Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 417
________________ સત્તાવીસમું બાધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર (398) શ્રાદ્ધદિનકૃત્ય ક્રિયાઓથી દોષો ઘટે એમ શાસ્ત્રો કહે છે, તો મારામાં એ ક્રિયાથી ક્યા ક્યા દોષો કેટલા કેટલા અંશે ઘટ્યા છે આવી તપાસ કરનારા કેટલા ? આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગશત ગ્રંથમાંના પેરામેનિફળ ઢોસાવેલ્વા એ શબ્દોથી આજ વિષયનો નિર્દેશ કર્યો છે. સાધકે દોષોની અપેક્ષાએ અતિનિપુણ આત્મ પ્રેક્ષણ કરવું જોઈએ. અર્થાત્ મારામાં ક્યા ક્યા દોષ આદિ છે ? રાગ વધારે છે? દ્રેષ વધારે છે? ક્રોધ વધારે છે? માન વધારે છે ? માયા વધારે છે? લોભવધારે છે? એમ સાધકે પ્રતિદિન અતિનિપુણ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. દોષોનું નિરીક્ષણ કરવાથી જ દોષોનો વિનાશ થાય છે. દોષોના નિરીક્ષણ વિના દોષોનો વિનાશ પ્રકાશ વિના અંધકારના પ્રતિકારની જેમ અશક્ય છે. દોષોનું નિરીક્ષણ પણ કેવળ પોતાના મનના આધારે જ નથી કરવાનું, કિંતુ બીજા લોકોની સ્વજનસંબંધી કે આડોસી પાડોસી આદિની દૃષ્ટિએ પણ કરવાનું છે. એટલે કે અન્ય (શિષ્ટ) લોકો ઉપર મારી કેવી છાપ છે? અન્ય (શિષ્ટ) લોકોનો મારા સ્વભાવ માટે કેવો અભિપ્રાય છે ? તે પણ વિચારવું. અહંકાર આદિ દોષોને વશ બનીને આપણે દોષોનું નિરીક્ષણ કરવા ઉત્સાહિત થતા જ નથી. પુરુષાર્થ ફોરવીને દોષનિરીક્ષણ કરવામાં આવે તો પણ અહંકાર આદિ દોષોથી મન દોષોને છુપાવી દે છે. આથી દોષો જોવા પ્રયત્ન કરવા છતા આપણને દોષોનદેખાય એમ પણ બને. આપણને ક્યાં અનુભવ નથી થતો કે આપણામાં કોધાદિ દોષો હોવા છતાં આપણને દેખાતા નથી અને સાત્તિ આદિ ગુણો દેખાય છે. આથી પોતાની વૃત્તિ વાણી અને વર્તનના આધારે પોતાના દોષોનું નિરીક્ષણ ક્ય પછી પણ (શિષ્ટ) લોકો મને કેવા સ્વભાવનો કહે છે તે જોવું. શું આપણે નથી જોતા કે ઘણા લોકો પોતાને શાંત ઉદાર સમજતા હોય છે, પણ અન્ય (શિષ્ટ) લોકોની દષ્ટિએ તેઓ ક્રોધી અને કૃપણ હોય છે, અને એ હકીકત સત્ય હોય છે. પોતાને સરળ અને નમ્ર બતાવતા લોકો અન્યની દષ્ટિએ મહામાયાવી અને અતિ અભિમાનીતરીકે પ્રસિદ્ધ હોય છે. આથી સાધકે પોતાનાદોષોનું સ્વદષ્ટિએ નિરીક્ષણ કરીને પરદષ્ટિએ પણ નિરીક્ષણ કરવું જરૂરી છે. આથી જ પૂ. હરિભદ્રસૂરિ મહારાજે દોષોનું નિરીક્ષણ અતિ નિપુણ કરવું” એમ કહ્યું. સ્વ અને પર એમ ઉભયની દષ્ટિએ દોષોનું નિરીક્ષણ એ જ અતિનિપુણ નિરીક્ષણ આજે આ પ્રમાણે આત્મનિરીક્ષણ કરનારા કેટલા? પોતાને આત્મવાદી કહેનારા અને એનો ગર્વ લેનારાઓમાં પણ આત્મનિરીક્ષણ કરનારા વિરલા જ હોય છે. ખરેખર! જેટલા આત્મવાદીઓ છે તેટલા બધા જો આ પ્રમાણે આત્મનિરીક્ષણ કરવા માટે તો આ સંસાર સ્વર્ગસમો બની જાય. આત્મવાદી ગણાતાઓ પણ શરીર વગેરેનું જ નિરીક્ષણ કર્યા કરે છે આત્મવાદી ગણાતા લોકોમાં પણ મોટાભાગના લોકો હંમેશા શરીરનું વિષય સુખનાં સાધનોનું અને વિષયસુખનું નિરીક્ષણ ક્ય કરે છે. ચોવીસે કલાક શરીરની, વિષયસુખના સાધનોની કે વિષયસુખની જ ચિંતા કરે છે. શરીર ઉપર જરાય દુ:ખ ન પડે, શરીરમાં રોગ ન આવે, આવેલાં રોગો કેમ દૂર થાય, વિષયસુખનાં સાધનો કેવી રીતે મેળવવા, ક્યાંથી મેળવવા, વિષય સુખો કેવી રીતે ભોગવવા વગેરે વિચારણા સતત ચાલુ હોય છે. શરીરમાં જરા દોષ-રોગ દેખાય કે તુરત પોતાના લાગતા વળગતાને ફરિયાદ કરશે અને વૈદ્ય-ડૉક્ટરને બતાવીને દોષ દૂર કરવા અનેક પ્રયત્ન કરે છે. પણ આત્મામાં કેવા કેવા અને કેટલા કેટલા દોષો ભરેલા છે,

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442