Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર-સારસંગ્રહ
૭૪૧
અનંતાનુબંધિ, સમ્યક્ત્વ મોહનીય તથા મિશ્ર મોહનીય સિવાયની કોઈ પણ પ્રકૃતિ ક્ષય થયા પછી ફરીથી સત્તામાં પ્રાપ્ત થતી ન હોવાથી ચોવીસ અથવા છવ્વીસના સત્તાસ્થાનથી અઠ્ઠાવીસના સત્તાસ્થાને જતાં અઠ્ઠાવીસની સત્તા રૂપ એક જ ભૂયસ્કાર થાય છે, શેષ કોઈપણ સત્તાસ્થાનો ભૂયસ્કાર રૂપે થતાં નથી.
નામકર્મનાં સત્તાસ્થાનો બાર છે. સર્વ પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે ત્રાણું, જિનનામ વિના બાણું, આહારક ચતુષ્ક વિના નેવ્યાશી, જિનનામ તથા આહારક ચતુષ્ક વિના ઇક્યાશી આ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. તેમાંથી ક્ષપકશ્રેણિમાં નામની તેર પ્રકૃતિઓનો ક્ષય થતાં અનુક્રમે એંશી, અગણ્યાએંશી, છોત્તેર અને પંચોતેરનું સત્તાસ્થાન થાય છે. આ બીજું સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. અયોગીના દ્વિચરમ સમયે એંશી અને અગણ્યાએંશીની સત્તાવાળાને ઇકોતેરનો ક્ષય થવાથી અથવા છોત્તેર અને પંચોતેરની સત્તાવાળાને સડસઠ પ્રકૃતિઓનો ક્ષય થવાથી નવ અને આઠ રૂપ બે`સત્તાસ્થાનો થાય છે.
પૂર્વોક્ત ઇક્વાશીમાંથી દેવદ્વિક કે નરકદ્વિક વિના છ્યાશી તેમાંથી શેષ રહેલ દેવદ્વિક કે નરકદ્વિક સહિત વૈક્રિય ચતુષ્ક એ છ વિના એંશી અને તેમાંથી પણ મનુષ્યદ્વિકની ઉદ્ગલના થાય ત્યારે ઇઠ્યોતેરનું સત્તાસ્થાન થાય છે. પૂર્વાચાર્યોએ આ ત્રણ સત્તાસ્થાનોને અશ્રુવ સત્તાસ્થાનો કહેલ છે.
એંશીનું સત્તાસ્થાન વૈક્રિયષક વિના અથવા ક્ષપકશ્રેણિમાં તેરનો ક્ષય થાય ત્યારે એમ બે રીતે થાય છે, પરંતુ સંખ્યા એક જ હોવાથી તે બે વાર ગણાતું નથી તેથી બાર જ સત્તાસ્થાનો છે.
અહીં નવ અને આઠની સત્તા અયોગીના ચરમસમયરૂપ એક જ સમય હોવાથી શેષ દશ સત્તાસ્થાનો અવસ્થિતરૂપે હોય છે. ત્રાણું અને બાણું વિના શેષ દશ અલ્પતરો હોય છે.
ઇઠ્યોતેરની સત્તાવાળાને બંધથી મંનુષ્યદ્વિકની સત્તા વધે ત્યારે એંશીનું, તેમાં વૈક્રિયષકની સત્તા વધે ત્યારે છ્યાશીનું, તેમાં શેષ દેવદ્ધિક નરકદ્ધિકની સત્તા વધે ત્યારે ઇક્વાશીનું, તેમાં જિનનામ વધે ત્યારે નેવ્યાશીનું, એ જ ઇઠ્યાશીમાં આહા૨ક ચતુષ્ક વધે ત્યારે બાણુનું અને તેમાં જિનનામ વધે ત્યારે ત્રાણુનું—એમ આ છ સત્તાસ્થાનો ભૂયસ્કારરૂપે થાય છે. શેષ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ પ્રાપ્ત થતાં હોવાથી ભૂયસ્કારરૂપે થતાં નથી અને ક્ષપકશ્રેણિ વિના ઇઠ્યોતેરથી ઓછી સત્તા ન હોવાથી ઇઠ્યોતેરનું સત્તાસ્થાન પણ ભૂયસ્કારરૂપે થતું નથી. સર્વ ઉત્તરપ્રકૃતિઓનાં સત્તાસ્થાનો અને તેમાં અવક્તવ્યાદિનો વિચાર
૧૧, ૧૨, ૮૦, ૮૧, ૮૪, ૮૧, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫ અને ૧૪૬ પ્રકૃતિરૂપ સર્વ ઉત્તરપ્રકૃતિઓનાં કુલ ૪૮ સત્તાસ્થાનો અનેક જીવ આશ્રયી હોય છે.
ત્રસત્રિક, સૌભાગ્ય, આદેયદ્ધિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર અને