Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 434
________________ શ્રાદ્ધદિનકૃત્ય અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર એક વગેરે ગુણોથી રહિત હોય તો પણ જે ગીતાર્થ હોય અને સારણા આદિ કરવામાં પ્રયત્નશીલ હોય તે ગુરુ છે- તેને ગુરુ તરીકે સ્વીકારવા,’’ (૩૩૪) 415 एयं पयदिणकिच्चं समासओ देसियं तु सड्डाणं । वित्थरओ नायव्वं, जह भणियं पुव्वसूरीहिं ॥ ३३५॥ હવે પ્રસ્તુત શાસ્ત્રના વિષયનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે-ભાવશ્રાવકોનું આ પ્રતિદિન નૃત્ય સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તો શ્રીભદ્રબાહુસ્વામી અને શ્રી હરિભદ્રસૂરિ વગેરે આચાર્યોએ ‘‘આવશ્યક સૂત્ર’’ વગેરે ગ્રંથોમાં જે રીતે કહ્યું છે તે રીતે જાણવું. આ પ્રતિદિન કૃત્ય એટલે પૂર્વે ‘‘નવકાર ગણતાં ઊઠવું’’ ઇત્યાદિથી આરંભી અહીં સુધી જે કહ્યું તે પ્રતિદિન પ્રતિદિન નૃત્ય એટલે નિત્ય કરવા યોગ્ય. (૩૩૫) નૃત્ય. ताणं सुलद्धं खलु माणुसंत्तं, जाई कुलं धम्मरहस्ससारं । अप्पेण अप्पं पडिलेहइत्ता, समं पयट्टंति जे मुक्खमग्गे ॥ ३३६ ॥ હવે જેઓ પ્રસ્તુત શાસ્ત્રના શ્રવણ આદિથી ભાવિતમતિવાળા થઈને અંતર્મુખ બને છે, તેમની સ્તુતિ કરતા સૂત્રકાર કહે છે– વડે. જે લઘુકર્મી જીવો આત્મા વડે આત્માને વિચારીને અશઠપણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેમનો મનુષ્યભવ સફલ છે. કારણ કે તેમને મનુષ્યભવનું ફળ મળે છે. એ પ્રમાણે તેમનાં જ જાતિ-કુલ પણ સફળ છે. કારણ કે તેમના જાતિ–કુલ વિદ્વાનોને પ્રશંસા કરવા યોગ્ય બને છે. તેમનું જ શ્રુતધર્મના સારરૂપ ચારિત્ર સફળ છે. કારણ કે તેમનું ચારિત્ર વિશિષ્ટ કર્મક્ષયનું કારણ છે. અહીં ‘આત્મા વડે’ એટલે વિષય-કષાયના અંધાપાથી રહિત આત્મા વડે, અર્થાત્ પરમાર્થદર્શી અંતરાત્મા ‘આત્માને વિચારીને’ એટલે વિષય-કષાયરૂપ વિષના વેગથી વિહ્વલ બનેલો ઇંદ્રિયાત્મા આ લોકમાં અને પરલોકમાં મહાદુ:ખનું ભાજન બને છે એમ વિચારીને. જેમકે – ‘‘હરણ, પતંગ, સર્પ, મત્સ્ય અને મત્ત હાથી એક એક વિષયથી નાશ પામ્યા, તો પછી જેનો આત્મા સંયમથી રહિત છે અને જે પાંચેય ઇંદ્રિયોની આધીનતાથી પીડિત છે તે જીવનું તો શું કહેવું ?’’ (પ્ર.ર. ૪૭) ક્રોધથી પ્રેમીઓની સાથે પ્રેમ રહેતો નથી. માનથી ગુણીઓનો વિનય થઈ શકતો નથી. માયાથી લોકોને વિશ્વાસ રહેતો નથી. લોભથી સઘળા ગુણો પલાયન થઈ જાય છે.’' (પ્ર.૨. ૨૫) પરલોકમાં તો ‘‘આ પ્રમાણે વિષય-કષાયોથી પ્રતિ સમય અશુભકર્મ સમૂહને બાંધીને દુર્ગતિમાં ગયેલો આ આત્મા છેદન અને ભેદન વગેરે ઘણું સહન કરે છે.’’ મોક્ષમાર્ગ- અક્ષુદ્રતા વગેરે ગુણો મોક્ષમાર્ગ છે. કહ્યું છે કે – ‘‘અક્ષુદ્રતા (=કૃપણતાનો અભાવ), દયા, કુશળતા, ક્ષમા, ઇંદ્રિયનિગ્રહ, ન્યાયનું નિર્દોષ અનુસરણ, શ્રુતમાં અને શીલમાં પ્રયત્ન, સાધર્મિકવાત્સલ્ય, સદા સાધુધર્મમાં આદરભાવ ઇત્યાદિ કુશલોમાં ઉઘમને મુક્તિમાર્ગ તરીકે માનેલો છે.’’ (૩૩૬)

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442