Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 6
________________ વધુમાં જણાવવામાં આવે છે કે, યજ્ઞનારાયણ ભટ્ટ કૃતિને અવતાર હતો, પણ આમાંયે અસંભવ દોષ છે. જો શ્રુતિ અવતાર ધારણ કરે તો એનું રૂપ જે શબ્દ માત્ર છે તે પૃથ્વી પર ન રહેવું જોઈએ. શું શ્રુતિના અવતારનું વર્ણન કોઇપણ શાસ્ત્રીય ગ્રંથમાં છે? ખુદ શ્રીમદ્દ ભાગવત જેને સંપ્રદાયિઓ પરમ પવિત્ર ગણે છે તેમાં પણ આ નવીન અવતાર સંબંધી કશો ઉલ્લેખ જોવામાં આવતું નથી. લક્ષ્મણ ભટ્ટની જીવન લીલા. હવે લક્ષ્મણ ભટ્ટ કોણ તે જોશું. યજ્ઞનારાયણનો પુત્ર ગંગાધર ભટ્ટ, તેનો ગણપત ભઃ, અને હેને શ્રેષ્ઠ એ વિદર્ભ નામનો પુત્ર થયે અને આ વદદર્ભના પુત્ર તે આ સાંપ્રદાયિક વસુદેવના અવતારરૂપ લક્ષ્મણ ભટ્ટ. આ લક્ષ્મણ ભટ્ટનું ચરિત્ર બહુ વિલક્ષણ રીતે જાણવાજોગ છે. એ લક્ષ્મણ ભટ્ટ નાનપણમાં પરણેલા હતા, પણ કોણ જાણે કેમ થોડા વખતમાં એમને વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને કોઈને પણ કહ્યા કહાવ્યા વિના એમણે કાશી તરફ પ્રયાણ કર્યું. ત્યાં એક બ્રહ્માનંદ નામના સંન્યાસી હતા હેમની પાસે જઈ લક્ષમણ ભટ્ટ સંન્યાસી થવાની ઈચ્છા દર્શાવી, અને કહ્યું કે “મને સન્યસ્ત દીક્ષા આપે.” બ્રહ્માનંદે હેનું નામ, ઠામ, ઠેકાણું તથા કુટુમ્બ વગેરે પરિસ્થિતિનું પૂછયું તે આ સમયજ્ઞ કરનાર અને સાક્ષાત વસુદેવના અવતારરૂપ લક્ષ્મણ ભટ્ટ હેની જીવનલીલા તરેહ તરેહના પલટા લેતી આપણે શું તે પોતાની તરૂણ પત્ની તેમજ માતપિતા હૈયાત હોવા છતાં પિતાને કોઈ નથી એમ અસત્ય બેલ્યા. બ્રહ્માનંદે લક્ષ્મણ ભટ્ટનું આ કથન સત્ય સ્વીકારી દીક્ષા આપી સન્યાસી બનાવ્યા. જાણે આથી અધિક અન્ય જ્ઞાનાદિક અધિકારની અપેક્ષા જ ન હોય તેમ જાણે હેનું કોઈ નહિ હેને માટે સન્યસ્તના દ્વાર ઉઘાડાંજ છે ને! પણ આ વાત આપણે અહીંજ પડતી મૂકી લક્ષ્મણ ભટ્ટના ઇતિહાસ તરફ વળીશું. અહીંઆ હવે હેના માબાપે શોધ કરી પણ કાંઈ પત્તા મળે નહીં એટલે બિચારાં બેસી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 168