે પણ સતત અંતર્મુહૂર્ત માત્ર જ બંધાય છે. બાકીના સાત કમ તો સતત બંધાય છે.
દેવ નારકી. યગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચના જીવો પોતાના ભવનું ૬ માસ આયુષ્ય બાકી રહે ત્યારે જ પરભવનું આયુષ્ય બાંધે છે. અને બાકીના બધા જીવો જીદગીના ત્રીજા ભાગમાં પરભવનું આયુષ્ય બાંધે. અને જો એ વખતે આયુષ્ય ન બાંધે તો જેટલા વર્ષ બાકી રહ્યા તેના ત્રીજા ભાગે બાંધે. એમ બાકી રહ્યાનો ત્રીજો ભાગ કરતાં જવાનું, જો એ કાંઇ સમય દરમ્યાન આયુષ્ય કર્મ ન બંધાય તો છેલ્લે મરણ સમયે અંતર્મુહૂર્ત પણ બાંધે. પરંતુ બાંધ્યા સિવોય રહે નહિ .
આયુષ્ય બંધાતી વેળાએ જીવના ભાવ અનુસાર આયુષ્ય બંધાય છે. માટે હંમેશાં શુભ ભાવમાં રહેવું.
પરભવનું આયુષ્ય બંધાઈ જાય પછી તેમાં કોઇ ફેરફાર થઇ શકતો નથી.
ક્યા દિવસે પરભવના આયુષ્યનો બંધ પડે?
પર્વ-તિથિઓના દિવસે મનુષ્ય પ્રાય: પરભવનું આયુષ્ય તથા શુભ કર્મ બાંધે છે. શ્રી ગૌતમ ગણધર: પ્રભુ! બીજ વગેરે પર્વ-તિથિના દિવસોમાં કરેલ ધર્મ આરાધનાનું શું ફળ હોય છે. ?
શ્રી મહાવીર પ્રભુ: ગૌતમ! ઘણું ફળ હોય છે. જીવ આ પર્વ-તિથિના દિવસોમાં પ્રાય: પરભવનું આયુષ્ય બાંધે છે માટે શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીન શુભ પરિણામ વડે તપ વગેરે આરાધના કરવી જોઇએ. '
પર્વના દિવસોમાં ઓછામાં ઓછું પાપ અને વધુમાં વધુ ધર્મ આરાધના કરવી જોઇએ. લીલી વનસ્પતિ (શાકભાજી વગેરે) સચિત હોવાના કારણે પર્વ-તિથિના દિવસે, પોતાના માટે થઈને પણ વનસ્પતિના જીવોની તથા વનસ્પતિના આશ્રર્ય રહેલ અન્ય હાલતાં ચાલતાં જીવોની વિરાધના (હિંસા) ન થાય તે માટે પર્વના દિવસોમાં લીલી વનસ્પતિનો ત્યાગ અને રાત્રિભોજનનો ત્યાગ ત અવશ્ય કરવો.
કોઈક શ્રાવક-શ્રવિકા મહિનામાં પાંચ પર્વ-તિથિની, તો કોઇક છ પર્વ-તિથિની, તો કોઇક દશ પર્વ-તિથિની અથવા બાર પર્વ-તિથિની પણ આરાધના કરે છે. ટૂંકમાં, પર્વના દિવસોમાં ઓછામાં ઓછું પાપ અને વધુમાં વધુ ધર્મ આરાધના કરવી જોઇએ.