________________
88
આનંદઘનજી અને તેનો સમય. ગયાં હોય એમ મારા અનુમાન છે. સ્તવનોની અંદર રહેલ અતિ વિશાળ આશય અને તેને બતાવવાની દૃઢ ભાવના જોતાં એ પ્રાથમિક અવસ્થામાં બન્યાં હોય એમ તે કઈ રીતે માની શકાતું નથી. આ અનુમાન વિચારવા ગ્ય છે અને એના સમર્થન માટે જે વિચાર અત્ર રજુ કર્યો છે તેપર લચ આપી નિરધાર કરવા ગ્ય છે. એકંગ દર રીતે જોતાં આ બાબતમાં કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવવાનું બની શકે તેમ નથી, કારણ કે આ સંબંધમાં કઈ પણ પ્રકારને સીધે પૂરા પ્રાપ્ત થતું નથી. આ ઉપરાંત કમનશીબે એવું બન્યું છે કે આનંદઘનજી મહારાજે બનાવેલ પદ અને સ્તવને ઉપરાત તેઓની કેઈપણ કૃતિ ઉપલબ્ધ થતી નથી અને જુદી જુદી પ્રતમાં પને કેમ જ બતાવ્યું છે તેથી એક નિયમ જળવાઇ રહેતે નથી અથવા તેને શોધી કાઢે લગભગ અશકય થઈ પડે છે. તેઓએ સ્તવને અને પદ ઉપરાંત બીજું કાંઈ બનાવ્યું હોય એમ ધારવાનું હાલ તે કાંઈ કારણ પણ નથી, પરંતુ તેઓએ નાનાં નાનાં પદમાં અને વિશાળ સ્તવનમાં જે ભાવે બતાવ્યા છે અને તે બતાવવા માટે જે ગભીર ભાષાવિલાસ કર્યો છે તે તેમનું જ્ઞાન સામર્થ્ય બતાવી આપે છે અને તે રીતે જોતાં તેઓએ કઈ કેઈ ઉપાગી કવને બનાવ્યાં હોય તે ના કહી શકાય નહિ. યશોવિજયજીના ગ્રન્થની થયેલી સ્થિતિ જોતાં આ સંબંધમાં નિર્ણયાત્મક કાંઈ કહી શકાય તેવું નથી પદના વસ્તુદર્શનશૈલી વિષયનિરપણુ આદિપર આગળ વિચાર કરશું. અત્ર તે વિષય હાથ ધરવા પહેલાં આ સત્તરમા શતકની આખરમાં અને અઢારની શરુઆતમાં દેશની અને જૈન કેમની સ્થિતિ કેવી હતી અને તે વખતમાં અન્ય કામમાં તથા જૈન કેમમાં કેવા કેવા સાક્ષ, કવિઓ અને વિદ્વાને થઈ ગયા છે તે પર વિચાર કરવાથી આ મહાત્માનાં પદોની અર્થવિચારણામાં જમાનાની શું અસર થઈ હતી તે જાણવાનું પ્રબળ સાધન પ્રાપ્ત થશે.
કાળની અસર કેઈ પણ જમાનાની અંદર જે પુરુષે ઉત્પન્ન થાય છે તેની અસર જરૂર તેના ઉપર થોડે ઘણે અંશે પણ થયા વગર રહેતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પૈકી કાળ એ એવી વસ્તુ છે કે તેની અસર વિદ્વાને ઉપર ડી ઘણું જરૂર થાય છે. જ્યારે