________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[ઉપર
ઊગતા સૂરજના અજવાળે ચંપાનગરી બેઠી થઈ ગઈ હતી. ગગનને ચીરી નાખે તેવા અવાજે લોકોએ “અમરસેનમુનિનો જયજયકાર બોલાવ્યો. આજે, મહારાજામાંથી મુનિરાજ બનેલા અમરસેનમુનિનો, બંધુદેવમુનિનો, સાગરમુનિનો ચંપાથી વિહાર હતો. આચાર્યશ્રી પુરુષચંદ્ર ઉપાશ્રયની બહાર નીકળી આવ્યા હતા. ચંપાની શેરીઓમાં જગ્યા દેખાતી ન હતી. આચાર્યદેવને વિદાય આપવા, આખી ચંપાનગરી ઊમટી હતી. નૂતન મહારાજા હરિપેણ, રાજકુમારો સેન-વિષેણ વગેરે આવ્યા હતા.
સહુનાં મુખ પર ઉદાસીના ભાવ હતા. સહુ મૌન ચાલી રહ્યા હતા. ચંપાના સીમાડે આચાર્યદેવે “માંગલિક' સંભળાવ્યું. હિતશિક્ષા આપી. નગરજનો ઊભા રહી ગયા. આચાર્યદેવની સાથે સર્વે શ્રમણો આગળ વધી ગયા. રોનકુમારની આંખો વરસી રહી હતી. મહારાજા હરિપેણે કુમારનો હાથ પકડેલો હતો. વિષેણ થોડે દૂર ગમગીન ચહેરે ઊભેલો હતો. જ્યાં સુધી મુનિવરો દેખાતા રહ્યાં ત્યાં સુધી સહુ ઊભા રહ્યા; પછી પાછા ફર્યા. સહુ પોતપોતાના સ્થાને ગયા.
ચંપાના રાજમહેલમાં સંતાપ ફેલાયેલો હતો. રાજમહેલના દરેક ખંડમાં દિવસભર સહુના ચહેરા ઉદાસ અને ગમગીન દેખાયા કર્યા. રાજમહેલના નોકરો રડતા હતા... ત્યારે સેનકુમારને ખ્યાલ આવ્યો કે તેના પિતાજીએ લોકોનું કેવું ભલું કર્યું હતું.
સેનકુમારના કાકા હરિષણનો સાદી ઔપચારિક વિધિથી રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. હરિર્ષણ એક જ દિવસમાં પલટાઈ ગયા હોય એવા ભારેખમ થઈ ગયા હતા. શોકગ્રસ્ત બની ગયા હતા.
સેનકુમારનો ચહેરો પણ એકાએક જનારાનો માર ખાઈ ગયો હોય તેમ વિલાઈ ગયો હતો. સદાય હસતા રહેતા તેમના ચહેરા પર વિષાદનાં વાદળ છવાઈ ગયાં હતાં. તેમનો તંદુરસ્ત ગુલાબી ચહેરો એકાએક મૂરઝાઈ ગયો હતો.
મહેલ અને મહેલની સાથે જોડાયેલા બધા પરિવારો શોકાતુર બની ગયા હતા. રસ્તાઓ સૂમસામ બની ગયા હતા.
સેનકુમારની માતા જયસુંદરીએ દીક્ષા લીધી હતી. એટલે સેનકુમારને કાકી તારપ્રભા સંભાળતી હતી. તારપ્રભા કમાલની સ્ત્રી હતી. તે હમીરગઢની રાજકુમારી હતી. તે સેનકુમારને ખૂબ વાત્સલ્ય આપતી હતી. હવે તે રાણી બની હતી, છતાં શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૫
For Private And Personal Use Only