Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
૬૨૨
અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ યોગના વશથી ઘણી વર્ગણાઓ ગ્રહણ કરે છે તેમ જ મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ અધ્યમાન સ્વજાતીય પ્રકૃતિઓના ભાગનો પ્રવેશ થાય છે. તે ઉત્કૃષ્ટથી પણ માત્ર બે સમય થતો હોવાથી સાદિ સાંત છે. તે ઉત્કૃષ્ટથી અનુત્કૃષ્ટ જતા અનુભૃષ્ટની સાદિ થાય, અથવા બંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડી અનુત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તતા અનુત્કૃષ્ટ પ્રદેશબંધનો આરંભ કરે ત્યારે તેની સાદિ થાય. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ યોગ્ય સ્થાન અથવા બંધવિચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓની અપેક્ષાએ અનાદિ અને ધ્રુવ-અધ્રુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ થાય છે.
સંજ્વલન ક્રોધનો ઉત્કૃષ્ટ યોગસ્થાને વર્તમાન સંજ્વલન ચતુષ્કનો બંધક, અનુવૃત્તિ બાદર સં૫રાયવર્તિ આત્માને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે, કારણ કે ઉત્કૃષ્ટ યોગના વશથી ઘણાં દલિકો ગ્રહણ કરે છે અને મિથ્યાત્વાદિ પ્રકૃતિઓના અને પુરુષવેદના ભાગનો પ્રવેશ થાય છે.
તથા માનાદિ ત્રણ પ્રકૃતિના બંધક ઉત્કૃષ્ટ યોગી તે જ અનિવૃત્તિ બાદર સં૫રાયવર્તિ આત્માને એક અથવા બે સમય સંજ્વલન માનનો સંજ્વલન ક્રોધના ભાગનો પણ પ્રવેશ થતો હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
તથા દ્વિવિધબંધક ઉત્કૃષ્ટ યોગી તે જ અનિવૃત્તિબાદરસંપરાયવર્તિ આત્માને એક કે બે સમય સંજ્વલન માયાનો સંજ્વલન માનના ભાગનો પણ પ્રવેશ થતો હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
તથા ઉત્કૃષ્ટ યોગી એક પ્રકૃતિનો બંધક અનિવૃત્તિ બાદરસંપરાયવત્તિ આત્માને એક કે બે સમય સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે મોહનીયનો સઘળો ભાગ બંધાતી તે પ્રકૃતિરૂપે જ પરિણમે છે માટે.
આ પ્રમાણે તે સંજવલનની ચારે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એક કે બે સમય જ થતો હોવાથી સાદિ સાંત છે તે સિવાયનો સઘળો પ્રદેશબંધ અનુત્કૃષ્ટ છે. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ યોગ્ય સ્થાનકથી પડતા અથવા બંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડતા મંદ યોગસ્થાનવર્જિ
વર્તી આત્માઓને પણ ભય-જુગુપ્સાના ઉત્કૃષ્ટ પ્રદેશના સ્વામી કહેવા જોઈએ. છતાં અહીં કેમ કહ્યા નથી તે વિચારણીય છે. વળી પંચમ કર્મગ્રંથ ગા. ૯૨ અને ૯૪ની ટીકામાં જણાવેલ છે કે અબધ્યમાન કષાયોનો ભાગ બધ્યમાન કષાયોને જ મળે, પરંતુ નોકષાયોને મળે નહિ. માટે આ બન્ને પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અબધ્યમાન મિથ્યાત્વનો ભાગ મળતો હોવાથી ચોથાથી આઠમા ગુથ્થાનક સુધીના જીવો છે.
તેથી પંચમ કર્મગ્રંથાદિના મતે અધ્યમાન કષાયનાં દલિકો શેષ બધ્યમાન કષાયોને જ મળે છે પરંતુ બધ્યમાન નોકષાયોને મળતાં નથી અને પંચસંગ્રહાદિના મતે અબધ્યમાન મિથ્યાત્વની જેમ અધ્યમાન કષાયોનું દલિક પણ બધ્યમાન કષાય તથા નોકષાય એમ બન્ને મળે એમ સમજાય છે. પરંતુ જો એમ હોય તો હાસ્યાદિ બે યુગલમાં યથાસંભવ છઠ્ઠા આદિ ગુણસ્થાને મધ્યમના આઠ કષાયોનો ભાગ મળી શકે તેથી તે ગુણસ્થાનકવર્તી જીવો જ આ ચારે પ્રકૃતિઓના સ્વામી કહેવા જોઈએ. છતાં તેમ ન કહેતાં અવિરતિ સમ્યગ્દષ્ટિ જ સ્વામી કેમ કહ્યા ? તે વિચારણીય છે.