Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭૦
પંચસંગ્રહ-૧
વેદનીયાદિક કેટલીક પ્રકૃતિઓ એવી છે કે એક જ જીવને અમુક કાળે ઉદયમાં હોય છે અને અમુક કાળે ઉદયમાં નથી હોતી માટે આ સઘળી પ્રકૃતિઓ અવોદયી કહેવાય છે.
પોતાથી ઢાંકવા લાયક જે ગુણ જેટલો હોય તે ગુણને સર્વથા જ ઢાંકે તે સર્વઘાતી ૨૦ પ્રકૃતિઓ છે અને ઉદયની અપેક્ષાએ ગણીએ તો મિશ્રમોહનીય સહિત ૨૧ છે તે આ પ્રમાણે— કેવલજ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, પ્રથમના બાર કષાય, મિથ્યાત્વમોહનીય, પાંચનિદ્રા અને મિશ્રમોહનીય.
કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય પોતાથી ઢાંકવા લાયક અનુક્રમે જે કેવલજ્ઞાન અને કેવલદર્શન ગુણ છે તેને સર્વથા જ ઢાંકે છે.
અનંતાનુબંધી તથા મિથ્યાત્વ અને મિશ્રમોહનીય પોતાથી ઢાંકવા લાયક સમ્યક્ત્વગુણને, અપ્રત્યાખ્યાનીય કષાય અને પ્રત્યાખ્યાનાવરણ કષાય પોતાથી ઢાંકવા લાયક અનુક્રમે દેશવિરત અને સર્વવિરતિરૂપ ચારિત્રગુણને સર્વથા જ ઢાંકે છે માટે આ સઘળી પ્રકૃતિઓ સર્વઘાતી છે. જો કે નિદ્રાપંચક સંપૂર્ણ દર્શનલબ્ધિના એકદેશરૂપ દર્શનગુણ કે જે ચક્ષુ-અચક્ષુર્દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ છે તેને જ રોકે છે, પરંતુ આવરવા લાયક પૂર્વોક્ત બે આવરણના ક્ષયોપશમથી પ્રગટ થયેલ એકદેશરૂપ દર્શનલબ્ધિને સર્વથા હણે છે માટે તે પાંચ નિદ્રાઓ પણ સર્વઘાતી છે.
પોતાથી આવરવા લાયક જે અને જેટલો ગુણ હોય તેના એકદેશને અને કોઈક વાર તેને સંપૂર્ણપણે હણે તે દેશઘાતી, આવી પ્રકૃતિઓ ચાર ઘાતીકર્મ અંતર્ગત મતિજ્ઞાનાવરણીયાદિ ચાર જ્ઞાનાવરણ, ચક્ષુર્દર્શનાવરણાદિ ત્રણ દર્શનાવરણ, ચાર સંજ્વલન કષાય અને નંવ નોકષાય અને પાંચ અંતરાય એ પચીસ તથા ઉદયની અપેક્ષાએ સમ્યક્ત્વ મોહનીય સહિત છવ્વીસ પ્રકૃતિઓ છે, તેમાં મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુર્દશનાવરણ અને પાંચ અંતરાય આ આઠ પ્રકૃતિઓ પોતાથી હણવા લાયક જે ગુણ છે તેને હંમેશાં દેશથી જ હણે છે પરંતુ કોઈ પણ કાળે સર્વથા હણતી જ નથી. એ જ પ્રમાણે ચાર સંજ્વલન અને નવ નોકષાયો અન્ય કષાયોના ઉદયના અભાવમાં કેવળ પોતાથી આવરવા લાયક નિરતિચાર ચારિત્રમાં અતિચાર માત્ર લગાડનાર હોવાથી દેશથી જ ઘાત કરે છે માટે દેશઘાતી છે અને સમ્યક્ત્વ મોહનીય પણ નિર્મળ સમ્યગ્દર્શન ગુણમાં માત્ર અતિચાર લગાડવા દ્વારા સમ્યગ્દર્શનના દેશનો જ ઘાત કરે છે માટે દેશઘાતી છે.
અવધિજ્ઞાનાવરણ, મનઃપર્યવજ્ઞાનાવરણ, ચક્ષુર્દર્શનાવરણ અને અવધિદર્શનાવરણ આ ચાર પ્રકૃતિઓ પોતાથી આવરવા લાયક જે ગુણ જેટલો હોય છે તેને કોઈકવાર દેશથી હણે છે અને કોઈકવાર સર્વથી હણે છે. જેમ-અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચક્ષુર્દર્શની અને અવધિદર્શનીને આ પ્રકૃતિઓ અવધિજ્ઞાનાદિનો દેશથી જ ઘાત કરે છે. જ્યારે ઉપરોક્ત ગુણ વિનાના જીવોને તે તે ગુણનો સર્વથા ઘાત કરે છે. માટે આ બધી પ્રકૃતિઓ દેશઘાતી છે.
દાનાદિ લબ્ધિઓનો વિષય ગ્રહણ ધારણાદિ યોગ્ય દ્રવ્ય પૂરતો જ છે એટલે જીવ દાનાન્તરાયાદિ કર્મના ઉદયથી જે આપી શકતો નથી, પ્રાપ્ત કરી શકતો નથી, ભોગ કે ઉપભોગ