________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૪).
સાહસને જ સારભૂત માનનારા સતપુરૂષો, કષ્ટ પડ્યાં વિખવાદ વિનાના,સંપત્તિમાં રાગ વિનાના અને મરણ વખતે ઉદ્યોગ વિનાના હેય છે.
કુમારના જવા પછી જેમ સિંહ વિનાની ગુફા, રાજા વિનાની રાજધાની, ત્યાગ વિનાની લક્ષ્મી અને સમભાવ વિનાના મુનિની માફક સર્વગુણસંપન્ન હોવા છતાં જયંતિનગરી શોભારહિત જણાવા લાગી.
કુમારનું અદ્ભુત સામર્થ્ય અને ઉત્તમ ગુણએ પ્રધાનમંડળના હદયમાં પ્રતિબંધ ઉત્પન્ન કર્યો. કુમારના દેશપાર થવાથી તેઓ પશ્ચાત્તાપરૂપી અગ્નિથી બળતા હોય તેમ તપવા લાગ્યા અને રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા.
મહારાજા ! અકાળે વજી દંડના પ્રકારની માફક, રાજકુમાર ઉપર દુસહ દંડ આપે કેમ કર્યો ? રાજકુમાર ઉપર આવે કેપ કરવો ન ઘટે. આપનું કરેલું કાર્ય યોગ્ય છે કે અયોગ્ય છે તે તો આપ જાણો. પણ અમે એટલું તો કહીએ છીએ કે અમને અજાણમાં રાખી, આપે કુમારને દેશપાર કર્યો છે તે કોઈપણ રીતે ચોગ્ય થયું નથી. એક નાનામાં નાના કાર્ય માટે આપ અમારી સલાહ લેતા હતા, છતાં આજે એક મોટા પહાડ જેવા મહાન કાર્યમાં અમને અજાણું રાખ્યા છે તે વાત અમને હૃદયમાં શલ્યની માફક સાલે છે. જ ખરેખર પ્રધાને રાજાનાં નેત્રે છે. આવા વિષમ કાર્યમાં અવશ્ય તેમની સલાહ લેવી જોઈએ.”
આ દુર્લભ કુમાર રત્ન અમે નિર્ભાગ્યો કેવી રીતે પામીશું? કુમારરૂપ નિધાન દુર્દેવે આજે અમારા હાથમાંથી ખેંચી લીધું. અમારૂં સર્વસ્વ આજે નાશ પામ્યું. અમે આજે નિરાધાર થયા. અમે શું કરીએ અને કયાં જઈએ ?
ઇત્યાદિ લાગણી ઉત્પન્ન કરનારાં પ્રધાનાદિનાં દીન વચન સાંભળી રાજાના વિચારે બદલાઈ ગયા. તેને કોપ શાંત થઈ ગયો. અને પુત્ર ઉપરનો પ્રેમ ઉછળી આવ્ય, પુત્ર વિયાગ તેના હૃદયમાં શલ્યની માફક
For Private and Personal Use Only