Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 425
________________ અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર 406 શ્રાદ્ધદિનકૃત્ય ચાંદી વગેરે કેટલાક પરિગ્રહોને નામ લઈને કહે છે– ચાંદી, સુવર્ણ, કાંસુ, શંખ, પ્રવાલ, ધન, ધાન્ય અને પત્નીનો આચાર્ય સર્વથા ત્યાગ કરે છે. સર્વથા – મન–વચન—કાયા એ ત્રણ યોગથી, કરવું-કરાવવું–અનુમોદવું એ ત્રણ કરણથી, ભૂતભવિષ્ય-વર્તમાન એ ત્રણ કાળથી. (૩૨૭) राईभोयणाओ य, जो विरत्तो महायसो । મંનિહી મંત્વયં નો ૩, ન ી વાવિ ૫રૂ૨૮।। છઠ્ઠા મૂલગુણને કહે છે ક્ષેત્રથી - કાળથી - મહાયશસ્વી આચાર્ય રાત્રિભોજનથી નિવૃત્ત થયેલા છે, અને ક્યારેય સંનિધિનો સંચય કરતા નથી. મહાયશસ્વી એટલે સુસાધુપણાથી જેમની કીર્તિ પ્રસિદ્ધ થઈ છે તેવા. રાત્રિભોજન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે દ્રવ્યથી - અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ ચાર પ્રકારના આહારમાં, અને લીમડાના પાન વગેરે અનાહારમાં. અઢી દ્વીપ–સમુદ્રપ્રમાણ ક્ષેત્રમાં. દિવસે લીધેલું (રાતે પોતાની પાસે રાખીને) દિવસે વાપર્યું, દિવસે લીધેલું રાતે વાપર્યું, રાતે લીધેલું દિવસે વાપર્યું, રાતે લીધેલું રાતે વાપર્યું. ભાવથી - તીખા, કડવા, તૂરા, ખાટા, મીઠા, અને ખારા રસોમાં. પ્રશ્ન - દિવસે લીધેલું (રાતે પોતાની પાસે રાખીને) દિવસે વાપર્યું એમાં રાત્રિ ન હોવાથી એ ભાંગો છોડવો યોગ્ય નથી. ઉત્તર - આ પ્રશ્નનો પરિહાર સૂત્રથી જ બતાવે છે – જે મોદક અને ખંજૂર વગેરેના સંનિધિને દુર્ભિક્ષ વગેરે કાળમાં પણ ધારણ કરતા નથી, તે મોદક વગેરેને સાધુ રાતે પોતાની પાસે રાખે તેનેં સંનિધિ કહેવામાં આવે છે. આ વિષે ઋષિવચન (દ.વૈ.અ.૬ ગા. ૧૮-૧૯) આ પ્રમાણે છે – જ્ઞાતપુત્ર શ્રી વર્ધમાન સ્વામીના વચનમાં આસક્ત સાધુઓ ગોમૂત્ર આદિથી પકાવેલ પ્રાસુક લૂણ તથા સમુદ્ર આદિનું અપ્રાસુક મીઠું, તેલ, ઘી અને દ્રવ (ઢીલો) ગોળ વગેરે રાતે પોતાની પાસે રાખવાને ઇચ્છતા નથી. આ જે સંનિધિ રાખવી તે લોભનો મહિમા છે. આથી તીર્થંકરો અને ગણધરો કહે છે કે કોઈ થોડી પણ સંનિધિ સેવે તો તેને ગૃહસ્થી માનવો, પણ ભાવસાધુ કહેવો નહિ. કેમકે દુર્ગતિનું નિમિત્ત બને તેવી ક્રિયા કરે છે.’’ (૩૨૮) न किन किणावेई, न हणे न हणावइ । उज्जुत्तो संजमे जो उ, सव्वारंभविवज्जओ ॥ ३२९ ॥ મૂલગુણો કહ્યા. હવે ઉત્તરગુણોને કહેવાનો અવસર છે. ઉત્તરગુણો પિંડવિશુદ્ધિ (=આહાર વિશુદ્ધિ) વગેરે છે. તેમાં પણ પિંડ (=આહાર) સર્વ ગુણોનો આધાર એવા દેહનું પરિપાલન કરનાર

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442