Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 376
________________ શ્રાદ્ધદિનકૃત્ય (357) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર સ્વકાયશસ્ત્ર જેમકે – ખારૂ પાણી મીઠા પાણીનું શસ્ત્ર, કાળી માટી તે પીળી માટીનું શસ્ત્ર. પરકાંયશસ્ત્રઃ જેમકે – પાણીનું શસ્ત્ર અગ્નિ અને અગ્નિનું શસ્ત્ર પાણી. ઉભયકાયશસ્ત્ર જેમકે – માટીમાં મળેલ પાણી નિર્મળ જળનું શસ્ત્ર. એવી રીતે સચિત્તને અચિત્ત થવાનાં કારણ જાણવાં. વળી પણ કહેલ છે કેउप्पल पउमाई पुण, उन्हें दिनाणं जाम न धरंति, मोग्गारग जुहिआओ, उन्हेंच्छूढा चिरं हुति ॥१॥ मगदंति अ पुप्फाइं उदयेच्छूढाइं जाम न धरंति, उप्पल पउमाइ पुण, उदयेच्छूढा चिरं हुंति ॥२॥ ઉત્પલ મળ ઉદક યોનિજ હોવાથી એક પ્રહર માત્ર પણ આતપ (તડકા)ને સહન કરી શકતાં નથી, કિન્તુ એક પ્રહરની અંદર જ અચિત્ત થઈ જાય છે (કરમાય છે). મોગરો, મચકુંદ, જુઈનાં ફૂલ ઉષ્ણુયોનિજ હોવાથી આતપમાં ઘણી વાર રહી શકે છે સચિત્ત રહે છે. મોગરાનાં ફૂલ પાણીમાં નાખ્યા હોય, તો પ્રહર માત્ર પણ રહેતાં નથી, કરમાઈ જાય છે. ઉત્પલકમલ (નીલકમલ) અને પામળ (ચંદ્રવિકાસી) પાણીમાં નાંખ્યા હોય તો ઘણા વખત સુધી સચિત્ત રહે છે, કરમાતાં નથી. पत्ताणं पुप्फाणं सरडुफलाणं तहेव हरिआणं । बिडंमि मिलाणंमि नायव्वं जीवविप्पजढं ॥ પત્રોનું, પુષ્પોનું, સહુફળોનું (જેની કાતલી, ગોટલી, છાલ, કઠણ બંધાણી ન હોય એવાં ફળોનું) અને વત્થલા પ્રમુખ સર્વ ભાજીઓનું અથવા સામાન્યથી સર્વ વનસ્પતિઓનું દીઠું (મૂળ નાલ, અર્થાત્ ડાળમાંથી ઊગતો ફણસલો અને વચલી દાંડી વગેરે) કરમાઈ એટલે જાણવું કે હવે આ પત્ર વગેરે વનસ્પતિ અચિત્ત થઈ. વળી શાલી પ્રમુખ ધાન્ય માટે તો ભગવતીસૂત્રના છઠ્ઠા શતકે પાંચમા ઉદ્દેશામાં સચિત્ત-અચિત્તનાવિભાગ બતાવતાં એમ કહેલ છે કે| (ભગવંતને શ્રી ગૌતમે પૂછ્યું કે – “હે ભગવન્! શાલિ, કમોદના ચોખા, કલમશાલિ ચોખા, વ્રીહિ એટલે સામાન્યથી સર્વ જાતિના ચોખા, ઘઉં, જવ એટલે નાના જવ, જવજવ એટલે મોટા જવ, એ ધાન્યને કોઠારમાં ભરી રાખ્યાં હોય, કોઠીમાં ભરી રાખ્યાં હોય, માંચા ઉપર બાંધી રાખ્યાં હોય, માળા બાંધીને તેમાં ભરી રાખ્યા હોય, કોઠીમાં નાંખીને કોઠીનાં મુખ લીંપી દીધાં હોય, ચોતરફથી લીંપી લીધેલ હોય, ઢાંકણાંથી મજબૂત કીધેલાં હોય, મોહોર કરી મૂક્યાં હોય, કે ઉપર નિશાન કીધાં હોય, એવાં સંચય કરી રાખેલાં ધાન્યની યોનિ (ઉગવાની શક્તિ) કેટલા વખત સુધી રહે છે ? (ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે, “હે ગૌતમ! જઘન્યથી (ઓછામાં ઓછી) અંતર્મુહર્ત (કંઈક ન્યૂન બે ઘડી) સુધી યોનિ રહે, અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી કોઈમાં યોનિ રહે છે. ત્યાર પછી યોનિ કરમાઈ જાય છે, નાશ પામે છે, બીજ અબીજરૂપ બની જાય છે.” પ્રશ્નઃ “હે ભગવન્! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, ચણા, એટલાં ધાન્યને પૂર્વોક્ત રીતે રાખી મૂક્યાં હોય, તો કેટલો કાળ તેઓની યોનિ રહે છે ?' ઉત્તરઃ જઘન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી રહે છે. ત્યાર પછી પૂર્વોક્તવત્ અચિત્ત થઈ જાય છે. પ્રશ્ન: હે ભગવન્! અળસી, કસુંબો, કોદરા, કાગ, બંટી, રાલો, કોડુસગ, શણ, સરસવ, મૂળાનાં

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442