Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૭૮ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨૯
तत्त्व वैशारदी वाचकमाख्याय प्रणिधानमाह-तज्जपस्तदर्थभावनम् । व्याचष्टे-प्रणवस्येति । भावनं पुनः पुनश्चेत्ते निवेशनम् । ततः किं सिध्यतीत्यत आह-प्रणवमिति । एकाग्रं संपद्यते, एकस्मिन्भगवत्यारमति चित्तम् । अत्रैव वैयासिकी गाथामुदाहरति-तथा चेति । तत ईश्वरः समाधितत्फललाभेन तमनुगृह्णाति ॥२८॥
વાચક સમજાવ્યા પછી પ્રણિધાન વિષે કહે છે એનો જપ એટલે એના અર્થની ભાવના. “પ્રણવસ્ય જપ:” વગેરેથી કહે છે કે ભાવના એટલે વારંવાર ચિત્તમાં એના અર્થરૂપ ઈશ્વરને સ્થાપવો. “પ્રણવ જપતઃ” વગેરેથી કહે છે કે એનાથી શું સિદ્ધ થાય ? ચિત્ત એકાગ્ર થાય એટલે કે એક એવા પરમાત્મામાં જ ચિત્ત રમવા માંડે, અને વિરમે, “તથા ચોક્તમ્” કહીને વ્યાસની ગાથાનો ઉલ્લેખ કરે છે. એનાથી અનુગ્રહ કરીને ઈશ્વર એને સમાધિ અને એના ફળ (કૈવલ્યોનો લાભ આપે છે. ૨૮
fઉં વાસ્થ મવતિ – વળી બીજું આ યોગીને શું થાય છે?ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ॥२९॥
તેનાથી આંતરિક ચેતના (જીવભાવની સમજ) પ્રાપ્ત થાય છે, અને અંતરાયોનો વિનોનો) અભાવ થાય છે. ૨૯
भाष्य ये तावदन्तराया व्याधिप्रतियस्ते तावदीश्वरप्रणिधानान्न भवन्ति । स्वरूपदर्शनमप्यस्य भवति । यथैवेश्वरः पुरुषः शुद्धः प्रसन्नः केवलोऽनुपसर्गस्तथायमपि बुद्धेः प्रतिसंवेदी यः पुरुष इत्येवमधिછતિ ારા
રોગ વગેરે જે અંતરાયો છે, એ ઈશ્વરપ્રણિધાનથી ઉત્પન્ન થતા નથી. અને સ્વરૂપનું દર્શન પણ આ યોગીને થાય છે. જેમ ઈશ્વર શુદ્ધ, પ્રસન્ન, કેવળ, ઉપસર્ગ (બાધા) રહિત પુરુષ છે, એમ આ બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને જાણનારો પુરુષ પણ છે, એમ જાણે છે. ૨૯
तत्त्व वैशारदी किं च परमस्मात्-ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च । प्रतीपं