Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 350
________________ શ્રાદ્ધદિનકૃત્ય (331) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર પ્રશ્નઃ અન્નત્ય સૂત્રમાં ‘નમો અરિહંતાણં કહીને કાયોત્સર્ગને ન પારું ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં રહેવું એવી પ્રતિજ્ઞા-જણાવેલી છે. આથી જ્યારે ઉપર કહ્યાં તે કારણો માટે કામળી ઓઢવાનો કે ખસવાનો પ્રસંગ આવે ત્યારે ‘નમો અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ પારી લે તો પ્રતિજ્ઞાનો ભંગ ન થાય. આથી ‘અગ્નિ' વગેરે આગારો રાખવાની જરૂર નથી. ઉત્તર : અન્નત્યસૂત્રમાં કહેલી એ પ્રતિજ્ઞાનો અર્થ એ છે કે જ્યારે જેટલા લોગસ્સ કેનવકારનો કાયોત્સર્ગ કરવાનો હોય ત્યારે તેટલા લોગસ્સ કે નવકાર ગણ્યા પછી જ “નમો અરિહંતાણં' કહીને કાયોત્સર્ગ પારી શકાય. માટે અપૂર્ણકાઉસ્સગે ‘નમો અરિહંતાણં' કહીને પારવામાં આવે તો કાયોત્સર્ગનો ભંગ થાય. આથીજ આગારીની જરૂર છે. એ આગારોથી અપૂર્ણ કાઉસ્સગે પણ “નમો અરિહંતાણં' કહીને પારવામાં આવે તો પણ કાયોત્સર્ગનો ભંગ ન થાય. પ્રશ્ન: કયા સૂત્રો બોલીને કાયોત્સર્ગ આવશ્યક કરવામાં આવે છે? ઉત્તર : ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, તસ્ય ઉત્તરી, અન્નત્ય, અરિહંત ચેઈયાણ, વેયાવચ્ચગરાણ, ઈત્યાદિસૂત્રો બોલીને કાયોત્સર્ગ આવશ્યક કરવામાં આવે છે. (૬) પ્રત્યાખ્યાન આત્માનું અહિત કરે તેવી વસ્તુનો કે તેવા કાર્યનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન. પ્રસ્તુતમાં તપ કરવાની (આહારના ત્યાગની) અમુક મર્યાદામાં પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન. નવકારશીથી માંડી ઉપવાસ સુધીમાં તપના અનેક પ્રકારો છે. તેમાંથી પોતાની શક્તિ-સંયોગો પ્રમાણે કોઈ પણ પ્રકારનો તપ અવશ્ય કરવો જોઈએ. છ આવશ્યકથી થતા લાભો સામાયિક કરવાથી જીવને સાવઘયોગથી (પાપની પ્રવૃત્તિથી) વિરતિ થાય છે. ચતુર્વિશતિસ્તવથી જીવ દર્શનવિશુદ્ધિ પામે છે. વંદનથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે અને ઉચ્ચગવ્ય કર્મ બાંધે છે. કોઈ આજ્ઞા ખંડિત નકરે તેવું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને યશ વગેરે શુભ કર્મને બાંધે છે. પ્રતિક્રમણથી જીવ વ્રતોનાં છિદ્રોને ઢાંકે છે, એથી આશ્રવને રોકનારો થાય છે, શુદ્ધચારિત્રવાન અને અષ્ટપ્રવચનમાતામાં ઉપયોગવાળો બનીને સમાધિપૂર્વક સંયમમાર્ગમાં વિચરે. કાયોત્સર્ગકરવાથી જીવ અતીત અને વર્તમાનકાળના અતિચારોની શુદ્ધિ કરે છે. પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલો જીવ માથા ઉપરથી ભાર ઉતરતાં ભારવાહકની જેમ હળવા હદયવાળો બને છે. આવો તે પ્રશસ્ત ધ્યાનને પામીને સુખપૂર્વક વિચરે છે. પ્રત્યાખ્યાનથી જીવ આશ્રવદ્ગારોનો વિરોધ કરે છે, તથા ઈચ્છાનિરોધને પામે છે. આવો જીવ સર્વપદાર્થોમાં તૃષ્ણારહિત અને શાંત થઈને વિચરે છે. (ઉત્તરા. ૨૯/૮ થી) (અહીં ૨૪૧મી ગાથા પૂર્ણ થઈ.) (૨૪૧) आवस्सयं करेमाणो, अट्टम न चिंतए । उवउत्तो सुत्तत्थे, अइयारेसु तहेव य ॥२४२॥ આવશ્યક કરવામાં બાકીના વિધિને કહે છે. છ એ પ્રકારના આવશ્યકને કરતો શ્રાવક આર્તધ્યાન ન કરે. અતિશય અલ્પ આર્તધ્યાનનો ત્યાગ અશક્ય હેવાથી તેનું પણ મિચ્છા મિ દુક્કડું આપે. સૂત્ર-અર્થમાં ઉપયોગવાળો બને, અને તે જ પ્રમાણે અતિચારોમાંઅતિચાર સ્થાનોમાં વિશેષથી સારી રીતે ઉપયોગવાળો બને. (૨૪૨)

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442