Book Title: Aymbilnu Mahatmya
Author(s): Vanitabai Mahasati
Publisher: Vanitabhai Mahasati

View full book text
Previous | Next

Page 14
________________ ધન ધન શાસન મંડન મુનિવરા અનુમોદના ! અનુમોદના !! શ્રી વીરપ્રભુના શાસનમાં આનંદ ઉમંગ છવાયો ! અનુમોદના !!! શ્રી વીરપ્રભુના શાસનના ૨,૫૩૯ વર્ષમાં નહિ બનેલો સદીઓને અજવાળતો તપધર્મ ! ધન્ય છે પ. પૂ. સાધ્વીજી શ્રી હંસકીતિશ્રીજીની સાધનાને ! સંયમ જીવનના પ૬ વર્ષમાં લગભગ ૪૩ વર્ષની સળગ તપસ્યા કરી. શ્રી વર્ધમાન તપની એક સો નહિ, બસો નહિ, પણ ત્રણ સો ઓળીના સાધિકા તપસ્વી રત્ના પરમ પૂજ્ય શ્રી હં સકીતિશ્રીજી મહાસતી. કુલ ૧૫,૧૫) આયંબિલ અને ૩૦૦ ઉપવાસ. તેમનું પારણું માગસર વદ ૫, ૨૦૭૦ના શંખેશ્વર તીર્થ મુકામે થયું. શાસન જાજવલ્યમાન બની વિશ્વમાં જય જયકાર થયો ! સહુને હૈયે ઉછળે હર્ષ-ઉમંગ! ચરમ શાસનપતિ શ્રી ભગવાન મહાવીર સ્વામીએ વઢવાણ શહેરની પ્રજાને શુલપાણી યક્ષના ઉપદ્રવમાંથી ઉગારેલા હતા ત્યારે પ્રજામાં ધર્મનાં બીજ રોપ્યા હતા. તે બીજનો ઉદય કરીને તપસ્વીરત્ના ૫. પૂ. સાધ્વીજી શ્રી હંસકીતિશ્રીજી મ. સા. એ અન્ય આત્માઓની ધર્મશ્રધ્ધા વધુ મજબુત કરેલ છે. વઢવાણ શહેરનું સાચું નામ વર્ધમાન છે. શુલપાણી યક્ષે ઉપદ્રવ કરીને અનેક પ્રજાજનોની હિંસા કરવાથી નગરીમાં જયાં ત્યાં અસ્થિના ઢગલા થઇ ગયા હતા. એટલે ગામનું નામ વર્ધમાનમાંથી અસ્થિક નામે પ્રખ્યાત થયું હતું. શ્રી વીરપ્રભુએ શુલપાણી યક્ષને બોધ આપીને શહેરની પ્રજાનેં ઉપદ્રવમાંથી ઉગારેલા અને આ નગરીનું નામ ફરી વર્ધમાન બન્યું. વઢવાણ (વર્ધમાન) શહેરમાં જન્મેલા પ. પૂ. સાધ્વીજી શ્રી હસકીતિશ્રીજીએ સતત ભગીરથ પુરુષાર્થ કરીને આ ધરતીને ત્રિભુવનપતિ ભગવાન શ્રી મહાવીરના ઉપદેશથી ગુંજતી કરી દીધી છે. વઢવાણ શહેરનું આનાથી વધુ શું ગૌરવ હોઇ શકે ?

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16