________________
[પદ
૧૩૨.
આનંદઘનજીનાં પદે. ખતાં મારા પતિની હાંસી થાય છે તે હું સહન કરી શકતી નથી, મારી ઉદાસીનું કારણ તે જ છે. અનુભવ! મારા પતિને હું છોડી શકતી નથી અને તેમની મશ્કરી થાય તે હું સહન કરી શકતી નથી. આ વિચારથી મારા મનપર શોકની છાયા આવી ગઈ છે.
જે બે પાઠાંતર નોટમાં મૂક્યા છે તે બહુ સારો અર્થ આપે છે. સુમતિ પોતે જ આખું વાકય બોલે છે અને તે પ્રથમ ગાથાના અનુસંધાનમાં જ આવે છે. તે પ્રમાણે અર્થ કરીએ તે સુમતિના મુખમાં નીચેના શબ્દ આવે છે એ માયા મમતાના પ્રસંગમાં આવીને ચેતનજી તે તેના ઉપર ખુશી થઈ ગયા છે, તેમના ઉપર વારી ગયા છે, ત્યારે એ હકીકતને લઈને તે અનુભવ! તમે દિલગીર રહેતા નથી? તમને એ વાતથી ખેક આવતા નથી? તમને એમ થતું નથી કે આ અનત શક્તિનો ધણી ચેતન જેની સત્તામાં અનંત ગુણે રહેલા છે તે આવી વેફયાઓની સોબતમાં પડી જઈ પિતાનું ધન ગુમાવી બેઠો છે, પિતાની શક્તિ સમજતા નથી અને પોતાના કુળધર્મને ખ્યાલ કરતે નથી? હે અનુભવી આમ છે છતા પતિને મારાથી એકાતે તજી. શકાતું નથી, હું કુળવાન રહી તેથી એને ત્યાગ મારા ખ્યાલમાં આવતા નથી ત્યારે શું આપણુ લોકમાં પણ મારી મશ્કરી ન થાય? આપણુ લેક શાંતિ, ક્ષમા, દયા, ધૃતિ, નિર્વેદ વિગેરે મારી મશ્કરી ન કરે કે આ સુમતિ તે પતિની બેદરકારી છતાં તેને વળગ્યા જ કરે છે? આ પ્રમાણે અર્થ કર એ ગાથાના આગળ પાછળના સબંધને અનુરૂપ છે. એમાં આશય એ જ આવે છે કે માયા મમતાના પ્રસંગમાં ચેતન એવા રાચી રહ્યા છે કે સુમતિને બોલાવતા પણ નથી અને તેમ છતાં પણ સુમતિ કુળવધૂ અથવા નિમકહલાલ પરિચારિકા તરીકે તે બાબત ઉપર ખેદ કરી અનુભવને પિતાની સ્થિતિ સમજાવે છે જે સાંભળી પતિ નિજ મંદિરે પધારવા નિર્ણય કરે છે તેને શુહા ઉદ્દેશ છે.
समजत नाहि निहुर पति एति,
'पल एक जात छमासी; - ૧ પલાક એવા પાઠાંતર છે.