________________
એકવીસમું.] શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂપ.
૧૫ નથી. નયજ્ઞાનમાં તદ્દન સત્ય નથી એમ કહેવાનો આશય નથી પણ તે સત્ય અંશ છે અને અંશ ઉપર મક્કમ રહી અન્ય સત્યશાને ધકેલી દેવામાં આવે તે પછી તે અપ્રમાણ વચન થઈ જાય છે. જૈનશાસ્ત્રકારે તેટલા માટે આ નયજ્ઞાન અને પ્રમાણરાન ઉપર બહુ લક્ષ્ય આપ્યું છે. આનંદઘનજી મહારાજ તેટલા માટે આ પદમાં કહે છે કે સર્વ નયને સ્વામી ચેતન તે પ્રમાણજ્ઞાનને જ માન્ય કરે છે, જ્યારે અંશગ્રાહી નયજ્ઞાનવાળે લડાઈનાં સ્થાનકે ઉપજાવે છે. આ નયજ્ઞાનનું સ્વરૂપ બરાબર સમજી ફેલાવવામાં આવે તે અનેક ધામિક ઝગડા અને લડાઈઓને છેડે આવી જાય. વિશાળ શાસ્ત્રજ્ઞાનવાળા અંશગ્રાહી જ્ઞાનવાળાની ખલના કયાં અને કેવી રીતે થાય છે તે સમછને બતાવી શકે છે. આ નય અને પ્રમાણજ્ઞાન જૈનશાસનું મજબૂત તવ છે અને જેનશાસ્ત્રના જ્ઞાનની જે વિશાળતા અને વિસ્તૃતતા તેમાં સમાયેલી છે તે અન્યત્ર પ્રાપ્ત થવી અશક્ય છે એ ખાસ લક્ષ્યમાં રાખવા ગ્ય છે. હાથીની સૂંઢને લઈને એક એક તેને સુશળ જે કહે છે, પૂછડું હાથમાં લઈને બીજે અંધ તેને વાંસ જેવો કહે છે, પગ હાથમાં લઈને ત્રીજે થાંભલા જે કહે છે, કાન હાથમાં લઈને ચે તેને સુપડા જે કહે છે, આવી રીતે નયજ્ઞાનમા અધધ પરંપરા ચાલે છે અને એ કારણથી જ દુનિચામાં મારામારી ચાલે છે. ઘણાખરા પિતાની વિચારણને પકડી રાખીને અન્યના હેતુઓ અને પરિણામે તપાસવાની દરકાર જ કરતા નથી. જે પ્રમાણઝાન બરાબર સમજવા યત્ન થાય તે આ સ્થિતિના છેડે આવે અને લડાઈનાં સ્થાનકે અંશજ્ઞાનથી ઉત્પન્ન થાય છે તે દૂર થાય.
આ પ્રમાણજ્ઞાનથી ચેતનનું સ્વરૂપવિચારીએ તે પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે. એ ચૈતન્ય સ્વરૂપ પરિણામી છે, ભવનધર્મથી ઉત્પાદ વ્યયપણે પરિણમે છે તેથી તે પરિણામી છે, તેમ જ કર્તા અને ભક્તા પણ તે જ છે. કર્તા હોય તે જ ભક્તા હય, કારણકે કરનાર પિતે ભેગવનાર ન હોય તે સુખમય તેને કદિ કહી શકાય નહિ. સંસારીપણુમાં તે સ્વદેહ પ્રમાણ છે અને પ્રત્યેક શરીરે ભિન્ન જીવ છે. એ જીવ પાંચ કારણની સામગ્રી પ્રાપ્ત કરીને સમ્યક્ દર્શન, સમ્યક