Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४०४
પંચસંગ્રહ-૧
શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયનો અસંયમ, હાસ્ય રતિ કે શોક અરતિ એ બેમાંથી કોઈ પણ એક યુગલ, અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન એ ત્રણ કષાયમાંથી કોઈ પણ ક્રોધાદિ ત્રણ કષાયનો ઉદય.
કષાયોમાંથી ક્રોધ, માન, માયા, અને લોભ એક સાથે ઉદયમાં આવતા નથી પરંતુ અનુક્રમે ઉદયમાં આવે છે. એટલે કે જ્યારે ક્રોધ ઉદયમાં આવે ત્યારે માન, માયા કે લોભ કોઈ પણ ઉદયમાં આવતા નથી. માનનો જ્યારે ઉદય હોય ત્યારે ક્રોધ માયા કે લોભ કોઈપણ ઉદયમાં હોતા નથી એ પ્રમાણે માયાં લોભ માટે પણ સમજવું. પરંતુ જ્યારે અપ્રત્યાખ્યાનાદિ ક્રોધ ઉદયમાં આવે ત્યારે તેની નીચેના પ્રત્યાખ્યાનાદિ ક્રોધનો પણ ઉદય થાય છે, અપ્રત્યાખ્યાનાવરણ માનનો ઉદય છતાં પ્રત્યાખ્યાનાવરણાદિ માનનો પણ ઉદય થાય છે. એ પ્રમાણે માયા લાભ માટે પણ
સમજવું.'
અહીં એવો નિયમ છે કે ઉપર ઉપરના ક્રોધાદિનો ઉદય છતાં નીચે નીચેના ક્રોધાદિનો ઉદય જરૂર થાય છે. તેથી અહીં અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયોમાંથી ક્રોધાદિ ત્રિકનું ગ્રહણ કર્યું છે.
તથા દશ યોગમાંથી કોઈ પણ એક યોગ. આ પ્રમાણે એક સાથે દશ બંધહેતુઓ હોય છે.
પ્રશ્ન-યોગો પંદર છે, એ પહેલાં અનેકવાર કહ્યું છે. માટે અહીં પંદર યોગમાંથી એક યોગ હોય એમ કહેવું જોઈએ, તો પછી શા માટે દશમાંથી એક યોગ હોય એમ કહ્યું? .
ઉત્તર–મિથ્યાષ્ટિ ગુણઠાણે આહારકદ્ધિક હીન શેષ તેર યોગો સંભવે છે. “આહારક અને આહારકમિશ્ર એ બે કાયયોગ લબ્ધિસંપન્ન ચૌદપૂર્વીને આહાક શરીર કરે ત્યારે હોય છે. એવું શાસ્ત્રવચન હોવાથી તેનો મિથ્યાદૃષ્ટિને અસંભવ છે એ પહેલાં કહ્યું છે. તેમાં પણ જ્યારે અનંતાનુબંધી કષાયનો ઉદય ન હોય ત્યારે દશયોગ જ સંભવે છે.
વળી અહીં શંકા થાય કે અનંતાનુબંધીના ઉદયનો અભાવ મિથ્યાદૃષ્ટિને કેમ સંભવે ? તેના ઉત્તરમાં કહે છે કે, કોઈ એક જીવે સમ્યગ્દષ્ટિ છતાં પહેલાં અનંતાનુબંધીની વિસંયોજના કરી માત્ર એટલું કરીને જ વિરમ્યો પરંતુ તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂપ સામગ્રીના અભાવે મિથ્યાત્વાદિના ક્ષય માટે પ્રયત્ન કર્યો નહિ, ત્યારપછી કાળાન્તરે મિથ્યાત્વમોહના ઉદયથી મિથ્યાત્વગુણસ્થાનકે જાય છે અને ત્યાં જઈને મિથ્યાત્વરૂપ હેતુ વડે અનંતાનુબંધી બાંધે છે, અને
૧. અહીં મનનો અસંયમ અલગ હોવા છતાં ઇન્દ્રિયના અસંયમની જેમ જુદો બતાવેલ નથી તેનું કારણ મનના અસંયમથી જ ઇન્દ્રિયનો અસંયમ થાય છે. માટે ઇન્દ્રિયોના અસંયમથી મનના અસંયમને અલગ ન ગણતાં ઇન્દ્રિયના અસંયમમાં અંતર્ગત ગણેલ છે.
૨. અનંતાનુબંધીની વિસંયોજના કરી મિથ્યાત્વે આવનારે જે સમયે મિથ્યાત્વે આવે તે જ સમયે અનંતાનુબંધીની અંત:કોડાકોડી પ્રમાણ સ્થિતિ બાંધે છે, તેનો અબાધાકાળ અંતર્મુહૂર્તનો છે એટલે તેટલો કાળ તેનો પ્રદેશ કે રસથી ઉદય થતો નથી. પરંતુ જેનો અબાધાકાળ વીતી ગયો છે અને જેનો રસોદય ચાલુ છે તેવા અપ્રત્યાખ્યાનાવરણાદિકનાં દલિકો બંધાતાં અનંતાનુબંધીમાં સંક્રમાવે છે. સંક્રમેલાં તે દલિકો એક આવલિકા ગયા બાદ ઉદયમાં આવે છે માટે મિથ્યાત્વ ગુણઠાણે પણ એક આવલિકા અનંતાનુબંધીનો ઉદય હોતો નથી.