Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૨૦
પંચસંગ્રહ-૧
આ પ્રમાણે મિશ્રદષ્ટિ ગુણસ્થાનકના બંધહેતુ કહ્યા. હવે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે નવથી સોળ બંધહેતુ હોય છે. તેના ભાંગા કહેવાની શરૂઆત કરતાં પહેલાં યોગ આશ્રયી વિશેષ છે. તે કહે છે–
चत्तारि अविरए चय थीउदए विउव्विमीसकम्मइया । इत्थिनपुंसगउदए ओरालियमीसगो नत्थि ॥१२॥ चत्वारि अविरते त्यज स्त्रीउदये वैक्रियमिश्रकार्मणौ ।
स्त्रीनपुंसकोदये औदारिकमिश्रको नास्ति ॥१२॥
અર્થ–વેદ સાથે યોગોને ગુણી તેમાંથી ચાર રૂપ કાઢી નાખવાં. કારણ કે સ્ત્રીવેદને ઉદય વૈક્રિયમિશ્ર અને કાશ્મણ યોગ હોતા નથી, અને સ્ત્રીવેદ તથા નપુંસકવેદના ઉદયે ઔદારિકમિશ્ર યોગ હોતો નથી.
ટીકાન–વેદ સાથે પોતાના યોગોનો ગુણાકાર કરવો એ પૂર્વની ગાથામાંથી લેવાનું છે. તેથી તેનો આ પ્રમાણે અર્થ થાય–અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે પહેલાં વેદ સાથે યોગોને ગુણી જે સંખ્યા આવે તેમાં ચાર રૂપ ઓછાં કરવાં.
ચાર રૂપ શા માટે ઓછા કરવાં? તેનું કારણ કહે છે–આ ગુણસ્થાનકે સીવેદના ઉદયે વૈક્રિયમિશ્ર અને કાશ્મણ એ બે યોગો હોતા નથી. કારણ કે વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાયયોગી સ્ત્રીવેદીમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ કોઈપણ આત્મા ઉત્પન્ન થતો નથી, કેમ કે ચતુર્થ ગુણસ્થાનક લઈને જનાર આત્મા પુરુષ થાય છે, સ્ત્રી થતો નથી.
સપ્તતિકાચૂર્ણિમાં વૈક્રિયમિશ્ર કાયયોગી અને કાર્મણકાયયોગી અવિરતિ સમ્યગ્દષ્ટિ સંબંધ વેદમાં ભાંગાનો વિચાર કરતાં કહ્યું છે કે-“આ બે યોગમાં ચોથે ગુણઠાણે સ્ત્રીવેદ હોતો નથી, કારણ કે તેઓ સ્ત્રીવેદમાં ઉત્પન્ન થતા નથી. એટલે કે આ બે યોંગમાં વર્તમાન સ્ત્રીવેદના ઉદયવાળા જીવને ચતુર્થ ગુણસ્થાનક હોતું નથી.
આ હકીકત ઘણા જીવોમાં સંભવ આશ્રયી કહી છે, અન્યથા કોઈ વખતે સ્ત્રીવેદમાં પણ તેઓની ઉત્પત્તિ થાય છે. સપ્તતિકાચૂર્ણિમાં જ કહ્યું છે કે-કદાચિત સ્ત્રીવેદમાં પણ ચોથે ગુણઠાણે આ બે યોગ ઘટે છે.”
તથા સ્ત્રીવેદનો અને નપુંસકવેદનો ઉદય છતાં ઔદારિકમિશ્ર કાયયોગ હોતો નથી. કારણ કે સ્ત્રીવેદના અને નપુંસકવેદના ઉદયવાળા તિર્યંચ અને મનુષ્યોમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્મા ઉત્પન્ન થતો નથી. આ પણ ઘણા જીવોમાં સંભવ આશ્રયી કહ્યું છે, એટલે કદાચ કોઈકમાં ન ઘટે તેથી કંઈ દોષ પ્રાપ્ત થતો નથી. સ્ત્રીવેદના ઉદયવાળા મલ્લિસ્વામી, બ્રાહ્મી, સુંદરી વગેરે ચોથું ગુણઠાણું લઈ મનુષ્યગતિમાં ઉત્પન્ન થયા છે અને તેને વિગ્રહગતિમાં કાર્પણ અને અપર્યાપ્તાવસ્થામાં ઔદારિકમિશ્રયોગ પણ ઘટી શકે છે.
આ પ્રમાણે સ્ત્રીવેદે વૈક્રિયમિશ્ર, ઔદારિકમિશ્ર અને કાર્મણકાયયોગો ઘટતું નથી અને નપુંસક વેદે ઔદારિકમિશ્ર કાયયોગ ઘટતો નથી. માટે વેદ સાથે યોગોને ગુણી તેમાંથી ચાર