Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 433
________________ 414) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય બાંધી અટવીમાં આગળ ચાલ્યા, ત્યાં એક સીસાની ખાણ જોવામાં આવી. સીસું લોઢા કરતાં વધારે કિંમતી, એટલે બધાએ લોઢાના ભારાને છોડી નાખી સીસું બાંધી લીધું, પણ એક જણે પોતાનો લોઢાનો ભાર ન છોડ્યો. સાથીઓએ તેને ઘણું સમજાવ્યું, ત્યારે તેણે કહ્યું કે આ ભારો હું ઘણે દૂરથી ઉપાડી લાવ્યો છું અને તેને ઘણો મજબૂત બાંધેલો છે, માટે તેને મૂકીને સીસાનો ભારો બાંધવા હું ઇચ્છતો નથી.’ હવે સથવારો અટવીમાં આગળ વધ્યો, ત્યાં અનુક્રમે ત્રાંબાની, રૂપાની, સોનાની, રત્નની તથા હીરાની ખાણો જોવામાં આવી. એટલે તેઓ ઓછા મૂલ્યવાળી વસ્તુઓના ભારા છોડતા ગયાને વિશેષ મૂલ્યવાળી વસ્તુઓના ભારા બાંધતા ગયા. એમ કરતાં તેઓ પોતાના નગરમાં પહોંચ્યા. ત્યાં તેમણે એ બહુમૂલ્ય હીરા વેચ્યા. આથી તેઓ ઘણા ધનવાન થઈ ગયા અને સુખેથી રહેવા લાગ્યા. પેલા કદાગ્રહી પુરુષે પોતાનો લોઢાનો ભાર વેચ્યો, ત્યારે , બહુ થોડા પૈસા મળ્યા. આથી તે ખેદ પામીને વિચાર કરવા લાગ્યો કે મેં પણ મારા સાથીઓની જેમ લોઢાનો ભારો છોડી વધારે સારી વસ્તુઓ લીધી હોત તો હું પણ તેમના જેવો વૈભવ મેળવી શક્ત.' આ રીતે હે રાજન જો તું તારો કદાગ્રહ છોડીશ નહિ તો આ લોઢાનો ભારો ઉચકી લાવનારની જેમ ખૂબ પસ્તાઈશ. શ્રી કેશકુમાર શ્રમણના આવા ઉપદેશથી પ્રદેશ રાજાને ખાતરી થઈ ગઈ કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તે પોતે કરેલા પુણ્ય-પાપનો બદલો અવશ્ય ભોગવે છે, એટલે તેણે આચાર્યશ્રી પાસે ધર્મનું શ્રવણ કરી સમ્યત્વમૂલ શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યા અને તેમનું વિધિપૂર્વક પાલન કરવા લાગ્યો. હવે તેનું વલણ પૂરેપૂરું આધ્યાત્મિક થતાં તે ભોગથી વિમુખ થયો. આ વસ્તુ તેની રાણી સૂર્યકાંતાને પસંદ ન પડી, એટલે તેને ઝેર આપ્યું, છતાં તેણે છેવટ સુધી મનની સમાધિ બરાબર જાળવી રાખી અને મૃત્યુ બાદ સૂર્યાભ નામનો દેવા થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરીને મોક્ષે જશે. આ પ્રમાણે પ્રદેશી રાજાને કેશિગણધરની જેમ ગુરુ દુર્લભ છે. (આ ક્યા પ્રસ્તુત અવચૂરિમાં સંક્ષેપમાં હોવાથી આત્મતત્ત્વ વિચાર પુસ્તકમાંથી સાભાર ઉધૂત કરવામાં આવી છે.) (અહીં૩૩૩મી ગાથા પૂર્ણ થઈ.) (૩૩૩) कइयाहं सो पुणो सूरी, लद्धणं गुणसायरो । निक्खमामि निरारंभो, तस्स पायाण अंतिए ॥३३४॥ આ પ્રમાણે આવા ધર્માચાર્યની પ્રાપ્તિ પૂર્વક ઉત્તમ શ્રાવકના ઉત્તમ મનોરથને પ્રગટ કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે ક્યારે હું ગુણસાગર ધર્માચાર્યને પામીને આરંભ રહિત બનીને તેના ચરણોમાં દીક્ષા લઈશ? ક્યારે એટલે ક્યા સારા વર્ષે? ક્યા સારા માસે? ક્યા સારા પક્ષે? કયા સારા દિવસે? ક્યા સારા મુહૂર્તે? ઈત્યાદિ કાળે. ગુણસાગર એ સ્થળે ગુણો આર્યદેશમાં ઉત્પન્ન થયેલા સુકુળમાં ઉત્પન્ન થયેલા વગેરે પૂર્વોક્ત ગુણો સમજવા. આરંભ એટલે જીવહિંસા, અથવા જીવહિંસાથી થનાર કર્મબંધ. પ્રશ્નઃ કાલાદિ દોષના કારણે સર્વગુણસંપન્ન ધર્માચાર્ય ન મળે તો શું કરવું? ઉત્તરઃ સર્વગુણ સંપન્ન ધર્માચાર્ય ન મળે તો જઘન્યથી પણ ગીતાર્થતા, ક્રિયાકરણ, સ્મારણા આદિ ગુણોમાં તત્પર હોવા જોઈએ. આગમમાં કહ્યું છે કે – “કાલાદિ દોષના કારણે અહીં કહેલા ગુણોમાંથી

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442