________________
ઓગણત્રીશમુચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ૨૭ જે તેની (તસ્વરૂપે) સેવા કરે છે તે બલૈયા જાય છે-બલિહારીને પામે છે..
ભાવ-દર્શન છે છે. બૌધ તૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જેમિની. તેઓના આત્માની ઉત્ક્રાન્તિ અને નિર્વાણને અંગે તથા ચેતન અચેતન વસ્તુનાં મૂળ સ્વરૂપ, ઉત્પત્તિ, રિથતિ અને વિનાશને અગે જાદ્દા જૂદા અભિપ્રાય છે જે અત્ર બતાવવા જતાં ગ્રંથગૌરવ બહુ થઈ જાય. (જિજ્ઞાસુએ ષ દર્શન સંગ્રહાદિ પુસ્તકે જેવા પણ તેની સાથે મૂલ મન્તવ્યને ખરેખર ખ્યાલ રાખવા ભલામણ છે. આ સંબંધમાં સંક્ષિપ્ત વિવેચન ચાળીશમા પદના વિવેચનમાં અને ઉપદ્યાતમાં જોવામાં આવશે.) આ છમાનું એક પણ દર્શન હું નથી અથવા મારું એક પણ દર્શન નથી. દર્શનને અર્થ સામાન્ય બાધ પણ થાય છે તે અર્થ અહીં બંધબેસતું આવતું નથી. વળી અમે કોઈના ઉપર પ્રસન્ન થતા નથી. લકે કહે છે કે તીર્થાદિકને ભેટવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એ મૂઢતા છે, અમે કેઈના ઉપર પ્રસન્ન થતા નથી, અથવા અમારે કાંઈ પર્શ નથી, રસ નથી, ગધ નથી. સ્પર્શ, રસ, ગધ એ પુદગલના સહભાવી ધમાં છે, અમારે તેની સાથે , કાંઈ લેવા દેવા નથી.
આવી રીતે અનેક દહિથી કહ્યું કે અમે આ નથી, અમે તે નથી વિગેરે. એ સર્વની મતલબ વેદાન્ત દર્શનની પેઠે આત્માની વિશેષ સત્તા ગ્રહણ કરી બતાવ્યું કે આત્મા આ સર્વેમાંથી એક પણ રૂપે નથી અને તેથી તેને અમુક નામે બોલાવવામાં આવે તે સંગ્રહનયની અપેક્ષાએ તે વાત સત્ય નથી. તે નયની અપેક્ષાએ તે આત્મા ત્રણ કાળમાં એક સ્વરૂપવાળે છે, જે છે તે છે, તેમાં કાંઈ ફેરફાર થતું નથી, બહિરૂપાધિથી થતા ફેરફાર તે નય સ્વીકાર નથી. તે તે આત્માના દિવ્ય સ્વરૂપને માને છે અને તેને ઓળખી તેનું જે બરાબર નામ આપે તે તેના ઉત્કૃષ્ટ રસને ચાખે એમ તે કહે છે. જ્યારે આ પ્રમાણે છે ત્યારે તમે કેણ છે એ પ્રશ્ન સહજ થાય છે. વેદાન્ત તે નેતિ નેતિ એમજ પ્રત્યુત્તર આપે છે, કારણ તેને અન્ય નયની અપેક્ષા જેવાની નથી. સંગ્રહનય તેના સ્વરૂપને જ વળગી રહી જવાબ આપે છે કે અમે આનંદના સમૂહુરૂપ ચૈતન્યમય મૂર્તિ છીએ.