Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૧ સૂ. ૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૧૯
અભિપ્રાયથી જ્ઞાન એક જ છે, એમ કહ્યું છે. ચૈતન્ય પુરુષનો સ્વભાવ છે, ખ્યાતિનો નહીં. એ લૌકિક પ્રત્યક્ષગોચર નથી, છતાં આગમ અને અનુમાનગોચર છે. આનાથી વ્યુત્થાન અવસ્થામાં મૂળ કારણ અવિદ્યા દર્શાવીને, એના કારણે થતો સંયોગ કે સ્વસ્વામીભાવ સંબંધ પણ સૂચિત કર્યો. એનું નિરૂપણ કરતાં “ચિત્ત સ્વ ભવતિ પુરુષસ્ય સ્વામિનઃ” એમ સંબંધ દર્શાવ્યો છે.
ચિત્તે કરેલા ઉપકારનો સ્વીકાર કરીને ચેતન પુરુષ એનો સ્વામી બની શકે, પણ એને ચિત્તે કરેલા ઉપકારના સંબંધનો સંભવ નથી, કારણકે એનાથી પુરુષનો કોઈ ઉપકાર થતો નથી. જો ચિત્તના સંબંધમાં આવીને, એના ઉપકારનો ભાગી બને તો એમાં પરિણામનો પ્રસંગ આવે. એના સમાધાન માટે “અયસ્કાન્ત મણિ કલ્પ સંનિધિમાત્રોપકારિ દશ્યત્વેન”... વગેરેથી કહે છે કે ચિત્ત પુરુષથી સંયુક્ત નહીં, પણ સંનિહિત છે. સંનિધાન (નજીકપણું) પણ દેશથી કે કાળથી નહીં, પણ યોગ્યતારૂપ છે. પુરુષની ભોસ્તૃશક્તિ અને ચિત્તની ભોગ્યશક્તિ છે. આ વાત “દશ્યત્વેન” થી કહી છે. શબ્દ વગેરે આકારોમાં પરિણત થતું ચિત્ત ભોગ્ય બને છે. અને શબ્દ વગેરેના આકારવાની વૃત્તિ ચિત્તનો ધર્મ છે, છતાં ચિત્ત અને ચેતનમાં અભેદનું આરોપણ થવાથી, પુરુષનો આકાર વૃત્તિના આકાર જેવો થાય છે, એમ કહ્યું. તેથી ચિત્ત સાથે સંયોગ ન થવા છતાં, એણે કરેલા ઉપકારનો ભાગી પુરુષ બને છે, અને છતાં એ પુરુષ અપરિણામી રહે છે, એમ સિદ્ધ થયું.
ભોગહેતુ સ્વ-સ્વામીભાવ સંબંધ અવિદ્યાના કારણે થાય છે, પણ અવિદ્યાનું શું કારણ છે? કારણવિના કાર્ય ઉત્પન્ન થાય નહીં, જેમ કહ્યું છે કે “પુરુષમાં સ્વમ વગેરેની જેમ અવિદ્યાની પ્રવૃત્તિનું કારણ શું છે ?” આવી શંકા ચર્ચાના ઉપસંહાર વખતે ઉઠાવી, એના સમાધાન માટે “તસ્માચ્ચિત્તવૃત્તિબોધે પુરુષસ્થાનાદિઃ સંબંધો હેતુથી કહે છે કે શાન્ત, ઘોર, મૂઢ આકારવાળી ચિત્તવૃત્તિઓના ઉપભોગમાં અનાદિ અવિદ્યા કારણભૂત છે. તેથી એ બેનો અનાદિ સંયોગ હેતુ છે. અને અવિદ્યા તથા વાસનાનો પ્રવાહ, બીજ અને અંકુરના પ્રવાહની જેમ અનાદિ છે, એવો ભાવ છે. ૪
તા: પુનરોદ્ધવ્યા. વિદુત્વે સતિ વિત્તી- ચિત્તની એ અનેક વૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ
वृत्तयः पञ्चतय्यः क्लिष्टाऽक्लिष्टाः ॥५॥ દુઃખદ અને સુખદ વૃત્તિઓ પાંચ પ્રકારની છે. ૫