________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨).
વીરભદ્ર–મારા ગુરવર્ગના ભયથી તેણે મને અહીં લાવતી નહોતી.
રાજપુત્રો–તમારું નામ શું છે ? વીરભદ્ર–મારું નામ વીરમતી.
આ પ્રમાણે વાર્તાવિનોદ કરી અસર થતાં અને પાછા ઘેર આવ્યાં. સ્ત્રી વેશમાં નિરંતર રાજકુમારી પાસે જતાં, થોડા દિવસમાં વીરભદ્ર વીણાદિ કવાથી તેને પોતા ઉપર અનુરાગિણું કરી દીધી.
એક દિવસ શ્રેષ્ઠીએ કહ્યું-વીરભદ્ર ! તું આબે દિવસ ક્યાં રહે છે? તારા સંબંધમાં લોકો મને પ્રશ્ન કરે છે. હું તેને ઉત્તર આપી શકતો નથી માટે તું દુકાન પર હવેથી બેસ.
વીરભદ્ર યથાતથ્ય પિતાને વૃત્તાંત્ત જણાવતાં કહ્યું. પિતાજી! તમે કાંઈ ભય ન રાખશો. કદાચ રાજા, મારે માટે રાજપુત્રીનું પાણિગ્રહણ કરવાનો આગ્રહ કરે તો ના ન કહેશે.
એક દિવસે રાજસભામાં કોઈએ વીરભદ્ર સંબંધી વાત જણાવી કે-મહારાજા! શખશ્રછીને ધેર તામલિપ્તિથી એક મહાન રૂપવાન તથા ગુણવાન યુવાન પુરૂષ આવ્યું છે. અને તે સર્વ કળામાં શિયાર છે.
તે સાંભળી રાજાએ વિચાર્યું કે મારી પુત્રીને લાયક તે હશે કે કેમ ? સરખાંને સરખે યોગ મેળવી આપો તે જ વિધિનું નિપુણપણું છે.
એક દિવસે યુવતીના રૂપમાં રહેલા વીરભદ્ર, રાજકુમારીને એકાંતમાં જણાવ્યું કે-રાજપુત્રી ! રૂપ અને ગુણથી તથા વયથી ભરયુવાવસ્થામાં આવા છતાં તું શા માટે એકાંત અવસ્થામાં કુંવારાપણમાં જિંદગી ગુજારે છે?
કુંવરાએ જણાવ્યું–તે રૂપવાન તથા ગુણવાન ભારે લાયક કોઈ પણ પુરા જણાતો નથી. એ અવસરે વીરભદ્ર પિતાનું ખરૂ સ્વરૂપે પ્રગટ કર્યું. તે દેખી મેહથી વિહ્વળ થઈ રાજકુમારીએ
For Private and Personal Use Only