________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧)
અને કહ્યું. મિત્ર ! આગમનું સ્વરૂપ મેં જાણ્યું. ધૂર્ત પુરૂષોએ કરેલાં કાચ્ચે કાળાંતરે આગમરૂપ-સિદ્ધાંતરૂપ ગણાય છે.
આ જવાબ સાંભળી સુહંકરે વિચાર કર્યો કે, આ માણસ આગમ શ્રવણ કરવાને અયોગ્ય છે. તેની ઉપેક્ષા કરી સુહંકર, સુધમ ગુરૂ પાસે આવી ધર્મ શ્રવણ કરવા લાગ્યો. ધર્મદેશનાથી વૈરાગ્ય પામી પુત્રને ગૃહનો ભાર શેંપી ગુરૂ પાસે તેણે ચારિત્ર લીધું. પ્રવજ્યાનું પાલન કરી તે સદ્ગતિનું ભાજન થશે.
આગમની હીલના કરવાથી અજુને ઘણું અશુભ કર્મ બાંધ્યું. ધર્મ સિવાયની અજ્ઞાનમય જિંદગીમાં સારાં કર્તવ્ય કર્યા વિના અનેક પાપ ઉપાર્જન કરી, અજુન કાળાંતરે મરણ પામી એ જ ગામમાં બકરાપણે ઉત્પન્ન થયું. તેના પુત્રે જ તેને વેચાતો લીધે, અને વ્યવહારિક કાર્ય પ્રસંગે તેને મારવામાં આવ્યો. ત્યાં મહાન દુઃખ અનુભવી મરીને કુંભારને ઘેર ગર્દભ(ગધેડા પણે ઉત્પન્ન થયો. ત્યાં શીત, તાપ, સુધા, તૃષા આદિ નાના પ્રકારનાં દુ:ખનો અનુભવ કરતાં કેટલક કાળ ગયે. એક દિવસે તેના પર વિશેષ ભાર લાદવામાં આવ્યા હતો. આ ભાર ઉઠાવી ન શકવાથી તે પડી ગયો અને વાસણ ફુટી ગયાં. કુંભારે ક્રોધ કરી ગધેડાને પ્રહાર કર્યો. વિશેષ મારથી મરણ પામી, શુકર(ભુ)પણે ઉપજે. તે ભવમાં શીકારી કુતરાએ તેને મારી નાખે. મરણ પામી ઉટપણે ઉત્પન્ન થયો. ત્યાં ઘણે બોજો ઉપાડવાથી ખિન્ન થયા. નદીને કિનારે ચડતાં બોજા સહિત પડી ગયો. હાડકાં ભાંગી ગયાં. વિરમ બૂમો પાડતાં દુઃસહ પીડાએ મરણ પામી, ગેબર ગામમાં ધન વણિકને ઘેર મુંગા પુત્રપણે ઉત્પન્ન થયો. અવિવેકી માણસે તેને ચિડાવવા લાગ્યા પોતાના મુંગા જીવિતવ્ય ઉપરથી ઉગ પામી, કુવામાં પડી તેણે આપઘાત કર્યો. ત્યાંથી મરણ પામી નંદિગામમાં એક કારની દાસીને પેટે પુત્રપણે ઉપન્ન થયો. એક દિવસ મદિરાપાન કરીને ઉન્મત્ત થયો હતો. સ્વપરના દરને ભૂલી જઈ, પિતાના ઠાકરને અસભ્ય વચને કહેવા લાગે. ઠાકોર
For Private and Personal Use Only