Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 398
________________ શ્રાદ્ધદિનકૃત્ય (379) બાવીશમું ગૃષ્ણમન (પરિવાર ધર્મદેશના) દ્વાર છે. કહ્યું છે કે – “ધર્મરૂ૫ રથ ક્યાંય ભાંગી જવાના સ્વભાવવાળો નથી, એક જ કાષ્ઠવાળો છે, ખેંચ્યા વિના જ ઈષ્ટભૂમિ ઉપર ચાલે છે, બધીય તરફ શલ્યોથી રહિત છે, તેથી આ ધર્મ રથ નવીન છે.” (૨૮૫) धम्मो पत्थयणं दिव्वं, धम्मो रयणसंचओ। सत्थाहो मुक्खमग्गस्स, धम्मो सट्ट निसेविओ ॥२८६॥ ધર્મ દિવ્ય (શ્રેષ્ઠ) ભાતું છે. કારણ કે તે ક્યારેય ખૂટતું નથી. કહ્યું છે કે – ધર્મરૂપ ભાતું દરરોજ ભોજન કરી શકાય તેવું છે, અત્યંત પવિત્ર, સર્વ દોષોને દૂર કરનાર, ઓછું ન થાય તેવું, અતિશય અમૂલ્ય અને અવિનાશી છે, આથી ધર્મરૂપ ભાતું દિવ્ય છે. તથા ધર્મ દિવ્યરત્નનો ભંડાર છે. કારણ કે તે રાજા વગેરે પરને આધીન નથી. કહ્યું છે કે – “ધર્મરૂપ રત્ન ભંડારરાજા, ભાગીદાર અને ચોર વગેરેને આધીન નથી, ઓછો થતો નથી, ઈચ્છિત કરે છે, પરલોકમાં જીવ સાથે જાય છે, તેથી આ ધર્મરૂપ રત્નભંડાર દિવ્ય છે.” તથા સારી રીતે સેવાયેલો આ ધર્મરૂપ સાર્થવાહ દિવ્ય છે. કહ્યું છે કે – “ધર્મરૂપ સાર્થવાહ લોભથી રહિત છે, અતિશય ભયંકર અને જેનો અંત ન જોઈ શકાય તેવા સંસારરૂપ જંગલમાંથી બહાર કાઢીને સન્સિદ્ધિપુરીમાં લઈ જાય છે, તેથી ખરેખર આ ધર્મરૂપ સાર્થવાહ દિવ્ય છે.' (૨૮૬) जिणधम्माउ य लोगंमि, सारो अन्नो न विज्जए । - વિકૅતા વિમાડ઼યા, નમો સુબ્યક્તિ સાથે ર૮૭છે. આ પ્રમાણે અનેક ઉપમાઓથી ધર્મની સ્તુતિ કરીને દાંત બતાવવા દ્વારા ધર્મની સર્વશ્રેષ્ઠતા જણાવવા માટે પાંચ ગાથાઓને કહે છે - લોકમાં જિનધર્મથી અન્ય અતિશય કિંમતી પણ પદાર્થસમૂહ શ્રેષ્ઠ નથી. કારણ કે જૈન શાસનમાં આ (હવેની ગાથાઓમાં કહેવાશે તે) દષ્ટાંતો સંભળાય છે. (૨૮૭) अयाईओ जहा लोए, सुवन्नं उत्तमं भवे । ओसहीणं तु सव्वाणं, जहा धन्नसुओसही ॥२८८॥ ધન્ના સંથારો ય, નહી રાસંઘનો . उत्तमो होइ देहीणं, तहा धम्मो जिणाहिओ ॥२८९॥ જેવી રીતે લોકમાં લોઢું વગેરે સર્વ ધાતુઓથી સુવર્ણ વિષને દૂર કરવું વગેરે અનેક ગુણોથી યુક્ત હોવાથી | ઉત્તમ છે, જેવી રીતે દષ્ટિગંધ અને અગ્નિસ્તંભ વગેરે કરનારી સર્વ ઔષધિઓમાં સર્વ પુરુષાર્થોને સાધવા માટે સમર્થ એવું ધાન્ય જ મનુષ્ય શરીરનું પાલન કરનાર હોવાથી ઉત્તમ ઔષધિ છે, જેવી રીતે ગણિમ–ધરિમ વગેરે સર્વધાન્યોના સંચયથી (=ઢગલાથી) રત્નસંચય અતિશય ઘણી કિંમત આદિના કારણે ઉત્તમ છે, તેવી રીતે જિનકથિત ધર્મ સર્વોત્તમ છે.* (૨૮૮-૨૮૯) * અહીં દિન પદનો અર્થ ગુજરાતી અનુવાદમાં લીધો નથી.'

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442