Book Title: Pushtimargno Itihas Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas Publisher: Vallabhdas Ranchoddas View full book textPage 4
________________ ઘણું મળી શકશે, એવી આશા છે. ધ્યાનમાં રાખવાનું છે એટલું જ કે સત્યશોધનમાં અહંતા મમતાત્મક દુરાગ્રહ ને રાગ દ્વેષાત્મક અનિષ્ટ વૃત્તિ વજર્યા છે તે દોષરહિત કૃતિ મનુષ્યને અશકયવત છે. ઘણાયે દોષ રહ્યા છે. અને છપાતાં થયેલી ઘણીક ભુલોનું શુદ્ધિપત્ર હેત તે ઠીક, પણ બની શકયું નથી. સુજ્ઞ વાચકજન ઉદારતાથી નભાવી લેશે એવી આશા છે. એમ છતાં લેશ પણ દ્વેષમૂલક વૃત્તિ નથી રાખવામાં આવી એવી વાચકને નવિનંતી કરવાની છે. અંતમાં મહારા ધર્મશીલ વૃત્તિના ઉદાર મિત્ર રા. રણછોડદાસ ભવાનની આ પુસ્તક પ્રસિદ્ધિમાં વારંવાર ઉપયોગી સૂચનાઓની સહાય મળી છે, તેમજ રા. મોતિલાલ ત્રિભુવનદાસ દલાલ હાઈકોર્ટે વકીલ એમના તરફથી ઘણી કીંમતી મદદ મળી છે એ વાતનું વિસ્મરણ થઈ શકે એમ નથી. निन्दन्तु नीति निपुणा यदि वा स्तुवस्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ; अथैव वा · मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलंति पदं न धीराः ॥ १ ॥Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 168