Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
૨૯૩ જે કર્મના ઉદયથી જીવનો સૂક્ષ્મ પરિણામ થાય કે જેને લઈ ગમે તેટલાં શરીરોનો પિંડ એકઠો થાય છતાં દેખાઈ શકે નહિ તે સૂક્ષ્મનામકર્મ.
જે કર્મના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવામાં સમર્થ થાય તે પર્યાપ્ત નામકર્મ.
જે કર્મના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવામાં સમર્થ ન થાય, અધૂરી પર્યાપ્તિએ જ મરણ પામે તે અપર્યાપ્ત નામકર્મ. પર્યાપ્તિનું સ્વરૂપ પહેલા દ્વારમાંથી જોઈ લેવું.
જે કર્મના ઉદયથી એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેક નામકર્મ, તે કર્મનો ઉદય પ્રત્યેક શરીરી જીવોને હોય છે. નારક, દેવ, મનુષ્ય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય પૃથ્વી, અતેલ, વાઉ અને કોઠ, આમ્ર વગેરે પ્રત્યેક વનસ્પતિ. એ પ્રત્યેક શરીરી જીવો છે. તે સઘળાને પ્રત્યેક નામકર્મનો ઉદય હોય છે.
પ્રશ્ન–જો કોઠ અને આમ આદિ વૃક્ષોમાં પ્રત્યેક નામકર્મનો ઉદય માનીએ તો તેઓમાં એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર હોવું જોઈએ, તે તો હોતું નથી. કારણ કે કોઠ, પીપળો, પીલુ અને સેલુ આદિ વૃક્ષોના મૂળ, સ્કંધ, છાલ, મોટી ડાળીઓ વગેરે દરેક અવયવો અસંખ્ય જીવવાળા માનવામાં આવેલા છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એકાસ્થિક–એક બીજવાળા અને બહુ બીજવાળા વૃક્ષની પ્રરૂપણાના પ્રસંગે કહ્યું છે કે તે વૃક્ષોનાં મૂળ અસંખ્ય જીવોવાળાં છે એટલે કે મૂળમાં અસંખ્ય જીવો હોય છે. એ પ્રમાણે કંદ પણ, સ્કંધ પણ, છાલ પણ, મોટી ડાળીઓ પણ, અને પ્રવાલ પણ અસંખ્ય જીવવાળા છે. પાંદડાં એક એક જીવવાનાં છે. ઇત્યાદિ.' મૂળથી આરંભી ફળ સુધીના સઘળા અવયવો દેવદત્તના શરીરની જેમ એક શરીરાકાર જણાય છે. જેમ દેવદત્ત નામના કોઈ પુરુષનું શરીર અખંડ એક સ્વરૂપવાળું જણાય છે તેમ, મૂળ-આદિ સઘળા પણ અખંડ એક એક સ્વરૂપે જણાય છે. માટે કોઠ વૃક્ષાદિ તે વૃક્ષો અખંડ એક શરીરવાળા છે, અને અસંખ્ય જીવોવાળા છે, એટલે તે કોઠ વગેરેનું શરીર એક છે, અને તેમાં જીવો અસંખ્ય
છે. તાત્પર્ય એ કે એક શરીરમાં અસંખ્ય જીવો હોય છે, એક નહિ. આ પ્રમાણે હોવાથી તે • પ્રત્યેક શરીરી કેમ કહી શકાય ? કેમ કે એક શરીરમાં એક જીવ નથી પરંતુ એક શરીરમાં અસંખ્યાતા જીવો છે.
ઉત્તર–મૂળ કંદ આદિ સઘળા પ્રત્યેક શરીરી જ છે, કારણ કે મૂળ આદિમાં જે અસંખ્ય જીવો શાસ્ત્રમાં કહ્યા છે, તે સઘળાનાં શરીરો ભિન્ન ભિન્ન છે.
પ્રશ્ન–જ્યારે મૂલાદિ સઘળા ભિન્ન ભિન્ન શરીરવાળા છે ત્યારે તેઓ એકાકાર કેમ જણાય છે?
ઉત્તર–શ્લેષદ્રવ્ય-જોડનાર દ્રવ્યથી મિશ્રિત એકાકાર થયેલ સરસવની વાર્ટની જેમ કોઈ
જે કર્મના ઉદયથી ચક્ષુથી દેખી શકાય એવા સ્થૂળ શરીરની પ્રાપ્તિ થાય તે બાદર નામકર્મ, અને તેનાથી વિપરીત સૂક્ષ્મનામકર્મ. બાદર નામકર્મ જ જીવવિપાકી ન હોત તો ચૌદમે ગુણસ્થાનકે તેનો ઉદય હોઈ શકે જ નહિ, કેમ કે ચૌદમે ગુણસ્થાનકે માત્ર જીવવિપાકી પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. ' ૧. મૂળિયાં ઉપર જમીનમાં રહેલા ભાગને કંદ કહે છે, અને જમીન બહાર નીકળેલા ભાગને સ્કંધ
કહે છે.