________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાપાનુગામી વાણીવડે તે અનેક જીવોને તત્વજ્ઞાન આપ્યું છે. મનુષ્ય તે શું? પણ તિય વિગેરે પણ તારી વાણીથી બેધા પામ્યા છે. નિવણ માર્ગને રસ્તામાં વાયુથી નહિ બુઝાય તેવી દીપિકા (દીવા) સમાન તારી વાણું જ અખંડ પ્રકાશ આપી રસ્તો બતાવનારી છે. પ્રબળ મિથ્યાત્વાંધકારને દૂર કરવાને સુય સમાન તારી વાણી જ સમર્થ છે. પ્રભુ ! ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષાદિ ગુણરૂપ રત્નોને તું જ રત્નાકર છે. દુઃખસમૂહથી ભરેલા નારકી જીના નિવાસવાળા નરકાવાસનાં દ્વાર બંધ કરવાને તારી વાણી જ અર્ગલા (ભગળ )નું કામ કરે છે યા ગરજ સારે છે. સંસાર સમુદ્રમાં બુડતાં પ્રાણીઓને તારા જીવનચરિત્રનું અનુકરણ જ જહાજતુલ છે. હે કર્મ પરિણામ મહારાજનો પરાભવ કરનાર ! બાવીસમા તીર્થાધિનાથ નેમનાથ પ્રભુ તું ચિરકાળ પર્યત જગત્ જીવોનો તારક થા. હે મહાપ્રભુ! સદ્ભાવનાવાળી અમારી તારા પ્રત્યે છેવટની એ જ યાચના છે કે-જ્યાં સુધી અમે નિર્વાણ પદને પામીએ ત્યાં સુધી દરેક ભવમાં યાને દરેક ક્ષણમાં તમારા આત્મિક ગુણોનું અમને અખંડ સ્મરણ રહે.
આ પ્રમાણે ધનપાળાદિએ સ્તુતિ કરી રહ્યા બાદ ભકિતના આવેશમાં ધર્મપાળ ફરી પણ તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
હે દેવાધિદેવ ! પ્રભુત જનવત્સલ, મનોવાંછિતપ્રદાતા આ રૈવતાચળના પહાડ પર તારા આજે ફરીને મને દર્શન થયાં છે. તારા સુખદ દર્શનથી તપ, સંયમમાં પ્રયત્ન કરનારની માફક અતિ દુઃખદ પણ રસ્તાને પરિશ્રમ આજે મને સુખાવહ થયો છે. હે નાથ ! તારાં દર્શનથી મારું હૃદય હર્ષિત થાય છે, કપિલ વિકસિત થાય છે, ત્યારે નેત્રો હર્ષાવેશથી રહે છે. ગાઁદ્રપદ કુંડના જળની માફક તારું દર્શન આંતરમળને દૂર કરે છે. (તે જળ તો બાઘ મળ દૂર કરે છે.) તૃષ્ણારૂપ તુષાને નાશ કરે છે અને કર્મસંતાપના તાપને અપહરણ કરે છે, અહીં આપનું દીક્ષા કલ્યાણિક થયું છે. આ સ્થળે કેવળ જ્ઞાનકલ્યાણક થયું છે. પિલા પ્રદેશમાં નિર્વાણ કલ્યાણક થયું
For Private and Personal Use Only