________________
૯૮ આનંદઘનજીનાં પદે.
[પદ ભાવ-આ પદને ભાવ પ્રથમ મારા ગુરૂશ્રીએ જેમ સામાન્યથી લખાવ્યા છે તેમ લખી જાઉં છું. શુદ્ધ ચેતના આત્માને કહે છે કે હે પ્રેમવંત! પિલી મમતા આવે છે ત્યારે તે તમે પીગળી જાઓ છે, તમારા વિચાર નરમ થેંસ જેવા થઈ જાય છે, વળી તે સર્વ કેવા લાગે છે–આકર્ષણ કરનારા લાગે છે, તમે વિપરીત ગુણની ખાણ થઈ જાઓ છો અને તેની ચાલ શોભા કરવાવાળી છે એમ તમે ધારે છે અને મારો વખત આવે છે ત્યારે તે તમે કઠોર થઈ જાઓ છો.
છુટક પદના ટબામાંથી આ પદને નીચે પ્રમાણે ભાવ નીકળે છે. હે શ્રદ્ધા! પતિના ગુણે પ્રમાણે વર્તન કરી સારી ચાલવાળી ચકામળ સુમતિ મારી પાસે આવતી નથી અને મારી વરણુજે કુમતિ છે તે મારા તરફ અતિ કઠોર જણાય છે. આવી મારી સ્થિતિ છે. આ પ્રમાણે સુમુક્ષુ જીવ બોલે છે.”
મને આ પદને ભાવ નીચે પ્રમાણે પુરે છે તે હું લખી નાખું છું. આગલા પદમાં શુદ્ધ ચેતનાએ ચેતનજીને જાગ્રત કરવા માટે બહુ વિનતિ કરી, તેઓને મમતાસંગથી થતી વાવણું, હાંસી અને સમતાનું એકાંત હિતસ્વીપણું બતાવી આપ્યું, પણ ચેતનજી તે એકના બે થયા નહિ, તેઓ તે મમતાના રગમાં મસ્ત થઈ સંસારમાં આનંદ માનવા લાગ્યા, ઘરબાર સ્ત્રી ધન પુત્રમાં પોતાનું સર્વસવ સમજવા લાગ્યા અને વિષયકષાયરૂપ કાદવમાં રગદોળાવા લાગ્યા, ત્યારે છેવટે શુદ્ધ ચેતના મનાવી બનાવીને થાકી તેથી પોતાના પેટની અળતણ પિતાની સખી શ્રદ્ધા પાસે કાઢવા લાગી. સ્ત્રીઓ હમેશાં બહેનપણને મળે છે ત્યારે તેની પાસે પિતાની ગુસ હકીક્ત કહે છે અને ખાસ કરીને જે સ્ત્રીઓને શાકનું શલ્ય હાય છે તે પોતાના પતિના સંબંધમાં અને તેના તરફથી થતા વર્તનના સંબંધમાં વારંવાર પિતાની સખી પાસે ફરિયાદ કર્યા કરે છે. તેવી રીતે શુદ્ધ ચેતના શ્રદ્ધાને કહે છે કે જ્યારે ઓરન એટલે બીજી મારી શાક મમતા અજ્ઞાનતા વિગેરે મારા પતિ પાસે આવે છે ત્યારે તે તે તત્ર નરમ થઈ જાય છે, પાચા થઈ જાય છે, ઢીલા થઈ જાય છે. અવલોકન ઉપરથી જણાશે કે મનુષ્યના સ્વભાવમાં એક નબળું તત્વ હોય છે તેને જ્યારે અડવામાં આવે છે ત્યારે આ જીવ તન રૂ જે નરમ