________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૧)
અને ફાયદો
અળસી
ધનપાળ–તે મને સંભળાવશો? આજના તમારા સમાગમથી. મને ઘણે આનંદ અને ફાયદો થયો છે.
કિન્નરી-હા, તે હું તમને સંભળાવીશ. પિતે કદાચ કર્મોદયથી કે આળસથી ન કરી શકીએ, તથાપિ તેવા સારા કાર્યમાં બીજાને પ્રેરણા કરવાથી કે ઉત્સાહિત કરતાં રહેનારને અવશ્ય લાભ જ થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે-પરિણામની સમતા થાય તો કરનાર, કરાવનાર અને અનુદન કરનારને સરખું ફળ છે. હું તે દષ્ટાંત સંભળાવું છું. તમે સાવધાન થઈને સાંભળશો.
કિન્ની-આ ભારતવર્ષમાં આમલકપા નામની પ્રખ્યાત નગરી છે. તેના ઈશાન ખૂણામાં સર્વ ઋતુઓનાં પુષ્પ, ફળની સમૃદ્ધિવાળું તથા પંખીગણને હર્ષ આપનાર કાષ્ઠનાગ નામનું ઉધાન આવી રહેલું છે.
- જેના વક્ષસ્થળમાં જયલક્ષ્મી આવી વસી છે એ પ્રબળ પ્રતાપી જયઘોષ રાજા તે નગરીનું શાસન કરતો હતો. તેને જય'વળી નામની પટ્ટરાણી હતી. મારું એમ ધારવું છે કે તેની અભૂતરૂ૫ લાવણ્યતાથી શરમણીઓ હેય તેમ અપ્સરાઓ કોઈ વખત જ આ દુનિયાના છ ની દષ્ટિએ પડે છે.
તે નગરીમાં ન્યાય, વિવેક અને પરોપકારમાં પ્રવીણ ઋદ્ધિમાન. સુનંદનામને શ્રાવક વસતો હતો. નિર્મળ શીળગુણને ધારણ કરનારી તથા ધર્મકમમાં પ્રતિવાળી ધારણ નામની તેને પત્ની હતી. તેની કુક્ષીથી અગીયાર પુત્ર થયા. એક દિવસે અનેક શિષ્યના સમુદાય સાથે પાર્શ્વનાથ ભગવાન તે કેષ્ઠક ઉધાનમાં આવીને રહ્યા હતા. મેઘને ગરવ સાંભળી હર્ષાવેશમાં જેમ મયૂર નૃત્ય કરે છે તેમ તે મહાપ્રભુનું આગમન સાંભળી જયષ રાજાનું મન આનદથી નૃત્ય કરવા લાગ્યું. તે મહાપ્રભુના પાદારવિંદ નમન કરવા અને ઉપદેશામૃતનું પાન કરવા, મે ટા પરિવાર સહિત રાજા ગમે. એ અવસરે સુનંદ પ્રમુખ નગરલકો પણ ત્યાં આવ્યા.
For Private and Personal Use Only