________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૮૪) સુપાત્રમાં દાન આપી સુદર્શનાએ ભજન ક્યું. ધર્મક્રિયા અને જ્ઞાનચર્યામાં દિવસ પસાર કરી બીજે દિવસે ગુરૂશ્રીનાં દર્શન અને ધર્મ શ્રવણ નિમિત્તો સુદર્શન શીળવતી સાથે પોતાના પરિવાર સહિત કોરેટ ઉધાનમાં જ્ઞાનભૂષણ ગુરૂ પાસે આવી. * મનુષ્યને જન્મ મરણના દુઃખથી મુક્ત થવામાં પરમ કારણભૂત ગુરુશ્રીએ કરણબુદ્ધિથી ધર્મોપદેશ આપવો શરૂ કર્યો,
પ્રકરણ ૩૨ મું.
સમ્યમ્ દર્શન-બીજું રત્ન
દર્શનમોહનીય કર્મની તેમજ ચારિત્ર મોહનીય કર્મની અમુક પ્રકૃતિભેદ)ના-ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થયેલો ( અમુક અંશે) આત્મસ્વભાવ યા આત્મગુણ તેને સમ્યગૂ દર્શન, સમ્યકત્વ કે તવશ્રદ્ધા કહે છે.
આ સમ્યકત્વ બીજું રત્ન છે. જ્ઞાનથી સમ્યફ રીતે ત યા પદાર્થો જાણું શકાય છે. અને દર્શનથી તેને ચેકસ નિર્ણય થઈ કહાન કરાય છે. જેમકે આ જીવ-અજીવ જડ ચેતન્ય પદાર્થોનું સ્વરૂપ પૂર્વાપર વિરોધરહિત આ પ્રમાણે જ છે.
દર્શનમોહનીય કર્મની સમ્યકત્વમોહની, મિત્રમેહની અને મિથ્યાત્વમોહનીય નામની ત્રણ પ્રકૃતિને સર્વથા ક્ષય થવાથી આ સમ્યગ દર્શન વિશુદ્ધસ્વભાવે પ્રગટ થાય છે.
- મોહનીય કર્મની આ ત્રણે પ્રકૃતિઓ મિથ્યાત્વ સ્વરૂપ છે છતાં, એક એકથી વિશુદ્ધતામાં વિશેષ વિશેષાર હોવાથી તેના ત્રણે ભેદો જુદા જુદા કહેવામાં આવ્યા છે. નહિંતર આત્માના વિશુદ્ધ ગુણને
For Private and Personal Use Only