Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 406
________________ શ્રાદ્ધદિનકૃત્ય (387) ચોવીશમું અબ્રહ્મ ત્યાગ દ્વાર (૨૪) અબ્રહ્મવિરતિ દ્વારા अहो मोहो महामल्लो, जेणं अम्हारिसा वि हु । जाणंता वि अणिच्चत्तं, विरमंति न खणंपि हु ॥३०५॥ दारं २४॥ હવે “અબ્રહ્મવિરતિ’ દ્વાર છે. કારણ કે શ્રાવકે પ્રાય: બ્રહ્મચારી રહેવું જોઈએ. બ્રહ્મચર્યમોહની જુગુપ્સાથી જ પાળી શકાય. આથી મોહ જુગુપ્સાને જ કહે છે – અહો! મોહ મામલ્લ છે. જેથી કરીને અમારા જેવા પણ સર્વ ભાવોની અનિત્યતાને જાણતા હોવા છતાં ઘરવાસથી કે વિષયસુખથી ક્ષણવાર પણ નિવૃત્ત થતા નથી. અહીં “અહો' એ શબ્દ વિસ્મયપૂર્વક ખેદના અર્થમાં છે. મોહ એટલે મૂઢતા કે વેદમોહનીય. મહામલ એટલે જેની તુલનામાં બીજો કોઈ મલ્લ ન આવી શકે તેવો મલ્લ. મોહ અતિશય દુર્જ હોવાથી મહામલ છે. કહ્યું ઈંદ્રભૂતિને કષ્ટથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, સ્થૂલભદ્ર મુનિ વિકારને (=અહંભાવને) પામ્યા, ભરતરાજાએ લડાઈમાં પ્રતિજ્ઞાને ખંડિત કરીને ભાઈ ઉપર ચક મૂક્યું, રામે પણ લક્ષ્મણના શબને છ મહિના સુધી ખભા ઉપર ધારણ ક્યું, આ પ્રમાણે મોહ પૃથ્વી ઉપર વિવિધ સ્વરૂપવાળો થાય છે, માટે તે મોહરાજાને નમસ્કાર થાઓ.” તથા “કૃશ, કાણો, લંગડો, કાનથી રહિત, પુછડી વિનાનો, ભૂખથી ક્ષીણ થયેલો, વૃદ્ધ, ગળામાં ઘડાના કાંઠાવાળો, પરૂથી ભિના થયેલા અને કૃમિસમૂહથી ઢંકાયેલા ચાંદાઓથી મલિન શરીરવાળો - આવો પણ કૂતરો કૂતરીની પાછળ જાય છે. કામદેવ હણાયેલાને પણ હણે જ છે.” સર્વભાવોની અનિત્યતા આ પ્રમાણે છે – અહો! જીવોની સંપત્તિ ચંપક પુષ્પના રંગ-કલર જેવી છે, રતિ મત્ત સ્ત્રીના કટાક્ષ જેવી છે, સમતા કમળદળના અગ્રભાગે રહેલા જલબિંદુના જેવી છે, પ્રેમ વિજળીના દંડ જેવો છે, લાવણ્ય હાથીના કર્ણતાલક જેવું છે, શરીર કલ્પાંતકાલના પવનથી ભમતી દીપકની કાંતિ ( તેજ) જેવું છે, યૌવન પર્વતની નદીના વેગ સમાન છે.” (૩૦૫) जेण भवरुक्खकुसुमफलाइं, एयाई डिभरूवाई। भजा नियलमलोहं, बंधणपासं बंधुजणो ॥३०६॥ ગૃહવાસથી અનિવૃત્તિની જ હેતુ દ્વારા નિંદા કરતા સૂત્રકાર કહે છે-- ભવરૂપ વૃક્ષના પુષ્પ-લ સમાન આ બાળકો છે, લોઢા વિનાની બેડી સમાન પત્ની છે, બાંધવાના દોરડા સમાન બંધુજન છે, આથી ગૃહવાસથી નિવૃત્તિ થઈ શક્તી નથી. (૩૦૬) વિપુત્ત-મા-મફળ-માયા-મના સિ.. - ते उ तडट्ठियण्हाया, भुंजइ इक्कल्लओ दुक्खं ॥३०७॥ * હાથીના કાન આમ તેમ ર્યા કરતા હોય છે, અર્થાત્ સ્થિર રહેતા નથી.

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442