Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 397
________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર (378 શ્રાદ્ધદિનકૃત્ય આ પ્રમાણે ધર્મમાં સ્વજનોને સ્થિર કરીને હવે ઉપમાઓથી ધર્મની જ સ્તુતિ-પ્રશંસા કરતા ગ્રંથકાર ચાર ગાથાઓને કહે છે - જીવોને જિનધર્મ જ અપૂર્વ કલ્પવૃક્ષ છે. કારણ કે એ સ્વર્ગ–મોક્ષનાં સુખરૂપ ફળને આપે છે. આ વિષે કહ્યું છે કે – ““ધર્મરૂપકલ્પવૃક્ષ કલ્પનામાં પણ ન આવે તેવા મનુષ્ય-દેવ-મોક્ષસુખીરૂપ ફળોને આપે છે, શાશ્વત છે, પરાધીન નથી = સ્વાધીન છે. આથી આ ધર્મરૂપ કલ્પવૃક્ષ અપૂર્વ છે.” (૨૮૩) अहवा चिंतामणि एसो, सव्वत्थ सुखदायगो । निहाणं सव्वसुक्खाणं, धम्मो सव्वन्नुदेसिओ ॥२८४॥ અથવા સર્વજ્ઞકથિત આ ધર્મ અપૂર્વચિંતામણિ છે. કારણ કે આ લોકમાં અને પરલોમાં એમ સર્વસ્થળે સુખ આપે છે. કહ્યું છે કે – ધર્મરૂપ ચિંતામણિ જેઓ વંદન કરવાના સ્વભાવવાળા દેવ સમુદાયને વંદન કરવા યોગ્ય છે એવા ઉત્તમમુનિઓને પણ સર્વકાળ સેવવા યોગ્ય છે, તથા સદા આ લોક સંબંધી અને પરલોક સંબંધી સુખ આપે છે, તેથી આ ધર્મરૂપ ચિંતામણિ નવો છેકઅપૂર્વ છે. તથા આ ધર્મક્ષય ન પામે તેવાં સર્વ સુખોના સમૂહને ઉત્પન્ન કરનાર હોવાથી સર્વસુખોનું અપૂર્વ નિધાન છે. કહ્યું છે કે – “જીવોનો ઉત્તમકુળમાં જે જન્મ થાય છે, જીવોને જે આ નિરોગી શરીર મળે છે, ચંદ્ર કિરણોના જેવો શ્વેત ઘણો યશ ચારે બાજુ જે ફેલાય છે, કૃણવાસુદેવની જેમ સંપૂર્ણ પૃથ્વીની લક્ષ્મી જે પ્રાપ્ત થાય છે, જે મોક્ષસુખ અને સ્વર્ગસુખ મળે છે, તે ખરેખર સદાય ક્ષય ન પામનારા ધર્મરૂપ સુનિધાનનો વિલાસ છે.” (૨૮૪) धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरू। . मुक्खमग्गे पयट्टाणं, धम्मो परमसंदणो ॥२८५॥ ધર્મ સદા હિતકરનાર હોવાથી અપૂર્વ બંધુ છે. કહ્યું છે કે – “ધર્મ કૃત્રિમતાથી રહિત છે, અર્થાત્ ધર્મ ઉપજાવી કાઢેલો નથી, સત્ય છે, સર્વલોકોને અનુકૂળ છે, સદાય ઈષ્ટ વસ્તુને કરવાનું ઘર છે. આથી જિનેશ્વરોએ કહેલા આ ધર્મને તેના જાણકારો નવીન અપૂર્વ બંધુ કહે છે.” તથા ધર્મસર્વઆપત્તિસમૂહને દૂર કરનાર હોવાથી અને સર્વસંપત્તિઓને મેળવી આપનાર હોવાથી અપૂર્વ સુમિત્ર છે. કહ્યું છે કે – “ધર્મ આપત્તિસમૂહનું વિદારણ કરીને સંપત્તિને મેળવી આપવા માટે સદા સજ્જ રહે છે, પરલોકમાં પણ જીવની સાથે આવે છે. તેથી ધર્મ જ નવીન સુમિત્ર છે.” તથા સારી રીતે ઉપાસના કરાયેલો ધર્મ અન્ય જન્મમાં પણ પ્રત્યેક બુદ્ધ વગેરેને જાતિસ્મરણ આદિથી તત્ત્વોનો બોધ ઉત્પન્ન કરનાર હોવાથી પરમગુરુ છે. કહ્યું છે કે – “સમ્ય ઉપાસના કરાયેલો ધર્મ જીવોને અન્યભવમાં પણ સ્પષ્ટ અને સુંદર બોધ કરાવે છે, જેથી ધર્મ ખરેખર ! પરમગુરુ છે. સંભળાય છે કે પૂર્વે જેમણે દેદીપ્યમાનધર્મર્યો છે તેવાકરસંવગેરે મુનિઓબળદ વગેરેને જોઈને જ જલદી સોધને પામ્યા.” તથા મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા જીવો માટે ધર્મ શ્રેષ્ઠ રથ છે. કારણ કે જલદી મુક્તિપુરીમાં પહોંચાડે

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442