________________
આનંદઘનનાં સ્તવનની ભાષા. 175 સાતમી ગાથામાં ઉપદેશને સાર એમ છાપેલી બુકેમાં છાપેલ છે ત્યાં ઉપદેશનુ સાર એમ પ્રતમાં લખેલ છે એ સર્વ લિંગવ્યત્ય. અને શબ્દપ્રવેગ આવા શુદ્ધ ગુજરાતી લાગતા સ્તવનમાં જોવા પછી કોઈ વિદ્વાન માણસ કાઠિયાવાડી અથવા ગુજરાતીના શબ્દ કે અર્થપ્ર સ્તવનમાં મુખ્યતાએ થયા છે એમ કહેવાની બાયતમાં લલચાઈ જાય અથવા તે સિદ્ધાંત (Theory) માં મક્કમ રહી શકે એમ જણાતું નથી. સેવના ધારપર રહે ન દેવા” એ પ્રાગ ચૌદમા સ્તવનની પ્રથમ ગાથામાં છે અને અંધ પુલાય' (૧૫-૬) એ બન્ને પગે શું બતાવે છે? એવા ગુજરાતી પ્રયોગ કદિ જાણુવામાં સાંભળવામાં કે વાંચવામાં આવ્યા નથી. એને અન્વય કરવાથી આ બાબત સ્પષ્ટ થઈ જાય તેવી છે. આ આંતરિકે પૂરા ઘણે સ્પષ્ટ અને વિચારણ્ય છે એમ મારા કહેવાની મતલબ છે. આ વિષય પર હજુ ઘણું વધારે દષ્ટાંતે સ્તવનેમાંથી આપી સ્તવનની રચના ગુજરાતી હોવા છતાં તેની ભૂમિકા ઉત્તર હિંદમાં છે એમ બતાવી શકાય તેવું છે, પરંતુ આટલાં દષ્ટાતો મારા ધારવા પ્રમાણે પૂરતાં છે. સોળમા શાંતિનાથના અતિ ઉદાત્ત લાંબા સ્તવનની દરેક વાક્યરચના મારવાડ તરફની છે એમ બતાવાય તેવું છે “સકળ નયવાદ વ્યાપી રહ્યો. (ગાથા ૬) શિવસાધન સરેિ” (એ જ ગાથા) “ભાવ” તે તેમ અવિતસ્થ સહે (ગાથા ૩) તામસી વૃત્તિ પરિ હરી ભજે સાત્વિકી' (ગાથા ૫) વિગેરે શબ્દ તથા વાક્યપ્રગ સર્વ એક સરખી રીતે મારવાડીના પ્રાગ બતાવે છે અને મારવાડ કરતાં પણ ઉત્તર હિંદના સંસ્કારનું ગુજરાતી સાથે સંમિશ્રણ તત્ત્વ બતાવે છે. આવાં બીજ દષ્ટાંતે આપી હું હવે આ વિષય લખાવવા ઈચ્છતે નથી, સ્થળના પ્રમાણમાં ઘણુ લખાઈ ગયું છે, તે છતા ખાસ જરૂર રહેશો તે આ જ પુસ્તકના બીજા ભાગમાં આ વિષયને ફરીવાર હાથ ધરવામાં આવશે.
સ્તવનમાં વપરાયેલી ભાષાપર કેટલેક ઊહાપોહ કરી તે પરથી મી. મેહતા આનંદઘનજી વિશેષ કયા પ્રદેશમાં રહ્યા હોવા જોઈએ એપર કેટલાક નિર્ણ બતાવવા તરફ દેરવાયા છે તેમના વિચારે બહુ અદ્ધર અને ભાષાવિચારણને અગે અચોક્કસ હોય એમ તે તેઓના પિતાના ઉલલેખપરથી પણ જણાય છે. પ્રાચીન શોધ