Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૫
व्याचष्टे-एकविषयाणीति । वाचकत्वशङ्कामपनयति - तदस्येति । तन्त्र्यते व्युत्पाद्यते योगो येन शास्त्रेण तत्तन्त्रम् । तद्भवा तान्त्रिकी । संयमप्रदेशाः परिणामत्रयसंयमात् (રૂ।૧૬) ત્યેવમાવ્ય: ॥૪॥
૨૭૮ ]
"
ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણનો (એકી સાથે) તે તે જગાએ પ્રયોગ કરવો હોય, ત્યારે એમને પોતપોતાના નામથી ઉચ્ચારવામાં ગૌરવ થાય. તેથી લાઘવ માટે “ત્રયમેકત્ર સંયમઃ” એવું પરિભાષા સૂત્ર પ્રસ્તુત કરે છે. “એકવિષયાણિ...” વગેરેથી સૂત્ર સમજાવે છે. “તદસ્ય...’’ વગેરેથી સંયમ શબ્દની વાચકત્વ શંકા દૂર કરે છે (કે એ વાચક નહીં, પારિભાષિક સંજ્ઞા છે). “તંત્ર્યતે વ્યુત્પાદ્યતે યોગઃ” જેનાથી યોગનું નિરૂપણ કરવામાં આવે છે, એ શાસ્ત્ર તંત્ર કહેવાય. એને માટે બનાવેલી ‘તાંત્રિકી” કહેવાય. આગળ “પરિણામત્રયસંયમાત્, ૩.૧૬માં કહેવાનારા સંયમના પ્રદેશો કે વિષયો છે. ૪
तज्जयात्प्रज्ञालोकः ॥५॥
એના (સંયમના) જયથી પ્રજ્ઞાનો પ્રકાશ થાય છે. ૫
भाष्य
तस्य संयमस्य जयात्समाधिप्रज्ञाया भवत्यालोको, यथा यथा संयमः स्थिरपदो भवति तथा तथा समाधिप्रज्ञा विशारदीभवति ॥ ५ ॥
એ સંયમના જયથી સમાધિ-પ્રજ્ઞાનો પ્રકાશ થાય છે. જેમ જેમ સંયમ સ્થિર થાય છે, એમ એમ સમાધિપ્રજ્ઞા વધુને વધુ સ્પષ્ટ થાય છે. ૫ तत्त्व वैशारदी
संयमविजयस्याभ्याससाधनस्य फलमाह - तज्जयात्प्रज्ञालोकः । प्रत्ययान्तरानभिभूतस्य निर्मलप्रवाहेऽवस्थानमालोकः प्रज्ञायाः । सुगमं भाष्यम् ॥५॥
“તયાપ્રજ્ઞાલોકઃ” સૂત્રથી સંયમવિજયરૂપ સાધનના અભ્યાસનું ફળ કહે છે. બીજી વૃત્તિઓ વડે દબાયા વિના નિર્મળ પ્રવાહરૂપ સ્થિતિ પ્રજ્ઞાનો પ્રકાશ છે. ભાષ્ય સરળ છે. પ