Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
४४४]
પતંજલિનાં યોગસૂત્રો
[पा. ४ सू. १८
જેવા કહ્યા છે, અને ચિત્તને લોખંડ જેવા ધર્મવાળું કહ્યું છે. ઇન્દ્રિયપ્રણાલીથી વિષયો ચિત્તના સંબંધમાં આવીને એને પોતાના રંગથી રંગે છે. તેથી “વસ્તુનઃ જ્ઞાતાજ્ઞાતસ્વરૂપવા.” વગેરેથી કહે છે કે ચિત્ત વસ્તુને જાણતું અથવા ન જાણતું હોવાથી પરિણામી છે. ૧૭
यस्य तु तदेव चित्तं विषयस्तस्य- में वित्त ०४ नो विषय छे, मे पुरुषने तो - सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात् ॥१८॥
ચિત્તના સ્વામી પુરુષને એની વૃત્તિઓ સદા જ્ઞાત હોય છે. કારણ કે પુરુષ અપરિણામી છે. ૧૮
भाष्य
यदि चित्तवत्प्रभुरपि पुरुषः परिणमेत ततस्तद्विषयाश्चित्तवृत्तयः शब्दादिविषयवज्ज्ञाताज्ञाताः स्युः । सदाज्ञातत्वं तु मनसस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वमनुमापयति ॥१८॥
ચિત્તની જેમ એનો સ્વામી પુરુષ પણ પરિણામી હોય, તો એની વિષયભૂત વૃત્તિઓ, શબ્દ વગેરે વિષયોની જેમ જ્ઞાત અથવા અજ્ઞાત હોય. પરંતુ ચિત્તના સ્વામીને એની વૃત્તિઓ હંમેશાં જ્ઞાત હોય છે. તેથી પુરુષના અપરિણામીપણાનું અનુમાન થાય છે. ૧૮
तत्त्ववैशारदी ___ तदेवं चित्तव्यतिरेकिणमर्थमवस्थाप्य तेभ्यः परिणतिधर्मकेभ्यो व्यतिरिक्तमात्मानमादर्शयितुं तद्वैधर्म्यमपरिणामित्वमस्य वक्तुं पूरयित्वा सूत्रं पठति-यस्य तु तदेव चित्तं विषयस्तस्य-सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात् । क्षिप्तमूढविक्षिप्तैकाग्रतावस्थितं चित्तमा निरोधात्सर्वदा पुरुषेणानुभूयते वृत्तिमत् । तत्कस्य हेतोः ? यतः पुरुषोऽपरिणामी । परिणामित्वे चित्तवत् पुरुषोऽपि ज्ञाताज्ञातविषयो भवेत् । ज्ञातविषय एव त्वयम् । तस्मादपरिणामी । ततश्च परिणामिभ्योऽतिरिच्यत इति । तदेतदाह-यदि चित्तवदिति । सदा ज्ञातत्वं तु मनसः सवृत्तिकस्य तस्य यः प्रभुः स्वामी भोक्तेति यावत् तस्य प्रभोः पुरुषस्यापरिणामित्वमनुमापयति । तथा चापरिणामिनस्तस्य पुरुषस्य परिणामिनश्चित्ताद्भेद इति