Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
५०]
પતંજલિનાં યોગસૂત્રો
[५. १ सू. १७
विचारानन्दास्मितारूपानुगमात्संप्रज्ञातः । संप्रज्ञातपूर्वकत्वादसंप्रज्ञातस्य प्रथम संप्रज्ञातोपवर्णनम् । संप्रज्ञातसामान्यं वितर्क विचारानन्दास्मितानां रूपैः स्वरूपैरनुगमात्प्रतिपत्तव्यम् । वितर्क विवृणोति-चित्तस्येति । स्वरूपसाक्षात्कारवती प्रज्ञा आभोगः । स च स्थूलविषयत्वात्स्थूलः । यथा हि प्राथमिको धानुष्क: स्थूलमेव लक्ष्यं विध्यत्यथ सूक्ष्ममेवं प्राथमिको योगी स्थूलमेव पाञ्चभौतिकं चतुर्भुजादि ध्येयं साक्षात्करोत्यथ सूक्ष्ममिति । एवं चित्तस्यालम्बने सूक्ष्म आभोगः स्थूलकारणभूतसूक्ष्मपञ्चतन्मात्रलिङ्गालिङ्गविषयो विचारः । तदेवं ग्राह्यविषयं दर्शयित्वा ग्रहणविषयं दर्शयति- आनन्द इति । इन्द्रिये स्थूलालम्बने चित्तस्याभोगो ह्लाद आनन्दः । प्रकाशशीलतया खलु सत्त्वप्रधानादहंकारादिन्द्रियाण्युत्पत्रानि । सत्त्वं सुखमिति तान्यपि सुखानीति तस्मिन्नाभोगो ाद इति । ग्रहीतृविषयं संप्रज्ञातमाह-एकात्मिका संविदिति । अस्मिताप्रभवानीन्द्रियाणि । तेनैषामस्मिता सूक्ष्म रूपम् । सा चात्मना ग्रहीत्रा सह बुद्धिरेकात्मिका संवित् । तस्यां च ग्रहीतुरन्तर्भावाद्भवति ग्रहीतृविषयः संप्रज्ञात इति । चतुर्णामपरमप्यवान्तरविशेषमाह-तत्र प्रथम इति । कार्य कारणानुप्रविष्टं न कारणं कार्येण । तदयं स्थूल आभोगः स्थूलसूक्ष्मेन्द्रियास्मिताकारणचतुष्टयानुगतो भवति । उत्तरे तु विद्वयेककारणकास्त्रिद्वयेकरूपा भवन्ति । असंप्रजाताद्भिनत्ति-सर्व एव इति ॥१७॥
“અથોપાયદ્વયેન” વગેરેથી ઉપાયો કહ્યા પછી, પ્રકારો સાથે ઉપેયો (પ્રાપ્તવ્ય અવસ્થાઓ) વિષે કહેવા માટે પ્રશ્ન પૂછે છે. અને એના જવાબમાં વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાના અવલંબનથી થતો સંપ્રજ્ઞાત સમાધિ ઉપય છે, એમ કહે છે. સંપ્રજ્ઞાત પછી અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. તેથી પહેલાં સંપ્રજ્ઞાતની ચર્ચા કરે છે. વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાનાં રૂપો સાથે કે એમના આલંબનથી થતો સમાધિ સંપ્રજ્ઞાત છે.
ચિત્તસ્ય આભોગ” વગેરેથી વિતર્કનું વિવરણ કરે છે. ધ્યેય પદાર્થના સ્વરૂપને પ્રકાશિત કરતી પ્રજ્ઞા આભોગ છે. એ આભોગ પૂલ વિષયવાળો હોવાથી સ્થૂલ હોય છે. જેમ શિખાઉ બાણાવળી પહેલાં સ્થૂલ લક્ષ્ય વધે અને પછી સૂક્ષ્મ લક્ષ્ય વધે, એમ શિખાઉ યોગી શરૂઆતમાં સ્કૂલ, ચાર ભુજાવાળા પાંચભૌતિક બેય સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે, પછી સૂક્ષ્મનો. આમ ચિત્તના આલંબન તરીકે સૂક્ષ્મ આભોગ પણ હોય છે. સ્થૂલ ભૂતોના કારણરૂપ સૂક્ષ્મ પાંચ તન્માત્રાઓ, લિંગ (મહત્તત્વ) અલિંગ (અવ્યક્ત પ્રકૃતિ)ના વિષયવાળા સમાધિને સવિચાર કહે છે. આમ ગ્રાહ્ય વિષય દર્શાવીને “આનંદ” વગેરેથી ગ્રહણ વિષય દર્શાવે છે. સ્કૂલ ઇન્દ્રિય આલંબન હોય ત્યારે ચિત્તનો આભોગ આલ્હાદ હોય છે. પ્રકાશગુણયુક્ત